Thursday, March 28, 2024
Homeસમાચારવિશેષ સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવું બહુસાંસ્કૃતિક સમાજ માટે હાનિકારક : એસ.આઇ.ઓ. ઓફ...

વિશેષ સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવું બહુસાંસ્કૃતિક સમાજ માટે હાનિકારક : એસ.આઇ.ઓ. ઓફ ઈન્ડિયા

આપણા માટે એ શરમજનક છે કે એવા સમયમાં જ્યારે દેશમાં જાહેર શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ રહી છે, વિધાર્થીઓમાં શૈક્ષણિક પછાતપણું વધી રહ્યું છે. ઓનલાઈન શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે મૂળભૂત ડિજિટલ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ નથી, પરંતુ સરકાર પાઠયક્રમમાં ભગવાકરણમાં વ્યસ્ત છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગ (NIOS)માં વેદ, યોગ, સંસ્કૃત, રામાયણ અને ભગવદ્ગીતા સહિતના 15 કોર્ષ ભારતીય જ્ઞાન પરંપરાના નામથી શરૂ કરવામાં આવ્યું છે, તે ‘ભારતીય’ સાહિત્ય અને ઇતિહાસની એક વ્યાપક દ્રષ્ટિને ધોખા સમાન છે. આ પાઠયક્રમ દેશમાં રહેતા વિવિધ સમૂહોના મૂલ્યો અને પરંપરાઓની વિવિધતા માટે સંપૂર્ણપણે બિનઅસરકારક છે, જે ભારતીય સમાજના કોમી સંવાદિતા માટે ખતરારૂપ છે. બધાજ ભારતીય જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે પૂર્વગ્રહ રાખવો એ આપણા બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

બીજી તરફ, સરકાર સામાન્ય રીતે બાળકોને શિક્ષણ આપવાની જવાબદારીથી દૂર જઈ રહી છે. જે આ વર્ષના શિક્ષણ બજેટમાં ભારે ઘટાડાથી સ્પષ્ટ થાય છે. કોવીડ – 19 કટોકટી ના કારણે બાળકોને શિક્ષણ આપવા માટે શાળાઓ અને માતાપિતા સઁઘર્ષ કરી રહ્યા છે. સરકારે અભ્યાસક્રમમાં બિનજરૂરી દખલ કરવાને બદલે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને શૈક્ષણિક સહાય પૂરી પાડવી જોઈએ.

મુહમ્મદ સલમાન
રાષ્ટ્રીય અધ્યક્ષ , એસ.આઇ.ઓ. ઓફ ઇન્ડિયા
media@sio-india.org


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments