Saturday, April 20, 2024
Homeસમાચારનવા IT નિયમોથી ખાનગી મામલાઓની ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અંત : SIO

નવા IT નિયમોથી ખાનગી મામલાઓની ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અંત : SIO

હાલમાં જ નોટીફાઇડ આઈટી રૂલ્સ 2021 (Guidelines For Intermediaries And Digital Media Ethics Code) Rules, 2021 જે સોશ્યલ મીડિયાની સાથે સાથે ડિજિટલ ન્યૂઝ તેમજ ઓટીટી સામગ્રી પ્લેટફોર્મને આવરી લે છે. આ રૂલ્સે ઘણાં સંવેદનશીલ પ્રશ્નો ઊભા કર્યા છે.

આ નિયમ અંતર્ગત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે પ્રત્યક્ષ તપાસ હેતુ 180 દિવસ સુધી ડેટા સલામત રાખવા ફરજિયાત છે. જો કે પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતાં બમણી છે. ડિલિટ કરેલા એકાઉન્ટના ડેટાને પણ સલામત રાખવામાં અવરોધ રાખવામાં આવ્યો છે. આ સરકાર અને કોર્ટને પણ ઉપલબ્ધ રહેશે જેનાથી કોઈ પણ જાણકારીને પ્રથમ રૂપે મોકલનારની ઓળખ કરવામાં સક્ષમ થશે. જ્યારે કે આ હજુ પણ સ્પષ્ટ નથી કે આ ઓળખની ચકાસણીની જોગવાઈ શું હશે?

અહીં આ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ સમયે ભારતમાં ડેટા સુરક્ષા અધિનિયમ તેમજ કોઈ પણ પ્રકારના નિરીક્ષણ નિયમના અભાવમાં રાજ્યની મશીનરીના હાથે ખાનગી વસ્તુઓમાં ઘૂસણખોરી અને દુર્વ્યવહારની મોટી સંભાવના છે. આઈટી ડિસ્ક્રીપશન નિયમોની સાથે મળીને આ નિયમ સરકારને આ જાણવાનો અધિકાર આપશે કે કોણે શું મેસેજ મોકલ્યો. આ નિયમ એંડ-ટ-એંડ એન્ક્પિપ્શનના પરીનિયોજન માટે વર્તમાન પ્રોટોકોલને પણ તોડી નાખશે, જે ઘણાં વર્ષોથી કઠોર સાયબર સુરક્ષા પરીક્ષણના માધ્યમથી બનાવવામાં આવ્યું છે.

આ નિયમો એવા સમયે આવ્યા છે કે જ્યારે ઘણા કેસ “દેખરેખ અને ગોપનીયતા” પર સરકારના વલણને પડકાર આપી રહ્યાં છે. ડિજિટલ સમાચાર, ઓટીટી સામગ્રી અને એવા અન્ય ક્ષેત્રો પર સૌથી વધુ સરકારી નિયંત્રણ માટે વિશેષજ્ઞો અને વિભિન્ન હિત ધારકોની સાથે સૌથી વધુ વિચાર-વિમર્શ અને વ્યાપક સ્તરે પરામર્શની આવશ્યકતા છે.

નવા આઈટી મધ્યસ્થ નિયમો માટે સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે આ અધિનિયમ આપણને રાજ્ય દ્વારા સામાન્ય જનતાની દેખરેખની તરફ લઈ જનારી છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર આ નિયમોને તરત જ પરત લે અને એક વ્યાપક વિચાર-વિમર્શ શરૂ કરે. અમે સામાજિક સંસ્થાઓથી આગ્રહ કરીએ છીએ કે તે ડિજિટલ ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિષય પર સતત વાતચીતમાં સંલગ્ન રહે.

https://fb.watch/3-eu7d4qDD/


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments