Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસપરેશાનીઓના મૂળભૂત કારણો

પરેશાનીઓના મૂળભૂત કારણો

પરેશાનીઓના મૂળ કારણો ત્રણ છેઃ

૧) આ જગતને સર્વસ્ય સમજી લેવું.
૨) આપણે શરીરની ફરતે જ જીવીએ છીએ.
૩) બીજાઓને પારકા સમજી લાધાં.

આજે દરેક વ્યક્તિ તકલીફમાં દેખાય છે. તેને સંતોષ નથી. તેનો બધો જ સમય તનાવમાં પસાર થઈ જાય છે. સુખ અને ધૈર્યના કોઈ ચિન્હ દેખાતા નથી. એવો આભાસ થાય છે કે તેની કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. અને તે તેના માટે પરેસાન છે. એવી તે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માગે છે. મળવાની કોઈ સ્થિતિ દેખાતી નથી. તે ધન કે પદ મેળવવા દોટ મૂકે છે અને તેમાં બીજાથી આગળ નિકળવાનું ઇચ્છે છે. કેટલીકવાર તેમાં તેને સફળતા પણ મળે છે અને તે ઘણું બધુ ધન ભેગું કરી લે છે. માલ-મિલ્કત બનાવી લે છે. તેના ઘણા નોકરો પણ થઈ જાય છે. તેના જીવનમાં દેખીતી રીતે કોઈ વસ્તુની કમી દેખાતી નથી પરંતુ તેમ છતાં તેની પરેશાની જતી નથી. તે ધૈર્ય વગરનો જ રહે છે.

ક્યારેય એવુ થાય છે કે તે વ્યક્તિ કોઈ એવું કાર્ય કરી બતાવે, જેમકે કોઈ શોધ કરે જેનાથી તે પ્રખ્યાત થઈ જાય છે. દૂર-દૂર સુધી લોકો તેનાથી પરિચિત થઈ જાય છે અને એવું સમજે છે કે તે જીવનમાં સફળ વ્યક્તિ છે. લોકો તેના દાખલા આપવા લાગે છે અને કહે છે કે તેની સિદ્ધિ એવી છે જેને ભૂલાવી શકાય નહીં. સમાચારપત્રોમાં તેનો ઉલ્લેખ સામાન્ય બની જાય છે. લોકો તેની જોડે ફોટા પડાવે છે તેનાથી સંબંધ રાખવામાં ગર્વ અનુભવે છે. પરંતુ આ વ્યક્તિને પણ જ્યારે નજીકથી જોઈએ છીએ તો તેઓ પણ પરેશાન દેખાય છે. બધું જ હોવા છતાં પણ તે બેચેન દેખાય છે. તેની ખુશીઓમાં કોઈ ઊંડાઈ નથી. તેના પાસે ફરિયાદોનો ભંડાર છે. લાગે છે ખુશીઓ ભેગી કરવાના અથાક પ્રયત્નો છતાં હજુ સુધી તેને તે ખુશી મળી નથી કે તે સંતોષભાવ સાથે એમ કહી શકે કે મને તે બધુ મળી ગયું છે જે હું ઇચ્છતો હતો. બલ્કે મારી ઇચ્છાથી વધારે મને પ્રાપ્પ થયું છે. આવી વ્યક્તિ આખા જીવન દોડતી રહે છે તેની દૌડ પૂર્ણ થતી નથી. તેની મંઝિલ તેને દેખાતી નથી. તેને એવો આભાસ થાય છે કે તે મંઝિલથી એટલો જ દૂર છે. જેટલો દૂર જીવનમાં પગ મુકયો ત્યારે હતો.

સામાન્ય રીતે માનવી પરેશાનીઓ અને તેના આજીજીના મૂળ કારણને લોકો સમજતા નથી. એટલે જ તેના પ્રયત્નોથી પરેશાનીઓ ઓછી થતી નથી બલ્કે વધે છે. ધન-દોલત અને કોઈ પદવીને મેળવવા માટે જીવનમાં કાર્યરત રહેવાથી વ્યક્તિની સાંસારિક જરૂરતો પૂર્ણ થઈ જાય છે. પરંતુ માનવીની કેટલીક આશા એવી છે જે ભૌતિક નથી જ્યાં સુધી આપણે આ અદૃશ્ય અને મનોવેજ્ઞાનિક જરૂરીયાતને નહીં જીતીશું ત્યાં સુધી તેના માટે કર્મ પણ કરી શકતા નથી.

આપણી પરેશાનીઓ અને મુશ્કેલીઓના મૂળ કારણોમાંથી એક કારણ આ છે કે આપણે વર્તમાન જગત અને દેખાતા જીવનને જ બધુ સમજી લેવાની ભૂલ કરીએ છીએ. વર્તમાન દુનિયાની સાધન-સામગ્રી આપણને ભાગ્યશાળી કરી શકતા નથી. શક્ય નથી કે આપણી બધી જ ભૌતિક જરૃરિયાત પૂરી થાય. બીજુ ભૌતિક સંસાધન બધા પાસે સમાન નથી હોતા. એક વ્યક્તિ આરબપતિ હોય બીજા મધ્યમવર્ગની અને કોઈ નાદાર જે બીજાની મદદ ઉપર નિર્ભર હોઈ શકે. તેથી જ્યાં સુધી વ્યક્તિ ઓછામાં સંતોષ ન મેળવે ત્યાં સુધી તેની પરેશાની જતી નથી. વાસ્તવમાં અહિં બધુ જ મેળવ્યા પછી પણ હજી વધુ મેળવવાની વૃત્તિ બની રહે છે. જ્યાં સુધી વ્યક્તિની નજરમાં તે બધી વસ્તુઓ ન હોય જે આપવાનો વાયદો અલ્લાહે કર્યો છે. એટલે કાયમી જીવન અને તેની કાયમી ભવ્યતા. આવી પરિસ્થિતિમાં વ્યક્તિની મુળભુત જરૃરિયાત પૂર્ણ થઈ રહી હોય તો તેને પર્યાપ્ત સમજવી જોઈએ. કેમકે જીવનનો હેતુ ધન ભેગું કરવાનો નથી, જીવન અહીંના ધન અને મોભાથી વધારે કિંમતી છે. એટલે જ જીવનની વાસ્તવિક પ્રાપ્તિ બીજુ કંઇ હશે. અને તે છે જીવનની હકીકતનું જ્ઞાન અને સમજશક્તિ. માનવ જ્યારે પોતાના જીવનની હકીકતથી વાકેફ થઈ જાય છે તો આ જ્ઞાન પોતે જ એટલો કિંમતી છે કે તે મળ્યા પછી બીજી કોઈ દોલતનો વિચાર સુદ્ધાં પણ નથી કરતો. માનવ પોતાનામાં જ ધનાઢય છે પરંતુ તેને તેની સભાનતા નથી જેના લીધે તે પોતાને ફકીર અને અતૃપ્ત સમજે છએ અને આ અતૃપ્તીને દૂર કરવા હાથ પગ ચલાવે છે અને તેના પ્રયત્નો ભૌતિક ધન ભેગું કરવા સિવાય કંઇજ હોતું નથી. પરંતુ તેનાથી તેની તકલીફ દૂર થતી નથી. આવું બની શકે કે તે બીજાના મુકાબલામાં વધુ ધનવાન બની જાય અને પોતાને સફળ વ્યક્તિ સમજે. પરંતુ આ માત્ર દગો છે અને કોઇ પણ વ્યક્તિ પોતાની જાતને લાંબા સમય સુધી દગો કરી શકે નહીં. માત્ર ધન-પદથી વ્યક્તિની સમસ્યા દૂર થાય છે ન જીવનની અતૃપ્તિ મટે છે. ધન-દોલત પદો સાથે આફતો લાગેલી રહે છે. વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. તેને પદથી હટાવી શકાય છે. આ સંસારમાં પ્રત્યેક ક્ષણ આશા સાથે નિરાશા અને સફળતા સાથે નિષ્ફળતાનો ખતરો રહે જ છે.

આપણી પરેશાનીઓનું એક મૂળભૂત કારણ આ પણ છએ કે સામાન્ય રીતે શરીરની ફરતે જ જીવીએ છીએ. શરીરથી વધુ પોતાને કશું સમજતા જ નથી. સાંસારિક વૈભવથી જ આપણે વાકેફ હોઈએ છીએ અને તેનાથી જ આપણએ પોતાની જાતને એકજૂટ કરી લઈએ છીએ અને શારીરિક તકલીફો અને પીડાને જ વાસ્તવિક દુઃખ સમજી લઈએ છીએ. તથા શારીરિક સુઃખ ભૌતિક આનંદને જ સાચો આનંદ સમજવાની ભૂલ કરીએ છીએ. આપણને ખબર નથી કે વાસ્તવમાં આપણે શરીર નથી બલ્કે આપણું અસ્તિત્વ શરીર વગરનું છે. જેની સંભાવનાઓની કોઈ સીમા નથી અને જેના આવક સામે દુનિયાની કોઈ સફળતા ટકી શકતી નથી.

જે આવક આપણને આત્માના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે તે શરીર કેન્દ્રિય જીવનથી પ્રાપ્ત સુઃખના સુંગધથી એટલા માટે જ વંચિત રહે છે કે તેઓ જીવનભર શરીરની ફરતે જ રહે છે અને જીવનભર જીવનની સંભાવનાઓથી અજ્ઞાન જ રહી જાય છે.

આપણી પરેશાનીઓ અને દુઃખોનું એક કારણ આ પણ છે કે આપણે ટુંક દૃષ્ટા છીએ. માનવોમાંથી કોઈને પોતાનો અને કોઈકને બીજુ સમજવાની ભૂલ કરીએ છીએ. આપણે આવું નથી વિચારતા કે જ્યારે બધા જ માનવોને અલ્લાહે જ પેદા કર્યા છે અને બધાને આ અધિકાર પ્રાપ્ત છે કે તેઓ ખુદાના પ્રિય બની શકે. પછી તેનું કારણ ક્યાં રહી જાય છે કે માનવોને એક નજરથી ન જોઈએ. અને પોતાના પરિવાર સિવાય બીજાને પોતાનો સ્પર્ધી કે શત્રુ સમજે. શત્રુ સમજવું તો દૂરની વાત છે. કોઈકને બીજુ સમજવું પણ હિંસાત્મક દૃષ્ટિકોણ છે. પોતાના સિવાય બીજાને ગેર સમજવાની ભૂલના જ કારણે ઇર્ષ્યા, ક્રોધ, હવસ જેવા રોગ આપણને ઘેરી લે છે અને આપણે પોતાના જ નહી બલ્કે બીજાના સુખ ચૈનના પણ શત્રુ બની જઈએ છીએ.

આપણો દૃષ્ટિકોણ તંદુરસ્ત છે કે નહીં તેની એક મોટી ઓળખ આ હોઈ શકે કે આપણું દૃદય એટલું વિશાળ હોય કે જેમાં બધાના માટે આદર અને પ્રેમ હોય. બીજાને ખુશ જોઈ ખુશી અનુભવીએ અને બીજાને દુઃખ જોઈ દુઃખી થઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments