Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસસફળતાના મૂળભૂત સૂત્રો – ૩

સફળતાના મૂળભૂત સૂત્રો – ૩

યાદ રાખો આપણે રોજબરોજના જીવનમાં જે પણ કંઈ કરીએ છીએ આપણું મગજ એ બધી જ વસ્તુઓની નોંધ રાખે છે. માની લો કે આપણે આખો દિવસ સોફા તોડતા હોઈએ, ટીવી જાતા હોઈએ, આપણે પોતાનું પણ કામ ના કરી શકતા હોઈએ, એક પાણી પણ પીવું હોય તો આપણે આપણા ઘરમાં છોકરાઓને અથવા તો નોકરને અવાજ કરીને બોલાવીએ અથવા તો નાનામાં નાના કામ માટે પણ બીજાઓ પર આધારિત હોઈએ ત્યારે આપણું મગજ દરેક વસ્તુની નોંધ રાખે છે અને વિચારે છે કે આ મારો માલિક છે એ કેટલો નબળો છે, કેટલો કમજાર છે, તે કશું જ પણ કરી શકતો નથી.

જ્યારે તમને જીવનમાં મોટામાં મોટા ચેલેન્જ આવે એ વખતે પણ એક વાત હંમેશાં યાદ રાખશો અને વારંવાર એ વાતને રિપિટ કરશો કે જેથી તમારૂં મગજ એમાં ટ્રેન્ડ  થઇ જાય અને એ વાત શું છે ?

એ વાત છે પોતાની જાતને કહો કે આ કામ જે છે એ દુનિયામાં જા કોઈ કરી શકે છે તો એ ફક્ત હું જ કરી શકું છું. તમારા જીવનમાં જે પણ કંઈક ચેલેન્જીસ આવે છે અને સફળતા મળે છે એની પાછળ કોઈ જવાબદાર હોય તો એ ફક્ત તમે અને તમે જ છો. અને એક બીજી વસ્તુ પણ યાદ રાખો કે જા તમે પોતે તમારા માટે કોઈ કામ નહીં કરો તો બીજું કોઈ કદીયે તમારા માટે કામ નહીં કરે.

ઘણીવાર એવું બને છે કે તમે કાર ચલાવતા હોવ અને અચાનક જ તમને ચાલુ ગાડીમાં ઊંઘ આવી જાય છે કેમ ? કારણ કે તમને એવું લાગે છે કે હું થાકી ગયો છું. હવે જ્યારે પણ આવું કંઈક બને તો વિચારો કે તમે પોતે તમારા ગાલ પર એક જારથી તમાચો માર્યો અને  ઓર્ડર આપ્યો કે ઍય મગજ !! તારે  અત્યારે સૂવાનું નથી જ્યારે હું કહું ત્યારે જ તારે સૂવાનું છે.

આપણે એ જ માણસ છીએ જેને અલ્લાહે અશ્‌રફુલ મખ્લૂકાત નામ આપ્યું છે, પણ આપણી શું હાલત છે, આપણે આપણા પોતાના મગજના ગુલામ બની ગયા છીએ.

હોવું એવું જોઇએ કે તમે તમારા મગજને ડ્રાઈવ કરો; પરંતુ થાય છે શું કે તમારૂં મગજ તમને ડ્રાઈવ કરવા લાગી જાય છે જે સાચી પ્રેક્ટિસ નથી.

તમે સૌથી પહેલાં પોતાની તકલીફોની ફરિયાદ કરવાનું છોડી દો, બધાને કહેતા ના ફરો કે હું તકલીફમાં છું, મારે આ પ્રોબ્લેમ છે, હું ફસાયેલો છું, મને આજે તાવ છે , મારી તબિયત ઠીક નથી. જ્યારે તમે વારંવાર ફરિયાદના મૂડમાં રહો છો અને લોકોને કહેતા ફરો છો તો તમારૂં મગજ આ બધી જ વાતોને રજિસ્ટર્ડ કરે છે અને તમને સાચે જ થાકેલા અને હારેલા બનાવી દે છે.

માની લો કે તમને એવું મહેસૂસ થાય કે મને તાવ છે. હવે આવી પરિસ્થિતિઓમાં તમારી પાસે બે રસ્તાઓ છે. એક છે કે તમે એને ઇગ્નોર કરો અને પોતાનું કામ ચાલુ રાખો, તાવ આપોઆપ જતું રહેશે. જયારે બીજું રિએકશન એ હોઈ શકે કે તમે સ્વીકારી લો કે આજે મને બહુ તાવ છે અને હું ઓફિસે નથી જઈ શકતો , આ પરિÂસ્થતિમાં એવું થશે કે તમે રજાઈ ઓઢીને સૂઈ જશો અને પોતાને બીમાર અને બિચારો સમજશો; અને  આ પરિસ્થિતિમાં તમારૂં મગજ પણ આને સ્વીકારી લેશે અને તમારૂં ટેમ્પરેચર વધતું જ રહેશે.

તમારા ઘરવાળા તમારી સેવામાં લાગી જશે અને આ બધું જાઈને તમારૂં મગજ કન્ફર્મ કરી લેશે કે આ માણસ બહુ જ બિચારો, લાચાર અને કમજાેર છે અને પછી મગજના ઓર્ડર્સ પણ એ જ દિશામાં આવશે.

આવી પરિસ્થિતિઓમાં આપણે આપણા મગજના તાબે થઈ જઈએ છીએ. જા તમે તકલીફોને એક્નોલેજ કરવાનું છોડી દેશો, એટલે કે એને ઇગ્નોર કરીને પોતાનું કામ ચાલુ રાખશો તો તાવ આપોઆપ જતો રહેશે. (તકલીફો આપોઆપ જતી રહેશે).

તમે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા મજદૂરોને ઓબઝર્વ કરો, એમની પાસે ઘડિયાળ નથી હોતી, ના તો એ લોકો વારંવાર મોબાઈલ જાતા હોય છે પણ જ્યારે જમવાનો સમય થાય તો બધા જ એક સાથે દરરોઝ એક જ સમયે રોકાઈ જાય છે અને ડેઇલી સમય નિયમિતતા સાચવતા હોય છે, હવે વિચારો કે વગર ઘડિયાળ જાયે આ લોકો કઈ રીતે દરરોજ એક જ સમયે રોકાઈ જાય છે? આવું બને છે, કેમ કે વર્ષોથી એમનું મગજ અનઇન્ટેન્સયલી ટ્રેન્ડ થયું હોય છે કે આ સમયે તમારો જમવાનો ટાઈમ છે અને જેવો એ સમય થાય છે એમનો મગજ એમને એ સિગ્નલ છોડે છે કે સમય થઈ ગયો અને બધા જ એક સાથે રોકાઈ જાય છે અને બ્રેક લે છે.

યાદ રાખો, તમે જે જુઓ, જે સાંભળો અને જે બોલો એના પછી તમારૂં રિએકશન શું છે એ નક્કી કરે છે કે તમે સફળ છો કે થાકેલા છો.

દાખલા તરીકે, જ્યારે તમને કોઈ પૂછે કે કેમ છો ? તમે જવાબ આપો કે હા ભાઈ ઠીક ઠાક છું. મતલબ તમે પોતે જ પહેલાંથી તમારી જાતને હતાશ અને થાકેલી બનાવી દીધી છે અને પછી આખો દિવસ તમે હારેલા જ પોતાને મહેસૂસ કરશો. પણ આ જ સવાલનો જવાબ જા તમે બહુ જ સ્ફૂર્તિથી આપશો અને જાશ સાથે કહેશો કે હાં, હું ફર્સ્ટકલાસ છું તો તમારામાં એક નવો આત્મવિશ્વાસ ભરાઈ જશે અને તમે આખો દિવસ એક નવી એનર્જી સાથે દોડતા રહેશો અને જે પણ કામ હાથમાં લેશો એનો શ્રેષ્ઠ પરિણામ આવશે.

હવે અહીંયા હું એક ખાસ ઉદાહરણ આપવા માગું છું. માની લો કે તમે ઓફિસમાં કામ કરતા હો અને તમને તમારો બોસ જે છે તે પસંદ નથી. હવે ખાસ વિચારજા કે એક માણસ જે છે એ તમને બિલકુલ પસંદ નથી એટલે કે જ્યારે એ માણસ તમારી સામે આવે તો તમને પોઝિટિવ ફિલિંગ્સ નથી આવતી, તમે ખુશ નથી થતા, તમે રાજી નથી થતાં પરંતુ એને જાઈને તમને મનમાં ગુસ્સો આવે છે. તમને એવું લાગે છે કે આ માણસ જે છે એના કારણે મારી પ્રગતિ રોકાઈ ગઈ છે. તો હવે તો સાબિત થયું કે આ માણસ તમને કોઈ પણ પ્રકારની પોઝિટિવ એનર્જી નથી આપી રહ્યો,  પણ હવે એની વિરોધમાં શું થાય છે કે જે માણસ તમને નથી ગમતો તમે આખો દિવસ બસ એના વિશે જ વાતો કરો છો, તમે લોકોને કહેતા ફરો છો કે આ ખરાબ માણસ છે, એને એનું કામ નથી આવતું, એ મને હેરાન કરે છે. જ્યારે ખરેખર એવું હોવું જાઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ તમને ના ગમતી હોય તો એને એકનોલેજ કરવાનું છોડી દો.

શા માટે એવી વસ્તુને વારંવાર યાદ કરવી જે તમને પોઝિટિવિટી નથી આપતી, શા માટે કોઈ એવી વ્યક્તિને યાદ કરવી કે જેને યાદ કરવાથી ફક્ત ને ફક્ત તમારા મગજમાં નેગેટિવ વિચારો જ આવે છે.  ફિલોસોફી બહુ સિમ્પલ છે,  જા સમજાઈ જાય તો જે વસ્તુ તમને પોઝિટિવ એનર્જી ના આપતી હોય, જે વસ્તુને યાદ કરવાથી તમને ખુશી ના થતી હોય,  જે વસ્તુ ના વિચારવાથી તમારા મગજમાં નેગેટિવ વિચારો આવતા હોય..,  સારૂં છે કે એ વસ્તુને વિચારવાનું,  યાદ કરવાનું અને એના વિશે વાત કરવાનું અને એના વિશે બોલવાનું આપણે સંપૂર્ણપણે બંધ કરી દઈએ.

હંમેશાં યાદ રાખજા જે સ્વભાવ, જે વ્યક્તિ, જે વસ્તુ, જે પરિસ્થિતિ તમને પસંદ ના હોય એના વિશે વારંવાર યાદ કરવાનું, વારંવાર બોલવાનું, વારંવાર એની ખામીયો શોધવાનું બંધ કરી દો.

તમે એમ સમજી લો કે એ વ્યક્તિ, એ પરિસ્થિતિ, એ સ્વભાવ, એ તમારા જીવનમાં છે જ નહિ. એને ભૂલી જાવ અને સંપૂર્ણપણે તમારા મગજમાંથી બહાર કાઢીને ફેંકી દો.

અને ફક્ત ને ફક્ત પોઝિટિવ એટલે કે હકારાત્મક વિચારો અને જે પરિસ્થિતિ, જે વ્યક્તિ, જે વસ્તુ, જે શબ્દો,  જે તમને હકારાત્મકતા તરફ લઈ જાય, તમારા વિચારો અને તમારા મગજને સંપૂર્ણ સ્વસ્થ અને પોઝિટિવ એનર્જી  માટે તૈયાર કરે એવી પરિસ્થિતિઓ, એવી વ્યક્તિ એવી વસ્તુઓને અનુસરો અને પોતાનું ધ્યાન સંપૂર્ણપણે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા તરફ કેન્દ્રિત કરો.

હવે આપણે ઉદાહરણ લઈએ ઇંગ્લિશ સ્પીકિંગના જે ક્લાસ ચાલે છે એના. જે પણ સ્ટૂડન્ટ્‌સ છે તેઓ ક્લાસમાં એક-દોઢ કલાક – બે કલાક જેટલો પણ ક્લાસ ચાલે ત્યાં સુધી અંગ્રેજી બોલવાના અલગ-અલગ તરીકાઓ પર કામ કરે છે અને ભણે છે,  થોડી ઘણી પ્રેક્ટિસ પણ થાય છે. ટીચર્સ પણ એના સૌથી શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે પણ જેવો ક્લાસ પૂરો થયો આપણે ક્લાસની બહાર આવી ગયા અને આપણે ઘરમાં ગુજરાતીમાં વાતો કરીએ છીએ,  આપણે હિંદી પિક્ચર જોઈએ છીએ, આપણે પંજાબી ગીતો સાંભળીએ અને ક્લાસમાં પછી આપણે અંગ્રેજી પણ બોલવાનો પ્રયત્ન કરીએે છીએ.

હવે તમે જ વિચારો કે તમે પોતે તમારા મગજને કન્ફ્યુઝ કરી રહ્યા છો. તમે હિંદી, ગુજરાતી, અંગ્રેજી, પંજાબી આ બધી જ ભાષાઓને મિક્સ કરી રહ્યા છો, અને પછી એવી આશા રાખો છો કે મેં અંગ્રેજીના કલાસ કર્યા છે એટલે  મને ફટાફટ અંગ્રેજી બોલતાં આવડવી જોઈએ.

 અહીંયા પણ તમે તમારા મગજને કઈ રીતે ટ્રેન્ડ કરો છો એના પર સંપૂર્ણ પરિણામ આધારિત છે. આ બધું મિક્સ કર્યા કરતા,  તમે ક્લાસમાં અંગ્રેજી બોલવાનું શીખો અને અંગ્રેજી બોલો ઘરે આવીને મિત્રો સાથે અથવા તો પરિવારિના સભ્યો સાથે અથવા તો કસ્ટમરકેર પર અથવા તો બીજા જે પણ રિસોર્સિસ તમારી પાસે હોય ત્યાં તમે સતત અંગ્રેજી બોલતા રહો.

ટીવી પર પણ તમે અંગ્રેજીની ન્યુઝ ચેનલ અને ટોક શા જુઓ, તમારા રૂમનું જે વાતાવરણ છે તે પણ અંગ્રેજી ભાષાને અનુસાર ફેરવી નાખો.

આ જે સંપૂર્ણ તમારૂં ટ્રાન્સફોર્મેશન છે એ તમને જરૂર અંગ્રેજી ભાષા બહુ જ થોડા સમયમાં શીખવી દેશે. પણ જરૂરી છે કે તમારે તમારા મગજને ટ્રેન્ડ કરવો પડશે. તમારે વારંવાર તમારા મગજને અહેસાસ અપાવવો પડશે કે હવે હું ગુજરાતી અને હિંદીમાંથી આગળ વધીને અંગ્રેજી પણ બોલવા માગું છું. •  (ક્રમશઃ)

Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments