નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ ઈન્ડિયન મુસ્લિમ લીગ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. ગુરુવારે તેમના વતી એક અરજી કરવામાં આવી છે.
સોમવારે લોકસભા અને રાજ્યસભાએ બુધવારે આ બિલને બહુમતીથી મંજૂરી આપી, આ ખરડો 1955ના નાગરિકત્વ કાયદામાં ફેરફાર કરવા લાવવામાં આવ્યું છે.
આ પરિવર્તન પછી, પાકિસ્તાનના ત્રણ પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા હિન્દુઓ, જૈનો, પારસીઓ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ અને શીખ લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટેનો માર્ગ ખુલ્યો છે.
મુસ્લિમ લીગના સાંસદ પી.કે.કુંહાલીકુટ્ટી, ઇટી મોહમ્મદ બશીર, અબ્દુલ વહાબ અને કે.એન. કાનીએ આ અરજી સામૂહિક રીતે કરી છે.
જે લોકોએ અરજી દાખલ કરી હતી તેઓ કહે છે કે તેઓ કોઈને આશ્રય આપવા વિરુદ્ધ નથી પરંતુ મુસ્લિમોને આ યાદીમાંથી બાકાત રાખવું એ ધર્મના આધારે ભેદભાવ છે, જે ભારતનું બંધારણ મંજૂરી નથી આપતું.
અરજદારોના વકીલો કહે છે કે આ સુધારો બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે, બંધારણની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, નાગરિકત્વ ધર્મ સાથે જોડવામાં આવી રહ્યું છે જે યોગ્ય નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સરકાર સાથે સંકળાયેલા લોકોએ વારંવાર દાવો કર્યો છે કે તેનું ભારતના લઘુમતીઓ સાથે કોઈ લેવા-દેવા નથી, તે તેમના પર અસર કરશે નહીં, આ સુધારો ત્રણ દેશોમાં સ્થાયી થયેલ ધાર્મિક લઘુમતીઓ માટે છે અને આ ત્રણ દેશોમાં મુસ્લિમો લઘુમતીમાં નથી.
અરજીમાં શ્રીલંકાના તમિલ હિન્દુઓ અને બર્મીઝ રોહિંગ્યા મુસ્લિમોને શામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ભેદભાવ ગણાવ્યો હતો.
અરજદારોની માંગ છે કે આ સુધારા બિલને ગેરબંધારણીય ગણાવી રદ કરવામાં આવે.
મુસ્લિમ લીગ બિલનો વિરોધ કરે છે
લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા પછી, હવે આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.
(બીબીસી હિન્દીના ઇનપૂટ્સ સાથે)