Friday, December 13, 2024
Homeસમાચારસૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જેએનયુના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર નિર્દય હિંસાની નિંદા કરી

સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જેએનયુના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર નિર્દય હિંસાની નિંદા કરી

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદ (JIH)ના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ તા. 5મીના રોજ જેએનયુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરની નિર્દય હિંસાની નિંદા કરી છે.

મીડિયાને જારી કરાયેલા એક નિવેદનમાં જેઆઈએચ પ્રમુખે કહ્યું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ અસામાજિક તત્વોની અજાણ્યા ટોળકી દ્વારા જેએનયુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર બર્બર હિંસાની નિંદા કરે છે. 5મી જાન્યુઆરી, 2020ની સાંજે જેએનયુ પરિસરમાં પ્રવેશ કરી કેમ્પસમાં તોડફોડ કરવાની, છાત્રાલયના ઓરડાઓમાં પ્રવેશ કરીને અને વિદ્યાર્થીઓને લાઠી, સળિયા અને ભારે પથ્થરોથી માર મારવાની ઘટના બની હતી. જેએનયુએસયુ પ્રમુખ અને એક વરિષ્ઠ સ્ટાફ સભ્યના માથામાં ઇજાઓ થઈ હતી અને ઘણા વિદ્યાર્થીઓને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવા પડ્યા હતા. ટેલિવિઝન અને સોશ્યલ મીડિયા દ્વારા લાઇવ રિપોર્ટિંગ સાથે કેટલાક કલાકો સુધી હિંસા ચાલુ રહી હતી. આ માહિતી હોવા છતાં, દિલ્હી પોલીસ અને જેએનયુ વહીવટીતંત્રે મૌન ધારણ કર્યું. આ ભયંકર હિંસાને આચરનારી ગેંગને પકડવા અને કોઈ પૂછપરછ કર્યા વિના કેમ્પસની બહાર નીકળવાની મંજૂરી આપતાં દિલ્હી પોલીસના દૃશ્યો અકલ્પનીય છે. જ્યારે હિંસક ટોળાએ યોગેન્દ્ર યાદવને પણ પકડ્યા અને માર મારવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પણ દિલ્હી પોલીસ પણ મૌન રહી હતી. મીડિયાને ધમકાવવા અને ડરાવવા માટે મુખ્ય દરવાજાની બહાર છુટા દોર અપાયો હતો. આ ગુંડાઓ દ્વારા કેમ્પસમાં એમ્બ્યુલન્સને પ્રવેશવા ઉપર પણ અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. અમુક અસમાજિક તત્ત્વો એઇમ્સ હોસ્પિટલની બહાર ઊભા હતા અને ઘાયલ વિદ્યાર્થીઓને તબીબી સહાયમાં અવરોધ બની રહ્યા હતા.”

જેઆઈએચના વડા, સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આગળ કહ્યું: “આ સમગ્ર ઘટના અને જેએનયુમાં બનેલી ઘટનાઓની સાંકળ દેશ માટે મોટો ભય છે. ફાસીવાદી લોકો ફકત વિદ્યાર્થીઓના અવાજથી ભય અનુભવે છે. જે ગુંડાઓએ આ કાર્યવાહી હાથ ધરી છે તેમની તાત્કાલિક ધરપકડ કરીને ઓળખ કરવામાં આવે. સંબંધિત પોલીસ મથક અને જેએનયુ વહીવટીતંત્રને તેમની ફરજ ન બજાવવા બદલ જવાબદાર ઠેરવવા જોઇએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. હિંસાની તપાસ માટે સરકારે તુરત જ ન્યાયીક તપાસનો આદેશ આપવો જોઇએ અને સંબંધિત ગુનેગારોને સખતમાં સખત સજા આપવી જોઈએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments