Monday, June 24, 2024
Homeઓપન સ્પેસલેખકથી ઈન્ટરવ્યું સુધીની આત્મવિશ્વાસની સફર

લેખકથી ઈન્ટરવ્યું સુધીની આત્મવિશ્વાસની સફર

શાનું ખંડેલવાલ ✍🏻
લેખક -Microbiology Experiments


હું લેખક શાનું ખાંડેલવાલ અને મારું પુસ્તક Microbiology Experiments કે જેની સાથે સમય વિતાવતા મને એક અલગ જ પ્રેરણા અને આત્મવિશ્વાસ મળે છે.

આજ પુસ્તકના ઓથર બન્યા બાદ મારું પ્રથમ ઈન્ટરવ્યું અને ઈન્ટરવ્યું સાથે કોરોના અને મ્યુકોર્માઇકોસીસ અંગે સંવાદ યોજાયો. મારા લેખન અને લેખક તરીકેની વાતચીત પ્રસ્તુત કરવા માટે ગુજરાતી બુક ક્લબ, અમદાવાદ બુક ક્લબ, અમેરિકન કોર્નર અમદાવાદ, હેલો ગુજરાત અને એટર્નલ કવિસ્ટ ધ્વારા વિકેન્ડ કન્વરશેશનમાં Stream Yard પર ધવીતી ચોટાઈ સાથે મારા લેખન, વિચારો, લાગણી અને વિદ્યાર્થીને મોટીવેશન તેમજ આ કપરી પરિસ્થિતિમાં કોરોના અને મ્યુકોર્માઇકોસીસનો સંવાદ એટલે લેખકથી ઈન્ટરવ્યું સુધીની આત્મવિશ્વાસની સફર.

મારી બુકની શરૂઆત મારા પરિવારના સભ્યોના મોટીવેશનથી થઇ જેમાં મારા મિત્રોનો સહયોગ અને મારો આત્મવિશ્વાસ મળીને આ પુસ્તક લખીને મને જે આનંદની અનુભૂતિ મળી છે જેને કોઈ દિવસ ભૂલી શકાય તેમ નથી. વિદ્યાર્થી જીવન પૂર્ણ કર્યા બાદ જયારે વિદ્યાર્થીઓને નવી રાહ બતાવવાનો સમય આવ્યો છે ત્યારે તેમને ઉપયોગી કેમ બનવું તે મારા જીવનનું લ્ક્ષ્ય.

આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે.

જયારે વિજયાલક્ષ્મી મેમ સાથે વાતચીત દરમ્યાન મેં નક્કી કર્યું કે હું આ ઈન્ટરવ્યું આપીશ ત્યારે મારા મનમાં લેખક તરીકે ધણા પ્રશ્નો થયા પણ તેના જવાબ પણ મારા માટે સરળ હતા કેમ કે વિષય મારો હતો અને સાથે આત્મવિશ્વાસ. જયારે ધ્વીતીએ ઓનલાઈન સંવાદ શરુ કર્યો અને મારા શહેરમાં તેજ સાયક્લોન પસાર થઇ રહ્યું હતું ઇલેક્ટ્રિસીટી અને નેટવર્ક બંધ થયા ત્યારે મારા ઓનલાઈન વ્યુવર્સ, મારા પુસ્તક પ્રેમી ધ્વારા મારી જે રાહ જોવાઈ રહી તે અકલ્પનીય છે. ત્યારબાદ થોડીક ક્ષણો બાદ હું જયારે અચાનક જ આવી ત્યારે સૌને અને મને થયું કે જયારે આપણે સારું કાર્ય કર્યું હોય તો ખરાબ થશે પણ નહિ અને થવાનું પણ નથી આત્મવિશ્વાસએ સફળતાનો મૂળ મંત્ર છે, યોગ્ય દિશામાં અને સાચા મનથી કરવામાં આવેલું કામ ક્યારેય નિષ્ફળ નથી જતું અને શરૂઆત થઇ મારા સંવાદની જેમાં મારા પુસ્તકના વિમોચનની ધટના જે મારા જીવનની સૌથી ખુશીની ધટના અને એ ધટનાનું નિર્માણ અમારા બાપુશ્રી શંકરસિંહ વાઘેલા અને બાપુ જી કે વી ના ટ્રસ્ટીશ્રી, ડાયરેક્ટરશ્રી ધ્વારા થયું. જયારે આ પુસ્તક લખાઈ રહ્યું ત્યારે મારા ગિટાર બોય મોહક ધ્વારા ગિટાર વગાડીએ મને મોટીવેશન અને પરિવારના સભ્યો તેમજ મિત્રોનો સહયોગ અકલ્પનીય રહ્યો.

મારા માતા અને પિતા ધ્વારા મને ખુબ જ પ્રગતી થાય તેમ મને સહયોગ મળી રહ્યો. મારા હમસફરમાં મારો સાથ આપનાર બ્રીજલ. જયારે આ પુસ્તકની શરૂઆત કરી ત્યાંથી અંત સુધી આજ પુસ્તક અને તેનું લખાણ વિદ્યાર્થીઓને કઈ રીતે સમજમાં આવશે અને ઉપયોગી થશે એજ મારો ધ્યેય અને તેનું પરિણામ એટલે “Microbiology Experiments”. ત્યારના લખાણમાં એક તાજગી વર્તાય છે. નવા અને એકદમ મૌલિક વિચારો વ્યક્ત થઇ રહ્યા છે એ ખુબ સારી વાત મને જણાય છે. એક હિંમત ઉભી થઇ છે અને અનેક પ્લેટફોર્મ પણ મળી રહ્યા છે. પોતાની શક્તિથી અજાણ લોકો સરસ મજાનું લખી રહ્યા છે. અહીં મને એક વાત કહેવી જરૂરી લાગે છે કે વખાણ અને ટીકા બેય એક સિક્કાની બે બાજુ છે.બેય સતત થવા જોઈએ. અને એવું થતું નથી. લેખક કે સર્જક થોડું પોરસાઈ અપાર મહેનત કરી એક મુકામે પણ પહોંચી શકે છે કે ભ્રમના શિકાર બની આજુબાજુની દુનિયા સંકોરી લે છે. સુધારો કરવો , સમય સાથે જાતને રાખી શકવી એ તો સામાન્ય વાત નથી .

એટર્નલ કવિસ્ટ દ્વારા બુક ઓથરને પણ આગળ આવવાની ખુબ જ સારી પ્રેરણા મળી રહી છે. ડૉ. વિજ્યાલક્ષ્મી અને ધ્વીતી ચોટાઇ દ્વારા આ ઓનલાઇન સેશન યોજાયું ત્યારે જ મને થયું લેખકથી ઈન્ટરવ્યું સુધીની આત્મવિશ્વાસની આ સફર.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments