Friday, April 19, 2024
HomeસમાચારAIITA દ્વારા શિક્ષકો માટે તાલીમી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

AIITA દ્વારા શિક્ષકો માટે તાલીમી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

તા. ૩૧/૦૮/૨૦૨૨, બુધવારના દિવસે ઓલ ઇન્ડિયા આઇડિઅલ ટીચર્સ એસોસિએશન (AIITA) દ્વારા શિક્ષકોના પ્રશિક્ષણની શિબિર સુફ્ફા હોલ, જુહાપુરા, અમદાવાદ ખાતે યોજવામાં આવી.

આ કાર્યક્રમમાં ડો. કાઝિમ મલિકે શિક્ષકોમાં બાળકોને ભણાવવાની અસરકારક પદ્ધતિઓ વિશે વક્તવ્ય આપ્યું. આ સાથે પીઢ શિક્ષણવિદ્ શ્રીમતી શરીફુન્નિસસા કાઝીનું તેમના દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં 50 વર્ષનાં અમૂલ્ય યોગદાન માટે સન્માન કરવામાં આવ્યું. શ્રીમતી કાઝીએ પોતાના ૫૦ વર્ષના શૈક્ષણિક અનુભવોનું સંસ્મરણ કરી શ્રોતાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ શૈક્ષણિક શિબિરમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોની શાળાઓમાંથી આશરે 70 શિક્ષકોએ ભાગ લીધો. શિક્ષકોનું રાષ્ટ્રીય સ્તરનું સંગઠન આઇટાના પ્રદેશ પ્રમુખ બિ. ફહીમુદ્દીન શેખ દ્વારા સંગઠનનો પરિચય કરાવવામાં આવ્યો. અંતમાં જમાત-એ-ઇસ્લામી હિંદ ગુજરાતના પ્રમુખ શકીલ અહેમદ રાજપૂતે શ્રોતાઓનું માર્ગદર્શન કર્યું હતું. આઇટાના જોઇંટ સેક્રેટરી બિ. મકબૂલ શેખે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું.

ડો. કાઝિમ મલિક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments