Tuesday, December 10, 2024
Homeસમાચારતિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની ધરપકડથી આપણી મૌલિક સ્વતંત્રતા...

તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની ધરપકડથી આપણી મૌલિક સ્વતંત્રતા પર ઊંડો પ્રભાવ પડશે : SIO

અખબાર યાદી

એહસાન જાફરી મામલામાં નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીન ચીટ ભારતીય ઇતિહાસના સૌથી મોટા રમખાણોમાંથી એક રમખાણમાં રાજ્ય સરકારના અત્યાચારને ખુલ્લું સમર્થન છે. બીજી તરફ તથાકથિત મનઘડંત મામલાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બહાને સર્વોચ્ચ અદાલતના નિર્દેશનો દુરુપયોગ ભારતીય નાગરિકોનાં મૌલિક સ્વતંત્રતા પર ખતરનાક પ્રભાવ પાડશે, અને સાથે આ આપણા લોકતંત્રના સ્તંભોના તૂટવાનું દર્શાવે છે. ગુજરાત રમખાણોના પીડિતોની સાથે ઊભી એક નીડર દિગ્ગજ તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની ધરપકડ એ બધાને ડરાવવાનો પ્રયાસ છે, જે અત્યાચારના વિરૂદ્ધ તેમનો અવાજ ઉઠાવે છે.

વિપક્ષ રહિત વ્યવસ્થા બનાવવા સરકારનો ઉદ્દેશ ફક્ત રાજનૈતિક દળો સુધી મર્યાદિત નથી, બલ્કે તમામ માનવાધિકાર કાર્યકર્તાઓને ચૂપ કરાવવાનો પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. સામાજિક કાર્યકર્તાઓ, વકીલો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને યુવાઓ આ પોલીસ રાજ્યની માર સહન કરી રહી છે. આ પ્રક્રિયામાં સરકાર ઐતિહાસિક તથ્યોને ફરી લખવા અને આપણી સામૂહિક સ્મૃતિને નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અમે આ દેશની બહાદુર જનતાને આહ્વાન કરીએ છીએ કે તે નિરાશ ન થાય અને પરાજય ન માને. આપણે સંઘર્ષોના નાયકોની સાથે એકજૂટ થઈને ઊભા રહેવાનો સંકલ્પ લઈએ છીએ અને આ ગણતંત્રને ફરી પ્રાપ્ત કરવા અને સમતામૂલક સમાજનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

મોહમ્મદ સલમાન અહમદ
રાષ્ટ્રીય અધ્યક્ષ, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments