Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસંધિવાનો રોગ આપી શકે છે, કેટલાય અન્ય રોગોને આમંત્રણ

સંધિવાનો રોગ આપી શકે છે, કેટલાય અન્ય રોગોને આમંત્રણ

માનવ શરીરમાં વિભિન્ન પ્રકારના સાંધા રહેલા છે જે બે અથવા તેનાથી વધુ હાડકાઓને જાેડવાનું કાર્ય કરે છે. આ સાંધાઓમાં દુઃખાવા કે કેટલીક અન્ય સમસ્યાઓના લીધે રોજિંદા કાર્યોમાં અવરોધો આવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ સંધિવા-રોગ વિષે, જે આપણા સાંધાઓના સ્વાસ્થ્ય માટે એક ઘણી મોટી સમસ્યા છે.

શું છે સંધિવા રોગ ?

સંધિવા રોગ એક એવી અવસ્થા છે કે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકો હેરાન-પરેશાન છે. અંગ્રેજીમાં આને અર્થરાઇટિસ (Arthritis)ના નામે ઓળખવામાં આવે છે. આ રોગ સાંધાઓમાં સોજાે અને દુઃખાવો પેદા કરી દે છે, આ રોગ ઘૂંટણોમાં દુઃખાવો તથા સોજાે પેદા કરી દે છે અને સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોમાં આ જાેવા મળે છે, પરંતુ આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલીના લીધે આ રોગ યુવાનોમાં પણ જાેવા મળી રહ્યો છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ ફરિયાદ વધુ જાેવા મળે છે. વિશેષરૂપે એ લોકો કે જેમનું વજન વધુ હોય. આની શરૂઆત શરીરના કોઈ પણ સાંધાથી થઈ શકે છે, અને સમયની સાથે સાથે આ રોગ શરીરના બાકીના સાંધાઓને પણ પ્રભાવિત કરી શકે છે.

સંધિવાના કારણો

• સંધિવાનું કોઈ એક મુખ્ય કારણ નથી, બલ્કે કેટલીય પ્રવૃત્તિઓથી આના ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જાય છે. જેમ કે આપણા શરીરમાં સાંધાઓમાં એક નરમ અને લચકદાર ટિશ્યુ હોય છે જેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. જ્યારે આપણે ચાલીએ છીએ તો સાંધાઓ પર દબાણ આવે છે એવામાં કાર્ટિલેજ પ્રેશર અને શોકને અવશોષિત કરી આપણા સાંધાઓની રક્ષા કરે છે. જ્યારે સંધિવા જેવો રોગ થાય છે તો એવા સમયે કાર્ટિલેજનું પ્રમાણ ઘટી જાય છે, જેના લીધે એક હાડકું બીજા હાડકાથી ઘસાય છે અને કેટલીક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ જાય છે.

• જાે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિમાં સંધિવાની ફરિયાદ જાેવા મળે છે, તો શક્ય છે કે આ રોગ અન્ય લોકોમાં પણ જાેવા મળે.

• મેદસ્વિતા પણ સંધિવા થવાની શક્યાઓ વધારી શકે છે. આવું એટલા માટે કે મેદસ્વિતાના લીધે શરીરના સાંધાઓ વધારે વજન સહન નથી કરી શકતા અને સાંધાઓમાં દુઃખાવો કે સોજાની સમસ્યા થઈ જાય છે.

સંધિવાના લક્ષણ

• સાંધાઓમાં દુખાવો : સાંધાઓમાં દુઃખાવો સંધિવાનું સૌથી મુખ્ય લક્ષણ છે સાંધાઓમાં દુઃખાવો થવો. સામાન્ય રીતે કેટલીક પ્રવૃત્તિઓ પછી આપણને સાંધાઓમાં દુઃખાવો અનુભવાય છે, પરંતુ આનો અર્થ આ પણ નથી કે આપણને સંધિવાનો રોગ છે. જ્યારે સાંધાઓમાં દુઃખાવો કેટલાક દિવસો કે સપ્તાહોમાં મટે નહીં અને હરતા-ફરતા કે ઊઠતા-બેસતાં દુઃખાવો થવા લાગે તો આપણે કોઈ સારા ડોકટરની સલાહ લેવી જાેઈએ. કેટલીક વખત સંધિવા રોગથી પીડાતા લોકોના અંગો લાલ પણ થઈ જાય છે.

• સોજાે આવી જવો : આપણા શરીરના વિભિન્ન સાંધાઓમાં દુઃખાવાની અનુભૂતિ થઈ શકે છે, પરંતુ જાે વાત કરીએ સંધિવા રોગની, તો એક વ્યક્તિ વિશેષરૂપે ઘૂંટણ, ખભા, થાપા અને હાથમાં દુઃખાવો અનુભવી શકે છે. જાે કોઈને રુમેટાઇડ આર્થરાઇટિસ બતાવાયો છે તો એવી સ્થિતિમાં થાક લાગી શકે છે અને આ ઉપરાંત પ્રતિરક્ષા પ્રણાલી (ઇમ્યુનિટી સિસ્ટમ) કમજાેર હોવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દુઃખાવા પછી સંધિવા રોગનું સૌથી મોટું લક્ષણ સાંધાઓમાં સોજાે છે.

• અન્ય લક્ષણ : સંધિવા રોગ કેટલાય પ્રકારની મુશ્કેલીઓને વધારી શકે છે. જેમ કે વાત કરીએ એનીમિયાની. આ અવસ્થા શરીરમાં લોહીના પ્રમાણને ઘટાડી દે છે. સાથે જ સંધિવાની અસર જ્યારે બહુ વધી જાય છે, તો એવા સમયે વ્યક્તિને તાવ આવી શકે છે.

સંધિવાના દુષ્પ્રભાવ

• દુઃખાવો : આ અવસ્થામાં વિભિન્ન પ્રકારના દુઃખાવા થાય છે. તે એટલે સુધી કે ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાનું રોજિંદું કાર્ય કરવામાં પણ અસમર્થ થઈ જાય છે.

• હાડકાઓનું કમજાેર થવું : જાે કોઈ વ્યક્તિમાં સંધિવા રોગની સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે તો તેના શરીરના હાડકાં કમજાેર થવા લાગે છે. આવું થવાથી વિભિન્ન પરિસ્થિતિઓ, જેમ કે હાથ-પગમાં સોજા, સાંધાઓમાં દુઃખાવો અને ઊઠવા-બેસવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.

• અન્ય રોગોનો ખતરો : કેટલીય વખત સંધિવા રોગના કારણે વ્યક્તિના શરીરમાં અન્ય રોગોના લક્ષણ પણ પેદા થઈ શકે છે, જેમ કે કાર્યલ ટનલ સિન્ડ્રોમ, હૃદય-રોગના હુમલાનું જાેખમ, ફેફસાં, આંખો અને હૃદયમાં સોજાે.

તપાસ તથા ઇલાજ

યાદ રાખો, સાંધાઓમાં દુઃખાવાની સમસ્યા કટલીય મુશ્કેલીઓને વધારી શકે છે. આથી પ્રયત્ન કરો કે પરિસ્થિતિ બગડે એ પહેલાં તમે ખરો ઇલાજ કરાવી લો. જાે તમે ડોકટરથી સલાહ લો છો તો તે શારીરિક પરીક્ષણથી તપાસ કરીને સ્થિતિ જાેઈ શકે છે. જરૂર પડ્યે કેટલાક ટેસ્ટ પણ હોઈ શકે છે. જેમ કે,

લેબ ટેસ્ટ : લોહીની તપાસ, પેશાબની તપાસ કે જાેઇન્ટ ફલુઇડ, ઇમેજિંગ ટેસ્ટ, એક્સ-રે, સીટી સ્કેન, એમ.આર.આઈ, આ-ટ્રાસાઉન્ડ વિ.

સંધિવા રોગનો એવો કોઈ પણ ઇલાજ નથી મળી શક્યો કે જેની મદદથી આના પર પૂરી રીતે વિરામ લાગી જાય. સંધિવા રોગ જેવી પરિસ્થિતિઓમાં સમયસર ઇલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે. આ પગલાથી પરિસ્થિતિને વધારો બગડતા પહેલાં અટકાવી શકાય છે. સાથે જ સાંધાઓ પર થનારી હાનિને પણ ઘટાડી શકાય છે.

પ્રારંભિક સમયમાં જ ડૉકટર તમને વિવિધ પ્રકારની દવાઓ લેવાની સલાહ આપી શકે છે. આ દવાઓ નોન સ્ટેરૉયડલ એન્ટી ઇન્ફલેમેટરી દવાઓ, કાઉન્ટર ઇરિટેન્ટસ વિ. હોઈ શકે છે. આ ઉપરાંત શારીરિક ચિકિત્સાનો ઉપયોગ સંધિવા રોગના ઇલાજ માટે કરી શકાય છે. ડૉકટર દર્દીને વ્યાયામ કરવાની સલાહ આપી શકે છે.

ઇલાજથી દર્દીને ફાયદો નથી થતો તો ડૉકટર સર્જરીની સલાહ પણ આપી શકે છે. સંધિવા રોગના લક્ષણ ક્યારેક ખરાબથી વધુ ખરાબ પણ થઈ જાય છે, અને દુઃખાવો અસહનીય થઈ જાય છે. આવા સમયે ડૉકટરોને એડવાન્સ ઇલાજની મદદ લેવી પડે છે. આવા સમયે સૌથી લોકપ્રિય સર્જરી છે ઘૂંટણ પ્રત્યારોપણ સર્જરી (Knee Replacement Surgery). આ સર્જરીમાં જે સાંધો ખરાબ થઈ ગયો હોય તેને હટાવીને તેની જગ્યાએ એક કૃત્રિમ સાંધો લગાવી દેવામાં આવે છે. આ કૃત્રિમ સાંધો વાસ્તવિક સાંધાની જેમ કામ કરે છે. આ પ્રકારના ઇલાજના લીધે વ્યક્તિને દુઃખાવામાં પણ આરામ મળે છે, સાથે જ હરવા-ફરવામાં અને ઊઠવા-બેસવામાં પણ સરળતા થઈ જાય છે. સામાન્ય રીતે આ સર્જરી ઘૂંટણો, થાપા તથા ખભાના સાંધાઓ માટે કામમાં આવે છે.

જાૅઇન્ટ ફ્યૂઝન સર્જરી પણ આવી પરિસ્થિતિઓમાં ઉપયોગી નીવડી કે પુરવાર થઈ શકે છે. આ સર્જરીમાં બે હાડકાંઓને પરસ્પર-એકબીજા સાથે જાેડી દેવામાં આવે છે કે જેનાથી એ એક મજબૂત હાડકાંમાં પરિવર્તિત થઈ જાય છે. આ હાડકું વધુ સ્થિર રહે છે અને દુઃખાવાને ઘટાડવામાં ઉપયોગી પુરવાર થાય છે. આ ઉપરાંત કેટલાંક અન્ય વિકલ્પ પણ છે જે સંધિવા-રોગના ઇલાજમાં મદદરૂપ થઈ શકે છે, જેમ કે એક્યુપંચર, યોગ, માલિશ વિ.

સાવચેતી

સંતુલિત આહારને પોતાના જીવનમાં પ્રાથમિકતા આપો. જાે તમે આમ કરો છો, તો આ પ્રવૃત્તિ સંધિવા રોગ જેવી સમસ્યાઓથી તમને દૂર રાખી શકે છે. ઉચિત આહારની સાથો-સાથ સ્વસ્થ જીવન-શૈલી આ બે એવા માધ્યમ છે કે જેમને અપનાવવાથી તમે કેટલીય મુશ્કેલીઓથી દૂર રહી કે બચી શકો છો. વધુ ઠંડા પદાર્થ ખાવાથી પરહેજ કરો. મેંદા-યુક્ત પદાર્થ જેમ કે બિસ્કિટ્‌સ, સ્નેક્સ, ચિપ્સ વિ. થી પણ દૂર રહો. આવું એટલા માટે કે મેંદો ફેટને વધારે છે અને પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે, જેનાથી તમને તકલીફ થઈ શકે છે. કેફીનનો વધુ પડતો ઉપયોગ કરવાથી બચો. ઘી કે તેલથી બનેલ પદાર્થો અને ડીપ ફ્રાઇડ ભોજન ખાવાથી પણ પોતાને દૂર રાખો. આ ઉપરાંત વધારે નમક અને ખાંડ ખાવાથી પણ બચો. જે વ્યક્તિ દારૂ પીવે છે તેઓ આ ટેવથી દૂર રહેવાનો, પ્રયાસ કરે નહિતર તેમને સંધિવા રોગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments