Tuesday, April 16, 2024
Homeકેમ્પસ વોઇસકોમ્પ્યુટરથી સંલંગ્ન કોર્સ કરીને પોતાનું ભવિષ્ય બનાવો

કોમ્પ્યુટરથી સંલંગ્ન કોર્સ કરીને પોતાનું ભવિષ્ય બનાવો

સૂચના તથા ટેકનોલોજી પૂરી દુનિયામાં સૌથી ઝડપી વિકસિત થયેલું ક્ષેત્ર છે અને તેમાં સતત રોજ નવી ખોજ (શોધ) તથા આવિષ્કાર થઈ રહ્યો છે. એટલા માટે આ ક્ષેત્રમાં એવું વિચારવામાં આવી રહ્યું છે કે આના વધવાથી રોજગારીની સંભાવના ઘટી જશે. તેનાથી વિપરીત આમાં રોજગારની સંભાવનાઓ અનંત છે. દેશમાં દર વર્ષે લાખો બાળકો એન્જીનીયરીંગ કોર્સ કરે છે, પરંતુ આઈ.ટી. સેક્ટરમાં શક્યતાઓ વધુ રહેલી હોવા છતાં નોકરીઓ સરળતાથી મળતી નથી. મોટાભાગની કોલેજાે તો સ્ટૂડન્ટ (વિદ્યાર્થી)ઓનું પ્લેસમેન્ટ કરાવી શકતી નથી. આઈ.ટી. સેક્ટરમાં કેટલાંક કોર્સ એના પણ છે કે એના મારફતે જલ્દીથી નોકરી મેળવી શકાય.

(૧) એમ.એસ. ઓફિસ સર્ટીફિકેશન પ્રોગ્રામ :

કોમ્પ્યુટર સોફ્ટવેરની દુનિયામાં માઇક્રોસોફ્ટ એક એવી એપ્લિકેશન છે કે જે કોઈ પણ ઓફિસના કામને સરળ બનાવી દે છે એના અંતર્ગત ઘણી પ્રકારની એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે છે કે જે દરરોજના ઓફિસ તથા દુકાન, મોટા મોટા શોપીંગ મોલ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે; જેવા કે એમ.એસ વર્ડ એમ. એસ એક્સલ એમ.એસ અક્સેસ અને એમ.એસ પાવર પોઇન્ટ. એમ.એસ. ઓફિસ સર્ટીફિકેશન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ઉપર જણાવેલ એપ્લીકેશનને કાર્યાલયની પ્રતિનિધિઓ માટે ઉપયોગ કરવાનું શીખવે છે. જેનાથી કોર્સ પૂર્ણ કર્યા પછી કાર્યાલયોમાં કોમ્પ્યુટરથી સંલગ્ન નોકરીઓ સરળતાથી મળી જાય છે.

(ર) ડી.ટી.પી. કોર્સ :

ડી.ટી.પી.ને ડેસ્કટોપ પબ્લીસીંગ પણ કહેવામાં આવે છે. તમામ પ્રકારના બેનર, કાર્ડ, પુસ્તકો, પુસ્તકના કવર, મેન્યુઅલ (પુસ્તિકા)/બ્રોસર (વિવરણીકા) વગેરે બનાવવામાં કોમ્પ્યુટર એપ્લીકેશનનો પ્રયોગ કરતા શીખવે છે. ટૂંકમાં દસ્તાવેજાેના લે-આઉટ, ડિઝાઈન, ગ્રાફિક્સ વગેરે બનાવવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એડોબ ફોટોશોપ, એડોબ પેજમેકર, અને કોરલ ડ્રો જેવા ઉપયોગી સોફ્ટવેરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ડીટીપી કોર્સથી કેટલાંક ગ્રાફિક્સ અને છબી સંપાદનની નોકરીઓ મેળવી શકાય છે.

(૩) ફોટોશોપ :

ફોટોશોપ શા માટે શીખવું જાેઈએ તેના કારણોનું લીસ્ટ ખૂબ જ લાંબું છે ફોટોશોપ એક કેરિયર આધારિત કોર્સ છે. તેનાથી કુશળ બનીને વ્યવસાયિક ગ્રાફિક્સ બનાવી કામ કરી શકાય છે. તમારી લાયકાતની કિંમત વધારવાની સાથે સાથે આ કળામાં નિપુણતા તમારી કલ્પના વિચારશક્તિ વધારે છે. કોઈપણ પ્રતિકૃતિ (ઇમેજ) બનાવવા અથવા તેને સંશોધિત કરવા અથવા કેટલીક કંપનીના લોગો (પ્રતીક)ને ડિઝાઈન કરવા માટે આ કળાનો ઉપયોગ કરી શકાય છે.

(૪) ટેલી (Tally) :

આ સોફટવેર પ્રોગ્રામ એક સંકલિત વેપાર સોફટવેર તથા નાણાંકીય લેવડ-દેવડ વાઉચર તથા ટેક્ષેશન વગેરે વેપારની જરૂરિયાતો માટે ઉપયોગ કરવામાં આવે છે. ટેલી રિટેલ (છૂટક) વેપાર માટે એક વિશેષ સોફટવેર છે. ટેલીના ચાર પેટા સોફટવેર માર્કેટમાં ઉપલબ્ધ છે. – ટેલી ઈ.આર.પી. ૯, ટેલી ડેવલોપર, ટેલી સર્વર તથા શોપર-૯. ઉપરોક્ત બધા સરકારી કામકાજ અને લેખિત ઉદ્દેશના માટે ખૂબ જ ઉપયોગી છે. ટેલી શીખ્યા પછી તમો એક શાખા એક્ઝીક્યુટીવ, ટેક્ષ કન્સલ્ટન્ટ, શાખા મેનેજર તથા ઓફિસ એક્ઝીક્યુટીવ વગેરે જગ્યાઓ પર અરજી કરી શકો છો.

(પ) કોમ્પ્યુટર હાર્ડવેર મેન્ટેનન્સઃ

જે લોકો સોફ્ટવેર બાબતે વધુ જાણવા માગતા નથી. તે લોકો આ કોર્સમાં જઈ શકે છે. આમાં મુખ્યરૂપે હાર્ડવેર સંભાળ (સાચવણી), કોમ્પ્યુટર હાર્ડવેર ઘટકો, સામાન્ય સમસ્યાઓ અને માવજત (સમારકામ) સંબંધિત જાણકારી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રિન્ટર, મોનિટર, માઉસ વગેરે હાર્ડવેર અને નેટવર્કીગ બંને વિષયોને પાઠ્યક્રમમાં કવર કરે છે.

(૬) પ્રોગ્રામિંગ લેંગ્વેઝ કોર્સ :

સરળ શબ્દોમાં કહીએ તો એક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કોમ્પ્યુટર પ્રોગ્રામ લખવા માટે ઉપયોગમાં લેવાની ભાષા છે. ઘણી બધી કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાઓ ઉપલબ્ધ હોવાને કારણે તે બધી ભાષાઓ આ સૂચિમાં સમાવેશ કરવો મુશ્કેલ છે. પરંતુ કેટલીક લોકપ્રિય અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષાઓમાં C, C++, Java, Python, Java Script, ASP.NET, Perl, Ruby, PHP, SQL વગેરે આવે છે. એક પ્રોગ્રામિંગ ભાષા શીખવી ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેનાથી એક કમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓમાં સરળતાથી નોકરી મળી શકે છે.

(૭) એનિમેશન અને મલ્ટીમીડિયા કોર્સ :

એનિમેશન અને મલ્ટીમીડિયા અત્યારે એક વિશેષ ક્ષેત્ર બની ગયું છે, જે એક ગ્રાફિક્સ ડિઝાઈનનો ભાગ છે. આજના સમયમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ એનિમેશન અને મલ્ટીમીડિયા સિલેબસમાં VFX (વી એફ એક્સ) અને VFX PRO, એનિમેશન, ફિલ્મ ડિઝાઈન અને એનિમેશન, રમતગમત ડિઝાઈન અને એનિમેશન, મલ્ટીમીડિયા ડિઝાઈન વગેરે વિષયોની મૂળભૂત બાબતો શીખવામાં આવે છે કોર્સ પૂર્ણ કર્યા પછી VFX વ્યવસાયિક એનિમેશન ફિલ્મ વ્યવસાયિક, દૃશ્ય પ્રભાવ કલાકાર પ્રશિક્ષક, વ્યવસાયી, જાહેરાત એજન્સીઓ, કળા અને સર્જનાત્મક નિર્દેશક, ડિજિટલ પ્રકાશનની કંપનીઓ, ઇ-કોમર્શિયલ (વાણિજ્ય) ક્ષેત્ર વગેરેમાં નોકરી મળી શકે છે.

(૮) સાઇબર સિક્યુરીટી કોર્સ :

આજકાલ મોટાભાગના કામો જેવા કે બેંકિંગ બિલોની ચૂકવણી, શોપીંગ વગેરે ઓનલાઈન કરવામાં આવે છે, કારણ કે લોકો માટે ઘરે બેસીને કામ કરવું સુવિધાજનક છે પરંતુ આ બધા કામો માટે ભારે સુરક્ષાના જાેખમનો સામનો પણ કરે છે, કારણ કે સાઇબર અપરાધોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. સાઇબર સુરક્ષા સિલેબસમાં ઓનલાઈન પ્રતીક (લોગો) અને વ્યવસાયોની સુરક્ષા નક્કી કરવા માટેની જાણકારી આપવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ તમોને કોમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા નિષ્ણાંતના કામ માટે રાખવામાં આવે છે. તમો એક નૈતિક હેકર (Hacker) અથવા સુરક્ષાખાતાના પરીક્ષક રૂપે સ્વતંત્રરૂપે કામ કરી શકો છો.

(૯) સોફટવેર ટેસ્ટીંગ :

સોફટવેર ટેસ્ટીંગ કોર્સ આ સમયે દેશમાં સૌથી ચર્ચાસ્પદ કોર્સમાંથી એક છે, કે જે તમોને આઈ.ટી. સેક્ટરમાં ઝડપી નોકરી અપાવી શકે છે આ કોર્સમાં સોફટવેર ડેવલોપ કર્યા પછી કેવી રીતે ટેસ્ટીંગ કરવામાં આવે છે.

(૧૦) નેટવર્કીગ :

ઓફિસોમાં કોમ્પ્યુટર અને સર્વરની સંખ્યા વધતી જતી હોવાને કારણે દુનિયામાં નેટવર્ક એન્જીનિયરની ડિમાન્ડ (માંગ) દિન-પ્રતિદિન ઝડપથી વધતી જઈ રહી છે. જગ જાહેર છે કે જ્યાં સુધી દુનિયામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો રહેશે. ત્યાં સુધી બજારમાં નેટવર્ક એન્જીનિયરની ડિમાન્ડ બની રહેશે. આ કોર્સમાં તમોને નેટવર્ક પ્રોટોકોલ, નેટવર્ક ડિવાઈસિઝ તથા નેટવર્કને કેવી રીતે હેન્ડલ કરવુ વગેરે શીખવવામાં આવે છે.

(૧૧) ડી બી એ કોર્સ :

ડી બી એ કોર્સ એટલે કે Data Base Administrator (ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન) આ કોર્સ થોડો ટેકનિકલ છે અને પ્રોગ્રામિંગ સંબંધિત છે. જાે તમને પ્રોગ્રામિંગ અથવા ડેટાબેઝસમાં રસ છે. તો તમો આ કોર્સ કરી શકો છો આ કોર્સમાં તમો ડેટાબેઝ કોન્સેપ્ટ, ક્વેરી લેંગ્વેઝ અને સોફટવેરના વૈક એન્ડ કેવી રીતે તૈયાર કરવામાં આવે તે શીખવવામાં આવે છે.

(૧ર) એનાલિસ્ટ :

દુનિયામાં હાલના સમયે એનાલિસ્ટની નોકરી (જાેબ) સૌથી વધુ હાઈપ્રોફાઈલ અને ડિમાન્ડવાળી છે, તમો ડેટા-એનાલિસ્ટ બનીને ઊંચો પગાર મેળવી શકો છો. તેના સિવાય તમો એનાલિસ્ટના ફિલ્ડમાં બીજું કંઈ કરવા માગો તો તમારી પાસે જુદા-જુદા એનાલિસ્ટ બનવાના વિકલ્પ ઉપલબ્ધ છે.

(૧૩) અન્ય કોમ્પ્યુટર કોર્સ :

કેટલાક અન્ય ટૂંકસમયના કોમ્પ્યુટર કોર્સ સમયાંતરે અલગ અલગ સંસ્થાઓ, વિશ્વ વિદ્યાલયો દ્વારા શીખવવામાં આવે છે. જે કોર્સ કરીને વિદ્યાર્થીઓ સારી નોકરી મેળવી શકે છે.

ડેટા ખનન અને વિશ્લેષણ

• સાઈબર સુરક્ષા અને એથિકલ હેકિંગ

(Cyber Security and Ethical Hacking)

• આર.ડી.બી.એમ.એસ (રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ

(Relational Data Base Management System)

• વેબ ડિઝાઈનિંગ

(Web-Designing)

•  આઈ.ટી.માં ડિપ્લોમા

(Diploma in Information Technology)

• કોમ્પ્યુટર વિજ્ઞાનમાં ડિપ્લોમાં

(Diploma in Computer Science)

• ડેટા એન્ટ્રી ઓપરેટર

(Data Entry Operator)

• કોમ્પ્યુટરીકૃત લેખા

(Computarised Accounting)

• કોમ્પ્યુટર એડેડ ડિઝાઈન અને ડ્રોઈંગ

(CADD)

• ડિજિટલ માર્કેટીંગ

(Digital Marketing)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments