Friday, December 13, 2024
Homeમનોમથંનસી.એ.એ. કાનૂની દાવ-પેચ અને જનસંઘર્ષ, લોકતંત્ર ક્યાં છે?

સી.એ.એ. કાનૂની દાવ-પેચ અને જનસંઘર્ષ, લોકતંત્ર ક્યાં છે?

અબ્રાહમ લિંકને લોકતંત્રની બહુ સારી વ્યાખ્યા આપી છે. તેઓે કહે છે કે “Democracy is the Government of the People, by the People for the People”. લોકતંત્રની આ વ્યાખ્યા બહુ વ્યાપક અને સરળ ગણાય છે. એક સામાન્ય નાગરીક પણ જા આ વ્યાખ્યાને વાંચશે તો સરળતાથી આ સમજી શકશે કે કંઈ વાત થઇ રહી છે.

લોકતંત્રની આ વ્યખ્યા એક વાસ્તવિકતા આપણી સામે પ્રસ્તુત કરે છે. એ વાસ્તવિક્તા આ છે કે સરકાર દરેક નાગરીકને કોઇ પણ પક્ષપાત વગર સમાન નજરથી જુએ, બધાને સમાન તકો અને અધિકારો આપે. તમે વિચારશો કે હું અત્યારે લોકતંત્રની વાત કેમ કરૂં છું આ વાતને અત્યારે યાદ અપાવવાની શું જરૂર છે!? મારો જવાબ હશે અને હું બહુ દુખ સાથે આ જવાબ આપી રહ્યો છું કે દુનિયાનો સૌથી મોટા લાકતંત્રનો દાવો કરવા વાળો આપણો દેશ ધ ઇકોનોમિસ્ટ પત્રિકાના ડોમોક્રેસી ઇન્ડેક્ષમાં ૧૦ અંક નીચે ઉતરી ગયો છે. દુનિયાની આટલી મોટી લોકશાહીને ૧૦ અંક નીચે ગબડી જવું બહુ ગંભીર વાત છે. વિચારવા લાયક વાત એ છે કે ૨૦૦૬થી ધ ઇકોનોમિસ્ટ પત્રિકામાં ડેમોક્રેસી ઇન્ડેક્ષ પ્રસ્તુત થઇ રહ્યો છે. પહેલી વાર માત્ર એકજ વર્ષમાં ભારતનું સ્તર આટલા નિમ્ન તબક્કે પહોચ્યું છે. ધ ઇકોનામિસ્ટે આ પછડાટનું જે મૂળ કારણ જણાવ્યું છે એ સરકાર અને જનતા માટે ચિંતાજનક છે, અને તે કારણ છે ‘ભારતમાં નાગરીક અધિકારોનું હનન’ .(Violation of Civil Liberty in India) આ વાત માત્ર ઇકોનોમિસ્ટ પત્રિકા સુધી સિમિત નથી. દેશ અને દુનિયાની ઘણી સંસ્થાઓ અને મીડિયા ઘરો ભારતમાં માનવીય અધિકારોને લઇને પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે.

વાત જ્યારે નાગરીક અધિકારોની થઇ રહી હોય તો સીએએ ને નઝરઅંદાઝ કરી શકાય નહીં. ૨૨ જાન્યુઆરીના દિવસે સુપ્રિમ કોર્ટે CAA ઉપર સુનાવણી કરતાં સ્ટે આપ્યો નહીં, અને સરકારને યાચિકાઓ ઉપર જવાબ આપવા માટે ૪ સપ્તાહનો સમય આપ્યો. આ સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ વેણુ ગોપાલ હાજર થયા અને કહ્યું કે ટોટલ ૧૪૪ પિટીશન છે પણ સરકારને કોર્ટ દ્વારા જે મળી છે તે ૬૦ જેટલી છે. આમ બાકી પીટીશન સરકારે હજુ સુધી જોઇજ નથી એટલે તેના જવાબ આપવા માટે સરકારને ૬ સપ્તાહ જોઇએ અને સાથે જ તેઓએ સ્ટે લગાડવા ઉપર પણ વાંધો ઉઠાવ્યો. અંતે સુપ્રિમ કોર્ટે સરકારને ૪ સપ્તાહનો સમય આપ્યો અને અને સ્ટે લગાડવા માટે પણ ના કહ્યું.

આ સંપૂર્ણ સુનાવણી ઉપર સમીક્ષા આપતાં ડો. ફૈઝાન મુસ્તફા (વાઇસ ચાંસ્લર, નલસર યુનિવર્સિટી, હૈદરાબાદ)એ ખૂબ જ અગત્યની વાત કહી છે, એમણે કહ્યું કે “હોવું તો આ જાઈએ કે એટર્ની જનરલ સુપ્રિમ કોર્ટમાં આમ કહેતા કે આ એક્ટના વિરોધમાં સમગ્ર દેશમાં પ્રદર્શન ચાલી રહ્ય છે, લોકો રસ્તાઓ ઉપર આવી ગયા છે એટલે એક જવાબદાર સરકાર હોવાના નાતે અમે ઇચ્છિએ છે કે આ વિરોધ બંધ થાય એટલા માટે કોર્ટ અત્યારે આ એક્ટ પર સ્ટે મુકી દે અને મામલાને સંવૈધાનિક પીઠને સોંપી દેવામાં આવે ત્યારે જે નિર્ણય થશે તે બધાને માન્ય રહેશે”. પરંતુ સરકારે આમ પણ કહ્યું નથી.

પ્રશ્ન આ છે કે સરકારના આ વલણને શું કહેવામાં આવે? જો સરકાર પાસે સંખ્યા હોય અને તે બંને સદનમાં પોતાની વાત મનાવી શકે તો તે આનો લાભ ઉઠાવીને જનતા પર કંઇ પણ થોપી શકે? શું સરકાર કાનૂની દાવ-પેચ કરીને અને જનતાની સમસ્યાઓને આડાપટે કરીને કોઇ પણ કાનૂન ને પ્રસ્થાપિત કરી શકે છે?

આ જ તે પ્રશ્ન છે જે આ સમયે ભારતની જનતા સરકારથી પુછી રહી છે. પરંતુ સરકાર પોતાના વલણ ઉપર યથાવત છે. અડગ છે. ગ્રહમંત્રીનું નિવેદન છે કે અમે આ મુદ્દા પર એક ઇંચ પણ ફરીશું નહીં. પરંતુ ત્યાંજ બીજી બાજુ સુપ્રિમ કોર્ટની સુનાવણી પછી જનતા એ પણ આ સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી આ કાનૂન પાછોડીને લેવામાં ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને સમયની સાથે વધુ મજબૂત બનશે.

એક તંદુરસ્ત લોકતાંત્રીક દેશનું વિશેષ લક્ષણ એ હોય છે કે ત્યાં જનતા, સરકાર ઉપર વિશ્વાસ રાખે છે, અને સરકારનું કામ વિશ્વાસને સતત કાયમ રાખવાનું છે. CAAની આ લડતમાં દેશની એક મોટી સંખ્યાએ સરકાર પર બંધારણને બદલવા અને દેશની એક્તા તોડવાનો આરોપ લગાડ્યો છે. સરકાક જનતાને વિશ્વાસમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. હવે જાવાનું આ છે કે સરકારના કાનૂની દાવ-પેચ અને જનતાના સંઘર્ષ વચ્ચે જીત કોની થાય છે. આ જ હાર-જીત ભારતના ભવિષ્યની છબી રજુ કરશે અને આજ હાર-જીતથી એ પણ નક્કી થશે કે ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારતને ઉપર જવું છે કે હજી વધારે નીચે પડવું છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments