Saturday, July 27, 2024
Homeસમાચારઉત્તર ગુજરાતમાં વેગ પકડતું NPR સામે અસહકાર આંદોલન

ઉત્તર ગુજરાતમાં વેગ પકડતું NPR સામે અસહકાર આંદોલન

માનગઢ ખાતે સભા યોજાયી / સમગ્ર પંથકથી દલિતો અને મુસ્લિમો હાજર રહ્યા

સરકાર દ્વારા લાવવામાં આવેલ કાળા કાયદા વિરુદ્ધ સમગ્ર દેશમાં આંદોલનો ચાલી રહ્યા છે, આ આંદોલન અંતર્ગત ઉત્તર ગુજરાતમાં જાગૃત સંવિધાન પ્રેમી જનતા સંવિધાનની આત્માને ખંડિત કરતા કાળા કાયદાનો ભરપૂર વિરોધકરી રહી છે.

ઠેર ઠેર સભાઓ, મોહલ્લા સભાઓ બહેનોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, લોકો પોતાનો સંવેધાનીક અધિકારનો ઉપયોગ કરવા કટિબદ્ધ થઈ રહ્યા છે.

માનગઢ ઇસ્લામ-પુરા ખાતે રાત્રે ઈશાની નમાજ પછી. ગામના મધ્યમાં આવેલ મદ્રસાના કેમ્પસ CAA NRC NPRના વિરોધમાં સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગામના તમામ ધર્મ અને વર્ગના લોકો હાજર રહ્યા હતા. ગામમાં રહેતા દલિત, એસટી,ઓબીસી સમાજના તમામ લોકો અને મોટી સંખ્યામાં ઉલમાઓ અને મહિલાઓ પણ હાજર રહી હતી.

ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં લોકો સુધી આ કાળા કાયદાની સમજ પોહચે, સંવિધાનની મૂળ ભાવના, તેના મૂલ્યોની રક્ષા, હિન્દૂ મુસ્લિમ ભાઈચારો, NRCના લીધે ખાસ કરીને મહિલાઓને થનાર નુકસાન અને તેની આવનારી પેઢી પર પડનાર અસરો, આઝાદીની લડાઈમાં મુસલમાનોનું યોગદાન જેવા તમામ વિષયો પર ખૂબ પ્રકાશ પાડવાનો પ્રયત્ન વક્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયેલ આંદોલન અને એની સરકાર પર પડેલ અસર, લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને જ્યારે એ જનતા પોતાના અધિકારો માટે જાગૃત થાય તો ગમે તેવી સરકારો પણ જુકવું પડતું હોય છે, જે લોકો એમ કહેતા હતા કે NRC સમગ્ર દેશમાં થશે પછી એમ કીધું કે હમણાં NRCનો કોઈ પ્લાન નથી NPR કરવામાં આવશે, જ્યારે દેશની જનતા જે આ સરકારની નિયત ઉપર ભરોસો રહ્યો નથી તે જનતા NPRમાં કાગળ નહીં બતાવવાનો નીર્ધાર વ્યકત કરે છે ત્યારે સરકાર હવે એમ કહી રહી છે કે કાગળ જોવા નથી ફકત માહિતી લેવામાં આવશે.

હવે આ દેશની સંવિધાન પ્રેમી જનતા કે જે આ સરકાર ઉપર ભરોસો ગુમાવી ચુકી છે તેણે નીર્ધાર કર્યો છે કે NPR સામે શાંતિ પૂર્ણ રીતે અસહકારનું આંદોલન ચાલવી માહિતી પણ નહીં આપવામાં આવે.

આ દેશમાં આંદોલનોથી કાનૂન બન્યા પણ છે અને પાછા પણ ખેંચવામાં આવ્યા છે અને આ કાળો કાયદો પણ પાછો ન ખેંચાય ત્યાં સુધી ગાંધીજીના માર્ગે લડત ચાલુ રાખવા સમગ્ર જનતા કટિબદ્ધ થઈ રહી છે.

સમગ્ર ઉપસ્થિત જન સમુદાયને ઉત્તર ગુજરાતના આગેવાનો ખાદીમ લાલપુરી, તારિક બાંડી, મોલાના મોહસીન અલીમી, ડોકટર ઇફતીખાર મલેક, રમેશ બાબુ, મોલવી અકબર સાહેબ રફીક ભાઈ વગેરેએ સંબોધી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉસ્માનભાઈ લાલા, શોએબ ઝાંઝ, ઇદરિસ ભાઈ મેમણ, મુનવ્વર રાજપુરા, સલીમ ભાઈ હિમ્મતનગર અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને ઉલમાઓ ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પોતાની આગવી અને પ્રભાવિત શૈલીમાં મુફ્તી હમદાન સાહેબે કર્યું હતું.

આ પ્રોગ્રામ પછી 15 માર્ચના દિવસે બપોરે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ આ ત્રણે જિલ્લાનું સંયુક્ત મિટિંગ યોજાનાર છે તેમાં ખુબજ મોટી સંખ્યામાં આ ત્રણે જિલ્લાના સંવિધાન પ્રેમી લોકો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments