Friday, December 13, 2024
Homeસમાચારસંપૂર્ણ ઇમાન અને અડગ શ્રદ્ધા સાથે દુરાચાર વિરુદ્ધ ઉભા થવાનો સમય આવી...

સંપૂર્ણ ઇમાન અને અડગ શ્રદ્ધા સાથે દુરાચાર વિરુદ્ધ ઉભા થવાનો સમય આવી ગયો છેઃ “શાહીનબાગ” મોરારજીચોક

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શાહીન બાગ મોરારજી ચોકમાં ઉજવણી કરવામાં આવી


“શાહીન બાગ” મોરારજીચોક, અમદાવાદની મહિલાઓ દ્વારા ૮ માર્ચ “આંતરાષ્ટ્રીય મહિલા દિવસ”ના ઉપક્રમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ વિશ્વ મહિલા દિવસે દુનિયાભરમાં મહિલાઓ સંબંધી વિવિધ કાર્યક્રમો યોજાય છે. તેમની કામગીરીને બિરદાવવામાં આવે છે અને તેમનું સન્માન કરાય છે.

તારીખ ૮ માર્ચ, ૨૦૨૦, રવિવારના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં નાની બાળકીઓ દ્વારા એક્શન ગીત, મોટી વયની મહિલાઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનો અને વિવિધ પ્રકારની રમતો રમીને આ દિવસને ઉજવવામાં આવ્યો.

એક મહિલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ફકત પ્રેરણાદાયી સ્ત્રીઓની વાતો જ કરે છે, પરંતુ એ મહિલાઓ કે છેલ્લા ઘણા દિવસોથી પોતાના મૂળભૂત હક્કોની પ્રાપ્તિ માટે શાંતિપૂર્ણ પ્રદર્શન પર બેઠી છે તેમનામાં આપણા વડાપ્રધાનને કોઈ પ્રેરણાદાયી સ્ત્રી નજરે દેખાતી નથી. તેમણે વધુમાં જણાવ્યુ કે આજે એ દિવસે મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે કે જ્યાં સરકાર, પ્રશાસન અને હિન્દુત્વવાદી પરિબળોએ મહિલાઓના જુસ્સાઓને નાબૂદ કરવામાં કોઈ કસર છોડી નથી.

એક બીજી મહિલાએ વિશ્વ મહિલા દિવસના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે હું મહિલાઓના જુસ્સા અને હિંમતને સલામ કરું છું. વધુમાં તેમણે મુસ્લિમ મહિલાઓની જવાબદારીઓ વિશે જણાવતાં કહ્યું કે, હું મુસ્લિમ મહિલાઓથી આહ્વાન કરું છું કે સંપૂર્ણ ઇમાન અને અડગ શ્રદ્ધા સાથે દુરાચાર વિરુદ્ધ ઉભા થવાનો સમય આવી ગયો છે. કોઈથી પણ ડર્યા વગર સમાજને સાચા અર્થમાં પ્રયત્નોમાં પોતાને લગાવવો જ પડશે. અંતમાં કહ્યું કે, લોકોએ તો મહિલાઓની કામગીરીને બિરદાવવા અને સન્માન કરવા માટે આ એક દિવસ નક્કી કરી લીધો છે, અને બાકીના દિવસે મહિલાઓના સંઘર્ષ, તેમની કામગીરી, તેમની ભૂમિકાને ક્યાંય તો ભૂલી જવાય છે તો ક્યાંય નજર અંદાજ કરવામાં આવે છે. પરંતુ ઇસ્લામે ઘણા વર્ષો પહેલા જ મહિલાઓનું સ્થાન નક્કી કરીને તેમને હંમેશ માટે સન્માન અને ઈજ્જત આપી દીધું. તેમણે કહ્યું કે શાહીન બાગની મહિલાઓએ આ વાત સાબિત કરી છે કે કોઈ પણ તાકાત આ મહિલાઓના જુસ્સાઓને કચડી શકતું નથી. કાર્યક્રમના અંતે મહિલાઓ દ્વારા વિવિધ સૂત્રો પોકારવામાં આવ્યા.

હાલ સીએએ, એનઆરસી, એનપીઆરનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને દિલ્હીના શાહીનબાગમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ધરણા પર બેસીને આંદોલનની જ્યોત જગાવી છે, ત્યારે દિલ્હીના શાહીનબાગની જેમ અહમદાબાદમાં પણ છેલ્લા ઘણાં સમયથી બાપુનગરના મોરારજી ચોકમાં શઆહીનબાગ પેટર્ન ઉપર જ શહેરની મહિલાઓ ધરણા કરીને સીએએ, એનઆરસી અને એનપીઆરને રદ કરવાની માંગ સાથે ધરણા કરી રહી છે, ત્યારે આ મહિલાઓના યોગદાનને પણ ભૂલી શકાય તેમ નથી. પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે અન્યાય કરતા કાયદાની વિરુદ્ધમાં લડત લડવા ધરણા કરી રહેલી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ અહમદાબાદ શાહીનબાગ મોરારજીચોક, બાપુનગરની મહિલાઓને સલામ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments