Friday, November 22, 2024
Homeમનોમથંનકોરોનાવાયરસની પુરોગામી આર્થિક અસરો

કોરોનાવાયરસની પુરોગામી આર્થિક અસરો

કોરોનાવાયરસ નો પગપેસારો દેશમાં ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે આ લખાય છે ત્યારે દેશમાં 31332 પોઝિટિવ કેસો થઈ ચૂક્યા છે જ્યારે 1007 લોકો મૃત્યુને ભેટ્યા છે. કોરોનાવાયરસ જીવલેણ ન હોવા છતાં ચેપી જરૂર છે જે લોકોના એકબીજાથી સંપર્કમાં આવવાના કારણે ફેલાય છે. આ બીમારીને અટકાવવા માટે એકમાત્ર ઉપાય છે કે લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી બચે અને સામાજિક અંતર જાળવી રાખે પરંતુ ભારત જેવા આબાદીની દ્રષ્ટિએ બીજા નંબરના સૌથી મોટા દેશમાં આ ઉપાય મુશ્કેલ છે તેથી નાછૂટકે lockdown નો રસ્તો અપનાવવો પડ્યો. પ્રથમ ચરણના 21 દિવસના lockdown અને બીજા ચરણના 19 દિવસના lockdown માં પોઝિટિવ આવનારા દર્દીઓની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. પરંતુ lockdown ના કારણે તમામ ઉત્પાદન, વેચાણ, (આવશ્યક ચીજવસ્તુઓ સીવાય) અને ધંધા રોજગાર બંધ હોવાને કારણે દેશને જબરદસ્ત આર્થિક ફટકો પડવાની પૂરેપૂરી સંભાવના છે.

૧૯૯૦ પછી દેશમાં ફરી એકવાર આર્થિક સંકટ ઊભું થયું છે દેશમાં ગરીબી, બેરોજગારી અને ભૂખમરાની પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે તેનો અંદાજ કાઢવો હાલના તબક્કે અત્યંત મુશ્કેલ છે.

દેશની તમામ આર્થિક પ્રવૃત્તિઓ (આવશ્યક ચીજવસ્તુઓ સિવાય) બંધ હોવાથી દેશને દરરોજ 32 હજાર કરોડનું નુકસાન થઇ રહયું છે lockdownના કારણે લગભગ ૧૮ કરોડ લોકો નોકરી ગુમાવી બેસશે જ્યારે બેરોજગારીનું પ્રમાણ એપ્રિલ મહિનામાં 6.7%થી વધીને 28% થઈ શકે છે. દેશની ૪૫ ટકા વસ્તી ની આવક શૂન્ય થઈ ગઈ છે. જ્યારે 53% ધંધાઓને નકારાત્મક અસરો થઇ રહી છે. એલ એન્ડ ટી, હિંદુસ્તાન યુનીલીવર, ITC, ભારત ફોર્જ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આદિત્ય બિરલા ગ્રૂપ, ટાટા મોટર્સ વગેરેએ પોતાના ધંધાઓને અસ્થાયી ધોરણે બંધ કરી દીધા છે. એસ.એમ.ઈ. સેક્ટર કામ ચલાઉ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલના અછતને કારણે સાવ પડી ભાંગ્યું છે અને આવનારા દિવસો તેના માટે વધુ માઠા હશે.

આરબીઆઇ દ્વારા ઘણા સુધારા સૂચિત નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે 374000 કરોડ દેશ ની નાણાકીય વ્યવસ્થામાં ઉમેરાશે. ૧લી એપ્રિલ ના રોજ વર્લ્ડ બેંક દ્વારા ભારતને એક બિલિયન ડોલરની સહાયની પરવાનગી આપવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડ, નાબાર્ડ, સીડબી ને જીવંત રાખવા પચાસ પચાસ હજાર કરોડની સહાયની જાહેરાત આરબીઆઇ દ્વારા કરવામાં આવી છે.

દેશ પહેલાથી જ મોદી સરકારના ગેરસમજુ નિર્ણયોને કારણે અસ્થિર હતું ત્યાં કોરોનાવાયરસ ની મહામારીએ દેશને “પડતા પર પાટું” ની કહેવતને સાર્થક કર્યું છે પીએમ કેર્સ ફંડમાં લગભગ ૬૦૦૦ કરોડ જેટલી રકમ ભેગી થઇ ગઇ છે પરંતુ ભારતીય અર્થતંત્રને બેઠું કરવા આ રકમ ખૂબ ઓછી છે.

હાલમાં કૃષીક્ષેત્રથી સંકળાયેલા કિસાનોને સંભાળવાની ખુબ જરૂર છે દેશમાં અનાજની અછત સર્જાવી જોઈએ નહીં અને દેશની જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાની જરૂર છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે અનાજ, દવાઓ ફળો-શાકભાજી અને મિટ મટન તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના તમામ જથ્થાની નિકાસને તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ અને તેની અને તેને સંગ્રહી શકાય તેની વ્યવસ્થા કરવી જોઈએ ભૂખથી કોઈ મરી ન જાય તેની તકેદારી અગ્રક્રમે હોવી જોઈએ તેના માટે જરૂરી રોકડ રકમ દરેક પરિવારના ખાતામાં પહોંચાડવી પડશે દેશમાં આર્થિક રીતે સદ્ધર પરિવારોએ આસપાસના વિસ્તારોનું બારીકાઈથી નિરીક્ષણ કરી પોતાની રીતે મદદ પહોંચાડવાની કોશિશ કરવી પડશે યાદ રાખવું જોઈએ કે દેશના નાગરિકોના સમૂહનું બનેલું છે. નાગરિકો સચવાશે તો દેશ આપોઆપ સચવાશે તેથી દેશને આર્થિક રીતે સદ્ધર કરતા નાગરિકોની મદદ હવે દેશે કરવાની છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments