Tuesday, March 19, 2024
Homeઓપન સ્પેસઊર્જાની વધતી જતી માગનો પર્યાવરણ ઉપર દુષ્પ્રભાવ ધરતી પર કાર્બનનું મોટાપાયે નિષ્કાષન...

ઊર્જાની વધતી જતી માગનો પર્યાવરણ ઉપર દુષ્પ્રભાવ ધરતી પર કાર્બનનું મોટાપાયે નિષ્કાષન જીવન માટે ખતરારૂપ ઊર્જાના બિન-પરંપરાગત સંસાધનો પર આધાર વધારવાની જરૂરત

લે. આસિમ જવાદ

માનવ સમાજ જે ઝડપી ગતિએ પ્રગતિ-વિકાસ કરતો જઈ રહ્યો છે તે ઝડપી ગતિએ ઊર્જાના ઉપયોગ (વપરાશ)માં પણ વધારો થતો જઈ રહ્યો છે. ઊર્જા પર આધાર (નિર્ભરતા, Dependency) એટલી હદે વધી ચૂક્યો છે કે તેના વિના માનવ-જીવનની કલ્પના પણ મુશ્કેલ કે અશક્ય થઈ ગયેલ છે. ઊર્જાનો ઉપયોગ આપણા અર્થતંત્રનો એક અભિન્ન અંગ બની ચૂક્યો છે કે તેના વિના માનવ-જીવનની કલ્પના પણ મુશ્કેલ કે અશક્ય થઈ ગયેલ છે. ઊર્જાનો ઉપયોગ આપણા અર્થતંત્રનો એક અભિન્ન અંગ બની ચૂક્યો છે. આર્થિક તથા અન્ય પ્રવૃત્તિઓનો આધાર આના પર જ છે, ચાહે એ ખેતી-વાડી હોય, ગૃહ-ઉદ્યોગ હોય કે પછી મોટા ઉદ્યોગો હોય. આ તમામ માટે આપણે ઊર્જા ઉપર જ નિર્ભર થઈ ચૂક્યા છીએ. હકીકત આ છે કે આપણી જીવન-શૈલી પણ વધુમાં વધુ ઊર્જાના ઉપયોગવાળી બની ચૂકી છે. એક જમાનો હતો કે જ્યારે આપણા બાપ-દાદા (વડવા) ઇલેકટ્રિક પંખા વિના જ જીવન વિતાવતા હતા. પરંતુ આજે આપણા માટે એ.સી. વિના જીવન વિતાવવું મુશ્કેલ થઈ ગયેલ છે.
વર્તમાન સમયમાં જેટલી હદે ઇલેકટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે, તેવો ભૂતકાળમાં ક્યારેય નથી થયો. આજે દરેક ઘરમાં એક કરતાં વધારે મોબાઈલ ફોનો ઉપરાંત રેફ્રિજિરેટર, ટી.વી., વોશિંગ મશીન વિ. તો અવશ્ય મળશે જ. આ ઉપરાંત કોણ જાણે કઈ કઈ ઇલેકટ્રોનિક વસ્તુઓ મૌજૂદ હશે. જાણે કે આપણું સમગ્ર જીવન ઇલેકટ્રોનિક વસ્તુઓની આસપાસ ફરી રહ્યું છે. પછી એવી જ રીતે જેટલી હદે ઇલેકટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે એટલી જ હદે એના ઉદ્યોગો પણ વધ્યા છે જેના લીધે ઊર્જાની માગમાં પણ વધારો થયો છે, કેમકે જેટલી હદે આર્થિક પ્રવૃત્તિઓનો વધારો થશે, એટલી જ હદે ઊર્જાના ઉપયોગ-વપરાશમાં પણ વધારો થશે. આ માગને પૂરી કરવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ થતો રહ્યો છે. દા.ત. કોલસા, પાણી હવા, વિવિધ પ્રકારના ગેસ અને અણુ-ઊર્જા વિ.. આમાં પાણી અને હવાથી ઉત્પન્ન થનારી ઊર્જા જ પારંપરિક ઊર્જા કહેવાય છે અને તેનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. આની સરખામણીમાં કોલસાથી ઉત્પન્ન થનાર ઊર્જાનો ઉપયોગ હદથી વધુ છે.
આના લીધે ધરતી પર કાર્બનનું નિષ્કાષન ખૂબ જ વધી ગયું છે જે માનવ-જીવન માટે એક ખતરો બનતું જઈ રહ્યું છે. કાર્બનના નિષ્કાષનના લીધે આપણા પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ જ કારણ છે કે ધરતીના તાપમાનમાં ખૂબ જ વધારો થતો જઈ રહ્યો છે. કાર્બનના નિષ્કાષનથી આપણા પર્યાવરણીય વ્યવસ્થાને એક રીતે નેસ્ત-નાબૂદ કરી મૂકી છે. ધરતીના તાપમાનને ઘટાડવાનો દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈ મળવી જોઈએ તેવી સફળતા મળી શકી નથી. આ જ પ્રયાસનું એક પરિણામ અણુ-ઊર્જાના રૂપમાં ઊભરીને આપણી સામે આવ્યું છે. આ ઊર્જા બે પ્રકારની હોય છે. એક પરમાણુ ફેશન અને બીજી પરમાણુ ફ્યુઝન. પરમાણુ ફેશનમાં અણુંને અલગ કરીને તેના વિઘટનથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને બીજી રીતમાં બે અણુઓને ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. તેનું સરળ ઉદાહરણ સૌર-ઊર્જાથી લઈ શકાય છે. સૂર્યમાં થનાર ક્રિયા-પ્રક્રિયાઓને ફ્યુઝન-ઊર્જા કહેવામાં આવે છે. સૂર્યમાં આ ઊર્જા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે અને આ તાપમાન તથા ઊર્જા ફકત ધરતીને જ નહીં બલ્કે અન્ય ગ્રહોને પણ પહોંચી રહી છે. એટલે કે એક માત્ર એકલો સૂર્ય સમગ્ર સૌર્ય-વ્યવસ્થાને ઊર્જા પહોંચાડવાનું માધ્યમ બનેલ છે. વિચાર કરો કે સૂર્યમાં કેટલા પ્રમાણમાં અગ્નિ હશે જેનાથી તે આટલી ઉષ્ણતા તથા ઊર્જા ઉત્પન્ન કરી રહ્યો છે. સૂર્યની ગરમી એક કરોડ પચાસ લાખ સેન્ટીગ્રેડ હોય છે, જે સતત સળગવાથી ઉત્પન્ન થઈ રહી છે. આ ઉષ્ણતાનો અંદાજો લગાવવો શક્ય નથી. જો આપણે પાણીને ૧૦૦ ડિગ્રી સેન્ટીગ્રેટ પર ગરમ કરીએ છીએ તો એ વરાળ બનીને ઊડી જાય છે.
વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે શું આપણે એ પ્રકારની પ્રક્રિયા જે સૂર્ય પર થાય છે એ ધરતી પર કરી શકીએ છીએ? સૂર્યમાં જે પ્રકારની વ્યવસ્થા કાર્યરત્‌ છે એના જેવો જ એક સૂર્ય આપણે ધરતી પર પણ બનાવીશું અને તેનાથી ઊર્જા ઉત્પન્ન કરીશું. એટલે કે પરમાણુ ફ્યુઝન ઊર્જા. આ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયત્નો ઘણા લાંબા સમયથી સતત ચાલી રહ્યા છે. આ જ પ્રયાસમાં કેટલાય દેશોએ બનાવટી સૂર્ય પણ બનાવ્યા. અમેરિકા, ચીન, ફ્રાંસ અને કોરિયાએ એક બનાવટી સૂર્ય બનાવ્યો. ફ્રાંસમાં એક ઇન્ટરનેશનલ થર્મો ન્યૂક્લિઅર એક્સપેરિમેન્ટલ રી-એક્ટર બનાવવામાં આવ્યો. એ પ્રોજેક્ટમાં ફ્રાંસની સાથે અમેરિકા, રૂસ, ચીન અને અન્ય યુરોપીય દેશો પણ સામેલ છે. આ ઉપરાંત અન્ય દેશો પણ પોતાની રીતે ફ્યુઝન ઊર્જાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ થર્મો ન્યુક્લિઅર એક્સપેરિમન્ટલ રી-એક્ટર એક આંતરરાષ્ટ્રીય અણુ ફ્યુઝન રિસર્ચ અને એન્જીનિયરિંગનો બહુ મોટો પ્રોજેક્ટ છે જેનો હેતુ ધરતી પર ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. જેવી રીતે સૂર્યમાં ફ્યુઝનની પ્રક્રિયા થાય છે તેની જ નકલ કરતાં ધરતી ઉપર પણ ફ્યુઝન ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. યોજના છે કે ઈ.સ. ૨૦૨૫ સુધી કેન્દ્રીય રી-એક્ટર અને પ્રથમ પ્લાઝમાનું નિર્માણ પૂરૂં થઈ જશે. જો આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય છે તો આ વિશ્વનો સૌથી મોટો એક્સપેરિમેન્ટલ ટુ કોમિક ન્યુક્લિઅર ફ્યુઝન રી-એક્ટર હશે. આઈટીઈઆર ઈ.સ. ૧૯૫૦થી લઈને અત્યાર સુધી બનાવવામાં આવેલ સૌથી વધુ ફ્યુઝન રી-એક્ટર્સમાં આ સૌથી મોટું રી-એક્ટર છે, જેમાં આજે કાર્યરત્‌ પ્લાઝમા ક્ષેત્રફળના કોઈ પણ અન્ય ટૂકોમિક પ્લાઝમાના ક્ષેત્રફળથી દસ ગણો વધારે છે. આ રી-એક્ટરમાં ટૂ-કોમિકની મદદથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ટૂ કોમિક એક એવું યંત્ર છે જે પ્લાઝમાને ટૂર્સના રૂપમાં કેદ કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય તત્ત્વનો ઉપયોગ કરે છે. ટુ કોમિક કેટલાય ચુંબકીય યંત્રોના પ્રકારોમાંથી એક છે, જે થર્મો ન્યુક્લિઅર ફ્યુઝન ઊર્જા ઉત્પન્ન કરવા માટે તૈયાર કરવામાં આવે છે. ઈ.સ. ૨૦૦૬માં તેનો કુલ ખર્ચ લગભગ ૬ બીલિયન પાઉન્ડ હતું જે આજે વધીને ૨૨ બીલિયન પાઉન્ડ થઈ ચૂક્યું છે. આ તમામ પ્રયત્નો છતાં ઇ.સ. ૧૯૯૨માં ૨૨ મૅગાઝૉલ ઊર્જા અર્થાત્‌ લગભગ ૪.૪ મેગાવૉટ વિજળી જ ઉત્પન્ન થઈ શકી. અને હમણાં ડિસેમ્બરમાં તેણે ૫ સેકન્ડમાં ૫૯ મૅગાઝૉલ ઊર્જા અર્થાત્‌ ૧૧ મૅગાવોટ વિજળી પેદા કરી છે. (વિજળીને વૉટમાં અને ઊર્જાને ઝૉલમાં માપવામાં આવે છે.) આનાથી આ વાત પુરવાર થાય છે કે આ તમામ પ્રયોગોથી માનવી નજીકના ભવિષ્યમાં ઊર્જા ઉત્પન્ન કરી શકે છે, અને સૂર્યમાં જે પ્રક્રિયા થાય છે તેની નકલ કરીને ન્યુક્લિઅર ફ્યુઝનથી ઊર્જા હાંસલ કરી શકે છે. પરંતુ આના માટે અણથક મહેનત અને બહુ મસ-મોટી કે અઢળખ રકમની આવશ્યકતા પણ હશે.
આજે માનવ-સમાજ ખુદા (ઈશ્વર)થી કેટલી હદે ગાફેલ છે કે તેની બનાવેલ દરેક ન્યામતને ખૂબ જ મજાથી વાપરી રહ્યો છે, પરંતુ તેનો આભાર નથી માની રહ્યો. તેણે ખુદા (ઈશ્વર)ની ન્યામતોનું સંશોધન કર્યું અને પછી તેની હૂબહૂ (તેના જેવી જ) નકલ બનાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તે તેનાથી વિમુખ થયેલો છે. પોતાનું રહેઠાણ ચંદ્ર પર બનાવવા ચાહે છે, પરંતુ તેના સર્જનહારને માનવાથી ઇન્કારી બનેલો છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments