Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસપર્યાવરણીય કટોકટી : વાવેલા બીજ ક્યારેય પાક્યા નહીં

પર્યાવરણીય કટોકટી : વાવેલા બીજ ક્યારેય પાક્યા નહીં

લે. આસિમ જવાદ

આધુનિક સમયના બૌદ્ધિકો અને ધર્મગુરુઓએ પોતાને વિજાતીય ધ્રુવોની જેમ અલગ રાખ્યા છે અને એમ જ દૂર રહીને વાર્તાલાપ કરતા રહ્યા કે ધર્મ અને વૈશ્વિક સમસ્યાઓ બંને જુદા જુદા વિષયો છે. જ્યારે તેનાથી વિપરીત વાસ્તવમાં બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતા પરસ્પર સહાયક છે, જે બંને વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે વ્યક્તિગત વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.
અહીં એ પણ નોંધવામાં આવે કે મુસ્લિમ ઉમ્મતના રેહનુમાઓ અને વિદ્વાનો માર્ગદર્શન પૂરું પાડવામાં નિષ્ફળ ગયા છે અને તેના દ્વારા પર્યાવરણ પ્રત્યે મુસલમાનોની જવાબદારી અને જાગૃતિ કેળવવામાં પણ. પયગંબર મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું “ઈમાનવાળાઓમાં એવું કોઈ નથી કે જે ઝાડ લગાવે, અથવા બીજ વાવે અને પછી પક્ષી, વ્યક્તિ અથવા પ્રાણી તે ખાય, પરંતુ તેને સદ્‌કો ગણવામાં આવશે અને તેનું ખૂબ મોટું વળતર છે.” (અલ-બુખારી)
પર્યાવરણવાદના પ્રણેતા તરીકે પયગંબર મુહમ્મદ સ.અ.વ.નો વિચાર શરૂઆતમાં ઘણાને વિચિત્ર અને આશ્ચર્યજનક લાગશે, જે રીતે સામાન્ય માણસની નજરમાં ઘણા લોકો દ્વારા ઇસ્લામનું ચિત્રણ કરવામાં આવ્યું છે. હું સંપૂર્ણપણે સંમત છું કે “પ્રયાવારણ” શબ્દ અને “ઇકોસિસ્ટમ , ઇકોલોજી, પર્યાવરણ જાગૃતિ અને સસ્ટેનેબિલિટી” જેવા સંબંધિત શબ્દો આધુનિક સમયની શોધ અથવા આધુનિક સમયની પરિભાષાઓ છે જે આપણી આસપાસની દુનિયાની સમકાલીન સ્થિતિ વિશે વધતી જતી ચિંતાઓ ને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી હતી.
હદીસનું નજીકથી વાંચન, દર્શાવે છે કે તેઓ હુઝૂર સ.અ.વ. પર્યાવરણ સંરક્ષણના કટ્ટર હિમાયતી હતા. કોઈ કહી શકે છે કે તેઓ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં અગ્રણી હતા, અને જેઓ સતત માણસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતા હતા. તે જમીન અને પાણીના ટકાઉ ઉપયોગ અને ખેતી, પ્રાણીઓ, છોડ અને પક્ષીઓની યોગ્ય સારવાર અને તેના તમામ વપરાશકારોના સમાન અધિકારોના મજબૂત આશ્રયદાતા હતા. આ સંદર્ભમાં પર્યાવરણ પ્રત્યે પયગંબરનો દૃષ્ટિકોણ અને તેમણે આપણને અનુસરવા માટે જે ખ્યાલો રજૂ કર્યા હતા તે મનને આશ્ચર્યચકિત કરે છે; ચોક્કસ હદીસને સમકાલીન પર્યાવરણીય મુદ્દાઓ વિશેની ચર્ચાઓના સંદર્ભમાં સરળતાથી અર્થઘટન કરી શકાય છે.
પયગંબર સ.અ.વ.ની પર્યાવરણીય ફિલસુફી સૌ પ્રથમ સર્વસમાવેશી છે. તે તમામ કુદરતી તત્ત્વો વચ્ચે મૂળભૂત કડી અને પરસ્પર ર્નિભરતા પર આધારિત છે. અને તે સંદેશ આપે છે કે માણસ એક તત્ત્વનો દુરુપયોગ કરે છે અથવા અતિઉપયોગ કરે છે તો સમગ્ર કુદરતી સંરચના તેના સીધા પરિણામો ભોગવશે. આ માન્યતા ક્યાંય એક સંક્ષિપ્ત શબ્દસમૂહમાં ઘડવામાં આવી નથી પરંતુ પયગંબર સ.અ.વ.ના દરેક કાર્યો, કથનો અને તેમની જીવન ફિલસૂફી જેણે એમને એક વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કર્યા છે તે દરેકનો આધાર આ જ સિદ્ધાંત ઉપર જોવા મળે છે.
પયગંબર સ.અ.વ.ના કુદરતની ફિલસૂફીના ત્રણ સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંતો : કુઆર્ની ઉપદેશો અને તૌહીદ (એકેશ્વરવાદ), ખલીફા (ટ્રસ્ટી) અને અમાનત (ભરોસો)ની વિભાવનાઓ પર આધારિત છે.
તૌહીદ, એક અને માત્ર એક ઈશ્વર એ ઇસ્લામિક માન્યતાનો પાયાનો પથ્થર છે, તે એ હકીકતને ઉજાગર કરે છે કે એક સંપૂર્ણ સર્જક છે અને માનવી તેના બધા જ કાર્યો માટે તેને જવાબદાર છે. “આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે અલ્લાહનું છે, અલ્લાહે દરેક વસ્તુ પોતાના ઘેરામાં લઇ રાખી છે.” તેથી તેની રચનાઓમાંથી એકનો પણ દુરુપયોગ કરવો, પછી ભલે તે જીવંત પ્રાણી હોય કે કુદરતી સંસાધન હોય તે પાપ છે. અલ્લાહના દરેક સર્જન પછી ભલે એ પ્રાણી હોય કે જમીન, જંગલ અને જળ સંસાધન, પયગંબર સ.અ.વ. દરેક ના અધિકારોમાં માને છે.
તૌહીદના સિદ્ધાંતમાંથી ખલીફા, કારભારી અને અમાનત, ટ્રસ્ટના ખ્યાલો ઉદ્‌ભવે છે. કુર્આન સમજાવે છે કે માનવજાત ધરતી ઉપર અલ્લાહની રચનાઓમાં વિશેષાધિકૃત સ્થાન ધરાવે છે, તેને ખલીફા તરીકે પસંદ કરવામાં આવ્યો છે, અને અલ્લાહે ધરતીની રચનાઓની સંભાળ રાખવાની જવાબદારી તેને સોંપેલી છે, દરેક મનુષ્યને આ જવાબદારી અને કાર્ય અલ્લાહ તરફથી અમાનત સ્વરૂપે મળેલું છે , પરંતુ કુઆર્ન તેની સાથે વારંવાર ઘમંડ કરવા સામે ચેતવણી આપે છે કે તેઓ અન્ય જીવો કરતા વધુ સારા નથી. “આકાશો અને ધરતીનું પેદા કરવું મનુષ્યને પેદા કરવાની સરખામણીમાં ચોક્કસ વધારે મોટું કામ છે, પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી.”
પયગંબર સ.અ.વ. માનતા હતા કે બ્રહ્માંડ અને તેમાં રહેલી સૃષ્ટિ – પ્રાણીઓ, છોડ, પાણી, જમીન – માણસને સંસાધનોનો ઉપયોગ કરવાની છૂટ છે પરંતુ તે ક્યારેય તેનો માલિક બની શકે નહીં. આમ, જ્યારે ઇસ્લામ જમીનની માલિકીની પરવાનગી આપે છે, તેની મર્યાદાઓ છેઃ ઉદાહરણ તરીકે, માલિક માત્ર ત્યારે જ જમીનનો ઉપયોગ કરી શકે છે જાે તે તેનો ઉપયોગ કરે; એકવાર તે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દે, તેણે તેના કબજામાંથી ભાગ જુદો કરવો પડશે.
પયગંબર સ.અ.વ.એ કહ્યું કે “જ્યારે કયામતનો દિવસ આવી જાય, જો કોઈના હાથમાં ખજૂરનો ઠળિયો હોય તો તેણે તેને રોપવું જાેઈએ.” જે સૂચવે છે કે જ્યારે માનવજાત માટે બધી આશાઓ ખોવાઈ જાય છે, ત્યારે પણ વ્યક્તિએ પ્રકૃતિની વૃદ્ધિને ટકાવી રાખવી જોઈએ , તેમનું માનવું હતું કે પ્રકૃતિ પોતે જ સારી રહે છે, ભલેને તેનાથી માણસને ફાયદો ન થાય. એ જ રીતે પયગંબર સ.અ.વ. ઈમાનવાળાઓને પૃથ્વીના સંસાધનોને પરસ્પર વહેંચવા માટે પ્રેરણા આપી છે, તેમણે કહ્યું “મુસ્લિમો ત્રણ વસ્તુઓ સમાન રીતે વહેંચે, પાણી, ઔષધિ અને અગ્નિ અને તેમણે તરસ્યાને પાણીથી અટકાવવાને પાપ ગણાવ્યું. અલ્લાહ વિરુદ્ધ અને માણસ વિરુદ્ધ પાપ કર્યા વિના કોઈ વધારાના પાણીનો ઇનકાર કરી શકતો નથી.” (મિષ્કાતુલ મસાબીહ )
“ધરતીને મારા માટે મસ્જિદ તરીકે અને શુદ્ધિકરણના સાધન તરીકે બનાવવામાં આવી છે.” (અલ-બુખારી) અહીં પયગંબર સ.અ.વ. પૃથ્વી અથવા માટીના પવિત્ર સ્વભાવ પર ભાર મૂક્યો છે, માત્ર એક શુદ્ધ અસ્તિત્વ તરીકે જ નહીં પણ શુદ્ધિકરણ એજન્ટ તરીકે પણ. માટી પ્રત્યેના આ આદરને તયમ્મુમ અથવા “સૂકા વુઝૂ”ની વિધિમાં પણ દર્શાવવામાં આવ્યું છે , જે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે નમાઝ પહેલાં શુદ્ધિકરણ માટે ધૂળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
પયગંબર સ.અ.વ.એ પૃથ્વીને માણસ માટે આધીન તરીકે જોઈ હતી, પરંતુ તે પણ ઓળખી કાઢ્યું હતું કે તેનું અતિશય શોષણ અથવા દુરુપયોગ થવો જોઈએ નહીં. જમીન, જંગલો અને વન્યજીવનના રક્ષણ માટે, પયગંબર સ.અ.વ.એ હરામ તરીકે ઓળખાતા અવિશ્વસનીય ક્ષેત્રો બનાવ્યા, જેમાં સંસાધનોને અલગ રાખવામાં આવતા અને તેના સીધા સંપર્ક પર પ્રતિબંધ હતો. બંને આજે પણ ઉપયોગમાં લેવાય છેઃ ભૂગર્ભજળના ટેબલને ઓવર-પમ્પિંગથી બચાવવા માટે કૂવાઓ અને પાણીના સ્ત્રોતોની આસપાસ હરામ વિસ્તારો બનાવવામાં આવે છે. હિમા ખાસ કરીને વન્યજીવન અને વનસંવર્ધનને લાગુ પડે છે અને સામાન્ય રીતે જમીનના એવા વિસ્તારને નિયુક્ત કરવામાં આવે છે જ્યાં ચરવા અને લાકડા કાપવા પર પ્રતિબંધ હોય અથવા જ્યાં અમુક પ્રાણીઓની પ્રજાતિઓ સુરક્ષિત હોય.
પયગંબર માત્ર ફળદ્રુપ જમીનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહિત કરતા નથી, બલ્કે તેમણે તેમના અનુયાયીઓને બિનઉપયોગી જમીનને ઉપયોગી બનાવવાના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું. “એક વૃક્ષ રોપવું, બીજ વાવવું અને સૂકી જમીનની સિંચાઈ કરવી એ બધું સખાવતી કાર્યો તરીકે ગણવામાં આવે છે. જીવન એટલે કે ઉજ્જડ જમીનમાં ખેતી કરવી અને તેના માટે આ એક પુરસ્કાર છે.” આમ કોઈ પણ વ્યક્તિ જે “મૃત” અથવા રણની જમીનની સિંચાઈ કરે છે તે તેનો વાસ્તવિક માલિક બને છે.
કઠોર રણના વાતાવરણમાં જ્યાં પયગંબર સ.અ.વ. રહેતા હતા ત્યાં પાણી જીવનનો પર્યાય હતો. “અમે પાણીમાંથી દરેક જીવંત વસ્તુ બનાવી છે.” (કુર્આન, ૨૧ : ૩૦)
કુઆર્ન મુસલમાનોને સતત યાદ અપાવે છે કે તેઓ પૃથ્વી પર અલ્લાહની રચનાના રક્ષક છે અને તેઓએ એને ક્યારેય માલિકીની ન સમજી લેવી જોઈએ. “ક્યારેય તમે આંખો ખોલીને જોયું, આ પાણી જે તમે પીઓ છો,તેને તમે વાદળોમાંથી વરસાવ્યું છે કે એના વરસાવનાર અમે છીએ ? અમે ઇચ્છીએ તો એને ખૂબ જ ખારું બનાવીને મૂકી દઈએ.” (કુઆર્ન, ૫૬ : ૬૮-૭૦)
પાણીની બચત અને તેની શુદ્ધતા એ પયગંબર સ.અ.વ. માટે મહત્ત્વના મુદ્દા હતા. પાણી પુષ્કળ હતું ત્યારે પણ તેમણે કરકસર કરવાની હિમાયત કરી. આમ તેમણે ભલામણ કરી કે ઈમાનવાળાઓ ત્રણ વખતથી વધુ વાર વુઝૂ ન કરે, ભલે તેઓ વહેતા ઝરણાં કે નદીની નજદીક હોય. પયગંબરે સ્થિર પાણીના સ્ત્રોતોમાં પેશાબ કરવાની મનાઈ કરીને જળ પ્રદૂષણ સામે પણ ચેતવણી આપી હતી.
કુદરત પ્રત્યેનો તેમનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ અને કુદરતી વિશ્વમાં માનવીના સ્થાન વિશેની તેમની સમજ તે આજના સમયે મુસ્લિમ સમુદાયમાં પર્યાવરણ જાગરૂકતાની પહેલ છે. દુર્ભાગ્યે પયગંબર મુહમ્મદ સ.અ.વ. દ્વારા માણસ અને પર્યાવરણ વચ્ચે જે સંવાદિતા અને સંતુલન ઊભું કર્યું હતું તે આજે ક્યાંક ખોવાઈ ગયું છે. જ્યારે આપણે પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યા છીએ , ત્યારે સમગ્ર વિશ્વ માટે ધર્મ અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના પયગંબર સ.અ.વ.ના જીવનમાંથી આ પૃષ્ઠનો અધ્ધયન કરવાનો અને તેના સંદર્ભમાં પર્યાવરણીય સંકટને સંબોધવાનો સમય છે. સંભાળ રાખનાર હૃદયથી સંતુલિત વિશ્વની શરૂઆત કરવા માટે ફક્ત પોતાની જાત ઉપર જવાબદારી લેવાનું અને મુસાફરની જેમ જીવન જીવવાની જરૂર છે, ફક્ત શાસન કરવા માટે અને માલિકી માટે નહીં. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments