સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયાએ 30 માર્ચે રાજનૈતિક કેદીઓ અને નફરત તથા હિંસાના શિકાર લોકોનાં પરિવારોની સાથે એકજૂટતા વ્યક્ત કરવા માટે નવી દિલ્હી સ્થિત એસઆઈઓનાં મુખ્યાલયમાં એક ઈફ્તાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખાલિદ સૈફી, મિરાન હૈદર, અતહર ખાન, ગુલ્ફિશા, તાહિર હુસૈન, સલીમ મુન્ના, સલીમ મલિક, આફરીન ફાતિમા, ઉંમર ખાલિદ, જુનૈદ અને ઝૈદ પઠાણનાં પરિવાર શામેલ હતા. વિદ્યાર્થી કાર્યકર્તાઓ આસિફ ઇકબાલ તન્હા, સફુરા ઝરગર, નતાશા નરવાલ અને દેવાંગના કલિતાએ પણ આ સભામાં ભાગ લીધો હતો.
એસઆઈઓનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રમીસ ઈકેએ આ સભાને સંબોધિત કરી અને વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ પર યુએપીએ જેવા કઠોર કાયદાઓને લાગુ કરવાનાં વિરોધમાં વાત કહી. તેમણે કહ્યું કે આવા કાનૂનનો ઉપયોગ ફક્ત એટલા માટે થાય છે કે જેથી અસહમતીને દબાવી શકાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરી શકાય. તેમણે બધાં લોકોને આ દમનકારી કાયદાની વિરૂદ્ધ લડવાનો આગ્રહ કર્યો. જે તમામ વ્યક્તિઓના અધિકારોને પ્રતિબંધિત કરે છે. ભલે તેમની રાજનૈતિક સંબદ્ધતા કંઈ પણ હોય. તેમણે કહ્યું કે “આપણે આ સ્વીકાર કરવું જોઈએ કે આ કાયદાઓના લીધે આપણો સમાજ ઘણું બધું સહન કરે છે અને અગણિત વ્યક્તિઓ અને પરિવારોને ભારે કષ્ટ ઉઠાવવો પડે છે. આ આપણી ફરજ છે કે આપણે આ અન્યાયનો હિંમતપૂર્વક મુકાબલો કરીએ અને પીડિતોના અધિકારો માટે લડીએ.”
એસઆઈઓનાં રાષ્ટ્રીય સચિવ અબ્દુલ્લાહ મોહમ્મદ ફૈઝે કહ્યું કે, “એસઆઈઓ તેની સંપૂર્ણ સામૂહિક શક્તિની સાથે આ અન્યાયોની સામે તેની લડત ચાલું રાખવાનું સંકલ્પ રાખે છે. આવો આપણે એક સાથે આવીએ અને એક એવો સમાજ બનાવવા માટે ભેગા થઈએ જે ન્યાયપૂર્ણ હોય, સમાનતા પર આધારિત હોય અને ભેદભાવ મુક્ત હોય. આવો આપણે પીડિતોનાં અધિકારો માટે લડીએ અને આપણી અને આવનારી પેઢીઓ માટે એક શ્રેષ્ઠ દુનિયા બનાવવાની દિશામાં કામ કરીએ.”