Friday, March 29, 2024
Homeઓપન સ્પેસપેપર પ્લેટ અને કપના વેપારમાં સારી તકો

પેપર પ્લેટ અને કપના વેપારમાં સારી તકો

એક જુલાઈથી સમગ્ર દેશમાં “સિંગલ વપરાશ”ની પ્લાસ્ટિકથી બનેલ તમામ વસ્તુઓના વપરાશ તથા ઉત્પાદન પર સંપર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવામાં એ વ્યવસાયોની સામે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે જે અત્યાર સુધી પ્લાસ્ટિકની પ્લેટસ, કપ, ગ્લાસ અને ચમચીઓનો ઉપયોગ કરતા હતા. લાંબા સમયથી લગ્નો, પાર્ટીઓ વિ.માં પણ પ્લાસ્ટિકના આ વાસણોનો ઉપયોગ થતો આવ્યો છે. આ લોકો હવે આના વિકલ્પની શોધમાં છે અને કાગળથી બનેલ વિવિધ વાસણો આનો વધુ સારો અને સસ્તો વિકલ્પ છે.

ભારે માંગ અને સપ્લાયની અછતના કારણે પોતાનો સ્વયંનો પેપર પ્લેટ, કપ કે ગ્લાસ બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનો આ સૌથી સારો સમય હોઈ શકે છે. એકવાર જ્યારે તમે આ વ્યવસાય શરૂ કરવા માટે તૈયાર થઈ જાવ છો તો આ વ્યવસાયને સફળતાપૂર્વક ચલાવવા માટે તમારી પાસે ઉચિત કે જરૂરી મૂડી અને વ્યવસાયિક યોજનાઓ હોવી જાેઈએ.

આ વેપારનું મોટા ભાગનું કાર્ય મશીનો પર ર્નિભર કરે છે. પ્લેટ, કપ, ગ્લાસ અને ચમચી વિ. બનાવવાનું મશીન ભારતના કોઈ પણ રાજ્યમાં મળી જશે.

શરૂઆતમાં નાના મશીનનો જ ઉપયોગ કરવો જાેઈએ. વેપારનું સ્તર વધાર્યા બાદ જ પોતાના કામના હિસાબે મોટું મશીન લઈ શકાય છે. હાથથી ચાલનાર નાના મશીનની કીંમત ૨૫ હજાર રૂપિયા સુધી હોય છે.

આના પછી કાર્યક્ષમતાના આધારે મશીનોની કીંમત વધતી જાય છે. પેપર પ્લેટ બનાવવાનું કાર્ય બહુ મુશ્કેલ નથી.

એક ખાસ ડાઈની મદદથી વિવિધ આકૃતિઓ, સાઇઝ અને ડિઝાઇનોની પ્લેટો બનાવી શકાય છે. યોગ્ય સાઇઝ માટે કાગળ પહેલાંથી જ કાપી લેવામાં આવે છે. કેટલીક વાર બજારમાં કાગળ કપાયેલા જ મળી જાય છે. પેકેજિંગ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે એક પેકેટમાં કેટલી પ્લેટો બને છે. આના માટે પ્લેટના પેકેટ બનાવી શકો છો. આનાથી તમને તેની કીંમત નક્કી કરવામાં સરળતા રહેશે. ત્યાર બાદ તમે કાગળથી બનેલ પોતાના સામાનના માર્કેટીંગ માટે તૈયાર રહો. આના માટે તમારી પાસે બે વિકલ્પ હશે. એક તો તમે સીધા જ ગ્રાહકોને પોતાનો માલ વેચો અને બીજાે આ કે તેને વેચવા માટે કોઈનો સહયોગ લો.

ભારતમાં મોટાપાયે વપરાશના લીધે પેપર પ્લેટને ઘણી લોકપ્રિયત મળી છે. જાે તમે પેપર પ્લેટ બનાવવાના વ્યવસાયને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા વ્યવસાયને શરૂ કરવા માટે બિલકુલ યોગ્ય સમય છે. આ ઉદ્યોગ ભારતમાં ઝડપથી વિકસી રહ્યો છે, અને પેપર પ્લેટના નિર્માણમાં માર્જિન પણ બહુ વધુ હોય છે.

પેપર પ્લેટનો ઉપયોગઃ

પેપર પ્લેટ મૂળ રૂપે બે શ્રેણીઓમાં ઉપયોગ કરાય છે. પ્રથમ શ્રેણી ઘરેલુ ઉપયોગ સંબંધિત છે, અને બીજી શ્રેણી વ્યવસાયિક ઉપયોગ સંબંધિત છે.

ઘરેલુ ઉદ્દેશ્ય લગ્ન, અન્ય પ્રસંગ, બીજા કાર્ય, પિકનિક અને પ્રવાસના ઉદ્દેશ્ય માટે પ્રથમ શ્રેણીમાં સામેલ છે. આપણામાંથી ઘણા બધા લોકો પેપર પ્લેટોનો ઉપયોગ કરે છે, કારણ કે આ સામાનની સફાઈ કે હાનિ વિષે ચિંતા કર્યા વિના-ચિંતા મુક્ત ખાવાનું ખવડાવવાની સૌથી સારી રીત છે. આ ખૂબ જ સુવિધાજનક, હળવી અને કિફાયતી હોય છે.

બીજી બાજુ આપણી પાસે ધંધાદારી ઉપયોગ પણ છે. ધંધાદારી ઉપયોગ બજારની દુકાનોથી જાેડાયેલ છે જે ભોજનાલયો, રસ્તા પર લારી-ગલ્લા લગાવનારાઓ અને તેમની પસંદથી જાેડાયેલ છે. આ ક્ષેત્ર સૌથી વધુ ઉત્પાદિત પેપર પ્લેટોનો ઉપયોગ કરે છે. કારણ કે આની માંગ નિયમિત અને વિશાળ થતી જઈ રહી છે.

કેવી રીતે કરશો શરૂઆત?

એક પેપર પ્લેટ મેન્યુફેરકચરિંગ પ્લાન્ટનો વ્યવસાય શરૂ કરવો બહુ મુશ્કેલ નથી. બસ, તમારે કેટલીક મૂળ આવશ્યકતાઓનો ખ્યાલ રાખવાનો છે.

જમીનઃ તમારે એવી જમીનની જરૂર છે કે જ્યાં તમે પોતાનો મેન્યુફેકચરિંગ પ્લાન્ટ લગાવી શકો. જમીન એવી જગ્યાએ હોવી જાેઈએ જેમાં પાયાની જરૂરતો હોય કે જેથી તમને વધારે મુશ્કેલી ન પડે. જમીનનો વિસ્તાર (સાઇઝ) વધુ મોટો મુદ્દો નથી. ૧૦૦ ચોરસ ફુટ જમીન પણ થઈ રહેશે.

પાણીઃ પેપર પ્લેટ મેન્યુફેકચરિંગ વ્યવસાયમાં પાણી એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. કેમકે આના માટે સતત પાણીની આપૂર્તિની આવશ્યકતા હોય છે. આને એક નુકસાનના રૂપમાં પણ જાેઈ શકાય છે, કારણ કે અહીં પાણીની આવશ્યકતા બહુ મોટી છે.

વિજળીઃ વિજળી પણ આના માટે પાણીની જેમ જ આવશ્યક છે. પાણીના પંપ અને અન્ય ઇલેકટ્રોનિક્સની સાથે તમને તમારૂં પેપર મશીન ચલાવવા માટે યોગ્ય વિજળી સપ્લાયની આવશ્યકતા છે. વિજળી સપ્લાય જરૂરી વોલ્ટેજ સાથે સ્થિર તથા ઉચિત હોવું જાેઈએ, જેથી તમારૂં મશીન સારી રીતે કામ કરી શકે.

કાચોમાલ (રો મટિરિયલ) : આ ઉચિત હશે કે તમે સીધા જ કાચા માલને પેપરશીટ કે પેપર રોલના રૂપમાં મેળવો, કેમકે પેપર મેન્યુફેકચરિંગ માટે ઘણા સંસાધન, ધન અને સમયની આવશ્યકતા હોય છે. તમે સ્થાનિક સ્ક્રેપ દુકાનોથી ઘણું સારૂં પેપર મેળવી શકો છો, જે તમને પેપર કિલોગ્રામ દીઠ બહુ ઓછા ભાવે વેચી શકે છે. એક ક્વિંટલ (૧૦૦ કિલોગ્રામ) અથવા એક ટન (૧૦૦૦ કિલોગ્રામ) પેપર સહેલાઈથી ૫૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા સુધી લઈ શકાય છે.

મેન્યુફેકચરિંગ મશીનઃ એક મેન્યુફેકચરિંગ મશીનની કીંમત અલગ અલગ હોઈ શકે છે. મશીનની કીંમત ઓછી કે વધારે હોવાથી દર કલાકે પેપર પ્લેટોના ઉત્પાદનની સંખ્યામાં ફેરફાર આવી શકે છે. કેટલાક મશીન ૧૦૦૦થી ૨૦૦૦ નંગ બનાવે છે. જ્યારે કે કેટલાક મશીન ૪૦૦૦થી ૭૦૦૦ નંગ બનાવે છે. આ ઉપરાંત ડિઝાઇન, ગુણવત્તાના આધારે પણ મશીનના પ્રકાર અલગ હોય છે. એક સામાન્ય મશીન તમને ૭૫ હજાર રૂપિયાથી ૫૦ હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે.

શ્રમઃ જાે તમે મેન્યુફેકચરિંગમાં પણ સામેલ છો તો તમને ઓછામાં ઓછા બે અન્ય લોકોની જરૂર પડી શકે છે. આ બહુ મોઘું નથી હોતું. પરંતુ તમને શરૂઆતના દિવસોમાં તેમને યોગ્ય ટ્રેનિંગ આપવી પડશે. આ ઉપરાંત વ્યાપાર સંબંધિત પેપર વર્ક થશે જેમાં રજિસ્ટ્રેશન, ટેકસેશન, જરૂરી પરવાનગીઓ વિ. સામેલ છે.

કેટલી મૂડીની જરૂરત છે?

જાે કે મોટાભાગના લોકો આના માટે અલગથી જગ્યા ખરીદવાના બદલે પોતાના કોઈ બીજા પ્લાન્ટ કે ઘરે જ પોતાનું યુનિટ ખોલે છે. કારણ કે જમીન ખૂબ જ મોંઘી પડે છે. તમે આને પોતાના ઘરમાં માત્ર એક મશીનની સાથે પણ ખોલી-શરૂ કરી શકો છો. એ જગ્યાને કામને લાયક બનાવવા માટે કેટલાક લાખ રૂપિયાની આવશ્યકતા હશે. આ સિવાય તમારી મૂળ મૂડી મશીનમાં હશે. આની કીંમત ૭૫ હજાર રૂપિયાથી લઈ ૫ લાખ રૂપિયા જેટલી હોઈ શકે છે. કાચા માલ (રો મટિરિયલ), વિજળીનો સપ્લાય, પાણી, ટેક્સેશન, શ્રમ વિ.માં તમને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા ખર્ચ થશે. સમય અને પરિસ્થિતિઓ અનુસાર આ રકમ વધી પણ શકે છે.

નફો કેટલો થશે?

તમારો નફો તમારા મૂડીરોકાણ પર આધાર રાખે છે. જાે તમારી પાસે સારી એવી મૂડી છે તો શક્ય છે પ્રથમ વખત તમારૂં રિટર્ન વધુ ન પણ હોય, પરંતુ જાે તમારૂં રોકાણ ઓછું હોય તો તમે રિટર્ન સાથે સહજતા (Normalcy) અનુભવી શકો છો. મેન્યુફેકચરિંગ ઉપરાંત આ વ્યવસાય રિટર્નિંગ બજાર ઉપર પણ આધાર રાખે છે, તમારૂં એક ઉચિત નેટવર્ક હોવું જાેઈએ કે જ્યાં તમે તમારા ઉત્પાદનને સપ્લાય કરી શકો.

આ નેટવર્ક ફેલાયેલ હોવું જાેઈએ કે જેથી તમે તમારા ઉત્પાદન માટે અલગ અલગ ભાવ મેળવી શકો. તમારૂં લક્ષ્યાંક સીધેસીધા વપરાશકારોને ઉત્પાદન સપ્લાય કરવાનું હોવું જાેઈએ. શહેરોમાં દુકાનદારો ગુણવત્તાવાળી પેપર પ્લેટોની માગ કરે છે, જ્યાં પડતર કીંમત વધુ હોય છે. તમે તમારા ઉત્પાદનને તેમના માટે વેચી શકો છો કે જેથી તમને સર્વોત્તમ રિટર્ન મળી શકે.

ટ્રાન્સપોર્ટેશનનું ખર્ચ પણ થશે, પરંતુ જાે તમને સારો ભાવ મળે છે તો સહેલાઈથી મેનેજ કરી શકાય છે. આ વ્યવસાયનું રિટર્ન સંતોષકારક છે, કેમકે કાગળનું રો મટીરિયલ ખૂબ જ સસ્તું હોય છે અને આ કાગળના એક કિલોગ્રામ રો મટીરિયલથી ખૂબ સારી એવી પ્લેટો બનાવી શકાય છે.

આ પ્લેટોના ડઝન દીઠ અથવા ૧૦૦ નંગના સારા ભાવ મળે છે. જાે તમે એક દિવસમાં ૧૦૦૦૦થી ૫૦૦૦૦ પ્લેટો વેચવા માટે સક્ષમ છો તો તમારૂં પરિણામ ઘણું સંતોષકારક હશે, નહિંતર તમારે તમારો વ્યવસાય વધુ મજબૂત બનાવવો પડશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. એક અન્ય મહત્ત્વપૂર્ણ પાસું મેન્યુફેકચરિંગની પડતર કીંમત છે જેને શ્રેષ્ઠ રીતે નિયંત્રિત કરવી જાેઈએ. જાે આવું થઈ ગયું છે તો તમે સરળતાથી પોતાના રિટર્નને વધુમાં વધુ કરી શકો છો. આના માટે તમારે આના બજારનું વિશ્લેષણ કરવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments