Thursday, November 7, 2024
Homeસમાચારસરકારની ઇ-લર્નિંગની પહેલ "સુગર-કોટેડ ગોળી" સમાન; પાડોશી શાળાઓને મજબુત બનાવવાની અને પ્રજાલક્ષી...

સરકારની ઇ-લર્નિંગની પહેલ “સુગર-કોટેડ ગોળી” સમાન; પાડોશી શાળાઓને મજબુત બનાવવાની અને પ્રજાલક્ષી તકનીકીઓ અપનાવવાની જરૂર છે: શિક્ષણવિદોએ રોગચાળાના શિક્ષણ સંકટ અંગે સરકારના પ્રતિસાદ પર સવાલ ઉઠાવ્યો

Center For Educational Research and Training (CERT) અને Students Islamic Organisation of India (SIO)ના સંયુક્ત ઉપક્રમે આયોજીત ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં જાણીતા શિક્ષણવિદો અને કાર્યકરોએ સરકાર ની ઈ-લર્નીંગ અને ઓનલાઇન પરીક્ષાની પહેલ પર સવાલ ઉઠાવ્યાં તેમજ શૈક્ષણિક વ્યવસ્થાને વધુ મજબૂત અને સર્વગ્રાહી બનાવવા મહત્વના સૂચનો કર્યાં.

પ્રેસ વાર્તાની શરૂઆત કરતાં એસ.આઇ.ઓ. ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ ફવાઝ શાહીને દેશમાં ચાલતા તત્કાલીન રોગચાળા દરમિયાન ઉદ્દભવેલા શૈક્ષણિક મુદ્દાઓ પર સરકારના પ્રતિસાદમાં રહેલી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો. સાથે જ તેમણે શિક્ષણને સર્વગ્રાહી અને બહોળા પ્રમાણમાં સુલભ બનાવતા કાર્યક્રમો પર કાપ મૂકતી સરકારી નીતિઓ જેવી કે OBC આરક્ષણમાં હસ્તક્ષેપ અને લઘુમતી વિદ્યાર્થીઓને પ્રાપ્ય મૌલાના આઝાદ નેશનલ ફેલોશીપમાં અવારનવાર કાપ વગેરે પર સવાલ ઉઠાવ્યા.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીમતી મધુ પ્રસાદે જણાવ્યું કે આપણી શૈક્ષણિક પ્રણાલી છેલ્લા લગભગ ૪૦ વર્ષથી સમસ્યાઓનો શિકાર છે, જેમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો એકમાત્ર આધાર પરીક્ષા છે, તેથી આ મહામારીના સંકટમાં પણ સરકારની પ્રાથમિકતા વિદ્યાર્થીઓના પ્રશિક્ષણને બદલે તેમની પરીક્ષા છે. તેમણે જણાવ્યું કે ભારતમાં ૩-૨૪ વર્ષના બાળકો ધરાવતા કુલ કુટુંબો માંથી માત્ર ૮% કુટુંબો પાસે ઈ-લર્નીંગના ઉપકરણો છે, ત્યારે સરકારનું ઈ-લર્નીંગ માટેની પહેલ ‘સુગર-કોટેડ ગોળી’ સમાન છે, તે કોઇ પ્રામાણિક નીતિ નથી. તેમણે ઉમેર્યું કે મોટા ભાગના લોકો જેઓ આવા ઉપકરણોથી વંચિત છે તેઓ SC, ST અને અન્ય પછાત વર્ગમાંથી આવે છે તેથી આ ઈ-લર્નીંગ અને ઓનલાઇન પરીક્ષાઓ વિશેષ વર્ગ માટે જ શક્ય બંને તેમ છે.

ડો. તૌસીફ અહેમદ, CEO, શાહીન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, એ જણાવ્યું કે જો કે ભારતમાં ઇ-લર્નીંગ માટે ઘણાં પડકારો નિશ્ચિતરૂપે છે, પરંતુ આ સમયે શાળાઓ શરૂ કરવી પણ ઘણી ખતરારૂપ પુરવાર થઇ શકે છે અને તેથી જ શાળાઓ હમણાં થોડા સમય માટે બંધ રાખવી જ હિતાવહ છે. તેમણે કહ્યું કે સરકારે પ્રવાસી મજૂરોના બાળકો માટે સમયસર પગલાં લેવા આવશ્યક છે, નહિ તો તેઓ શાળાઓથી દૂર થઇ બાળ મજૂરી તરફ ધકેલાઇ જવાનો ખતરો છે. તેમણે તે વાત તરફ પણ ધ્યાન દોર્યું કે, RTE ના અયોગ્ય અમલના કારણે સરકારી શૈક્ષણિક ફંડ સરકારી શાળાઓના બદલે ખાનગી શાળાઓ તરફ જઇ રહેયું છે જેના પરિણામે સરકારી શૈક્ષણિક વ્યવસ્થા ભાંગી રહી છે.

અજીમ પ્રેમજી યુનિવર્સિટીના શૈક્ષણિક તકનિકી વિભાગના નિષ્ણાંત મુજાહીદુલ ઇસ્લામે જણાવ્યું કે RTE એ શિક્ષણના વ્યાપારીકરણના સાધન સમાન છે, જોકે આપણે માત્ર RTE વિષે ટીકાટિપ્પણી થી કામ નહિ ચાલે, પરંતુ શિક્ષણની વિભાવના પર ફેર વિચાર કરવાની તાતી જરૂર છે. On the government’s push for e-learning technologies, he said that the issue was not of rejecting technology but adopting the appropriate technology. સરકારના ઈ-લર્નીંગ કાર્યક્રમ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે મુદ્દો ટેક્નોલોજીને નકારવાનો નથી, પરંતુ યોગ્ય ટેક્નોલોજી અપનાવવાનો છે. કોઇ પણ એક પ્રકારના ઉપાયને થોપવાના બદલે સ્થાનિક સમુદાયોને તેમની જરૂરત મુજબની ટેક્નોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે ઈ-લર્નીંગ અને ઓનલાઇન પરીક્ષાની જગ્યાએ સામૂહિક રેડિયો એ કેટલાંક ઉપાયોમાંનુ એક દ્રષ્ટાંત હોઇ શકે છે.

The concluding remarks were made by Syed Ahmed Muzakkir, Director, CERT. પ્રેસવાર્તાના સમાપન સંબોધનમાં CERT ના ડાયરેક્ટર સૈયદ એહમદ મુઝક્કીરે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સરકારી ભંડોળનો ખર્ચ વધારવા પર ભાર મૂક્યો. શિક્ષણની સુલભતા, સમાનતા અને સર્વગ્રાહીતા જેવા મુદ્દાઓ ઘણુંખરું શિક્ષણ ક્ષેત્રે સરકારી ખર્ચ વધારવાથી નિવારી શકાય છે. જો સરકાર ખરેખર દેશની કાયાપલટ ઇચ્છતી હોય તો તેણે વાસ્તવમાં શિક્ષણ ક્ષેત્રે દેશની કુલ GDP ના ૬-૭% ખર્ચ કરવા જોઇએ જે હાલ દુર્ભાગ્યવશ લગભગ ૧% થી પણ ઓછું છે. પરીક્ષાના મુદ્દા પર વાત કરતાં તેમણે જણાવ્યું કે આપણે જુનવાણી સેમેસ્ટર/વાર્ષિક પરીક્ષા આધારિત મૂલ્યાંકનને તર્ક કરી વ્યાપક અને સતત મૂલ્યાંકનની પ્રણાલી તરફ પગ ભરવા જોઇએ. અન્ય મહત્વનો મુદ્દો NEET જેવી રાષ્ટ્રીયકૃત પ્રવેશ પરીક્ષાનો છે. તેમણે કહ્યું કે ભારત એક સંઘીય દેશ છે અને સંઘની સંઘીય સંરચનાનો આદર કરીને, પ્રવેશના રાષ્ટ્રીય માળખા પર આધારિત માપદંડ પર રાજ્યો દ્વારા સંચાલિત પ્રવેશપ્રક્રિયા અને મૂલ્યાંકન પ્રક્રિયાની રચના કરવી આવશ્યક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments