મંદિર-મસ્જિદ વિવાદ કોમવાદી પરિબળોને મજબૂત કરતું એવું રમકડું છે જે દેશમાં નફરત, ભેદભાવ અને તંગદીલીને જન્મ આપે છે. બાબરી મસ્જિદ વિવાદનો અંત 27 વર્ષે આવ્યો અને આ 27 વર્ષોમાં રાજકીય રીતે ભાજપનો જે ફાયદો થયો તે સર્વવિદિત છે. બહુવિદ ધર્મો અને આસ્થાઓના કેન્દ્ર એવા ભારત દેશમાં બહુમતીવાદનો પગપેસારો, સૌથી મોટી લઘુમતિના સૌથી પવિત્ર ઐતિહાસિક સ્થળો (મસ્જિદો)ને મંદિરોમાં ફેરવી કરવામાં આવી રહ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ ગંગા નદીના કિનારે અને વારાણસીના તટ પર આવેલ છે. કાશી વિશ્વનાથ મંદિરના હોદ્દેદારોનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરને તોડીને પ્રવર્તમાન મોગલ રાજા ઓરંગઝેબે આ મંદિર બંધાવ્યું હતું. વારાણસી સિવિલ કોર્ટના જજ આશુતોષ તિવારીએ એ.એસ.આઈ. (આર્ક્યુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)ને આદેશ કર્યો છે કે જે વિવાદિત જગ્યા પર ધાર્મિક સ્થળ હાથમાં સ્થિત છે તે જમીન પર બાઁધવામાં આવ્યો છે કે તેની પહેલા બીજા કોઈ ધાર્મિક માળખાને તોડીને બાંધવામાં આવ્યો છે. તેનો રીપોર્ટ કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરે. આગલી સુનાવણી 31મી મે એ મુલ્તવી રાખવામાં આવી છે. આ આદેશ પછી મુસ્લિમો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મસ્જિદનું પણ બાબરી મસ્જિદ જેવું ન થાય.
સુપ્રિમ કોર્ટ દ્વારા બાબરી મસ્જિદના ચુકાદામાં “ધાર્મિક સ્થળ (વિશિષ્ટ જોગવાઈઓ) એક્ટ 1991”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાબરી મસ્જિદનો ચુકાદો આ કાયદાનો એકમાત્ર અપવાદ છે. આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે 15 ઓગષ્ટ 1947માં જે જગ્યા પર જે ધાર્મિક સ્થળ નક્કી કરવામાં આવ્યો છે તેમનો દરજ્જો બદલાશે નહીં. આ વારાણસી સિવિલ કોર્ટનો આદેશ “ધાર્મિક સ્થળ (વિશિષ્ટ જોગવાઈઓ) એક્ટ 1991”ની વિરુદ્ધ છે.
સિવિલ કોર્ટના આ આદેશથી ન્યાય પાલિકા પર ફરી પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે કે દેશની સૌથી મોટી લઘુમતિ પર વારંવાર અન્યાયી આદેશો કેમ લાદવામાં આવી રહ્યા છે. ન્યાય પાલિકાએ દેશની લોકશાહીના મૂળભૂત સ્થભ તરીકે પોતાની ગરીમા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે. કોમવાદી માનસિકતાને બળ મળે અને લોકશાહી મૂલ્યોની કાળજી કર્યા વિના આવા આદેશોથી લઘુમતિ સમાજનો વિશ્વાસ ન્યાય પાલિકા પર ધુધળુ થતું જાય છે.
ઓલ ઇન્ડિયા મજલિસે મુશાવરત સહિત દેશની અન્ય સાત પ્રતિષ્ઠિત સંગઠનો દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.