Sunday, September 8, 2024
Homeસમાચારહાર્દિક પટેલની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત, લડશે લોકસભા ચૂંટણી

હાર્દિક પટેલની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત, લડશે લોકસભા ચૂંટણી

આખરે હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષમાંથી જામનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.


To give shape to my intentions to serve society & country, I have decided to join Indian National Congress on 12th March in presence of Shri Rahul Gandhi & other senior leaders.

— Hardik Patel (@HardikPatel_) March 10, 2019

I would also like to state that if there is no legal hindrance and party decides to field me in electoral politics, I would abide by the party’s decision. I am taking this step to serve 125 core citizens of India.

— Hardik Patel (@HardikPatel_) March 10, 2019

ગુજરાતમાં અત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે પાટીદાર આંદોલન થકી ચર્ચામાં આવેલ, પાસ કન્વીનર અને પાટીદાર લીડર હાર્દિક પટેલે ટ્વીટ કરીને આખરે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી. તેણે જાહેરાત કરી છે કે તે ૧૨ માર્ચના રોજ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે. ૧૨ માર્ચના રોજ તે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સીનિયર નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થશે. શક્યતા છે કે તે જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

જામનગર લોકસભા સાંસદ અત્યારે પૂનમ બેન માડમ છે અને તે ભાજપા પાર્ટીથી જોડાયેલા છે.  થોડા દિવસ પહેલા હાર્દિકે કહ્યું હતું કે તે ચૂંટણીમાં લોકોની વચ્ચે હશે, પરંતુ કઈ પાર્ટી તરફથી લડશે તેના વિશે કોઈ માહિતી આપી નથી. પાર્ટીમાં જોડાવા માટે રાજકોટમાં પાસની કોર કમિટીમાં હાર્દિકને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસમાં જોડાવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. હાર્દિક પટેલે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments