Saturday, July 27, 2024
Homeપયગામસંક્રમિત રોગ અને ઇસ્લામ

સંક્રમિત રોગ અને ઇસ્લામ

દુનિયાની દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે. તે ક્યારેય માંદી પડવા માગતી નથી. કેમ કે સ્વસ્થ અવસ્થામાં જ તે પોતાની જવાબદારીઓ સારી રીતે અદા કરી શકે છે. વ્યક્તિ નિરોગી હોય તો તેનો શારીરિક વિકાસ સારો થાય છે અને કામ કરવાની ક્ષમતા પણ વધે છે. પરંતુ તેની આ ઇચ્છા ક્યારેય પૂર્ણ થઈ નથી, તે રોગનો શિકાર બને છે. ગંદકી, અયોગ્ય ખોરાક, વાતાવરણમાં બદલાવ, ઔદ્યોગિકરણ,માનસિક દબાણ, કુટેવો, કુદરતી આફતો, નૈતિક બગાડ વગેરેના કારણે તે માંદો પડે છે અને તેનું સ્વાસ્થ્ય બગડે છે. રોગ અને સ્વાસ્થ્ય વચ્ચે એક પ્રકારની સ્પર્ધા ચાલતી રહે છે.

દરેક યુગમાં રોગોનું અસ્તિત્વ પણ રહ્યું છે અને માનવે તેને પહોંચી વળવા તેનો ઉપચાર પણ શોધ્યો છે. સ્વસ્થ રહેવા માટે સાવચેતીના પગલા રૂપે તે કેટલાક આયોજન કરે છે. અને અલ્લાહે પણ તેના શરીરમાં બીમારીના વાયરસ અને બેક્ટેરિયાથી મુકાબલો કરવા કુદરતી વ્યવસ્થા કરેલ છે. જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ. આ શક્તિ મંદ પડતાં બીમારીના બેક્ટેરિયા હાવી થઈ જાય છે અને વ્યક્તિ બીમાર પડે છે. રક્તમાં રહેલ શ્વેતકણો આપણા શરીરના સૈનિકોની જેમ કામ કરે છે, તેમની યોગ્ય માત્રા બીમારી સામે લડવામાં ખૂબ મદદરૂપ બને છે.

સ્વાસ્થ્યના મહત્વથી બધા જ સારી રીતે વાકેફ છે. તે વ્યક્તિની મૂળભૂત જરૂરત છે. કોઈકે સાચું જ કીધું છે કે “જાન હૈ તો જહાન હૈ” કેમકે રોગ માણસને ધીમે ધીમે મૃત્યુથી નજીક કરે છે. તેથી માણસ સ્વાસ્થ્યની બાબતમાં સ્વાર્થી હોઈ શકે.“પહેલું સુખ તે જાતે નર્યા”. જમાના બદલાતા ગયા તેમ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી. નવા નવા રોગો પેદા થયા, તેમની દવા ઇલાજ શોધાતા રહ્યા અને આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે. પરંતુ માનવીનું રોગમુક્ત થવાનું સ્વપ્ન સાકાર ન થયું. માણસે તેના જીવનના લાંબા અનુભવ પરથી ઘણી બધી વસ્તુઓને ડિસ્કવર કરી. વિવિધ પ્રકારના ઇલાજાે શોધ્યા. બીમારીથી બચવા માટેની માર્ગદશિર્કા તૈયાર કરી. આમ તો સ્વાસ્થ્ય અને રોગથી સંબંધિત વિષય સંપૂર્ણપણે મેડીકલ સાયન્સનો વિષય છે. પરંતુ ધર્મોમાં પણ સ્વસ્થ રહેવા માટેની કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. આ બાબતે ઇસ્લામે જે તાલીમ આપી છે આજે ટૂંકમાં તેના વિશે પ્રકાશ પાડીશ.

ઇસ્લામે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે જે સૈદ્ધાંતિક શિક્ષણ આપ્યું છે આધુનિક વિજ્ઞાન પણ તેનાથી સંમત છે. પરંતુ ઘણા લોકો ઇસ્લામ દુશ્મની કે ટૂંકી દૃષ્ટિ અથવા પરિગ્રહના કારણે ખુલ્લા મનથી વિચાર કરતા નથી. જાે નિષ્પક્ષ વિચાર કરવામાં આવે તો સમગ્ર માનવતાને તેનો લાભ મળી શકે છે. તેના લાભો અગાઉ દુનિયાના લોકો મુસ્લિમ સમાજને જાેઈને પ્રાપ્ત કરી શકતા હતા. પરંતુ અફસોસ કે આજે મુસ્લિમ સમાજ પણ આ બાબતે બેદરકાર સાબિત થયો છે.

ઇસ્લામમાં સ્વાસ્થ્યનું મહત્ત્વઃ

ઇસ્લામે તંદુરસ્તીને બહુ મહત્ત્વ આપ્યું છે. તે આ વાતને પસંદ નથી કરતો કે વ્યક્તિ મજબૂર, કમજાેર અને બીમાર રહે. કેમકે અલ્લાહના આદેશોનું પાલન સ્વસ્થ વ્યક્તિ જ સારી રીતે કરી શકે છે. એ ભલે પારિવારિક જવાબદરી હોય કે દા’વત અને સંઘર્ષનું મેદાન. તેથી અલ્લાહના રસૂલ સ.અ.વ. એ ફરમાવ્યું કે સ્વાસ્થ્યને ગનીમત જાણો બીમારી પહેલાં.અને બીજી જગ્યાએ કીધું કે અલ્લાહને “કમજાેેર મુસલમાન કરતાં તાકતવર મુસલમાન વધુ પસંદ છે. જાેે કે બંનેમાં ભલાઈ છે.” બની ઇસરાઈલના સમયમાં તેમની માંગણી પર અલ્લાહના આદેશ મુજબ શમુઈલ નબીએ તાલૂતની શત્રુઓનો મુકાબલો કરવા માટે નિમણૂક કરી, તો કેટલાક લોકોએ અસંમતી સ્પષ્ટ કરી, કેમકે તાલૂત પૈસા, પ્રતિષ્ઠામાં કમજાેર અને બીજા વંશના હતા. અલ્લાહે તેમને વસ્તુઓના મુકાબલામાં સ્વાસ્થ્ય અને શારીરિક શક્તિને પ્રધાનતા આપી જે નેતૃત્વ માટે જરૂરી હતી.

પરંતુ પહેલાં લોકોની એક ભ્રમણા દૂર કરવી જરૂરી સમજું છું. લોકો એમ સમજે છે કે ધર્મ વ્યક્તિના આત્મા સાથે જાેડાયેલો છે. આ વિષય તેના વર્તુળની બહાર છે, બીજા ધર્મો વિશે અત્યારે કહેવા નથી માંગતો, પરંતુ જ્યાં સુધી ઇસ્લામની વાત છે તો ઇસ્લામ એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે. તે જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડે છે. ઇસ્લામે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની સાથે શારીરિક સ્વાસ્થ્યને યોગ્ય મહત્ત્વ આપ્યું છે. કેમકે બંને વસ્તુઓ વચ્ચે એક સંબંધ રહેલો છે.

“નબીએ ઉત્તર આપ્યો, ‘‘અલ્લાહે તમારી સરખામણીમાં તેને પસંદ કર્યો છે અને તેને બૌદ્ધિક અને શારીરિક બંને પ્રકારની લાયકાતો ભરપૂર માત્રામાં પ્રદાન કરી છે.” (સૂરઃબકરહ-૨૪૭)

સ્વાસ્થ્યની સુરક્ષા

ઇસ્લામે એવી આધ્યાત્મિકતાને પસંદ નથી કરી જે તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે. રિવાયતમાં આવે છે કે હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. ખૂબ જ ઇબાદત કરતા હતા. આપ સ.અ.વ.એ તેમને પૂછ્યું કે “શું આ વાત સાચી છે કે તમે દિવસમાં સતત રોઝા કરો છો અને રાત્રીમાં સતત નમાઝ પઢો છો?” તેમણે હા માં જવાબ આપતાં કહ્યું કે મારો આશય વધુને વધુ પુણ્ય મેળવવાનો છે. ત્યારે આપ સ.અ.વ.એ ફરમાવ્યું “એવું ન કરો. રોઝા રાખો અને છોડો પણ, અલ્લાહ સામે ઊભા રહો અને ઊંઘો પણ, કેમકે તમારી જાતનું પણ તમારા ઉપર હક છે, તમારી આંખનું પણ તમારી ઉપર હક છે, તમારી પત્નીનું પણ તમારી ઉપર હક છે, તમારા મહેમાનનું પણ તમારી ઉપર હક છે, તમારા માટે મહિનામાં ત્રણ દિવસ રોઝા રાખવા પૂરતા છે. (બુખારી).

મુજીતાબુલ બાહલીયા તેમના પિતા અથવા કાકા વિશે કહે છે કે તેઓ હઝરત મુહમ્મદ સ.અ.વ.થી મુલાકાત કરીને પાછા ગયા અને એક વર્ષ પછી આપ સ.અ.વ.ની સેવામાં હાજર થયા, આ સમય દરમ્યાન તેમનું રૂપ રંગ એટલું બદલાઈ ગયું હતું કે આપ સ.અ.વ. તેમને ઓળખી ન શક્યા. તેમણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ સ.અ.વ. આપે મને ઓળખ્યા નહીં ? હું બાહલીયા છું. ગત વર્ષ આપની સેવામાં હાજર થયો હતો. ત્યારે આપ સ.અ.વ.એ ફરમાવ્યું હતું કે આ તમારો શું હાલ થઈ ગયો? ગત વર્ષે તમે આવ્યા ત્યારે ખૂબ સુંદર દેખાતા હતા. એમણે કહ્યુંં જ્યારથી આપના પાસેથી ગયો છું માત્ર રાત્રીનું ભોજન લઉં છું (દિવસમાં રોઝા રાખું છું). આપ સ.અ.વ.એ કહ્યું તમે પોતાની જાતને અઝાબમાં કેમ નાખી. રમઝાનના રોઝા રાખો, અને દર મહિને એક રોઝો રાખો. રોઝા પ્રત્યે તેમનો પ્રેમ અને વારંવાર વધારાની અનુમતિ માંગતાં આપે છેલ્લે કહ્યું કે રજ્જબ, ઝિલકઅદા, ઝિલહજ્જ અને મુહર્રમ મહિનામાં ત્રણ રોઝા રાખો અને ત્રણ છોડો.

પવિત્રતા અને સ્વચ્છતા

બીમારીઓનું એક મોટું કારણ ગંદકી છે, જે આંતરિક અને બાહ્ય કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. ઇસ્લામમાં પવિત્રતા અને સ્વચ્છતાનું સ્થાન ખૂબ જ ઉચ્ચ છે. તે સફાઈને એક સામાજિક જરૂરત જ નહિ બલ્કે ધામિર્ક જરૂરત બનાવે છે. જે રીતે નૈતિક બૂરાઈઓ અને ખોટા કૃત્યો આપણા આત્માને દૂષિત કરે છે તે જ રીતે અસ્વચ્છતા આપણા શરીરને રોગી બનાવે છે. ઇસ્લામે સ્વચ્છતાને ઈમાનનો અડઘો ભાગ કહ્યું છે. કેમ કે શરીરની પવિત્રતા વગર તે ન નમાઝ પઢી શકે,ન કુઆર્નની તિલાવત કરી શકે, ન મસ્જિદમાં રોકાઈ શકે, ન જ કા’બાનું તવાફ કરી શકે. અલ્લાહ પણ એ જ લોકોને પ્રેમ કરે છે. કુઆર્ન તેનો ઉલ્લેખ કરતાં કહે છે,

“અલ્લાહ તે લોકોને પસંદ કરે છે, જેઓ બૂરાઈથી બચે અને પવિત્રતા અપનાવે.” (સૂરઃબકરહ-૨૨૨)

તેથી ઇસ્લામે ઇસ્તિન્જા (મૂત્રત્યાગ પછી તે અંગને પાણીથી સાફ કરવું), ગુસ્લ (સ્નાન), વુઝૂ, નખ કાપવા, મિસ્વાક કરવા (દાંત સાફ કરવા), ખાધા પછી હાથ-મો ધોવા, વસ્ત્રો સ્વચ્છ રાખવા, શરીરના અનિચ્છનીય વાળો દૂર કરવા, ખત્ના, મૂછને હલકી કરવી,વાળને કંઘી કરવી વગેરેની તાલીમ આપી છે. ઇશાની નમાઝ પછી તરત સૂઈ જવા અને સવારે વહેલા ઊઠવા તથા સાદું જીવન જીવવાનું શિક્ષણ આપ્યું. બપોરે જમ્યા પછી થોડી વાર ઊંઘવા અને રાત્રે ખાધા પછી થોડું ચાલવાનું રાખવું. ત્યાં જ ઘરને સાફ રાખવાનું શિક્ષણ આપ્યું છે. આપ સ.અ.વ.એ કહ્યું કે ઘરોને સ્વચ્છ રાખો અને ગંદકીમાં યહૂદીઓની જેમ ન થઈ જાઓ.(તે સમયે યહૂદીઓના ઘરો અને મહોલ્લામાં કચરા અને ગંદકીઓના ઢગલા થતા હતા). હઝરત આયશા રદિ. ફરમાવે છે કે આપ સ.અ.વ.એ મહોલ્લા અને કબીલાઓમાં મસ્જિદોનું નિર્માણ કરવા આદેશ આપ્યો અને માર્ગદર્શન આપ્યું કે કે તેમને પવિત્ર અને સ્વચ્છ રાખવામાં આવે તથા સુગંધનો ઉપયોગ કરો.

આપે દીવાલોે પર ન થૂંકવા, માર્ગ વચ્ચે અને વૃક્ષો નીચે મળ-મૂત્ર ન કરવા અને રસ્તામાંથી નુકસાન પહોંચાડનારી વસ્તુઓને દૂર કરવાની તાલીમ આપી. હઝરત અબૂ મૂસા અશ્‌અરી ગવર્નર બની બસરા પહોંચ્યા તો તેમણે કહ્યું હઝરત ઉમર રદિ.એ મને આપ લોકો સમક્ષ મોકલ્યો છે કે જેથી હું તમને કુઆર્ન અને આપ સ.અ.વ.ના તરીકા શીખવાડું, અને તમારા રસ્તાઓને સ્વચ્છ રાખું.” આ જ રીતે આપે હલાલ ભોજન ખાવા અને હરામથી દૂર રહેવાનું શિક્ષણ આપ્યું છે.

“ખાઓ અમારી આપેલી શુદ્ધ અને પવિત્ર રોજી અને તેને ખાઈને વિદ્રોહી ન બનો, નહીં તો તમારા ઉપર મારો પ્રકોપ તૂટી પડશે, અને જેના ઉપર મારો પ્રકોપ તૂટી પડ્યો, તે પછી નાશ પામીને જ રહ્યો.” (સૂરઃતાહા-૮૧)

ઇસ્લામે દારૂને હરામ ઠેરવ્યો જે રોગોનું મૂળ છે. આપ સ.અ.વ. ખાવા પીવાની વસ્તુઓને ઢાંકીને રાખતા અને ખાવામાં ઓછામાં ઓછી આંગળીઓનો ઉપયોગ કરતા હતા. હઝરત અનસ રદિ. ફરમાવે છે કે આપ સ.અ.વ. પાણી પીવા દરમ્યાન ત્રણ શ્વાસ લેતા હતા. અને કહ્યું કે નિશંકઃ આપ સ.અ.વ. એ આ વાતની મનાઈ ફરમાવી કે કોઈ વ્યક્તિ ઊભી થઈને પીએ.

વાતાવરણની સ્વચ્છતાઃ

આજે ઘણી બધી બીમારીઓનું મૂળ કારણ પાણી અને હવાનું પ્રદૂષણ છે. ઔદ્યોગિકરણના કારણે પર્યાવરણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ઇસ્લામે વસ્તુઓનો બેફામ ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. દરેક બાબતમાં સંસારની તુલાને જાળવી રાખવાની તાલીમ આપી છે.

“આકાશને તેણે ઊંચું કર્યું અને તુલા સ્થાપિત કરી દીધી. તેનો તકાદો એ છે કે તમે તુલામાં વિક્ષેપ ન નાખો, ન્યાયપૂર્વક સાચું તોલો અને ત્રાજવામાં દાંડી ન મારો.” (સૂરઃરહ્‌માન-૭,૮,૯)

રમત-ગમત

દરેક યુગમાં કોમ કે કબીલામાં રમત-ગમતનું મહત્ત્વ રહ્યું છે. વર્તમાન દુનિયા તો રમત-ગમતને બાળકોના અધિકાર તરીકે જુએ છે. વિવિધ પ્રકારની રમત રમવાથી મન પ્રફુલ્લિત અને આનંદમય રહે છે. ઇસ્લામે પણ તેને પ્રોત્સાહન આપ્યું છે. આપ સ.અ.વ.એ એ રમતો રમવાની મનાઈ કરી કે જેનાથી કોઈ લાભ થતો નથી. આપે તીરંદાજીને પ્રોત્સાહન આપ્યું અને ઘોડે સવારી શીખવાની તાલીમ આપી, આપ ઘોડેસવારી, ઊંટ સવારી, તીરંંદાજી, પેદલદોડ અને કુશ્તી વગેરેની સ્પર્ધાઓ કરાવતા અને ઇનામ પણ આપતા. આ જ રીતે આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે પોતાના બાળકોને તરવાનું શિક્ષણ આપો અને જે લડી શકતા હોય તેમને તીરંદાજી શીખવો. એક રિવાયતમાં છે કે આપ સ.અ.વ.એ તેમની પુનિત પત્ની હઝરત આયશા રદિ. સાથે દોડ લગાવી.

રોગ અને ઉપચાર

હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે માણસે પેટથી ખરાબ કોઈ વાસણ નથી ભર્યું. આદમના પુત્ર માટે અમુક કોળિયા પૂરતા છે જે તેની કમર સીધી રાખી શકે. જાે બહુ જરૂરી હોય તો એક તૃતિયાંશ તેના ભોજન માટે, એક તૃતિયાંશ તેના પીવા માટે અને એક તૃતિયાંશ તેના શ્વાસ લેવા માટે હોવું જોઈએ. એટલે પેટના ત્રીજા ભાગનું ખાવું જોઈએ. કેમ કે પેટનું બગાડ રોગોની જડ છે. નબી સ.અ.વ.એ ઉદાહરણ આપીને સમજાવ્યું કે “જઠર શરીરનું કુંડ જેવું છે અને નસો આ કુંડમાંથી સિંચન પામનારી છે. તેથી જાે જઠર બરાબર અને સ્વસ્થ હોય તો નસો પણ સ્વસ્થતાથી સિંચાઈને પાછી વળશે અને જાે જઠર જ ખરાબ અને રોગિષ્ટ હોય તો નસો બીમારી શોષીને પાછી આવશે.”. (બયહકી), આપ સ.અ.વ એ ફરમાવ્યું કે અલ્લાહે જે રોગ પણ ઉતાર્યો છે તેનો ઉપચાર (શિફા) પણ ઉતાર્યો છે. (બુખારી)

આ કથન લોકોને પ્રોત્સાહિત કરે છે કે તેઓ સંશોધનો કરે અને ઇલાજ શોધે. આપે ફરમાવ્યું જેનો ભાવાર્થ છે કે શિફા ત્રણ વસ્તુઓમાં છે, મધ પીવામાં, પછ્‌ના લગાવવામાં અને આગથી ડામવામાં. હું મારી ઉમ્મતને ડામ લગાવવાની ના પાડું છું. ઇસ્લામે તાલીમ આપી છે કે દવા અને દુઆ અસબાબ છે ફાયદો આપનારી જાત અલ્લાહની છે. તેની મરજી વગર કંઈ થતું નથી. અલ્લાહ ઉપર દૃઢ વિશ્વાસ રોગીમાં આત્મવિશ્વાસ પણ પેદા કરે છે.

સંક્રમિત રોગ અને રોકથામઃ

આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે જેના ઊંટ બીમાર હોય તે તેમને પાણી પીવાના સ્થાન (ઘાટ) પર ન લઈ જાય જ્યાં તંદુરસ્ત ઊંટ પાણી પીએ છે. સ્પષ્ટ છે કે જે વસ્તુઓથી સામાન્ય રીતે બીજાને નુકસાન પહોંચી શકતું હોય તેનાથી બચવાની ઇસ્લામે તાલીમ આપી છે. આ જ રીતે આપ સ.અ.વ.એ કહ્યું કે જુઝામી (રક્તપિત્ત)ના રોગીથી એ રીતે ભાગો જે રીતે સિંહથી ભાગો છો. (બુખારી).

એક વાર કબીલા સકીફથી એક પ્રતિનિધિમંડળ આપ સ.અ.વ.ના હાથ પર બેત કરવા (ઇસ્લામ સ્વીકારવા) આવ્યો જેમાં એક જુઝામી પણ હતો. તો આપ સ.અ.વ એ કહેવડાવ્યું કે મેં બેત કરી લીધી તમે પાછા જાઓ. આપ સ.અ.વ. એ તેમને સતત જાેવાની મનાઈ ફરમાવી અને કહ્યું કે જયારે તમે તેમનાથી વાત કરો તો તમારા અને એમના વચ્ચે એક ભાલાનું અંતર હોવું જોઈએ.

હઝરત ઉમર રદિ.એ એક જુઝામી સ્ત્રીને કા’બાનું તવાફ કરતાં જાેઈ તો કહ્યું કે હે અલ્લાહની બંદી લોકોને તકલીફમાં ન નાખ, જાે તું ઘરમાં જ રહેતી તો કેટલું સારૂં થાત. જુઝામી (રક્તપિત્ત વાળી વ્યક્તિ) ક્યાંય મોટી સંખ્યામાં હોય તો એક મોટા વિદ્વાન હાફિઝ ઇબ્ને હિજર ફરમાવે છે કે એક મત આ છે કે તેમને મસ્જિદો, જાહેર સ્થાનો અને સભાઓમાં જવાની મનાઈ કરવામાં આવશે. ઉસામા બિન ઝૈદ રદિ.ની રિવાયત છે, આપ સ.અ.વ. એ ફરમાવ્યું તમને જાણ હોય કે કોઈ સ્થાને તાઊન(પ્લેગ) છે તો ત્યાં ન જાવ અને તમે જ્યાં છો ત્યાં પ્લેગ ફેલાય તો તમે એ જગ્યાને છોડીને બીજી જગ્યાએ ન જાવ. (બુખારી)

સાદગીભર્યું જીવન જીવવાનું જે શિક્ષણ ઇસ્લામે આપ્યું છે વ્યક્તિ તેના ઉપર અમલ કરે તો ઘણાં બધા રોગોથી બચી શકે છે. આજે વિવિધ પ્રકારના રોગો માટે મૂળ રૂપે આપણી જીવનશૈલી જ જવાબદાર છે, તેને બદલવાની જરૂર છે. બીજું અલ્લાહની જાત પર દૃઢ વિશ્વાસ હોવો જાેઈએ. કોઈ પણ પ્રકારનો ભય મનમાં ન રાખવો જાેઈએ. શાંત અને સ્વસ્થ મન શરીરને ઘણાં રોગોથી દૂર રાખે છે. –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments