Sunday, September 8, 2024
Homeસમાચારરાજસ્થાન : "જય શ્રી રામ" અને "મોદી ઝીંદાબાદ" ન કહેવા પર મુસ્લિમ...

રાજસ્થાન : “જય શ્રી રામ” અને “મોદી ઝીંદાબાદ” ન કહેવા પર મુસ્લિમ વૃદ્ધને ખરાબ રીતે મારવામાં આવ્યા

રાજસ્થાનના સીકર શહેરમાં એક વૃદ્ધની લિંચિંગ કરવાની કોશિશની ઘટના સામે આવી છે.

સીકરના સદર પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર મુજબ 52 વર્ષીય ઓટો રિક્ષા ચાલક ગફ્ફાર દરરોજની જેમ સીકર પાસે એક જગ્યા નાની ઝિંગરમાં મુસાફરોને મૂકીને પરત સીકર આવી રહ્યા હતા. જ્યાં રસ્તામાં બે યુવકોએ તેમને હાથ દેખાડીને રોક્યા. તે કારમાં બેસ્યા હતા.

પીડિતે આગળ જણાવ્યું કે, “યુવકોએ મારી પાસેથી ગુટખા માંગી, મે તેને આપી દીધી. પરંતુ તે લોકોએ ન લીધી અને મને મારવા લાગ્યા અને મને ગાડીમાંથી બહાર નીકળીને ખરાબ રીતે મારવા લાગ્યા.”

પીડિત વૃદ્ધે જણાવ્યું કે, “મને મોદી ઝીંદાબાદ અને જય શ્રી રામના સૂત્રો પોકારવા પર મજબૂર કરવામાં આવ્યો. મારી દાઢીના વાળ ખેંચી અને ગાળો આપી. યુવકોએ કહ્યું કે અમે તમને પાકિસ્તાન મોકલીને જ રાહતની શ્વાસ લઈશું.”

પીડિત ગફ્ફારના ભત્રીજા શાહિદે જનમાનસ રાજસ્થાન સાથે વાત કરતા કહ્યું કે, “મારા કાકાને ખૂબ જ મારવામાં આવ્યા. તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. તે વાત કરવાની સ્થિતિમાં નથી. હાલમાં હોસ્પિટલમાં દાખલ છે.”

સીકરના સદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ 323, 341, 295A, 504, 506, 327, 382, 34 IPC ની 8 કલમોમાં કેશ દાખલ કરવામાં આવ્યો છે.

સદર પોલીસ સ્ટેશનના SI પુષ્પેન્દ્ર સિંહે જનમાનસ રાજસ્થાન સાથે વાત કરતા કહ્યું કે, “આ પ્રકરણમાં બે આરોપીઓ શંભુ અને રાજેન્દ્રની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે જ ઘટનામાં ઉપયોગ કરવામાં આવેલી કારને પણ જપ્ત કરી લીધી છે.”

ઘટના પર ચિંતા વ્યક્ત કરતા જમાતે ઇસ્લામી હિંદ રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ નાઝીમુદ્દીન એ કહ્યું કે, “આવી ઘટનાઓ સમાજમાં વૈમનસ્યતાના માહોલને વધારી રહી છે, જેનાથી કડવાશ વધશે.”

તેમણે કહ્યું કે, “આવા કાર્યો કરનારાઓને‌‌ કડકમાં કડક સજા મળવી જોઈએ અને સરકારને આવી ઘટનાઓ પર લગામ લગાવવા માટે કડક પગલાઓ લેવા જોઇએ.”

સાભારઃ ખાન ઇકબાલ – ઇન્ડિયા ટુમારો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments