Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગર્લ્સ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન (GIO) ગુજરાતના પ્રમુખ ડો. કૌસરનો...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગર્લ્સ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન (GIO) ગુજરાતના પ્રમુખ ડો. કૌસરનો સંદેશ

આજનો દિવસ વિશ્વભરમાં “મહિલા દિવસ” તરીકે મનાવવામાં આવશે. જ્યાં સ્ત્રીઓના સમ્માન, અધિકારો, સુરક્ષા, તેમની આત્મનિર્ભરતા જેવી બાબતો પર વિશ્વભરના ‌ જુદા – જુદા માધ્યમો પર ચર્ચા – વિચારણા થતી જોવા મળશે. આવી સ્ત્રીઓ પ્રત્યે ઉભરાતી તેમની લાગણીઓ અને સંવેદના જોઈને હૃદય સાંત્વના અનુભવે છે. આટલા બધા લોકો અમારા લીધે ચિંતીત અને કાર્યરત છે.

પણ જ્યારે હકીકતના સ્વપ્નનું વાદળ વિખરાતા જોતા – જોતા સામનો વાસ્તવિકતાથી કરવો પડે છે. અને તે અત્યંત દુઃખદાયક છે. જ્યારે વિશ્વભરમાં નારી સશક્તિકરણ અને નારીઓના મૂળભૂત અધિકારોના નારા ગુંજે છે, ત્યારે આપણી પાસે પેલેસ્ટાઇન(ફિલીસ્તીન), સુદાન અને આપણા દેશમાં મણિપુર જેવી જગ્યાઓ પર સ્ત્રીઓની સ્થિતિ પર વાત, ચર્ચા કે તેમની અવગણના કરવી પણ અપરાધ સમાન થઈ ગયું છે. સુદાનમાં સ્ત્રીઓને પોતાની રોજ – બરોજની જીવન જરૂરિયાતો, ખોરાક, પાણી, વસ્ત્રો, સ્વાસ્થય માટે પણ લાંબુ સંઘર્ષ કરવું પડે છે. ત્યાં તો તેમના શિક્ષણ અને સુરક્ષાને લઈને વાત કરવી એ પણ અસ્વીકાર્ય છે. પેલેસ્ટાઇનમાં થનાર યુદ્ધમાં અંદાજિત એક સરેરાશ આક્રમણ પ્રમાણે એક દિવસમાં 63 મહિલાઓને મારી નાખવામાં આવી રહી છે, જેમાંથી અંદાજિત 37 મહિલાઓ માતા છે. સ્ત્રીઓ સાથે બળાત્કારના કેસો, તેમના ઉપર હિંસા (શારીરિક અને માનસિક)ના બનાવોના હજાર કિસ્સાઓ જોવા મળે છે. જ્યાં માતાને જનની અને તેના પગના નીચે સ્વર્ગ માનવામાં આવતું હોય ત્યાં ગર્ભવતી મહિલાઓ પોતાની જાનના જોખમે કોઈપણ પ્રકારની સુવિધા વગર બાળકોને જન્મ આપવા માટે અને ઉછેર માટે લડી રહી છે. ભારતના મણિપુરમાં સ્ત્રીઓ સાથે થતો દુર્વ્યવહાર અને દુરાચાર આપણી સામે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ભારતમાં બળાત્કાર, ઘરેલુ હિંસા (30% મહિલાઓ) અને છેડતીના કેસોમાં વધારો નોંધાયો છે. આ વાસ્તવિકતાના ચિત્ર જોતા નારી સશક્તિકરણ, “બેટી બચાવો, બેટી પઢાઓ”, “નારી તું નારાયણી” જેવા સૂત્રો ખોખલા લાગે છે. અને વિશ્વભરમાં સ્ત્રીઓ માટે કામ કરતા સંગઠનોનું આ ઘટનાઓ પર મૌન રહેવું એમનું બેવડું વલણ દર્શાવે છે.

આ “મહિલા દિવસ” પર મમોટા પ્રોગ્રામ્સ, સભાઓ, સમ્માનો અને ઉત્સવોને ઉજવતા લોકોને કહીશ કે સુરક્ષા, સ્વાસ્થ્ય અને શિક્ષણ એ દરેક સ્ત્રીનો અધિકાર છે. અને તે કોઈ એક તબક્કા સુધી સિમિત ન રાખીને દરેક સ્ત્રીને એક સમાન નજરથી જોવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments