Thursday, June 20, 2024
Homeમાર્ગદર્શનશું ઇસ્લામ શાંતિનો વિરોધી છે? - ૧

શું ઇસ્લામ શાંતિનો વિરોધી છે? – ૧

રમઝાન સંદેશ – 10

આમ તો શાંતિ અને યુદ્ધની સમસ્યા માનવ જગત સાથે હંમેશાથી રહી છે, પરંતુ વીસમી સદીમાં તો માનવતા માટે જીવન- મૃત્યુની સમસ્યા બની ગયી છે. ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોનો અભ્યાસ કરીશું તો સમજાઈ જશે કે વાસ્તવમાં આ પ્રશ્ન કોઈ વિશેષ ધર્મ કે સભ્યતા સાથે સંબંધ ધરાવતો નથી, બલ્કે સામૂહિક માનવ જીવન સાથે તે વણાઈ ગયેલો છે. અહી મૂળ પ્રશ્ન એ છે કે આ પ્રશ્નનો સરળતાથી અને સ્વાભાવિક ઉકેળ કોઈ ધર્મ, કોઈ સભ્યતા કે પછી કોઈ રાજકીય વ્યવસ્થા લાવી શકવા સમર્થ છે? વર્તમાન પરિÂસ્થતિ જોઈને જો કોઈ એવું કહેતું અથવા સમજતું હોય કે આ પરિÂસ્થતિ ઇસ્લામ અને મુસલમાનોના કારણે ઊભી થઈ છે, તો વાસ્તવમાં પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની રીત અને તેના માપદંડો ખોટા છે. પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે કે માનવતા આજે ત્રીજા વિશ્વ યુદ્ધના કિનારે છે, તો તેનું મોટં કારણ પશ્ચિમી દેશોની નીતિઓ છે. Ruth Leger Sivard “World military and social Expenditures” (1985, Washington DC, World Properties, 1985:5) નોંધે છે કે “ વૈશ્વિક બિરદારીની દૂઃખદાયી અને કષ્ટદાયક પરિસ્થિતિના ભોગે પણ શાસ્ત્રોનું ઉત્પાદન નિરંતર થતું રહે છે….. અત્યાચાર અને હિંસામાં વધારો થઈ રહ્યો છે. યુદ્ધો સતત વધી રહ્યા છે અને તેમાં વધુ ને વધુ લોકો મારી રહ્યા છે, પાછલા ચાલીસ વર્ષોમાં જેટલા મૃત્યુ થયા છે, તે બીજા વિશ્વ યુદ્ધની સરખામણીમાં ચાર ગણા છે.

શાંતિ માટે અંગ્રેજીમાં ‘Peace’ શબ્દનો ઉપયોગ થાય છે. તેના અર્થ અને અર્થઘટનની રીતે તે પોતાનામાં વ્યાપક છે. તેથી તેનો ઉપયોગ મનુષ્યની વ્યકિગત સ્થિતિથી લઈને વિશ્વની પરિસ્થિતિ સુધી થાય છે.

આ પરિસ્થિતિમાં કોઈ એવી વ્યવસ્થાની જગતને જરૂરત છે, જે વ્યક્તિથી લઈને સમૂહ અને દેશથી લઈને વૈશ્વિક સ્તર સુધી શાંતિની ભાવનાને પ્રબળ બનાવે, યુદ્ધ અને અશાંતિ તથા હિંસાચાર અને અત્યાચાર ઉપર અંકુશ મૂકે અને લોકોના દિલોમાં ભાઈચારા, હમદર્દી, પ્રેમ, પરસ્પર સહયોગ જેવી ભાવનાઓને પોષે અને તે દ્વારા દુનિયામાં સુખ-ચેનની સ્થિતિને બહાલ કરે.

શાંતિ, અમન અને સલામતીનો દૃષ્ટિકોણ ઇસ્લામ ધર્મનો પાયાનો દૃષ્ટિકોણ છે. આ દૃષ્ટિકોણ તેના સ્વભાવથી ઊંડો સંબંધ ધરાવે છે. જીવન અને મનુષ્ય અંગે ઇસ્લામની પુર્ણ વિચારધારા સાથે તેનો મજબૂત સંબંધ છે. ઈસ્લામનું મૂળ સ-લ-મ છે, અને તે કાર્યોનું ઉદ્‌ગમ છે. સ-લ-મ નો અર્થ ખુલ્લા અને છુપા પાપોથી તેમજ દોષો અને ત્રુટિઓથી બચવું, માથું ઝુકાવી દેવું, સમર્પિત કરી દેવું, કબુલ કરી લેવું તથા શાંતિ અને સલામતી થાય છે. ‘ઇસ્લામ’નો ‘શાંતિ’ અને સલામતી’થી સંબંધ સ્પષ્ટ કરતાં મુસ્લિમ વિદ્વાન મૌલાના સદ્‌રુદ્દીન ઇસ્લાહી કહે છે,

 “ ઇસ્લામનો શાંતિ અને સલામતી સાથે એજ સંબંધ છે , જે સૂર્યથી પ્રકાશ અને ગરમીનો છે. ઇસ્લામ શબ્દ પોતે સ્પષ્ટ કરે છે કે જે સ-લ-મ થી બન્યો છે. તેથી શાંતિ અને સલામતી તો તેના ખમીરમાં ઓત પ્રોત છે.” (મારકાએ ઇસ્લામ ઔર જાહિલિયત ૧૮૬)


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments