પેલેસ્ટાઇન સળગી રહ્યું છે, તડપી રહ્યું છે, ચીસો પાડી રહ્યું છે, રડી રહ્યું છે, પરંતુ આ બધું હોવા છતાં, તે સંપૂર્ણ મક્કમતા સાથે તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. જાે આપણે માનવ ઇતિહાસમાં આપણા અસ્તિત્વ અને અધિકારો અને સ્વતંત્રતાના રક્ષણ માટેની લડત પર એક નજર કરીએ તો તેમાં મૂળભૂત રીતે બે વૃત્તાંત (Narrative) ઊભરી આવે છે. એક છે શાંતિપૂર્ણ પ્રતિકાર દ્વારા યુદ્ધ લડવામાં આવે, અને બીજો વૃત્તાંત સતત રક્ષણાત્મક પગલાં લેવાનો અને શાંતિ અને ન્યાય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અત્યાચારી સામે સંઘર્ષ ચાલુ રાખવાનો. જુદા જુદા વિચારો, જુદી જુદી માનસિક પૃષ્ઠભૂમિ અને અલગ-અલગ સ્વભાવથી ભરેલી આ દુનિયામાં એવા લોકો છે જેઓ બંને પ્રકારના વૃતાંતને મજબૂત રીતે રજૂ કરે છે. અને ખુલ્લેઆમ તેનું સમર્થન અને વિરોધ કરે છે.
હાલના ઇઝરાયલ- પેલેસ્ટાઇન સંઘર્ષ ઉપર પણ વિશ્વભરના બૌદ્ધિકો, દેશો અને રાષ્ટ્રો આ બે વૃત્તાંતમાં વહેંચાઈ ગયા છે. તે આશ્ચર્યજનક છે કે કેટલાક લોકો શાંતિપૂર્ણ પ્રતિકારની સલાહ આપતા પેલેસ્ટાઇનને નિશાન બનાવે છે, પરંતુ ઇઝરાયલ પર એક તરફી મૌન છે. મુખ્ય પ્રશ્ન એ છે કે આવી સમસ્યામાં આપણું વલણ શું હોવું જાેઈએ? અમે માનીએ છીએ કે પ્રતિકાર સંઘર્ષ અથવા શાંતિપૂર્ણ પ્રતિકાર બંનેના વર્તનમાં પૃષ્ઠભૂમિ, નૈતિક મૂલ્યો, કાયદાનું પાલન અને ન્યાયની આવશ્યકતાઓને ધ્યાનમાં લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આપણે બેમાંથી જે પણ વલણ અપનાવીશું તે ખરેખર ન્યાયોચિત વલણ હશે.
પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષના ઇતિહાસ પરથી ખૂબ જ સ્પષ્ટ છે કે ઇઝરાયલ સતત આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા ૭૫ વર્ષમાં ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં જે ક્રૂરતા અને બર્બરતા આચરી છે તે કોઈનાથી છુપી નથી. યુએનની વેબસાઇટ્સ અને વિવિધ મીડિયા રિપોર્ટ્સના આંકડા, તસવીરો અને વીડિયો આ ર્નિદયતાને સ્પષ્ટ રીતે વર્ણવે છે. એવું નથી કે આ ૭૫ વર્ષોમાં કોઈ શાંતિ સમજૂતી અને પ્રયાસો થયા નથી. ૧૯૪૮ના યુએન ઠરાવ, ઓસ્લો કરાર અને અને અસંખ્ય શાંતિ પરિષદો થયા છતાં, ઇઝરાયલે કરારનું ઉલ્લંઘન કરીને પેલેસ્ટાઇન ઉપર ગેરકાયદેસર કબજાે જમાવ્યો, પેલેસ્ટાઇનનો વિસ્તાર જે યુએન ટેરિટરીઝમાં સામેલ છે, તેના પર હુમલો કરવામાં આવ્યો , અક્સા મસ્જિદની પવિત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ઇઝરાયલી સૈનિકો અને નાગરિકો દ્વારા પેલેસ્ટાઇનીઓની હેરાનગતિ કરવામાં આવી. યુવાનો પર જુલમ કરવામાં આવ્યો, તેમની જમીન કબજે કરવામાં આવી છે અને ત્યાંના નાગરિકોને ભગાડી મૂકવામાં આવ્યા છે. આ બધું શાંતિ કરારો હોવા છતાં થઈ રહ્યું છે. અને જ્યારે પેલેસ્ટાઇનીઓ આ ક્રૂરતાનો જવાબ આપે છે ત્યારે વિશ્વ તેમને કઠેરામાં ઊભા કરી દે છે અને પછી ઇઝરાયલને જાેઈતી લડવાની તક મળી જાય છે અને તે લોહિયાળ રમત શરૂ કરી દે છે. એવું નથી કે ઇઝરાયલ આ બધું પ્રતિક્રમણ તરીકે કરી રહ્યું છે. ઇઝરાયલની સ્થિતિ આ છે કે તે પેલેસ્ટાઇનીઓના સ્વતંત્ર રાજ્યના અસ્તિત્વને માન્યતા આપી શકતું નથી. તે પેલેસ્ટાઇનના અસ્તિત્વને પોતાના માટે ખતરો માને છે. તેથી તેને સતત સમાપ્ત કરી દેવાની પ્રક્રિયામાં લાગેલું રહે છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ બે મહિના પહેલાં એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે.
આ તમામ પાસાઓ સામે રાખો અને હવે નક્કી કરો કે પેલેસ્ટાઇન માટે યોગ્ય વલણ શું છે. શું તેને શાંતિપૂર્ણ રીતે પ્રતિકાર કરતી વખતે પોતાને ઇઝરાયલનું ગુલામ બનવાની છૂટ આપવી જાેઈએ કે પછી તેણે પોતાના જીવન, મિલકત, ગૌરવ અને અધિકારોની સુરક્ષા માટે રક્ષણાત્મક પગલાં લેવા જાેઈએ? પોતાના અસ્તિત્વની રક્ષા માટે લડનારાઓને દુનિયાનો કયો કાયદો અને વ્યવસ્થા વખોડે છે? યુનાઇટેડ નેશન્સથી લઈને લોકતાંત્રિક દેશોના બંધારણો સૌ, મહાન બુદ્ધિજીવીઓથી લઈને સામાન્ય માણસ સુધી દરેક તેને પોતાનો સ્વાભાવિક અધિકાર માને છે. તો પછી શા માટે આપણે પેલેસ્ટાઇનના કિસ્સામાં આટલા પક્ષપાતી, આટલા પસંદગીયુક્ત અને આટલા અસંવેદનશીલ બનીએ છીએ ? હકીકત આ છે કે અત્યારે પેલેસ્ટાઇનમાં જે થઈ રહ્યું છે તે ઇઝરાયલની આક્રમકતા અને બર્બરતાનું પરિણામ છે. આથી ઇઝરાયલને કઠેરામાં ઊભા રાખવું જાેઈએ. તેને સવાલ પૂછવો જાેઈએ, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જાેઈએ, નહીં કે ઇઝરાયલને જુલ્મ કરવાની સ્વતંત્રતા અને તેના વિરુદ્ધ સંઘર્ષ કરનારા નિર્દોષ પેલેસ્ટાઇનને નિશાન બનાવવામાં આવે. અમે એવું નથી કહેતા કે સામાન્ય નાગરિકોને મારવા એ ખોટું નથી, તે ચોક્કસપણે ખોટું છે, ગેરવાજબી રીતે કોઈ માનવીની હત્યા કરવી એ પણ ખોટું છે, પરંતુ આ અત્યાચારનો બીજ વાવનાર ઇઝરાયલ તમામ સમજૂતીઓ અને આંતરરાષ્ટ્રીય કરારોની અવગણના કરીને નરસંહાર ચાલુ રાખે છે. તેની સામે અવાજ ઉઠાવવાને બદલે નિર્દોશ પેલેસ્ટાઇનીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે ન્યાયની વિરુદ્ધ છે. આપણે હિતો, પૂર્વગ્રહો અને સાંપ્રદાયિકતાથી પર થઈને ન્યાય પર આધારિત વલણ અપનાવવું જાેઈએ.
તેથી, ન્યાયની પ્રથમ આવશ્યકતા એ છે કે પેલેસ્ટાઇની શું કરી રહ્યા છે તેને વાસ્તવિકતાના દૃષ્ટિકોણથી જાેવામાં આવે. લેખની શરૂઆતમાં જ સૈદ્ધાંતિક રીતે કહેવામાં આવ્યું છે કે શાંતિપૂર્ણ પ્રતિકાર અને પ્રતિકાર સંઘર્ષ વચ્ચે કયું વલણ અપનાવવું જાેઈએ તે પૃષ્ઠભૂમિ અને સંજાેગો સાથે સંબંધિત છે. વ્યવહારિક પરિસ્થિતિને અવગણીને અભિપ્રાય બનાવવો યોગ્ય નથી. ન્યાયની બીજી આવશ્યકતા એ છે કે પેલેસ્ટાઇનને મજબૂત સમર્થન હોવું જાેઈએ અને ઇઝરાયલનો મજબૂત વિરોધ હોવો જાેઈએ. આ સંજાેગોમાં મૌન અને દંભ એ અનૈતિક વર્તન છે. દુર્ભાગ્યે આપણા દેશમાં મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રોપેગન્ડા દ્વારા પેલેસ્ટાઇનન વિરુદ્ધ ફેક ન્યૂઝ વાયરલ થયા છે, જેના પરથી તેમની માનસિકતાનો અંદાજ આવે છે. ન્યાયની ત્રીજી આવશ્યકતા એ છે કે આપણે માનવીય કરુણા દાખવીને સમગ્ર દેશમાં પેલેસ્ટાઇનીઓના જુલમ સામે શાંતિપૂર્ણ ધરણા કરીને તેઓની સાથે એકતા દાખવીએ. કહેવાનો મતલબ એ છે કે માનવતા ખાતર જીવંત વિવેકનો પુરાવો આપીને આપણે આપણાં સંસાધનો અને શક્તિના પ્રમાણમાં જે કંઈ કરી શકીએ તે કરવું જાેઈએ. •••
ઇઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ અને ન્યાય આધારિત વલણ
RELATED ARTICLES