Saturday, February 24, 2024
Homeપયગામપેલેસ્ટાઇનઃ વાસ્તવિકતાના દર્પણમાં

પેલેસ્ટાઇનઃ વાસ્તવિકતાના દર્પણમાં

પેલેસ્ટાઈનનો ધાર્મિક વારસો

પેલેસ્ટાઇન એટલે પયગંબરોની પવિત્ર ધરતી. હઝરત ઇબ્રાહીમ અ.સ.થી લઈ હઝરત ઈસા અ.સ. સુધી કુઆર્નમાં વર્ણવેલ નબીઓ (ઈશદૂતો)માં એક મોટી સંખ્યા એ નબીઓની છે જેમનો સંબંધ કોઈક ને કોઈક રીતે આ ભાગ સાથે રહ્યો છે. આ બધા મુસ્લિમ હતા.
કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “અમે તૌરાત અવતરિત કરી જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા. બધા જ પયગંબરો, જેઓ મુસ્લિમ હતા, તેના જ અનુસાર આ યહૂદીઓના મામલાઓનો ફેંસલો કરતા હતા” (સૂરઃ માએદા-૫ઃ૪૪)
ત્રણેય ધર્મો હઝરત ઇબ્રાહીમ અ.સ. સાથે પોતાનો સંબંધ જાેડે છે. હઝરત ઇબ્રાહીમ અ.સ.એ સમગ્ર અરેબિયન આઇલેન્ડ ઉપર એક અલ્લાહની બંદગી કરવા અને તેનું આજ્ઞાપાલન કરવાનું આમંત્રણ આપ્યુ હતું. હઝરત ઇબ્રાહીમ અ.સ.ના બીજા પુત્ર હઝરત ઇસ્હાક અ.સ. પેલેસ્ટાઇનમાં સ્થાપિત થયા. આપના પુત્ર હઝરત યાકૂબ અ.સ. હતા. તેમનું ઇબ્રાની નામ ઇસરાઈલ (ઇસરા એટ્‌લે બંદો ઈલ એટલે અલ્લાહ) હતું તેથી તેમની સંતાનો બની ઇસરાઈલ તરીકે ઓળખાઈ. આપની કર્મભૂમિ કન્‌આન હતી. તેમના વંશજાેમાંથી જેમ જેમ લોકો વાસ્તવિક માર્ગદર્શનને ભૂલતા ગયા તેમ તેમ આપના શિક્ષણને પુનર્જીવિત કરવા માટે અલ્લાહે બની ઇસરાઈલમાંથી બીજા નબીઓ મોકલ્યા જેમાં હઝરત યૂસુફ અ.સ., હઝરત ઐયૂબ અ.સ., હઝરત મૂસા અ.સ., હઝરત દાઊદ અ.સ., હઝરત સુલેમાન અ.સ., હઝરત ઈસા અ.સ. વગેરે પયગંબરોનો સમાવેશ થાય છે. મૂસા અ.સ.ના અનુયાયીઓમાંથી યહૂદા નામના એક વ્યક્તિથી યહૂદી ધર્મની સ્થાપના થઈ અને ઈસા અ.સ.ના અનુયાયીઓએ આગળ જઈ ઈસાઈ (ખ્રિસ્તી) ધર્મની રચના કરી.
કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “કે પછી તમારૂં કહેવું એમ છે કે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ અને યાકૂબના સંતાનો સૌ કોઈ યહૂદી અથવા ખ્રિસ્તી હતા ?” કહો, ”તમે વધારે જાણો છો કે અલ્લાહ?” તે વ્યક્તિ કરતાં વધારે જાલિમ કોણ હશે, જેના પાસે અલ્લાહ તરફથી એક સાક્ષી હોય અને તે તેને છુપાવે?” (સૂરઃ બકરહ, ૧૪૦)
“અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેના પર ઈમાન લાવો. આ તે ગ્રંથના સમર્થનમાં છે જે તમારા પાસે અગાઉથી મોજૂદ હતો, એટલા માટે સૌ પ્રથમ તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ.” (સૂરઃ બકરહ-૨ઃ ૬૧)
ઇબ્રાહીમ અ.સ. વિશે પ્રકાશ પાડતા અલ્લાહ ફરમાવે છે, “ઇબ્રાહીમ ન યહૂદી હતો ન ખ્રિસ્તી, પરંતુ તે તો એક એકાગ્ર મુસ્લિમ (આજ્ઞાંકિત) હતો. અને તે કદાપિ મુશ્રિકોમાંથી ન હતો. ઇબ્રાહીમ સાથે સંબંધ રાખવાનો સૌથી વધુ અધિકાર જાે કોઈને પહોંચે છે, તો તે એ લોકોને પહોંચે છે જેમણે તેનું અનુસરણ કર્યું અને હવે આ નબી અને તેના અનુયાયીઓ આ સંબંધના વધુ હક્કદાર છે.” (સૂરઃ આલે ઇમરાન આયતો- ૬૭,૬૮)
“હે નબી ! કહો, ”અમે અલ્લાહને માનીએ છીએ, તે શિક્ષણને માનીએ છીએ જે અમારા પર અવતરિત કરવામાં આવ્યું છે, તે શિક્ષણને પણ માનીએ છીએ જે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ અને યાકૂબના સંતાનો પર અવતરિત થયું હતું, અને તે માર્ગદર્શન પર પણ ઈમાન ધરાવીએ છીએ જે મૂસા અને ઈસા અને બીજા પયગંબરોને તેમના રબ તરફથી પ્રદાન કરવામાં આવ્યું. અમે તેમના વચ્ચે ભેદ કરતા નથી અને અમે અલ્લાહના આજ્ઞાંકિત (મુસ્લિમ) છીએ.” (સૂરઃ આલે ઇમરાન-૮૪)
ખાનએ કા’બાની જેમ બૈતુલ મકદિસ પણ અલ્લાહનું ઘર છે. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ પાસે ઇબ્રાહીમ અ.સ.નો જે વૈચારિક અને ધાર્મિક વારસો હતો જેને બની ઇસરાઈલ અને ખ્રિસ્તીઓ ભૂલી ગયા અને તેને હઝરત મુહમ્મદ એ વિશુદ્ધ રૂપે પ્રસ્થાપિત કર્યો. તેથી તેના ઉપર પેલેસ્ટિનિયન મુસલમાનોનો હક છે.

મુસલમાનોનો બેતુલ મકદિસ સાથે સંબંધ

આમ તો ત્રણેય ધર્મો ઇબ્રાહીમ અ.સ. સાથે સુસંગત છે. પરંતુ ધાર્મિક વારસા તરીકે મુસલમાનો સાથે તેનો સંબંધ અતૂટ છે. તે મુસલમાનોનો પ્રથમ કિબ્લો છે. આ બાજુ મોઢું કરી શરૂઆતમાં નમાઝ પઢતા હતા. એક રિવાયતમાં છે,જ્યારે અલ્લાહના રસૂલ મદીના આવ્યા, ત્યારે સોળ કે સત્તર મહિના સુધી આપે બૈતુલ મકદિસ તરફ ચેહરો કરી નમાઝ અદા કરી. (તિર્મિઝી ૩૪૦)
બૈતુલ મકદિસનું નિર્માણ હઝરત સુલેમાન અ.સ.ના જમાનામાં થયું. હઝરત અબૂઝર રદિ.કહે છે કે મે પૂછ્યું, હે અલ્લાહના રસૂલ ! પૃથ્વી પર સૌ પ્રથમ કઈ મસ્જિદ બાંધવામાં આવી છે? આપે કહ્યુંઃ મસ્જિદે હરામ (મક્કા, જ્યાં મુસલમાનો હજ પઢવા જાય છે). મેં પૂછ્યુંઃ તે પછી કઈ? આપે કહ્યુંઃ અલ-અક્સા મસ્જિદ. હઝરત મુહમ્મદ એ કહ્યું કે ત્રણ મસ્જિદો એવી છે જ્યાં નમાઝ પઢવી બીજી મસ્જિદોમાં ૧૦૦૦ નમાઝ પઢવાથી અફઝલ છે. તેમાં મસ્જિદે હરમ (મક્કા), મસ્જિદે નબવી (મદીના) અને મસ્જિદે અક્સા (પેલેસ્ટાઈન) છે. એક સહાબી રદિ.એ પ્રશ્ન કર્યો મારી ત્યાં જવાની ક્ષમતા ન હોય તો શું કરું? આપ સ.અ.વ, એ ફરમાવ્યું, તેલ જ ભેંટ રૂપે મોકલી આપો જે ત્યાં કામ લાગે (ઇબ્ને માજા)

ખોટી દલીલ

પેલેસ્ટાઇનની જમીન એક ધાર્મિક વારસો છે જેનો મૂળ સંબંધ હઝરત ઇબ્રાહીમ અ.સ. સાથે છે અને હવે તેમના સાચા વંશ જ મુસલમાન છે. કેટલાક લોકો કહે છે કે પેલેસ્ટાઇન યહૂદીઓની જમીન હતી, તેમને મળવી જાેઈએ. આ દાવો તદ્દન ખોટો છે. પેલેસ્ટીનીઓ હઝરત ઇબ્રાહીમ અ.સ.ના પહેલાંથી ત્યાં વસતા હતા. કોઈ એવું સમજતું હોય કે પેલેસ્ટીનીઓ ઇસ્લામી વિજયકાળમાં ત્યાં આવી ને વસ્યા તો તે દાવો તદ્દન ખોટો છે. યહૂદીઓ મૂળ કન્‌આન અને ઈરાકના હતા જેમણે ઈ.પૂ. અહીં આવીને કબ્જાે કર્યો હતો. તેઓ ક્યારેય આ ધરતી પર રાજ કરતા ન હતા; તેથી આ તેમનો હક છે જો આ દાવાને સાચો ઠેરવવામાં આવે તો ભારત ઉપર આજે અંગ્રેજાે, સ્પેન ઉપર મુસ્લિમો અને અમેરિકા ઉપર રેડઇંડિયન દાવો કરી શકે.

ટૂંકો ઇતિહાસ

ઈ.પૂ. ૯૭૦માં અલ્લાહના નબી હઝરત સુલેમાન અ.લ.ની પેલેસ્ટાઇનમાં વિશાળ હકૂમત હતી. તેમના અનુયાયીઓ તેમના પછી વિખવાદમાં પડ્યા અને તેમની પકડ કમજાેર થતી ગઈ. ઈ.પૂ. ૫૮૭માં બખતેનસરે તેમને તબાહ-બરબાદ કર્યું અને બની ઇસરાઇલને કેદી બનાવવામાં આવ્યાં. અમુક વર્ષો પછી ફરી પાછા સત્તામાં આવ્યાં. અને ઈ.પૂ. ૧૩૫માં રોમન રાજાએ તેમને કાઢી મૂક્યો. ઈ.સ. ૪૦૦ થી ૬૩૪ સુધી આ વિસ્તાર બાયઝન્તીન આધીન રહ્યો. ઈ.સ. ૬૩૬માં યરમૂકના યુધ્ધ પછી આ વિસ્તારને સ્વતંત્રતા અપાવવામાં આવી. ત્યાર પછી ઈ.સ. ૬૩૮માં હઝરત અબૂ ઉબાદહ રદિ., હઝરત ખાલિદ બિન વલીદ રદિ. અને હઝરત ઉમરું બિન અલ આસ જેવા સહાબા રદિ.ના નેતૃત્વમાં મુસલમાનોએ તેના પર વિજય મેળવ્યો. પેલેસ્ટાઇનના પાદરીઓએ કહ્યું કે જાે તમારા ખલીફા જાતે આવે તો અમે બૈતુલ મકદિસની ચાવીઓ આપી દઈશું. તેથી હઝરત ઉમર રદિ. તેમના ગુલામ સાથે નીકળ્યા અને બંનેની સમજૂતી મુજબ જ્યારે પેલેસ્ટાઇનમાં દાખલ થવાનો સમય આવ્યો ત્યારે ઊંટ ઉપર ગુલામને બેસવાનો વારો હતો. ગુલામે ખૂબ જ જીદ કરી પણ હઝરત ઉમર રદિ. ન માન્યા અને એવી જ રીતે શહેરમાં દાખલ થયા. આ દૃશ્ય જાેઈને ત્યાનાં સરફોનેવસી પાદરી કહેવા લાગ્યા કે અમને પહેલાંથી આ જાણ કરવામાં આવી હતી કે જયારે એ વિજેતા આવશે તો તેનો ગુલામ સવારી ઉપર સવાર હશે અને તેમણે પોતે સવારીની નકેલ પકડી હશે. આ સમય ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે કરાર થયો અને ખ્રિસ્તીઓને તેમનો ધર્મ પાળવા સાથે ત્યાં રહેવાની પરવાનગી આપવામાં આવી. ખ્રિસ્તીઓની માગણી મુજબ યહૂદીઓને દેશનિકાલ કરવામાં આવ્યો અને બીજા સ્થાને તેમને વસાવવામાં આવ્યા. ત્યાર પછી ૧૧મી સદીમાં સલીબી(ક્રૂઝેડ) યુદ્ધો શરૂ થયા અને ઈ.સ. ૧૦૯૯માં ખ્રિસ્તીઓએ બૈતુલ મકદિસ કબ્જે કર્યુ અને મોટાપાયે કત્લેઆમ કરી. તેમાં ૭૦ હજાર મુસલમાનો શહીદ થયા. એટલું જ નહિ આગામી વર્ષોમાં તેમણે મુસલમાનો ઉપર ખૂબ જ જુલ્મ કર્યા. આ ઘટનાના આસરે ૯૧ વર્ષ પછી નૂરૂદ્દીન જંગીના જાંબાજ સિપેહસાલાર સલાહુદ્દીન ઐયૂબી રહ. એ સીરિયા અને બૈતુલ મકદિસ પર વિજય મેળવ્યો અને લોકો સાથે ઇસ્લામી શિક્ષણ મુજબ દયાનુ વર્તન કરવામાં આવ્યું. ત્યારથી આ સમગ્ર વિસ્તાર મુસલમાનોના આધીન છે. તેના ઉપર ઉમવી અને અબ્બાસી ખલીફાઓએ શાસન કર્યા. ઈ.સ. ૧૫૧૬માં ઉસમાની શાસને તેને પોતાનો ભાગ બનાવી લીધો. હઝરત ઉમર રદિ.ના જમાનાથી ખિલાફત એ ઉસ્માનિયાના પતન સુધી કોઈ યહૂદી પેલેસ્ટાઇનમાં જમીન ન’હોતો ખરીદી શકયો. ખિલાફતે ઉસ્માનિયાનો અંતિમ શાસક અબ્દુલ મજીદ ખાન હતો. યહૂદીઓએ જાેયું કે પેલેસ્ટાઇન ઉપર તેની પકડ ઢીલી પડી રહી છે અને સલ્તનત ઉપર લેણું ખૂબ વધી ગયું છે. તેથી એક પ્રતિનિધિ મંડળ તેમને મળવા ગયું અને પેલેસ્ટાઇનમાં યહૂદી રાજ્ય બનાવવાના બદલામાં રાજયનું સમગ્ર દેવું અદા કરવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ સુલતાને પગ રગડીને કહ્યું કે ઘન દૌલતના ભંડાર આપો તો પણ આટલી માટી સુદ્ધાં ન આપું.
ઈ.સ. ૧૪૮૧ સુધીમાં ઉસ્માની (ઓટ્ટોમન) સામ્રાજ્યના પ્રદેશમાં મોટાભાગના બાલ્કન દ્વીપકલ્પ અને આખા એનાતોલિયાનો સમાવેશ થતો હતો. ઈ.સ. ૧૪૮૧ થી ઈ.સ. ૧૬૮૩ના બીજા મહાન વિસ્તરણ સમયગાળા દરમિયાન, ઓટ્ટોમન તુર્કોએ સીરિયા, ઇજિપ્ત, આધુનિક ઇરાક અને હંગેરીનો પ્રદેશ જીતી લીધો. આરબ દ્વીપકલ્પમાં પેલેસ્ટાઇન, બેહરીન, ઇરાક, જાેર્ડન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી આરબ, યુ.એ.ઈ. (અબૂધાબી, દુબઈ, શારજાહ, અજમાન, અલકુવઇન, ફૂજેરાહ, ખઇમહ), ઈરાનનો સાઉથ વેસ્ટ અને યમન દેશો સામેલ છે. ઈ.સ. ૧૫૧૬ થી ઈ.સ. ૧૮૦૦ સુધીમાં આરબ દ્વીપકલ્પના જાેર્ડન, પેલેસ્ટાઇન, ઇરાક, વગેરે ઉસ્માની શાસન હેઠળ હતા. જેમ જેમ ઉસ્માની શાસન નબળું પડ્‌તું ગયું તેમના હાથમાંથી વિવિધ વિસ્તારો (વિયેના, આસ્ટેરિયા,ગ્રીક) નીકળી ગયા.
આરબો અને તુર્કો વચ્ચે જે પૂર્વગ્રહ જાેવા મળતો હતો, રાષ્ટ્રવાદના પવન ફૂકાયા તો તુર્કોથી આરબો વચ્ચે અંતર વધ્યું. ઉસ્માની શાસન હેઠળના આરબ વિસ્તારોને સ્વતંત્ર કરાવી તેઓ વિશાળ આરબ દ્વીપ બનાવવા માગતા હતા. ૨૦મી સદીની શરૂઆતમાં જ (ઈ.સ. ૧૯૧૪-૧૯) વિશ્વ ઉપર યુદ્ધના પડછાયા પડ્યા. એક બાજુ મિત્ર રાષ્ટ્રો (Allies) જેમાં બ્રિટન, ફ્રાંસ, રશિયા, યુ.એસ.એ., જાપાન વગેરે દેશો હતા અને બીજી તરફ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, વગેરે હતા. ઉસમાની શાસને જર્મનીને સાથ આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સાથી દેશોનો વિજય થયો તેથી ઉસ્માની શાસન વ્યવસ્થા તૂટી પડી અને તેના આધીનમાં આવતા વિસ્તારો બ્રિટન, ફ્રાંસ અને રૂસે વહેચી લીધા. ૧૯૧૭માં સાથી દેશોની ફોજાે પેલેસ્ટાઇનમાં ઘૂસી ગઈ અને આ વિસ્તાર બ્રિટેનના કબ્જા હેઠળ આવ્યો. આ યુદ્ધમાં સાઉદી આરબના શરીફ હુસૈન બિન અલીએ આરબલેન્ડને સ્વતંત્રતા અપાવવાના કરાર સાથે બ્રિટનનો સાથ આપ્યો. પરંતુ બ્રિટને સાઉદી સાથે દગો કર્યો. આરબદ્વીપ ખિલાફતે ઉસ્માનિયાના પતન સાથે વિખેરાઈ ગયો અને લેબેનોન ૧૯૪૩, સીરિયન આરબ રિપબ્લિક ૧૯૪૬, લીબિયા ઈ.સ. ૧૯૫૧, ઇજિપ્ત ૧૯૫૨, મોરક્કો, ટ્યુનીશિયા ઈ.સ. ૧૯૫૬, ઈરાક ઈ.સ. ૧૯૫૮ અને યુએઇ ઈ.સ. ૧૯૭૧માં સ્વતંત્ર થયા.

યહૂદીઓના ષડ્‌યંત્રોની સજા

યહૂદીઓના ષડ્‌યંત્રો, બદમાશીઓ, શોષણ, ગુપ્ત યોજનાઓ એવા ઘણા કૃત્યો હતા કે કોઈ તેમણે પોતાની સાથે રાખવા તૈયાર ન’હોતો. તેમના વિશે માર્ટિન લ્યુથરે કહ્યું હતું કે “યહૂદીઓ ખ્રિસ્તી લોકોનું લોહી ચૂસે છે. યહૂદી ડૉક્ટરો જાણીજાેઈને ખ્રિસ્તી દર્દીઓને મારી નાખે છે. ખ્રિસ્તીઓની ધાર્મિક ફરજ છે કે તેઓ તેમના સિનેગોગનો નાશ કરે કારણ કે શરૂઆતના સમયમાં ખ્રિસ્તીઓને આ સિનેગોગની અંદર લઈ જઈને અપમાનિત કરવામાં આવતા હતા. તેથી જ્યાં પણ તે મળે ત્યાં તેને બાળીને રાખ કરી દેવો જાેઈએ. યહૂદીઓના ઘરોને તબાહ અને તારાજ કરી તેમને ખુલ્લા આસમાન નીચે વિચરતી જાતિઓની જેમ જીવવા માટે મજબૂર કરવા જાેઈએ, અને જાે યહૂદીઓ ટ્રિનિટીના અસ્તિત્વને સ્વીકારશે નહીં, તો હું તેમની જીભ બહાર કાઢીને ફેંકી દઈશ. હું દરેક ઈશ્વરભક્ત ખ્રિસ્તીઓને અપીલ કરું છું કે તેઓ તેમને તેમના વતનમાંથી કાઢી મૂકે જેથી કરીને આપણી જગ્યા તેમના અસ્તિત્વથી પવિત્ર બને.” (યહૂદી પ્રોટોકોલ્સ પેજ ૬૮)
૧૧મી સદીથી ૨૦મી સદી સુધી ઈંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, બ્રિટન, પૉલેન્ડ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, કિવ, હંગેરી વગેરે ખ્રિસ્તી દેશોમાંથી ઝિલ્લત સાથે હાંકી કાઢયા એકમાત્ર દેશ જેણે તેમને હાંકી કાઢ્યા ન હતા અને તેમનું સ્વાગત કર્યું તે પેલેસ્ટાઇન, મોરોક્કો અને તુર્કી છે.

ઇસરાઈલ વસાવવાની ગુપ્ત સમજૂતી

ઈ.સ. ૧૭૯૧ માં ફ્રાન્સ, ઈ.સ. ૧૮૭૪માં બલ્જેક, ડેન્માર્ક, નૉર્વે, ઇંગ્લેન્ડ, હોલેન્ડ, જર્મની અને ઈ.સ. ૧૮૮૪માં સમગ્ર યુરોપમાં યહૂદીઓને સમાન હક્કો મળવા લાગ્યા. ઈ.સ. ૧૭૯૭માં યહૂદીઓ દ્વારા એક વૈશ્વિક સંગઠનની બુનિયાદ નાખવામાં આવી જેનું જાહેરનામું ગુપ્ત ઝાયોનિસ્ટ હકૂમતના બંધારણની હેસિયત ધરાવે છે. ઈ.સ. ૧૭૯૯માં નેપોલિયને યહૂદીઓના હકમાં પોતાનો નિવેદન આપતા કહ્યું હતું કે હું ફલસ્તીનના વાસ્તવિક વંશજાેને તેમનો વતન પાછો અપાવવાની માગણી કરૂં છું એટલું જ નહીં બલ્કે મારો અનુરોધ છે કે તેમની મદદ પણ કરવામાં આવે અને તેમની જામીન પાછી આપવામાં આવે કે જેથી ભવિષ્યમાં કોઈ તે બાજુ નજર ઉઠાવવાની હિમ્મત પણ ન કરી શકે. ઈ.સ. ૧૮૦૪માં બ્રિટને યહૂદીઓ માટે સીરિયા ઉપર હુમલો કર્યો અને ઈ.સ. ૧૮૪૫માં તેમણે ઉસમાની હુકૂમતથી યહૂદીઓને પેલેસ્ટાઇનમાં વસવાટ આપવા માંગણી કરી.
ઈ.સ. ૧૮૮૭માં રૂસી યહૂદીઓ દ્વારા “Lovers of Zion” (જીઓનના પ્રેમીઓ) નામની એક પાર્ટીની બુનિયાદ નાખવામાં આવી, જેના સભ્યો ઉપર આલેગ્જ નિડરની હત્યાનો આરોપ લાગ્યો તેથી તેઓ ફરાર થઈ અમેરિકા-યુરોપ પહોચ્યા. કેટલાક પેલેસ્ટાઇનમાં આવીને વસ્યા. યહૂદીઓ હંમેશાં થેઓડર હર્ટઝ્‌લની આ વાત યાદ રાખતા કે “જ્યાં સુધી યહૂદીઓને પોતાનો દેશ નથી મળી જતો ત્યાં સુધી શાંતિ પ્રાપ્ત નહીં થાય. આ કોમી અને ધાર્મિક ધ્યેય માટે અને પોતાના હેતુઓ પાર પાડવા કોઈ પણ રીત, શસ્ત્ર અને ષડ્‌યંત્ર કરી શકાય, સ્ત્રી રુશ્વત, શરાબ, અશ્લીલતા .. જ્યાં આ બધી વસ્તુઓથી કામ ન બને તો હત્યા કરવામાં પણ કોઈ વાંધો નથી.” (યહૂદી પ્રોટોકોલ પેજ ૯૫)
ઈ.સ. ૧૮૯૬માં એક પત્રિકા બહાર પાડવામાં આવી જેને “dar judeas teª” તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક ઝાયોનિસ્ટ સ્ટેટની કલ્પના કરવામાં આવી હતી. આ પત્રિકાએ સમગ્ર વિશ્વમાં વિખેરાયેલા યહૂદીઓમાં દેશ પ્રાપ્તિની જ્વાળા સળગાવી. ઈ.સ. ૧૮૯૭માં સ્વિટ્‌ઝર્લેન્ડમાં એક કોન્ફરન્સ કરવામાં આવી તેમાં થેઓડર હર્ટઝ્‌લ એ કહ્યું કે જે ચર્ચાઓ થઈ રહી છે જાે તેના મુજબ વર્તવામાં આવ્યું તો ૫૦ વર્ષ પછી ચોક્કસ એક યહૂદી દેશની સ્થાપના થઈ જશે અને થયું પણ આવું કે તેના ૫૦ વર્ષ પછી ઈ.સ. ૧૯૪૮માં યુનાઇટેડ નેશને ઇઝરાયલની સ્થાપનાની ઘોષણા કરી. પ્રથમ વિશ્વયુદ્ધ વિજય થાય તો પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ દેશની સ્થાપના કરવામાં આવશે યહૂદીઓએ બ્રિટન સાથે તેવો કરાર કર્યો અને દરેક રીતે મદદ કરી. ઈ.સ. ૧૯૦૦ માં યહૂદીઓની ચોથી કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં હર્ટ્‌ઝ્‌લે બ્રિટનની દિલ ખોલીને પ્રશંસા કરી અને ખૂબ સહકાર આપ્યો.
પ્રથમ વિશ્વયુદ્ધમાં સાથી દેશોના વિજય પછી બૉલફોર ઘોષણા (balfor declaration) થઈ. નવેમ્બર ૧૯૧૭માં બ્રિટનના વિદેશ મંત્રી મિસ્ટર બૉલફોરે બ્રિટનમાં રહેતા યહૂદીઓના ફેડરેશનના ચેયરમેન લાર્ડ શિલ્ડને એક પત્ર લખ્યું જેમાં તેમણે એક ઝાયોનિસ્ટ રાજ્યની સ્થાપના પોતાના માથે લેતાં લખ્યું “હિજ મેજેસટી શાસન ફલસ્તીનમાં એક યહૂદી રાજ્યની સ્થાપનાને પસંદગીની નજરે જુએ છે અને આ ધ્યેયની પ્રાપ્તિ માટે સત્તા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.” તેમાં બિન યહૂદી (મુસલમાનો) લોકોના હકની જમાનત પણ આપવામાં આવી. આ વાક્ય માત્ર ફલસ્તીની મુસલમનોની પ્રતિક્રિયાથી બચવા માટે કહેવામાં આવ્યું હતું.
બ્રિટનના યહૂદીઓએ ખૂબ જ સિફતપૂર્વક અંગ્રેજાેનો ઉપયોગ કર્યો. તેમણે UNથી એવો પ્રસ્તાવ સ્વીકાર કરાવ્યો કે બ્રિટન દ્વારા પેલેસ્ટાઇનમાં નિગરાની માટે એક કમિશ્નરની નિમણૂક કરવામાં આવે જેને કામચલાઉ શાસનના અધિકારો પણ આપવામાં આવે. અને ત્યારબાદ હરબર્ટ સમુઇયલ કે જે કટ્ટર યહૂદી હતો અને ઉચ્ચ ફોજી અને વ્યવસ્થાપન હક્કો પ્રાપ્ત હતા તેની ત્રીસ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી. આ સમયગાળામાં ષડ્‌યંત્રો કરવામાં આવ્યા અને યહૂદી ઝાયોનિસ્ટને મદદ કરી તેમને વસાવવનું શરૂ થયું. દુનિયાભરથી યહૂદીઓ હિજરત કરી અહીં વસવા લાગ્યા. શરૂઆતમાં તેઓ આરબો પાસેથી મોં માગ્યા ભાવે જમીનો ખરીદવા લાગ્યા અને વસ્તી વધી તો ધીમે ધીમે પેલેસ્ટાઇનની જમીન કબ્જે કરવા લાગ્યા, પેલેસ્ટીનીઓને તેમના ઘરોથી કાઢી મૂકવામાં આવતા અને હિંસા કરવામાં આવતી. ઈ.સ. ૧૯૧૮માં યહૂદીઓની આબાદી ૮.૧% હતી જે વધીને ઈ.સ. ૧૯૪૭માં ૩૨% સુધી થઈ ગઈ. “કામચલાઉ” હકૂમતની નજર હેઠળ આ બધું ચાલતું રહ્યું. તેમના આતંકવાદનો ઇતિહાસ ખૂબ જ ક્રૂર અને ઘાતક છે. ૧ એપ્રીલ ૧૯૪૮થી ૧૫ મે ૧૯૪૮ સુધી ૪ લાખ મુસલમાનો અને ખ્રિસ્તીઓને ઘરબાર છોડવા પડ્યા જેઓ આજે પાડોશી દેશોમાં મુહાજિર તરીકે કેમ્પોમાં જીવી રહ્યા છે.
આ દરમ્યાન જ ઈ.સ. ૧૯૩૯થી ઈ.સ. ૧૯૪૫ વચ્ચે બીજું વિશ્વયુદ્ધ થયું જેમાં લાખો લોકો માર્યા ગયા. આ યુદ્ધમાં હિટલરે યહૂદીઓ વિરુદ્ધ જે હિંસા આચરી તેમાં ખૂબ અતિશયોક્તિ કરવામાં આવી કે જેથી તેમને દુનિયાભરથી સહાનુભૂતિ મળે. પેલેસ્ટાઇનના અસ્તિત્વને નકારવું શકય નથી. ઈ.સ. ૧૯૨૭ થી ઈ.સ. ૧૯૪૭ વચ્ચે જે એંગ્લો પેલેસ્ટાઇનના નામથી કરન્સી અસ્તિત્વમાં હતી, જેના ઘણાં બધા ફોટા આજે નેટ પર જાેઈ શકાય છે.

ઇઝરાયલને રાજ્યનો દરજાે

ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચેના યુદ્ધોની લાંબી વાર્તા છે. યુરોપિયન દેશોના ખ્રિસ્તીઓ યહૂદીઓથી નફરત કરતા હતા. તેથી તેમણે યહૂદીઓને હંમેશાં પોતાના વિસ્તારોમાંથી દેશનિકાલ આપ્યો અને તેમનાથી છુટકારો મેળવવા તેમણે મુસ્લિમ દેશો વચ્ચે ઇઝરાયલનો છરો ઘોંપી દીધો.
ઈ.સ. ૧૯૧૯, ૧૯૨૦, ૧૯૨૩, ૧૯૨૮માં પેલેસ્ટીની પ્રજાએ અંગ્રેજાેની વિરુદ્ધમાં પ્રદર્શનો શરૂ કરી દીધા. ઈ.સ. ૧૯૨૫માં અઝીઝુદ્દીન કસ્સામે પેલેસ્ટાઇનની સ્વતંત્રતા માટે તંઝિમુલ જિહાદિયાની સ્થાપના કરી, જેઓ ઈ.સ. ૧૯૩૫માં શહીદ થઈ ગયા. તેના પછી સમગ્ર ફલસ્તીનમાં જાગૃતિ આવી. ઈ.સ. ૧૯૩૪ માં અંગ્રેજાે અને યહૂદીઓ વચ્ચે યહૂદી રાજ્યની સ્થાપના માટે સંમતિ થઈ. ઈ.સ. ૧૯૪૨માં અમેરિકામાં ઝાયોનિસ્ટ કોન્ફરન્સ થઈ અને તેમાં યહૂદી મિલિટન્ટ સંગઠનની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૯૪૪માં અંગ્રેજાેની દુષ્ટતાથી અરબોના રાજનીતિક માંગણીઓ માટે તેમના જ ઇશારા ઉપર અરબ લીગની સ્થાપના થઈ અને ઈ.સ. ૧૯૪૭માં સંયુક્ત રાષ્ટ્રે પેલેસ્ટાઇનના વિભાજનનો ર્નિણય કર્યો, જેના ભાગરૂપે ૭૮ ટકા ભાગ ઇઝરાયલને અને ૨૨% ભાગ ફલસ્તીનને આપવાનો ર્નિણય કરવામાં આવ્યો. તેના માટે જે વોટિંગ કરવામાં આવ્યું હતું તેમાં અમેરિકાએ ખૂબ જ દબાણ કર્યું અને ઘમકીઓ પણ આપી જેના લીધે ૩૩ દેશોએ સંયુક્ત રાષ્ટ્રની યોજનાના હકમાં અને ૧૦ દેશોએ તેના વિરુદ્ધમાં વોટ આપ્યા જેમાં ભારત પણ સામેલ હતો અને ૧૦ દેશો નિષ્પક્ષ રહ્યા,જે દેશોથી વોટિંગ લેવામાં આવ્યું તેમાં પેલેસ્ટાઇનના પાડોશી દેશોને બોલવવામાં ન આવ્યા.
ઝાયોનિસ્ટ રાષ્ટ્રની સ્થાપના માટે સાથી દેશો વિશેષ રીતે બ્રિટન તરફથી દરેક પ્રકારના શસ્ત્રો અને ટેકનોલોજી આપવામાં આવી. પાડોશી દેશોમાં એવા સત્તાધીશો બેસાડવામાં આવ્યા જેઓ તેમના સંકલ્પને પડકાર ન આપે. અને જાે કોઈ એવું કરે તો સંપૂર્ણ શક્તિથી તેને નિષ્ફળ બનાવી દેવામાં આવે.

ગ્રેટર ઇઝરાયલ માટે બ્રિટનનો ગ્રેટ દગો

સાઉદી આરબ અને બ્રિટન કરાર મુજબ પેલેસ્ટાઇન સ્વતંત્ર થવું જાેઈતું હતું પરંતુ પેલેસ્ટાઇન આરબ દ્વીપનો ભાગ છે કે નહીં આ મુદ્દો ઊભો કરી તેમની સાથે દગો કરવામાં આવ્યો. ઇઝરાયલ માત્ર અત્યારે દેખાતું ક્ષેત્ર નથી બલ્કે તેનો ધ્યેય ગુપ્ત દસ્તાવેજાેમાંથી મળી રહે છે. જે નકશામાં જાેઈ શકાય છે. તેમનો ઇરાદો સમગ્ર પેલેસ્ટાઇન પછી સીરિયા, જાેર્ડન, ઇજિપ્ત વગેરેનો અમુક ભાગ પણ પચાવવાનો છે. ઈ.સ. ૧૯૦૧માં તેમણે જે આયોજન કર્યું હતું તેનો અમલ છે અને ઈ.સ. ૨૧૦૦ સુધી તેમણે ગ્રેટર ઇઝરાયલની સ્થાપનાનો જે સ્વપ્ન સેવ્યું છે તેના માટે પ્રયોગ આજે કરી રહ્યો છે. આ માત્ર એક રાજ્ય નથી, ન તો યહૂદીઓ માટે શરણની જગ્યા છે, બલ્કે “ન્યુ વર્લ્ડ ઓર્ડર” અને દજ્જાલી રાજ્યની બુનિયાદ છે, જેના માટે તેઓ તેમની સદીઓ જૂની યોજના કે જેમાં મસ્જિદે અકસા અને ગુંબદે સખ્ખરાને શહીદ કરવાનું ષડ્‌યંત્ર છે તેને પૂર્ણ કરશે. તેને તોડી પાડવાનો પ્રયત્ન એક આસ્ટ્રેલિયન ઈ.સ. ૧૯૬૯માં અને હાખામ ખાના ઈ.સ. ૧૯૮૦માં કરી ચૂક્યા છે.તેમજ હેકલે સુલેમાનીના નિર્માણના પ્રયત્નો ઈ.સ. ૧૯૯૦માં યહૂદીઓ કરી ચૂક્યા છે. પોતાના ધ્યેયને પામવા સમગ્ર વિશ્વના યહૂદીઓ એક શરીરની જેમ રહે છે. ગ્રેટર ઇઝરાયલ માટે તેમણે જે નક્શો તૈયાર કર્યો છે તે જાેઈ શકાય છે. હાલમાં જે થશે એ જાેઈ લઈશું પરંતુ એક વિદ્વાને સાચું કહ્યું છે કે પેલેસ્ટાઇનમાં યહૂદીઓનું એકત્રિત થવું તેમની અંતિમ અને હંમેશાં માટે પૃથ્વી ઉપરથી નાબૂદ થવાની શરૂઆત છે. અંતિમ સમયમાં હઝરત ઈસા અ.સ. અવતરિત થશે અને અંતિમ યુદ્ધ થશે જેમાં યહૂદીઓ ખત્મ થઈ જશે.

ઇઝરાયલની ઘોષણા પછીની મુખ્ય ઘટનાઓ

યુએનના પ્રસ્તાવને આરબ દેશોએ અસ્વીકાર કર્યો અને ઈ.સ. ૧૯૪૮માં દેખાવ રૂપે યુદ્ધ થયું જેમાં ઇઝરાયલને વિજય પ્રાપ્ત થયો. ત્યારબાદ ઈ.સ. ૧૯૬૭ સુધી ગાઝા ઇજિપ્ત અને વેસ્ટ બેન્ક જાેર્ડનના નેજા હેઠળ રહ્યો. ઈ.સ. ૧૯૪૮ થી અત્યાર સુધી હત્યા, હિંસા, ખૂનામરકી, દગો, ઘૂસપેટ, બોમ્બિંગથી ભરેલો ઇઝરાયલનો ખૂની ઇતિહાસ છે જેણે લાખો પેલેસ્ટીનીયનોને બેઘર કર્યા, સ્ત્રીઓને બેઆબરૂ કરી, નાના ભૂલકાઓ અને સામાન્ય નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા. શાળાઓ, દવાખાના, અને જાહેર મિલકતને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. પરંતુ પેલેસ્ટીનીઓના સંઘર્ષને સલામ કે તેઓ દરેક જુલમ અને અત્યાચાર સામે અડીખમ ઊભા રહ્યા છે.
ઈ.સ. ૧૯૫૭ પેલેસ્ટાઇન લિબ્રેશન ફોર્સની સ્થાપના જેણે ડિપ્લોમેસી વડે આ સમસ્યાનું સમાધાન કાઢવાના પ્રયત્નો કર્યા જેણે યાસર અરાફત લીડ કરતા રહ્યા. ઈ.સ. ૧૯૬૨માં ગાઝામાં કોમી અંજુમનની સ્થાપના થઈ અને તેમણે કબ્જા હેઠળની જમીનને સ્વતંત્ર કરાવવા પ્રયાસો શરૂ કર્યા. ઈ.સ. ૧૯૬૫માં અલ ફતહની સ્થાપના થઈ અને નાના પાયે સૈનિક કાર્યવાહીઓ પણ કરી, જેની જાણ તેમણે સંયુક્ત રાષ્ટ્રને પણ કરી. ઈ.સ.૧૯૬૭ યુદ્ધ થયું જેનું નેતૃત્વ ઇજિપ્તે કર્યું. જેમાં બૈતુલમકદિસ અને ગોલાન ટકરીઓ ઉપર ઇઝરાયલે કબ્જાે જમાવ્યો. ઈ.સ. ૧૯૭૩ના યુદ્ધમાં ઇજિપ્તે સખત જવાબ આપ્યો અને ઇઝરાયલની ઊંઘ ઉડાવી દીધી. ત્યારબાદ ઈ.સ. ૧૯૭૮માં કેમ્પ ડેવિડ કરાર થયો . પરંતુ ધીમે ધીમે ઇઝરાયલ આગળ વધતો ગયો. ઈ.સ. ૧૯૮૨માં યહૂદીઓએ લેબનોનને તબાહ કર્યો. વિવિધ પરિસ્થિતિઓમાંથી નીકળી ઈ.સ. ૧૯૮૭માં અહમદ યાસીને હમાસ સંગઠનની રચના કરી જેમના નેજા હેઠળ કેટલાક સફળ ઇંતિફાદા (બગાવત) થયા. ઈ.સ. ૧૯૯૩માં ઓસ્લો એકોર્ડ થયો. ૨૦૦૬માં પેલેસ્ટાઇનમાં ઇલેકશન યોજવવામાં આવ્યા જેમાં હમાસે વિજય મેળવ્યો. હમાસે ક્યારેય પેલેસ્ટિનિયન લોકશાહી પ્રયોગનું સંચાલન કરવાનું સમાપ્ત કર્યું નથી. પશ્ચિમી સત્તાઓએ અસ્થાયી ધોરણે પેલેસ્ટિનિયન ઓથોરિટીને સહાય બંધ કરી દીધી; ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કબજાે જમાવ્યો અને ચૂંટાયેલા ધારાસભ્યો સહિત ડઝનેક હમાસ અધિકારીઓની અટકાયત કરી. વેસ્ટ બેંકમાં અબ્બાસ અને ફતાહ અને ગાઝામાં હમાસ વચ્ચેનો મતભેદ લોહિયાળ ઝડપમાં ફેરવાયો જેમાં હમાસે ઈ.સ. ૨૦૦૭માં ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું, અને વેસ્ટ બેંક અલ ફતહ હેઠળ રહ્યું. ઈ.સ. ૨૦૧૧માં પેલેસ્ટાઈનને નોન મેમ્બર ઓબ્સેર્વર રાજયનો દરજાે આપવામાં આવ્યો.

ગાઝાની પરિસ્થિતિ

ગાઝાની નાની સરખી વસ્તીની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે તે એક ઓપન ઐયર જેલ કે કન્સન્ટ્રેશન કેમ્પ જેવો છે. લાઇટ, ભોજન, પાણી દરેક વસ્તુ ઇઝરાયલનો કબજાે છે અને ખૂબ જ સીમિત માત્રામાં સપ્લાય કરવામાં આવે છે. ઈઝરાયલ તરફથી બાળકો કે સ્ત્રીઓનું અપહરણ, કોઈ પણ ઘરમાં ઘૂસી જઈ કબજાે કરવો, બ્લાસ્ટ કરવું, બુલડોઝર ચલાવવું રોજ બરોજની ઘટના બની ગઈ છે. તેના પ્રતિકાર રૂપે હમાસે આકરૂં પગલું ભર્યું છે. ભારતની સ્વતંત્રતા ચળવળમાં એક બાજુ ગાંધીબાપુની અહિંસક લડાઈ ચાલતી હતી તો બીજી બાજુ ઈ.સ. ૧૮૫૭નું યુદ્ધ, સુભાષ ચંદ્ર બોઝના પ્રયત્નો, ભગતસિંહ, ચંદ્રશેખર અને અશ્ફાકુલ્લાહ ખાન જેવા વીર પુરુષોનું સંઘર્ષ પણ ભૂલી ન શકાય. કોઈ પણ દેશની સ્વતંત્રતા તેના નાગરિકોનો જન્મસિદ્ધ અને મૂળભૂત અધિકાર છે. હમાસનાં હુમલા પેહલાંની જેં પ્રિરિકોર્ડએડ્‌ વીડિયો સામે આવી તેના ઉપરથી સ્પષ્ટ થાય છે જે તેઓ મૂળભૂત ઇસ્લામી અને માનવીય મૂલ્યોને વરેલા છે. અને તેમનું નિશાન ઇઝરાયલના સૈનિકો છે. પરંતુ ઇઝરાયલે સામાન્ય નાગરિકો માટે પણ જે રીતે દરેક મૂળભૂત જીવન જરૂરી વસ્તુઓનો પ્રતિબંધ મૂક્યો છે તે અમાનવીય અને પાશવિક વર્તન છે.

ન્યાયનો તકાદો

આંતરરાષ્ટ્રીય સમુદાયે પેલેસટાઇનની પડખે ઊભા રહેવાની જરૂરત છે અને બંને વચ્ચે ન્યાયિક રીતે શાંતિ સ્થાપવા પોતાના પ્રભાવનો ઉપયોગ કરવો જાેઈએ, કેમકે “જંગ ખુદ એક મસ્લા હૈ વો ક્યાં મસ્લે કા હલ દેગી.” ભારતે લાંબા સમય સુધી ગુલામીની પીડા સહન કરી છે તે પરિસ્થતિને સમજી શકે છે. તેથી ગાંધીજીથી અત્યાર સુધી પેલેસ્ટાઇન વિશે ભારતની જે નીતિ રહી છે તેં મુજબ સ્ટેન્ડ લેવાની જરૂર છે. આ સમસ્યા ભાવના કરતાં ન્યાયથી વધુ સંબંધ ધરાવે. છે. કુઆર્નનો આદેશ છે, “ન્યાયના ધ્વજવાહક બનો.” અને આ જ માનવના અંતરાત્માનો સાદ પણ છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments