અપના સારા યે આસ્માન કરને કો,
હમ હૈ તૈયાર અબ ઉડાન ભરને કો
એસઆઈઓ ગુજરાત દ્વારા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલ 2024નું આયોજન કરવામાં આવ્યું
રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર રહેશે.
પ્રસ્તુત છે આકર્ષક ‘એડ્યુટેઈનમેન્ટ’ ફેસ્ટિવલ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી, વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત (SIO Gujarat) પ્રસ્તુત કરે છે Udaan Children Festival 2024. જેનો હેતુ રમત ગમત અને મનોરંજન સાથે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને નિખારવાનો તેમજ તેને પ્રોત્સાહન આપવાનો તથા તેમને પ્રશિક્ષણ આપવાનો છે.
ડો. સલીમ પટીવાલા સાહેબ (ઝોનલ પેટ્રોન SIO Gujarat & પ્રમુખ JIH Gujarat), બિ.જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ, SIO Gujarat), શકીલ અહેમદ રાજપૂત સાહેબ (રાજ્ય સચિવ, JIH Gujarat), બિ. દાનીશ ખાન (કો કન્વીનર , ઉડાન ફેસ્ટિવલ) અને બિ. સાદિક શેખ (કો કન્વીનર , ઉડાન ફેસ્ટિવલ) દ્વારા આ ફેસ્ટિવલને પોસ્ટર રિલીઝ સાથે લોન્ચ કરવામાં આવ્યો.
આ ફેસ્ટિવલમાં અલગ અલગ વિષયો ઉપર વ્યક્તિગત તથા સામૂહિક સ્પર્ધા યોજાશે. જેમાં ક્વિઝ કોમ્પીટીશન, નાટ્ય સ્પર્ધા, હીફઝ કોમ્પીટીશન, તરાના નઝમ, સ્ટેન્ડ અપ કોમેડી, રેસ, વેસ્ટમાંથી બેસ્ટ, હસ્તલેખન, પેઇન્ટિંગ વગેરે જેવી સ્પર્ધાઓ યોજાશે. જેમાં 10 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામ, ટ્રોફી, શિલ્ડ વિ. ઈનામોથી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર સમગ્ર વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે.
સ્પર્ધાની રજિસ્ટ્રેશન ફી ₹200 છે, પરંતુ 10 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવનારને ₹50 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તો ચાલો નીચે આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવી સહભાગી બનીએ અને જીતીએ આકર્ષક ઇનામો.
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન લિંક: https://bit.ly/udaan2024