અપના સારા યે આસ્માન કરને કો – હમ હૈં તૈયાર અબ ઉડાન ભરને કો
અહમદાબાદઃ સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૭ જાન્યુઆરી ,૨૦૨૪, રવિવારના રોજ નરીમનપુરા ફાર્મ , બદ્રાબાદ , અહમદાબાદ ખાતે ૬ઠ્ઠા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું. આ ફેસ્ટિવલ ધો. ૫ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓન-ઓફ સ્ટેજ ૧૫ જેવા વિવિધ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી. જેમાં ચિઠ્ઠી ઉઠાઓ અને બોલો, હિફ્ઝ કોમ્પિટિશન, તરાના, સ્ટેન્ડ અપ કોમેડી, ડ્રામા ,કોથળા દોડ, લીંબુ ચમચી, ૧૦૦ મીટર દોડ, ૩ લેગ રેસ , ક્વિઝ કોમ્પિટિશન, નાટય સ્પર્ધા, સંવાદ, રીલે દોડ, કબડ્ડી, હસ્ત લેખન (કેલીગ્રાફી), પેન્ટીંગ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓ સામેલ હતી. આ ફેસ્ટીવલમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને પોતાની અંદર છુપાયેલ ક્ષમતાને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી હતી.
ફેસ્ટિવલની શરૂઆતમાં પ્રારંભિક પ્રવચન આપતા ફેસલ મણીયાર (કન્વીનર ઉડાન ચિલ્ડ્રેન ફેસ્ટિવલ 2024) એ બાળકોને Edutainment, Engagement, Excellence ના ત્રણ સૂત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ફેસ્ટિવલ ના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જી.આઈ.ઓ. ગુજરાતની સચિવ ફેહ્મીદ કુરેશીએ ગર્લસ ઇસ્લામિક ઓર્ગનાઈઝે અને તેની ચિલ્ડ્રેન વિન્ગ Rising Stars નો પરિચય આપ્યો હતો. SIO ગુજરાતના પ્રમુખ જાવેદ આલમ કુરેશીએ SIOનો પરિચય આપતાં કહ્યું કે આજની યુવા પેઢી માટે કે જ્યારે તેઓ ભૌતિકવાદી અને માર્ગહીન જીવન જીવી રહ્યા છે અને Digitalization નોશિકાર થઈ પોતાની જાતથી પણ ગાફેલ થઈ રહ્યા છે SIO તેમના માટે એક અમૃત જળ સમાન છે. ફેસ્ટિવલ ના ચીફ ગેસ્ટ જનાબ ડો.સલીમ પટીવાલા સાહેબ (પ્રદેશ પ્રમુખ JIH ગુજરાત અને સરપરસ્ત SIO ગુજરાતના સરપરસ્ત)એ બાળોકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે આપણે માત્ર પુસ્તકયું જ્ઞાન લેનારા ન બનીએ પરંતુ જીવન ના દરેક ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્નો કરવા જોઈએ , ત્યારે જ આપણે સંપૂર્ણ માનવી બનીશું. એમને વધુ માં કહ્યું કે આપણે સૌ એ સમયની કદર કરવી જોઈએ , સમય દુનિયાની સૌથી મૂલ્યવાન વસ્તુ છે , જેણે સમય નો દૂર ઉપયોગ કર્યો તે ઘણો નુકસાનમાં રેહશે. સાથે આપણે જે પણ કાર્ય કરીએ તે ખુબજ ખૂબી સાથે કરીએ .
SIO ગુજરાતના આ પ્રયાસો ને બધીજ શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા બિરદાવવામાં આવેલ અને ભવિષ્યમાં પણ SIO આવા પ્રેરણાદાયી કાર્યક્રમો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. સમગ્ર ફેસ્ટિવલનું સંચાલન ખાલિદ કુરેશી અને સોહેલ તન્વીર એ સારી રીતે કર્યું હતું.
શ્રેણી મુજબ પુરસ્કાર મેળવનારની યાદી નીચે મુજબ છેઃ
હિફ્ઝ કોમ્પિટીશનઃ ૧. જુવેરિયા અંસારી ૨. નરમાવાલા મુહમ્મદ ૩. પલ્સાણીયા સાદ
ચિઠ્ઠી ઉઠાઓ અને બોલોઃ ૧. રાજપૂત ઇકરા મ.ખાલીદ ૨. ફાતિમા મલિહા એહસાનુલ્લાહ, ૩. પઠાણ આયમન
તરાના: ૧. અન્સારી અફીફા અત્હર ૨. મારિયા મોહસીન શેખ ૩. અન્સારી તાહા મ.અશરફ
સ્ટેન્ડ અપ કોમેડી : ૧.શેખ મ.ઉવેસ
સંવાદઃ ૧. વસિલા વોહરા , શેખ ઉબેદ
નાટ્ય સ્પર્ધા (ગ્રુપ) : ક્રિએટિવ ઇંગ્લિશ સ્કૂલ
નાટ્ય સ્પર્ધા (બેસ્ટ પરફોરમન્સ) : ફારૂકી મ.ઉમર નદીમઅખ્તર
લીંબુ ચમચીઃ ૧. પઠાણ મલિહા મોહસીનખાન ૨. શેખ ફાતીમા નુર મહમ્મદ ૩. શેખ માહીયા અબુલબરકાત
૧૦૦ મીટર દોડ (છોકરાઓ) : ૧. શેખ શાન મોહમ્મદ , ૨. પઠાણ યહ્યાખાન ૩. રેને મોહમ્મદ શાહિદ
૧૦૦ મીટર દોડ (છોકરીઓ) :
૧. પઠાણ અર્શિયા ૨. મણિયાર મુબશ્શિર અંજુમ ૩. રાજપૂત ઈકરા મ.ખાલીદ
કોથળા દોડઃ ૧. સરબાજ વડતાલવાલા, ૨. મન્સૂરી મ.જુનેદ, ૩. મિરઝા અઝીમબેગ
વેસ્ટમાંથી બેસ્ટઃ ૧. પઠાણ આયમન , ૨. રાજપૂત શયાન ૩. ફાતીમા મલીહા
પેન્ટીંગઃ ૧. પઠાણ ઝોબિયાખાન , ૨. ભટ્ટી હફસા , ૩. શેખ અબુસુફિયાન
હસ્ત લેખન (કેલીગ્રાફી) : ૧. મેમણ ઝૈનબ , ૨. અન્સારી ફરહાનાજ ૩. મણિયાર મુબશ્શિર અંજુમ
કબડ્ડીઃ ક્રિએટિવ ઇંગ્લિશ સ્કૂલ
રીલે દોડ (છોકરાઓ) : ક્રિએટિવ ઇંગ્લિશ સ્કૂલ
રીલે દોડ (છોકરીઓ) : ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ
૩ લેગ રેસ : ૧. અન્સારી ઉઝમા , સિદ્દીકી આયેશા , ૨. મણિયાર આયેશા , શેખ શફા
ક્વિઝ કોમ્પિટીશનઃ ટીમ : ઇફ્ફત મ.ઇમરાન શેખ , અવારી શફિયા તલ્હા, શેખ આમેના મ.નઈમ