પોસ્ટ ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓના હાથમાં ફકત ડિગ્રી હોય છે અને પછી નોકરી માટે તેમણે ખૂબ જ મહેનત કરવી પડે છે. આવું એટલા માટે થાય છે કે ડિગ્રી તેમને વિષયની સૈદ્ધાંતિક જાણકારી તો આપે છે પરંતુ કોઈ ખાસ કૌશલ્યમાં તેમનું પ્રશિક્ષણ ક્યાં તો હોતું નથી, અથવા તો હોય છે. એવામાં તેઓ ઉદ્યોગોમાં કાર્ય કરવા માટે તૈયાર માનવામાં નથી આવતા. આ જ કારણ છે કે ભારતીય યુવાઓનો એક મોટો ભાગ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી પણ બેરોજગાર રહી જાય છે, કેમકે “નોકરી માટે તેઓ તૈયાર” નથી હોતા.
આવામાં કેટલીય યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ છે કે જ્યાંથી ભણતરની સાથે સાથે કૌશલ્યના ક્ષેત્રમાં પોતાને નિખારવા અને કોર્સની તરત પછી નોકરીની તકો ઉપલબ્ધ હોય છે. દેશમાં એવી કેટલીય સંસ્થાઓ છે જે કૌશલ્યના પ્રમાણપત્રોથી લઈને સ્નાતક અનુસ્નાતક અને પી.એચ.ડી. સુધીના કાર્યક્રમો આપે છે.
કૌશલ્ય શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન શીખવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળે છે જ્યાં તેઓ ઔદ્યોગિક અનુભવ મેળવી શકે છે. આવો, જાણીએ છીએ એવા ટૉપ-૫ બેચલર ઓફ વોકેશનલ (બી.વૉક.) પાઠ્યક્રમો વિષે જે ધોરણ-૧૨ પાસ કરનારા વિદ્યાર્થીઓના કેરિયરને નવી દિશા આપી શકે છે.
૧. ઇલેકટ્રિકલ સ્કિલ્સઃ બી.વોક. કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સાઉન્ડ ટેકનિકલ નૉલેજ અને ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગના વ્યવહારિક કૌશલ્યથી સજજ કરવાનો છે. વ્યવસાયિક મોડ્યુલમાં એન્જીનિયરીંગ વિજ્ઞાન, વિદ્યુત સિદ્ધાંત, વિદ્યુત સ્થાપના ઇલેકટ્રોનિક સિદ્ધાંત, મોટર તથા ટ્રાંસફોર્મર, સિંગલ ફેસ તથા થ્રી ફેસ સર્કિટ વિદ્યુત નિયંત્રણ સર્કિટ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર પ્રોગ્રામિંગ વિ. સામેલ છે. આ કૌશલ્યને શીખવા દરમ્યાન વિદ્યાર્થી વિભિન્ન ઉદ્યોગોના સામાન્યથી લઈને વૈશ્વિક માપદંડો વિષે જાણકારી હાસલ કરે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરે ઇન્ટરેક્ટિવ અને વ્યવહારિક શિક્ષણ પાઠ્યક્રમોથી પસાર થવાની તક મળે છે, જેનાથી તેઓ તમામ પ્રકારના ઇલેકટ્રિક સર્કિટ અને ઉપકરણોમાં સમસ્યા નિવારણને સામાન્યથી લઈને અત્યાધુનિક કંસેપ્ટ અને કૌશલ્યની સાથે શીખે છે.
અવસર : બી.વૉક. કર્યા પછી વિદ્યાર્થી ઓફિસ મેઇન્ટેનન્સ, ઇલેકટ્રિશિયન, ઇલેકટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિકલ સર્વિસ ફિટર અને સુપરવાઇઝર જેવા જૉબ્સ કરી શકે છે. અથવા તો પછી એમ.વૉક. કાર્યક્રમોમાં સામેલ થઈને ઉચ્ચ કુશળ નોકરીઓ માટે વિકલ્પ પસંદ કરી શકો છો.
૨. પૉલિ મિકેનિક સ્કિલ્સઃ મશીનિંગ, ટર્નિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, હેન્ડ સ્કિલ્સ, એસેમ્બ્લિંગ, પેના મેટિક્સ, ન્યુ મેટિક્સ, પ્રોગ્રામિંગ અને ઓપરેશન વિ. પોલિ મિકેનિકમાં કુશળ લોકો પ્રોડકશન મશીનરી અને સાધનો માટે પાટ્ર્સ ઇન્સ્ટોલ કરી શકે છે. આ વ્યવસાયમાં લોજિક અને ઓટોમેશન કન્ટ્રોલની જરૂરત હોય છે. સાથે જ સંબંધિત બુનિયાદી વિદ્યુત અને સર્કિટવાળા કાર્યમાં કૌશલ્યની આવશ્યકતા હોય છે.
અવસરઃ પોલિ મિકેનિક ડિગ્રીમાં બી.વૉક. ડિગ્રી ધરાવનારા કેટલાય પ્રકારના વિનિર્માણ કૌશલ્યમાં પ્રશિક્ષિત થતા સંબંધિત ઉદ્યોગમાં સહેલાઈથી કામ કરવામાં સક્ષમ છે. ઔદ્યોગિક અને વિનિર્માણ સંયંત્રોની એક મોટી શૃંખલામાં તેમને કામના અનુભવ અને સંબંધિત ઉદ્યોગની જરૂરતોના આધારે ટેક્નિશિયન, પ્રેક્ટિશનર અને સુપરવાઇઝરના રૂપમાં નિયુક્ત કરી શકાય છે.
૩. કારપેન્ટર સ્કિલ્સઃ કારપેન્ટરીમાં બી.વૉક. ડિગ્રી હેઠળ કેબિનેટ બનાવવા, ઇન્ટીરિયર વુડવર્ક અને ફર્નિચરના નિર્માણ વિ. કાર્યો માટે તૈયાર કરે છે. વિદ્યાર્થી જર્મની અને અન્ય યુરોપીય દેશોથી પ્રાપ્ત નવીનતમ મશીનો પર કામ કરે છે અને નવીનતમ લાકડીના ઉપકરણો અને સામગ્રીનો ઉપયોગ કરવાનું શીખે છે. તેઓ વિશ્વ સ્તરના ફર્નિચર અને ફિક્સ્ચર બનાવવામાં સક્ષમ થઈ જાય છે.
અવસરઃ જીવન શૈલીમાં પરિવર્તનની સાથે સાથે આધુનિક ફર્નિશિંગની માગ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વધી રહી છે. આટલું જ નહીં ડિગ્રી ધરાવનારાઓ માટે સુપરવાઇઝર અને લાકડા ઉદ્યોગમાં મેનેજરના રૂપમાં પૂરતી તકો છે. ઈ-કોમર્સ જગતમાં પણ ઇનોવેટિવ ફર્નિચર માટે એક મોટો બજાર બની ગયો છે. આવામાં વિદ્યાર્થીઓ ખુદ પોતે પોતાનું સ્ટાર્ટ-અપ પણ શરૂ કરી શકે છે. આ ઉપરાંત એક અન્ય વિકલ્પ ફર્નિશિંગ બ્રાંડની સાથે મેન્યુફેકચરિંગનું પણ હોઈ શકે છે, જે લાકડાના ફર્નિચરનું મોટાપાયે ઉત્પાદન કરે છે.
૪. ઓટોમોટિવ સ્કિલ્સઃ ઓટોમોટિવ એટલે કે મોટર વાહન કૌશલ્યમાં બી.વૉક. અંતર્ગત વિદ્યાર્થીઓને ઓટોમોબાઇલના બધા જ મુખ્ય તત્ત્વો શિખવાડવામાં આવે છે, જેમકે મિકેનિકલ, ઇલેકટ્રિકલ, ઇલેકટ્રોનિક, સોફ્ટવેયર અને સેફ્ટી એન્જીનિયરીંગ; જેથી આમનો ઉપયોગ મોટર સાઈકલોના નિર્માણ તથા પરિચાલન, મોટર વાહન અને ટ્રક તથા તેમને લગતી ઉપપ્રણાલીઓના નિર્માણ તથા ડિઝાઇનમાં કરી શકાય. પાઠ્યક્રમના ઉન્નત સંસ્કરણમાં એન્જીન વિષે શીખવવાથી લઈને વાહનોને સંશોધિત કરવાનું બનાવાયું છે.
અવસરઃ કોઈ ઓટોમોટિવ વર્કશોપમાં કામ કરો અથવા ખુદ પોતાનું ઓટો વર્કશોપ ખોલવું મોટર વાહનમાં બી.વૉક. ડિગ્રી મેળવનારાઓ માટે બે સૌથી આકર્ષક વિકલ્પ છે. વિભિન્ન ઓટોમોટિવ કંપનીઓના વિનિર્માણ સંયંત્રોમાં મશીન ઓપરેટર, પર્યવેક્ષકો અને પ્રબંધકોના રૂપમાં ઘણાં અવસરો છે. બી.વૉક. ડિગ્રી ધારકોને ઓટો વિનિર્માણ ક્ષેત્ર, ઓટો સહાયક ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ધારાધોરણની ડિઝાઇન અને એન્જીનિયરીંગથી જોડાયેલ ઉત્પાદનો અને ઓટો નિર્માતાઓ માટે સમાધાન, કનેકટેડ કાર પ્રણાલી, ઓડિયો એન્ડ વીડિયો પ્રોડક્ટ, ઉદ્યમ સ્વચાલન સમાધાન અને આનાથી સંલગ્ન સેવાઓમાં કેટલાય અવસર મૌજૂદ છે.
૫. આઈ.ટી. અને નેટવર્કિંગ હાર્ડવેયર સ્કિલ્સઃ વિદ્યાર્થીઓને સૂચના ભંડારણ, પ્રસંસ્કરણ અને સંચાર ક્ષેત્રે પ્રશિક્ષણ મળે છે. આઈ.ટી. અને નેટવર્કિંગ કૌશલ્યમાં બી.વૉક. હેઠળ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો. નેટવર્કિંગ કન્સ્ટ્રકશન, નેટવર્કનો ઉપયોગ અને મેનેજમેન્ટ, જેમાં હાર્ડવેયર (કેબલ પાથરવા, હબ, પુલ, સ્વિચ, રુટર વિ.) પણ સામેલ છે. ટેલિકોમ્યુનિકેશન પ્રોટોકોલ અને સોફ્ટવેયરની પસંદગી તથા ઉપયોગ, નેટવર્કનો ઉપયોગ અને વપરાશ તથા ઓપરેશન નીતિઓની સ્થાપના વિ.
એક નેટવર્ક આર્કિટેક્ટમાં તમામ કર્મચારીઓના ઉપયોગ માટે નેટવર્ક સિસ્ટમ બનાવવા માટે સૂચના પ્રાદ્યોગિકી (આઈ.ટી.) નો ઉપયોગ કરવા જેવા કૌશલ્યનું હોવું જરૂરી છે. આ નેટવર્કોમાં લોકલ એરિયા નેટવર્ક (લેન), વાઇડ એરિયા નેટવર્ક (વેન), ઇન્ટ્રાનેટ્સ અને એક્સ્ટ્રા નેટ્સ સામેલ થઈ શકે છે. નેટવર્કની જટિલતા સંગઠનના આધાર પર હોઈ શકે છે અને કંપની પાસે આના માટે એક સમર્પિત એન્જીનિયર હોઈ શકે છે, અથવા કેટલાય ટેક્નિકલ વિશેષજ્ઞ, મુખ્ય ટેકનિકલ અધિકારીની સાથે મળીને કામ કરી શકે છે.
અવસરઃ ડિજિટલીકરણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સ્માર્ટ શહેરો અને ઔદ્યોગિક સંચાલનમાં વૃદ્ધિ ભણી જોતાં આજે આ ક્ષેત્રોમાં કૌશલ્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થી નેટવર્ક નિષ્ણાંત અથવા નેટવર્ક સેવા ટેક્નિશિયન, નેટવર્ક મેનેજર, નેટવર્ક એન્જીનીયર, નેટવર્ક વિશ્લેષક/ પ્રોગ્રામર, નેટવર્ક મેનેજર અને નેટવર્ક સોલ્યુકશન આર્કિટેક્ટ બનીને મેનેજમેન્ટ કે સંગઠનાત્મક આવશ્યકતા અનુસાર નેટવર્ક સમાધાન બનાવવા માટે કામ કરવા જેવા અવસરોને હાસલ કરી શકે છે.
પ્રમુખ સંસ્થાઓઃ
૧. ભારતીય સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીઃ આ સ્વિસ ડ્યુઅલ સિસ્ટમ ઓફ સ્કિલ્સ એજ્યુકેશન પર કામ કરે છે, જેનું કન્સેપ્ટ એક મશીન પર એક વિદ્યાર્થી છે.
૨. રાજસ્થાન આઈ.એલ.ડી. સ્કિલ યુનિવર્સિટીઃ આ એક એવું વિશ્વવિદ્યાલય છે જે માત્ર કૌશલ્ય આધારિત પ્રોગ્રામ રજૂ કરે છે.
૩. દેશમાં બીજા પણ કૌશલ્ય વિશ્વ વિદ્યાલયો છે જે બી.ટેક ઔપચારિક પાઠ્યક્રમો સાથે કૌશલ્ય કાર્યક્રમો રજૂ કરે છે.
(૧) ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી, અહમદાબાદ.
(૨) સિબિયોસિસ સ્કિલ એન્ડ ઓપન યુનિવર્સિટી, પૂણે.
(૩) હરિયાણા વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી, ગુડગાંવ.
(૪) સેકોમ સ્કિલ યુનિવર્સિટી, કોલકાતા.
(૫) સેંચુરિયન યુનિવર્સિટી, ભુવનેશ્વર.
યુ.જી.સી.એ. તમામ સાર્વજનિક વિશ્વવિદ્યાલયોને બી.વૉક. અને એમ.વૉક. કાર્યક્રમો આપવાની પરવાનગી આપી છે. કેટલાક વિશ્વવિદ્યાલયોએ થીસિસની ઓફર શરૂ કરી દીધી છે. એ.આઈ.સી.ટી.ઈ. પણ આ પ્રકારના કૌશલ્ય કાર્યક્રમોને પ્રોત્સાહન આપે છે.