Saturday, July 27, 2024
Homeસમાચારકાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના સમાચાર ચિંતાજનક : જમાઅતે ઇસ્લામી હિંદ

કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના સમાચાર ચિંતાજનક : જમાઅતે ઇસ્લામી હિંદ

નવી દિલ્હી : જમાઅતે ઇસ્લામી હિંદે કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનાં સમાચારો પર ચિંતા વ્યક્ત કરી છે. જમાઅતે ઈસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ તેમના પ્રેસ નિવેદનમાં કહ્યું કે, “અમે કાશ્મીરમાં ચાલી રહેલી અથડામણોમાં સામાન્ય નાગરિકોના અકસ્માત થયાના અહેવાલોથી ચિંતિત છીએ. આ ખબર વધુ ચિંતાજનક છે કે મૃતકોના પરિવારોને મૃતદેહ મેળવવામાં પણ ઘણી સમસ્યાઓ અને મોડા થવાનો સામનો કરવો પડી રહ્યો છે.  NIA દ્વારા એક પ્રમુખ માનવાધિકાર કાર્યકર્તાની ધરપકડ પણ નિંદનીય છે. ક્રોસ ફાયરિંગ દરમ્યાન માર્યા ગયેલા સામાન્ય નાગરિકોને જમીની કાર્યકર્તા (OGW) કરાર આપવાથી જનતા પોલીસનો ફરી વિશ્વાસ કરી શકતી નથી. જો કે, અહીં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રત્યે જનતાનો વિશ્વાસ પહેલાથી જ ઓછો છે.”

તેમણે કહ્યું, “અમે અથડામણમાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકોની હત્યાની સ્વતંત્ર ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસો અને આ ઉપરાંત ન્યાયની આવશ્યકતાઓને ઝડપથી પૂર્ણ કરવાની માંગોનું સમર્થન કરીએ છીએ.” જો આવી ઘટનાઓ બનતી રહે છે અને તેમના વિરુદ્ધ સરકાર દ્વારા કોઈ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે સામાન્ય કાશ્મીરીઓની ધારણા મજબૂત થશે કે સરકાર દોષી પોલીસ અને સુરક્ષા અધિકારીઓને બચાવવાના પ્રયાસો કરી રહી છે અને તેમની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અમે અમારા જુના વલણ ઉપર અડગ છીએ કે કાશ્મીરનાં મુદ્દાને લોકો અને તેમના પ્રતિનિધિઓની સાથે વાતચીત દ્વારા સમાધાન કરવો જોઈએ. એવું લાગે છે કે રાજ્યમાં લોકતાંત્રિક મૂલ્યો ગાયબ થઈ રહ્યા છે અને લોકતાંત્રિક સંસ્થાઓનું તેજીથી પતન થઈ રહ્યું છે. જ્યારે કે તેમને સ્થિર અને મજબૂત કરવાની જરૂરત છે.” તેમના નિવેદનના અંતમાં જમાઅતના અધ્યક્ષે કેન્દ્ર સરકારને વચન યાદ અપાવ્યું કે કાશ્મીરને રાજ્યનો દરજ્જો શક્ય તેટલો વહેલો પૂર્વવત્ કરવામાં આવશે અને ત્યાં સ્વતંત્ર ચુંટણીઓ કરાવવામાં આવશે.

દ્વારા પ્રકાશિતઃ મીડિયા વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments