જમાઅતે ઈસ્લામી હિંદે હરિયાણામાં ઉભી થયેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મીડિયાને આપેલા નિવેદનમાં જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે જણાવ્યું હતું કે, “ધાર્મિક સ્થાનો પર થયેલા હુમલાઓ ચિંતાજનક છે અને તેને તાત્કાલિક નિયંત્રણમાં લાવવા જોઈએ.” આ નિવેદન હરિયાણાના સંદર્ભમાં હતું જ્યાં વિશ્વ હિન્દુ પરિષદની શોભા યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રાના કારણે સોહના અને નૂહમાં હિંસા થઈ હતી. આ દુર્ભાગ્યવશ ઘટનાઓમાં બે હોમગાર્ડ સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, “અમે તોફાની અને અસામાજિક તત્વો દ્વારા ભડકેલી હિંસાની નિંદા કરીએ છીએ અને હિંસા ભડકાવવા, ઉશ્કેરવા અને ભીષણ બનાવવા માટે ધાર્મિક સરઘસ સાથે હાથ ધરવામાં આવેલા ખુલ્લા હથિયારોનું વિતરણ હિંસક અને આત્મઘાતી છે. આ ઘટનાઓ સાંપ્રદાયિક તણાવને વેગ આપવા અને ધ્રુવીકરણના બીજ વાવીને રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવે છે.”
પ્રોફેસર સલીમ એ વધુમાં મૌલાના સાદ માટે વળતરની માંગણી કરી હતી, જેઓ સેક્ટર 57 મસ્જિદમાં તેમની સેવાઓ પૂરી પાડી રહ્યા હતા, જેમની અન્યો સાથે હત્યા કરવામાં આવી હતી. અને આ બાબતે તાત્કાલિક તપાસ કરવાની અને પૂર્વ બાતમી છતાં સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયેલા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. તેઓ અસલ ગુનેગારોને પકડવા નિષ્ઠાવાન પ્રયાસો કરવાને બદલે રેન્ડમ મુસ્લિમ યુવાનોની પક્ષપાતી ધરપકડની પણ સ્પષ્ટપણે નિંદા કરે છે.