Sunday, April 21, 2024
Homeમનોમથંનન્યાયપાલિકા ભગવા બુલડોઝરની અડફેટે…

ન્યાયપાલિકા ભગવા બુલડોઝરની અડફેટે…

૨૦૦૨માં થયેલ કોમી રમખાણો રાજ્ય સરકાર પ્રેરિત હતા તે બાબતે SIT (Special Investigation Team) દ્વારા મળેલી ક્લિનચીટને પડકારતી અરજી વિશે સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે.અરજીને ફગાવવા સુધી ઉચ્ચ ન્યાયાલય સીમિત ન રહેતાં તેણે વડાપ્રધાન મોદી, રાજ્ય સરકાર તેમજ સમગ્ર તંત્રને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું અને અરજીકર્તા વિરુદ્ધ એફઆઈઆર કરવાનો પણ આદેશ આપ્યો.

ચુકાદો અપેક્ષિત હતો, કારણ કે બુલડોઝરની અડફેટે માત્ર મુસ્લિમોના મકાનો નથી, ન્યાય પાલિકા પણ છે.

બિચારા જસ્ટીસને પણ સરકાર અને સરકારી નેતાઓને જસ્ટીફાઈ કરવા પડે છે. ખૈર! જીવન તો બધાને વ્હાલું છે તો ન્યાયાધીશને કેમ ન હોય! પોતાના વર્તમાન જીવનને અને આવનારા રીટાયરમેન્ટ પછીના દિવસોને પણ ન્યાય આપવો તેમની પ્રાથમિક ફરજ છે.!

રાજનીતિમાં તકનો લાભ લેવો ચાતુર્યની કસોટી હોય છે. અને આ કસોટીમાં ઉત્તિર્ણ થવામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ નિપુણ છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી તેમણે તુરંત ઇન્ટરવ્યુ આપ્યો અને તિસ્તા સેતલવાડ, તેમની એનજીઓ અને પ્રવર્તમાન સરકારી સનદી અધિકારીઓના આરોપોને રદીયો આપ્યો અને ગણત્રીના કલાકોમાં બધાની ધરપકડ પણ થઈ ગઈ. જાણે ઇન્ટરવ્યુ અને તેમાં કેટલાક નામોની ઘોષણા અને પછી ધરપકડ – સમગ્ર ઘટનાક્રમ સુનિયોજીત હોય તેવું પ્રતિત થાય છે.

ઝકીયા ઝાફરી કે જેમણે પોતાના પતિને જીવીત સળગતો જાેયો હોય, આરબીશ્રી કુમાર અને સંજીવભટ્ટ જેવા સનદી અધિકારીઓ કે જેઓેએ મુસ્લિમોનો કત્લેઆમ જાેયો હોય અને સતત બે દિવસ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી જાેઈ હોય, તો સ્વભાવિક છે કે રાજ્ય સરકારની સંડોવણી હોવાનો વિચાર પ્રબળ બને. SIT તેમાં ક્લિનચીટ આપે તો વ્યક્તિ પાસે લોકતંત્રમાં કોર્ટના દ્વાર ખખડાવ્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહે?

સુપ્રીમ કોર્ટ પહેલા હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી થઈ જ્યાં તેને ફગાવી દેવામાં આવી. હવે સુપ્રિમ કોર્ટે અરજી ફગાવ્યા સુધી બસ ન કરી બલ્કે તેનાથી આગળ વધી અરજીકર્તા ઉપર ગંભીર આરોપો લગાવી દીધા. આ ચુકાદા થકી સરકાર તમામ અન્યાય સામે લડતા કર્મશીલોને સંદેશ આપવા ઇચ્છે છે કે સરકાર વિરુદ્ધ થવું નહીં.. નહિંતર અંજામ જોવા જેવો થઈ શકે.

આ ચુકાદો સુચવે છે કે દેશના લોકતંત્રનો ત્રીજાે સ્તંભ હવે ભગવા રંગે રંગાઈ ચૂક્યો છે. એક પછી એક ચુકાદાઓ ન્યાયના માપદંડોના અનુસરણને બદલે શ્રદ્ધા અને બહુમતી લોકોની ઇચ્છા અને સરકારી દબાણના કારણે આવી રહ્યા છે. જે સુચવે છે કે દેશમાં લાંબા ગાળા સુધી લોકતંત્ર નહીં રહે. મોદી સરકાર લોકતંત્રના રસ્તે જ લોકતંત્રની હત્યા કરી રહી છે.

યાદ રહે.. અલ્લાહ અન્યાયને ચલાવી લેતો નથી. જે લોકો સત્તાના નશામાં તેમના વિરોધીઓનો ખાત્મો કરી રહ્યા છે.. સત્તા હાંસલ કરવા અને ટકાવી રાખવા જે ચાલબાજી રમી રહ્યા છે તે વધારે સમય ટકશે નહીં. તેમને મહેતલ આપવામાં આવી રહી છે કે તેઓ સુધરી જાય. પરંતુ તેઓ સમજી રહ્યા છે કે બધી સત્તા તેમના હાથમાં છે. હકીકતમાં સત્તાનો સર્વેસર્વા અલ્લાહ છે. જ્યારે તેમની મહેતલ પુરી થશે ત્યારે અઝાબનો કોરડો તેમની સત્તાના નશાને ચકનાચુર કરી દેશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments