જે.એન.યુ.ની ફી વધારીને અને લાન લઈ ભણવાનું મોડેલ સામે રાખીને ફરીવાર સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વિકાસની સરકારી પરિભાષામાં આપણા ગામ-કસ્બાના લોકો સામેલ જ નથી. જે ખેડૂતો-મજૂરો-શ્રમિકોના ટેક્ષના પૈસાથી વિશ્વવિદ્યાલય બન્યું, તેમના જ બાળકોને બહારનો રસ્તો દેખાડી દેવાશે, તો દેશના યુવાઓ મૌન ધારણ કરીને બેસી રહેશે? આવું કદાપિ નહીં થાય.
સરકાર હાલમાં બધું જ વેચી દેવાની તૈયારીમાં છે. દેશના લોકોના ટેક્ષથી બનેલ સરકારી ઉપક્રમ નિરંતર ખાનગી ક્ષેત્રના હવાલે કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે ખુલ્લા હૃદયે ધનિકોની કરોડો-અબજા રૂપિયાની લાન માફ કરનારી આ સરકાર સરકારી શિક્ષણ સંસ્થાઓના બજેટમાં નિરંતર ઘટાડો કરીને જ રહી છે, અને શિક્ષણને બજાર હવાલે કરી દીધું છે. સરકારી શાળાઓની હાલત કોઈનાથી છુપી નથી, અને ખાનગી શાળાઓ દેશની બહુમતી વસ્તીના બજેટથી બહાર થઈ ચૂકી છે. મરણ પથારી વશ હિંદી સરકારી શાળાઓથી ભણીને અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા પાસ કરીને, જ્યારે ગરીબોના બાળકો દેશના સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં પહોંચી રહ્યા છે, તો આ વાત પણ દેશના કરોડપતિ સાંસદો અને સરકારના રાગ-દરબારીઓને ખૂંચી રહી છે. શિક્ષણના જે.એન.યુ. મોડલ પર નિરંતર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેથી જિયો યુનિવર્સિટીના મોડલને દેશમાં સ્થાપિત કરી શકાય. જ્યાં ફકત ધનિકોના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ફૂકોએ કહ્યું છે કે “નોલેજ ઈઝ પાવર”. દેશના સામાજિક-રાજકીય-આર્થિક સંસાધનો પર કબ્જા કરીને ધનિક લોકો ગરીબોને જ્ઞાન પ્રાપ્તિથી દૂર રાખવા ઇચ્છે છે. એટલા માટે તેમને જે.એન.યુ. મોડલથી આટલી નફરત છે.
વિચિત્ર વાત છે કે દેશના વડાપ્રધાન નિરંતર ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની વાત કહી રહ્યા છે. પરંતુ ૫૦૦૦ બાળકોને ભણાવવા માટે દેશની સરકાર પાસે પૈસા નથી. સરકાર એક મૂર્તિ પર ૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે, નેતાઓ માટે ૨૦૦ કરોડના પ્રાયવેટ જેટ ખરીદી શકે છે, પરંતુ વિશ્વવિદ્યાલયો માટે તેમની પાસે બજેટ નથી. વિશ્વવિદ્યાલય કોઈ શોપિંગ મોલ નથી જ્યાં આપ ૫૦ ટકા ડિસ્કાઉન્ટનું બોર્ડ ટિંગાળી દો. એક પ્રગતિશીલ સમાજે શિક્ષણને નિવેશ તરીકે જાવું જાઈએ ન કે ખર્ચ તરીકે.
ખરેખર મામલો પૈસાનો પણ નથી, બલ્કે ગરીબ, ખેડૂતો, મજૂરો, બાળકોને કેમ્પસોથી છેટા રાખવાના ષડ્યંત્રનો છે. સરકારો “બેટી બચાઓ, બેટી પઢાઓ”નું સૂત્ર આપ્યું અને કામ કર્યું “ફી વધારો અને બેટી હટાઓ”નું. જે જે.એન.યુ.માં નિરંતર કેટલાય વર્ષોથી દીકરીઓની સંખ્યા દીકરાઓથી અધિક છે, ત્યાં ફી વધારાથી કેટલીય દીકરીઓ ભવિષ્યના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે. પાછલા કેટલાક વર્ષોથી પ્રવેશ પરીક્ષાનો મોડલ બદલીને વંચિત બાળકોને જે.એન.યુ.થી દૂર રાખવાના ષડ્યંત્રો છતાં આજે પણ જે.એન.યુ.માં ૪૦ ટકા વિદ્યાર્થીઓ તે પરિવારથી આવે છે, જેમની માસિક આવક ૧૨૦૦૦/-થી પણ ઓછી છે. સરકાર ફી વધારીને આ વર્ષોથી આવનાર વિદ્યાર્થીઓના જુસ્સા અને ઉમ્મીદોને તોડી નાખવા માગે છે.
સત્તા પ્રાપ્ત શક્તિઓ હંમેશાં વંચિત વર્ગોને જ્ઞાન પ્રાપ્ત કરવાથી દૂર રાખવા માટે દરેક પ્રકારના ષડ્યંત્રો રહ્યા છે. દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો એટલા માટે કપાવી નાખ્યો કે જેથી રાજાનો પુત્ર અર્જુન સર્વેશ્રેષ્ઠ ધનુર્ધર બન્યો રહે. આજે પણ સરકાર વિદ્યા પર મુઠ્ઠીભર લોકોના નિયંત્રણને ઇચ્છે છે. કારણ કે વિદ્યામાં તે શક્તિ છે, જેના આધારે નિર્ધન લોકોના બાળકો પોતાના જીવનને બહેતર બનાવી શકે છે. સરકારે એટલો ફી વધારો કર્યો છે કે નિર્ધન બાળક પી.એચ.ડી. કરીને કોઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર ન બની શકે. તે પછી દસમું પાસ કરીને ઢાબા પર કામ કરે, અથવા બી.એ. કરીને ઘેર ઘેર જઈને સામાન ડિલીવરી કરે. ધનવાનોના બાળકો નિશ્ચિંત થઈને ભણે, અને ગરીબના બાળકો પાર્ટટાઈમ જાબ કરીને ફી ચૂકવે, આ અસમાનતા વધારનારી વાત છે કે નહીં?
સરકાર ઇચ્છે છે કે ખેડૂતોને તેમના પાક પર સબસિડી ન મળે, પરંતુ તે જ ખેડૂતના પાકથી બનેલ ભોજન પર સંસદની કેન્ટીનમાં દેશના કરોડપતિ સાંસદોને સબસિડી મળતી રહેવી જાઈએ. યુનિવર્સિટીઓમાં રહેવા માટે ગરીબ વિદ્યાર્થીઓને મફત હોસ્ટેલ ભલે ન મળે, પરંતુ સરકારથી લાખો રૂપિયા પગાર મેળવનારા આજ કરોડપતિ-સાંસદોને લુટિયંસમાં મફત રહેવા માટે બંગલા મળતા રહેવા જાઈએ. રાજકીય પક્ષોને ડોનેશન આપનારા અબજાપતિ ઉદ્યોગપતિઓની બેન્ક લાન માફ થઈ જવી જાઈએ. અને ગરીબ બાળકોને લોનની જાળમાં ફસાવવા મજબૂર કરવા જાઈએ. આ બધી સરકારની ઇચ્છાઓ છે.
સરકાર એવી યુવા પેઢી બનાવવા ઇચ્છે છે જે લોન લઈને અભ્યાસ કરે, અને પછી લોન ચૂકવવામાં જ તેની હાલત એવી કફોડી થઈ જાય કે તેની પાસે મૂળભૂત પ્રશ્નો ઉઠાવવાનો ન તો સમય હોય અને ન જ શÂક્ત. ષડ્યંત્ર કરીને જે.એન.યુ. વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. જેમકે આ કહેવામાં આવી રહ્યું છે કે અહીં હોસ્ટેલમાં ફી મહિને ૧૦ રૂપિયા છે, જ્યારે કે સત્ય આ છે કે હોસ્ટેલમાં પહેલાથી જ વિદ્યાર્થીઓ મહિને લગભગ ૩ હજાર રૂપિયા મેસ બિલ ચૂકવે છે. આ જ નહીં, જે લોકો જે.એન.યુ.માં પાંચ વર્ષમાં પી.એચ.ડી. કરવાની વાત કરે છે, તેમને ખરેખર પૂછવું જાઈએ કે યુપી, બિહારની સરકારી કોલેજામાં આજે પણ ત્રણ વર્ષનો બી.એ., પાંચ વર્ષના કેમ થઈ રહ્યો છે? પરંતુ તેમનો ખૂંચી આ રહ્યું છે કે સબ્જીની લારી લગાવનારનો બાળક રશિયન અથવા ફ્રેંચ ભાષા ભણીને ટૂરિઝમના ક્ષેત્રમાં પોતાની કંપની કેમ કેમ ખોલી રહ્યો છે, અથવા આફ્રિકન કે લેટીન અમેરિકન અભ્યાસમાં પી.એચ.ડી. કરીને ફોરેન પોલીસી એક્ષપર્ટ કેમ બની રહ્યા છે?
આજે તે સર્વે લોકોને સામે ચાલીને જે.એન.યુ.ના સંઘર્ષમાં સામેલ થવું જાઈએ, જે સરકારી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરીને સરકારને ઇન્ટમટેક્ષ અને જી.એસ.ટી. બંને આપી રહ્યા છો, જા તેઓ મૌન રહ્યા તો કાલે તેમના બાળકોને લોન લઈને અથવા પાર્ટટાઈમ જાબ કરીને અભ્યાસ કરવો પડશે. સમગ્ર દેશમાં સરકારી કોલેજામાં ફી નિરંતર વધારવામાં આવી રહી છે, અને જે.એન.યુ.એ દરેક વખતે આ બાબતે અવાજ ઉઠાવ્યો છે. આજે જે.એન.યુ.ને બચાવવાનો સંઘર્ષ કોઈ એક વિશ્વવિદ્યાલયને બચાવવાનો સંઘર્ષ નથી, બલ્કે સમાનતા અને ન્યાયના તે મૂલ્યોને બચાવવાનો સંઘર્ષ છે, જેના આધાર પર આપણા લોકતંત્રની સ્થાપના કરવામાં આવી છે. યાદ રાખો આજે મૌન રહ્યા તો કાલે સન્નાટો છવાઈ જશે.
(લેખક JNU છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ છે)