ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજના ડોક્ટર રહી ચૂકેલા ડો. કફીલ ખાન જેમણે નવ માસની સજા ભોગવી અને હવે ક્લીન ચીટ.
યુપી સરકાર દ્વારા તપાસ કમિટીએ બે વર્ષ પહેલા ગોરખપુરના મેડિકલ કોલેજમાં બાળકોની મોતના મામલામાં કફીલ અહેમદ ખાનને તમામ આરોપોથી મુક્ત કરી દીધા.
તપાસ કમિટીના ૧૫ પેજના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોલેજમાં લિક્વીડ ઓક્સિજનની જાળવણી, ચુકવણી, ઓર્ડર, સપ્લાઈ અને વ્યવસ્થામાં કફીલ અહેમદ ખાનની કોઈ ભૂમિકા નથી.
વર્ષ ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં ગોરખપુરના બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં કેટલાક નવજાત શિશુના એક સાથે મોત થયા હતા. મોતનું કારણ હોસ્પિટલમાં ઓક્સિજનનું પૂરું થઈ જવું અને સમય પર ઓક્સિજન ન મળવાથી આ બાળકોના મોત થયા હતા. યુપી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી ઓક્સિજનની બાકી ચુકવણી ચૂકવવામાં આવેલ ન હોય, જેના લીધે ઓક્સિજનનું બિલ ચૂકવી શક્યા નહોતા.
આ મામલામાં શરૂઆતથી જ મેડિકલ કોલેજના ડોક્ટર કફીલ અહમદ ખાનની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા હતાં. ડોક્ટર ખાને કહ્યું હતું કે તેમણે જીવન બચાવવા માટે ઓક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા કરી હતી. ઘણી જગ્યાઓ પર ઓક્સિજનની વ્યવસ્થા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ બનાવની તપાસની શરૂઆતમાં જ યુપી સરકાર દ્વારા ગઠિત તપાસ એજન્સીએ આરોપ લગાડ્યા કે કફીલ અહેમદ ખાનની ભૂમિકા સંદિગ્ધ છે. તેના પર નાણાંની અનિયમિતતા, અનદેખી અને ભ્રષ્ટાચાર હેઠળ તપાસ બેસાડવામાં આવી હતી. 22 ઓગસ્ટ 2017ના દિવસે સસ્પેન્ડ કરવામાં આવ્યા.
હવે તપાસ અહેવાલ સામે છે. આ અહેવાલમાં આ લખવામાં આવ્યું છે કે કફીલ ખાન ઘટના સમયે રજા પર હતા. પરંતુ રજા હોવા છતાં કફીલ ખાને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિને સંભાળવા માટે બધા સંભવ પ્રયાસો કર્યા.
અહેવાલમાં ડોક્ટર કફીલના દાવાઓનું સમર્થન છે કે તેમણે પોતાના સ્તર પર વોર્ડની વ્યવસ્થા કરી અને જમ્બો સિલિન્ડરની વ્યવસ્થા કરી, જે લીક્વીડ ઓક્સિજન અચાનક પૂરું થઈ જવાના લીધે ઉત્પન્ન થઈ હતી.
કફીલ ખાન પર તબીબી બેદરકારીના પણ આરોપ લાગ્યા હતા. આ વિશે તપાસ કમિટીના અહેવાલે કહ્યું કે આ બાબત પર કોઈ સાબૂત જોવા મળ્યા નથી. કફીલ ખાન પર ઓક્સિજનની ખરીદીનો જે આરોપ હતો, તેના પર પણ સફાઈ આપી કે તે ઓક્સિજન ટેન્ડર પ્રક્રિયાનો ભાગ નહોતા.
આ અહેવાલ પર તપાસ અધિકારી સ્ટામ્પ તેમજ નિબંધન વિભાગના પ્રમુખ સચિવ હિમાંશુ કુમારના હસ્તાક્ષર છે.
આ વિશે મીડિયાથી વાતચીત કરતા ડો. કફીલ ખાને કહ્યું કે,
“આ સમગ્ર મામલાની કાયદાકીય તપાસ થવી જોઇએ. આ બનાવના ખરા અપરાધી તે લોકો છે, જેમણે સમયસર ઓક્સિજનનું ચૂકવણું ન ભર્યું. જે પરિવારોના બાળકો માર્યા ગયા, તેમના ઘરવાળાઓ હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.”
આ જ બનાવમાં કફીલ ખાન નવ માસ જેલમાં રહી ચૂક્યા છે અને મેડિકલ કોલેજમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા હતા. જ્યારે આ મામલો સામે આવ્યો હતો ત્યારે યુપી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે બયાન આપ્યું હતું કે ઓગસ્ટમાં બાળકો તો મર્યા કરે છે.