Thursday, June 20, 2024
Homeઓપન સ્પેસજ્ઞાનના સાગર માટે ગાગરની શોધ

જ્ઞાનના સાગર માટે ગાગરની શોધ

અત્હરુલ્લાહ શરીફ

કોવિડ-૧૯ના કારણે લોકડાઉન દરમ્યાન જીવનની રોજિંદી બાબતો જ્યારે થોભી કે સંકોચાઈ ગઈ હતી ત્યારે ટેકનોલોજીની પ્રગતિએ આભાસી જગત (virtual world)થી પરિચય કરાવ્યો. આ આભાસી જગતે વાસ્તવિક દુનિયાને સહારો આપ્યો. મોટાભાગની જરૂરતોને પૂરી કરી. તબીબી જરૂરતો, કારોબારી જરૂરતો, જ્ઞાન અને શિક્ષણની જરૂરતો વિ. બધી પૂરી થતી રહી. હવે આ નવી વ્યવસ્થા (new normal) બનતી જઈ રહી છે. સમયના બદલાતા તકાદાઓને પૂરા કરવા  જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી છે. “પ્રચલિત ચલણી નાણા”નું ભવિષ્ય હંમેશાં સલામત રહે છે. એટલે કે સમયની સાથે ટેકનોલોજીમાં જે પ્રગતિ થાય છે તેની સાથે સાનુકુળતા-મેળ થઈ જાય તો સમય અને સ્થળના અંતર સમેટાઈ કે સંકોચાઈ જાય છે. આનાથી માત્ર પ્રગતિ જ નહીં બલ્કે અસ્તિત્વ પણ શક્ય છે. વિદ્યાર્થીઓ માટે પણ સગવડો ઘણી બધી છે. ભણવા-ભણાવવા અને અભ્યાસને જાણે કે પાંખો લાગી ગઈ છે. પુસ્તકનું રૂપ પણ બદલાઈ ગયું છે. હવે, ડિજિટલ પુસ્તકે કાગળના પુસ્તકની જગ્યા લઈ લીધી છે. આ પ્રમાણમાં સરળ અને સગવડદાયક છે. લગભગ દરેક વિષય પર માહિતીનો ભંડાર ખૂબ જ સહેલાઈથી હાથવગો થઈ રહે છે. જાેવાના અને સાંભળવાના (audio & visual) સાધનો દ્વારા મામલાના ઊંડાણ સુધી પહોંચવું, નિષ્ણાતોથી સંપર્ક અને તેમનાથી લાભાન્વિત થવું હવે જાણે કે બાળકોની રમત બની ગઈ છે.

મદ્રસા, વર્ગ-ખંડ, બેઠક અને સભાના રૂપ બદલાઈ રહ્યા છે. ભણવા-ભણાવવાના સ્વરૂપો પણ બદલાઈ રહ્યા છે, જ્યારે કે ઘણા બધા કોચિંગ સેન્ટર્સ હવે ઓનલાઈન કોચિંગ આપી રહ્યા છે. આવવા-જવાના સમયમાં બચત, શાળાની ઇમારતો અને અન્ય જરૂરિયાતો (ઇન્ફ્રાસ્ટ્રકચર)થી પણ મુક્તિ અને સામૂહિક રીતે જાેતાં ખર્ચાઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કોચિંગના પ્રવેશ ફોર્મ પણ ઓનલાઈન ભરવાના હોય છે, અને પ્રવેશ ફી પણ. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) અને અન્ય ઓપન યુનિવર્સિટીઓની સંપૂર્ણ વ્યવસ્થા પણ આ જ ઢબે ચાલે છે. કાગળિયા-પુસ્તકોની છપામણી અને રવાનગીની ઝંઝટોથી પણ છુટકારો મળી ગયો છે. બલ્કે નોટબુક્સ પણ પોપટની જેમ હાથોથી નીકળતી જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં પેનો પણ મ્યુઝિયમમાં ઇજ્જતભેર સજાવીને રાખવામાં આવી શકે છે. નોટ્‌સ લેવી, કોઈ ખાસ મુદ્દાને ઉભારવો, બુક માર્ક રાખવા, જુદા જુદા રંગો પૂરા અલગ અલગ મુદ્દાઓને દર્શાવવા, આ બધું પેન વગર પણ શક્ય છે. કુઆર્નની આયત શોધવી હોય કે પછી કોઈ પુસ્તકનું કોઈ વાક્ય, થોડીક સેકન્ડ્‌સનું કામ થઈ ગયું છે. ઈ-બુક્સમાં તમામ સવલતો મોજૂદ છે. આ જુદી વાત છે કે હસ્તલેખન (handwriting) ખરાબ થવા લાગ્યું છે. પરંતુ લેખનની હવે આ જ બાબત સામાન્ય પણ બની ગઈ છે. ઇન્ટરનેટની આ જાળ, ભાષા તથા સાહિત્ય અને જાેડણીની ભૂલોને પોતાના પાલવમાં સંતાડી લે છે. જાણે કે આ ‘તમામ અવગુણોને ઢાંકનાર’નો ગુણ પોતાનામાં ધરાવે છે. આપ મેળે શબ્દો સૂચવે છે. આ બધું જાણે કે આંગળીના એક ઇશારાની રાહ જુએ છે. જેવો  ઇશારો મળ્યો કે તુરંત હરોળબદ્ધ ગોઠવીને વાક્યો બનાવી દે છે, અને આમ લખાણ પણ તૈયાર થઈ જાય છે.

ઈ-બુક્સ સાથે જેટલી હદે સંબંધ મજબૂત હશે અધ્યયન સરળ અને લાભાન્વિત થવું વિસ્તૃત, વિશાળ અને ગાઢ હશે. ડિજિટલ લાયબ્રેરીનું ચલણ સામાન્ય કે પ્રચલિત થતું જઈ રહ્યું છે. જ્યાં વિવિધ વિષયો પર ઢગલા બંધ પુસ્તકો ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ પર જે-તે વિષયોના નિષ્ણાતોના વિશેષ લેખો પણ મળી જાય છે. અને શોધ-પત્રો (રિસર્ચ પેપર્સ) પણ. તેમની વેબસાઇટ્‌સ પર જઈને તેમનાથી પ્રત્યક્ષ સંપર્ક કે પત્ર-વ્યવહાર e-mail પણ કરી શકાય છે. વિવિધ નિષ્ણાંતોથી વિચારોની આપ-લે પણ ઘરે બેઠાં જ કરી શકાય છે. બલ્કે સ્માર્ટ ફોને તો ઘરની ચાર દીવાલોની જરૂરત પણ હટાવી દીધી છે. આ ખરૂં છે કે વ્યક્તિગત્‌ રીતે શાળા અને કોલેજમાં શિક્ષકોથી પ્રત્યક્ષ શિક્ષણ મેળવવાનો કોઈ વિકલ્પ નથી હોઈ શકતો, પરંતુ જાે પહેલાંથી જ સંબંધિત વિષયો પર ઉપલબ્ધ માહિતી નેટ દ્વારા અધ્યયનમાં હોય તો શિક્ષકોના લેકચર્સ અને તેમના પર વિચારોની આપ-લેથી વિષય પર સારી પકડ આવી શકે છે.

હવે સ્માર્ટ ફોન સામાન્ય થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ પાસે આ સગવડ ન હોય તે પણ પોતાના મિત્રોથી મદદ લઈ શકે છે. જે રીતે પુસ્તકો માગીને વાંચતા હતા એવી જ રીતે ફોન પણ લઈ શકાય છે. ફોન પોતાનો હોય કે બીજાનો ઉપયોગ સાચો-યોગ્ય થવો જાેઈએ. જાે શિક્ષણમાં રુચિ છે અને પોતાના ભવિષ્યને ઉજજ્વળ કરવાની સાચી ધગશ છે તો પછી સ્માર્ટ ફોનથી ઘણો ફાયદો ઉઠાવી શકાય છે.

બારીક મુદ્દોઃ

આ અસંખ્ય વિશેષતાઓ સાથે આ પણ વાસ્તવિકતા છે કે સ્માર્ટફોન વ્યક્તિમાં ધ્યાન (વિચાર, એકાગ્રતા)માં ખલેલ-વિક્ષેપ (distractions) પહોંચાડવાનું માધ્યમ છે. સોશ્યલ મીડિયા તેમાંથી એક છે. સોશ્યલ મીડિયાની બનાવટ જ એવી છે કે તે મનુષ્યને તેની સાથે જકડી રાખે છે. અને તેનો વધુમાં વધુ સમય એના પર જ ખર્ચ કરાવે છે. ભૂલથી પણ જાે ક્યાંક આપણે સોશ્યલ મીડિયાની પોસ્ટ અને વીડિયોઝને  અધ્યયન-અભ્યાસમાં સામેલ કરવા લાગીએ તો એ તદ્દન અન્યાયી પગલું હશે. આ વાતનું સ્પષ્ટ હોવું પણ અત્યંત જરૂરી છે કે આપણે સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટ પર પ્રાપ્ય દરેક લિખિત વસ્તુને વાંચીને તેને અધ્યયન-અભ્યાસમાં સામેલ કરવા ન લાગી જઈએ. સ્માર્ટ ફોન એક જીનની જેમ છે. જ્યાં સુધી તેના પર આપણો કાબૂ મજબૂત છે ત્યાં સુધી તે આપણું દરેક કાર્ય કરતો રહેશે. જાે આપણાથી સ્હેજ પણ બેદરકારી થઈ અને જીન પર આપણી પકડ કમજાેર કે ઢીલી થઈ કે તે આપણી ઉપર કબજાે જમાવી લેશે અને સમગ્ર મામલો બગડી જશે. પછી કોઈ સારા “આમિલ”ના મજબૂત અને ખાસ “અમલ” દ્વારા જીનના કાબૂ કે પકડમાંથી આપણે છૂટી તો શકીએ છીએ પરંતુ જીન ફરીથી આપણા કાબૂમાં આવે તે મુશ્કેલ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments