Monday, June 24, 2024
Homeસમાચારધાર્મિક જનમોર્ચાના ધર્મગુરુઓ સાથે પીએમ મોદીએ કરી ઓનલાઇન વાતચીત

ધાર્મિક જનમોર્ચાના ધર્મગુરુઓ સાથે પીએમ મોદીએ કરી ઓનલાઇન વાતચીત

ધાર્મિક જનમોર્ચાની દેખરેખમાં વિભિન્ન ધર્મગુરુઓ અને ધાર્મિક સંગઠનોના 11 પ્રતિનિધિઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ બુધવારે ઓનલાઇન ચર્ચા કરી, જેનો વિષય “કોરોના મહામારીના પડકારો : ધાર્મિક સંગઠન અને સરકારોના સંયુક્ત પ્રયાસ” હતો.

ધાર્મિક જનમોર્ચા વિભિન્ન ધર્મગુરુઓ અને ધર્માચાર્યોનું એક સંયુક્ત મંચ છે. જે પ્રેમ, સૌહાર્દ, સહિષ્ણુતા અને લોકતાંત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા તથા માનવતાનાં આધાર પર દેશમાં પરસ્પર સહયોગ તથા બંધુત્વને મજબૂત કરવાનાં ઉદ્દેશો સાથે કાર્યરત છે.

બુધવારે પ્રધાનમંત્રી સાથે થયેલી આ ઓનલાઇન ચર્ચામાં 11 ધર્મગુરુઓ શામેલ થયાં હતાં. જેમાં શંકરાચાર્ય શ્રી ઓન્કારનંદ સરસ્વતી (પ્રયાગપીથ), પીઠાધીશ ગોસ્વામી સુશીલ જી મહારાજ, ગલતાપીઠાધીશ અવધેશાચાર્ય, ગુરૂદ્વારા બંગલા સાહેબનાં મુખ્ય ગ્રંથી જ્ઞાની રંજીત સિંહ, ફાધર ડોક્ટર એમ. ડી. થોમસ, આચાર્ય વિવેક મુનિ, બ્રહ્માકુમારીથી બહેન બી. કે. આશા, રામકૃષ્ણ મિશનના સ્વામી શાંતઆત્માનંદ, રવિદાસિયા ધર્મ સંગઠનના સ્વામી વીર સિંહ હિતકારી, બહાઈ ધર્મના ડોક્ટર એ. કે. મર્ચેંટ અને જમાઅતે ઇસ્લામી હિંદના સેક્રેટરી પ્રોફેસર સલીમ એન્જિનિયર હતા.

આ ચર્ચામાં તમામ ધર્માચાર્યોએ પહેલાં પોતાના વિચારો રાખ્યાં અને સૂચનો રજૂ કર્યા. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ધર્મગુરુઓનાં વિચારો તેમજ સૂચનોને સાંભળ્યા બાદ પોતાની વાત શેર કરતાં કહ્યું કે ધર્મગુરુ અને ધાર્મિક સંસ્થાઓએ પરસ્પર સહયોગની સાથે કામ કરવું જોઈએ અને પોતાની રાજ્ય સરકારો સાથે પણ સતત સંપર્કમાં રહેવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ધર્મગુરુઓને રસીકરણ વિશે ફેલાયેલા લોકોનાં ભ્રમ દૂર કરવા માટે પણ કાર્ય કરવાની સલાહ આપી. તેમણે સ્વતંત્રતાનાં 75 વર્ષીય કાર્યક્રમમાં ભાગ લેવા અને તેમાં સહયોગ આપવાનું પણ આહ્વાન કર્યું.

તેમણે ધર્મગુરુઓ સાથે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” માટે હળીમળીને કાર્ય કરવાનું પણ આહ્વાન કર્યું.

કેન્દ્રીય ધાર્મિક જનમોર્ચાના સંયોજક પ્રોફેસર સલીમ એન્જિનિયરે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે પ્રધાનમંત્રી સાથે થયેલી ઓનલાઇન ચર્ચામાં ધર્માચાર્યો દ્વારા નીચે મુજબ વિચારો તેમજ સૂચનો રજૂ કરવામાં આવ્યા.

  1. કોરોનાની આ મહાપડકારનો સામનો સરકાર એકલા હાથે કરી શકતી નથી. તમામ ધર્મગુરુઓ, સંસ્થાઓ, સામાજિક સંગઠનો તથા સરકારોને દરેક સ્તરે હળીમળીને કાર્ય કરવું પડશે.
  1. મહામારીનો આ પડકારનો સામનો ત્યારે જ સફળતાથી કરી શકાય છે, જ્યારે દેશમાં પરસ્પર પ્રેમ, સદ્ભાવ, વિશ્વાસ મજબૂત હોય અને કોઈ પણ પોતાને અસુરક્ષિત મહેસૂસ ન કરે. આ સંબંધમાં ધર્મગુરુ અને સરકાર બંને પોતપોતાના ક્ષેત્રોમાં પ્રયાસ કરે. પરસ્પર પ્રેમ અને સદ્ભાવને નબળાં કરવા અને પરસ્પર નફરત ફેલાવનારાઓને સામાજિક સ્તરે ધર્મગુરુ તથા સંસ્થાઓ તથા સરકારી સ્તરે રાજ્ય તથા કેન્દ્ર સરકાર રોકવાના ગંભીર પ્રયાસ કરે.
  2. રસીકરણના કાર્યક્રમમાં ઝડપી લાવવાની આવશ્યકતા છે. ધર્મગુરુ રસીકરણ માટે સમાજમાં જાગૃતતા અભિયાન ચલાવે તથા સરકાર રસીઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે.
  3. આ આફત દરમ્યાન થયેલા નુકસાનથી બોધ પ્રાપ્ત કરતાં સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓને આપણે અનેક ગણી વધારવાની જરૂરત છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે બજેટ વૃદ્ધિ કરવાની જરૂરત છે.
  4. બીજી લહેર દરમ્યાન દવાઓ તથા સ્વાસ્થ્ય સુવિધાઓની કાળાબજારી અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા વસૂલ કરવાની ઘટનાઓ મોટી સંખ્યામાં સામે આવી હતી. ભવિષ્યમાં આવું ન થાય તેની માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા કડક પગલાં લેવામાં આવે.
  5. બીજી લહેર દરમ્યાન પણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા, આશ્રમ, દરગાહો તથા અન્ય ધર્મસ્થળ માનવ સેવાનાં કેન્દ્ર બન્યાં હતાં. સરકારી સંસાધનોની મદદથી સેવાનાં આ કાર્યો ખૂબ જ મોટા સ્તરે કરી શકાય છે. આની માટે ધર્મગુરુ તથા સરકારો મળીને કાર્ય કરે.
  6. બીજી લહેર દરમ્યાન મોટી સંખ્યામાં જાનહાનિ થઈ અને ગેર વ્યવસ્થાઓ સામે આવી. જનતા તરફથી કોવિડ નિર્દેશોનાં પાલનમાં બેદરકારી થઈ અને આપણે મસમોટા ભીડવાળા ધાર્મિક તેમજ રાજનૈતિક આયોજનો રોકવામાં અસફળ રહ્યા. આ બધાં પાસાઓની ઈમાનદારીથી સમીક્ષા કરીને ભવિષ્યમાં સુવ્યવસ્થિત અને અનુશાસિત રૂપે કાર્ય કરવા માટે આવશ્યક પગલાં ઉઠાવવામાં આવે.
  7. ધર્માચાર્યોએ આફતના નૈતિક પાસાઓની તરફ પણ ઈશારો કરતાં કહ્યું કે પ્રાકૃતિક આફતો આવવાનું એક કારણ તો માનવજાતિ દ્વારા પ્રાકૃતિક સંસાધનોના દુરુપયોગથી પેદા થનાર અસંતુલન છે. તો બીજી તરફ સમાજમાં પ્રસરેલી અનૈતિકતા, અન્યાય, અત્યાચાર, શોષણ, હિંસા તેમજ પક્ષપાત પણ છે. આથી આપણે જોઈએ કે આપણે વ્યક્તિગત રૂપે, સામૂહિક રૂપે, તેમજ સરકારી સ્તરે ઈમાનદારીથી પોતપોતાની ભૂલોનું આત્માવલોકન કરીએ અને તેની પર પ્રાયશ્ચિત કરીએ. સાથે ઈશ્વરથી ક્ષમા માંગીએ અને પોતાની અંદર સુધારણા લાવવાનો ગંભીર પ્રયાસ કરીએ. આશા છે કે ઈશ્વર આપણા સહુને ક્ષમા કરીને આપણી પણ કૃપા કરશે અને કોરોના મહામારીની આફતથી આપણને મુક્તિ આપશે.

સરકાર, જનતા, ધાર્મિક તથા સામાજિક સંગઠનોની સાથે સતત આવશ્યક અનુસાર ચર્ચા, સંવાદ તેમજ સલાહ તથા વિમર્શ કરવાથી વાસ્તવિક સ્થિતિઓ તેમજ લોકોની સમસ્યાઓ સામે આવે છે. પ્રધાનમંત્રીનું આ પગલું સ્વાગત યોગ્ય છે. આને ચાલું રાખવું દેશ માટે આવશ્યક છે અને ઉપયોગી પણ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments