Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપકોવિડ-19 ! કોરોના રોગચાળા ઉપરાંત હોનારત વ્યવસ્થા

કોવિડ-19 ! કોરોના રોગચાળા ઉપરાંત હોનારત વ્યવસ્થા

કોરોના રોગચાળા ઉપરાંત હોનારત વ્યવસ્થા

(ન્યાય પ્રણાલી પર આધારિત)

સરકાર, તેની નીતિઓ અને રાજનેતાઓ ભલે તે સત્તા પક્ષના હોય કે વિપક્ષના, તેના ખોટા પક્ષોની આલોચના કરવું ખોટું નથી. લોકતાંત્રિક પ્રણાલીમાં, આલોચના હંમેશા રાજ્યને કાર્યકુશળ બનાવે છે. આલોચના ફક્ત આલોચનાના ઈરાદાથી કરવી પણ યોગ્ય નથી. બલ્કે આપણે આલોચના આ ઈરાદાથી કરીએ કે તે રાજ્યને કુશળ બનાવવામાં આપણો સહયોગ કરી શકે. વિભિન્ન દળ સત્તામાં આવતા જતા રહે છે. પરંતુ નીતિઓ, કાર્યો અને નિયમ એ રીતે જ રજૂ થાય છે અને જનતાને પ્રભાવિત કરે છે.

જેમ કે દુનિયાના મોટા ભાગમાં રોગચાળાના લીધે તાળાબંધી છે, આવી પરિસ્થિતિઓ માનવ ઈતિહાસમાં નવી નથી. આના પહેલા પણ આપણે આ પ્રકારના રોગચાળોનો સામનો કર્યો છે. કેટલાક રાષ્ટ્રો આ હોનારતોમાંથી બહાર આવી ગયા છે અને પોતાના દેશને શ્રેષ્ઠ રીતે વિકસિત કર્યો છે. લોકડાઉન પછી ખેતી, કપડા, ટેકનોલોજી, તબીબી તેમજ વ્યવસાય જેવા પ્રત્યેક સેક્ટરમાં મંદી આવવાની પૂર્ણ સંભાવના છે. વ્યાપક મંદીના આ સંકટની સંભાવનાને જાણ્યા અને આ સમજ્યા પછી કે આનો સામાન્ય નાગરિક પર ખૂબ જ મોટો પ્રભાવ પડી શકે છે, ખાસ કરીને સરકારી તેમજ ખાનગી હિતધારકોને પોતાના હિસ્સાનું યોગદાન આપવું જોઈએ.

સંકટથી બચવાના ઉપાયો પર ચર્ચા કરતા પહેલા આ જાણવું અત્યંત આવશ્યક છે કે આખરે સંકટ છે શું?

આ પ્રકારનું સંકટ કઈ રીતે પોતાની જગ્યા બનાવે છે કે ફેલાય છે? આને ખૂબ જ સરળતાથી સમજાય એવા કારણો છે, જેમ કે :

સંકટ કઈ રીતે શરૂ થાય છે કે વિકસે છે?‌ પ્રારંભિક ચેતવણી પછી પણ રાજ્ય અને તેના હિતધારકોની બેદરકારી અને સુસ્તપણાના કારણે તથા શરૂઆતના ચરણોમાં સંકટનો ઉકેલ લાવવા માટેના શંસાધનોનો ઉપયોગ ન કરવા અને નુકસાન પહોંચતા પહેલા પ્રાથમિકતાઓ નિર્ધારિત ન કરવાના કારણે આ ફેલાય છે અને મોટા પાયા પર નુકસાનની ભૂમિકા ભજવે છે.

સંકટ વ્યવસ્થા :

આ કોઈ વ્યક્તિ, સંગઠન, રાજ્યને રોગચાળા જેવા સંકટના સમયે બચાવવાની એક વ્યવસ્થા છે. આ એક એવી પદ્ધતિ છે જે સંકટથી લડી રહેલા નાગરિકોને આ સંકટથી બહાર લાવે છે અને વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને પારદર્શિતાની ગેરંટી પણ આ દરમિયાન આપવામાં આવે છે.

સમાધાન :

સંરક્ષણવાદી થવાના બદલે શંસાધનોની વહેંચણી કરવી :

આ સંબંધમાં આપણને ઈસ્લામના અંતિમ દૂત હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના જીવનના કેટલાંક ઉદાહરણોથી સંકટ વ્યવસ્થાને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળશે. ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાવાળી વ્યક્તિ અને તેનું ઉલ્લંઘન કરવાવાળાઓની તુલનામાં પ્રતિબંધોનું ઉદાહરણ એ વ્યક્તિઓના ઉદાહરણોની જેમ છે જેમણે હોડીમાં પોતાનું સ્થાન મેળવવા માટે ઘણું બધુ કર્યું. એ વ્યક્તિઓના ઉદાહરણની જેમ, જેણે બોટમાં પોતાની બેઠકો માટે ઘણું બધુ આકર્ષિત કર્યું. જ્યારે નીચલા હિસ્સાવાળાઓને પાણીની જરૂર પડી, તો તેને પાણી લાવવા માટે ઉપર જવું પડ્યું. (બીજાને મુસીબતમાં નાખીને) તો એમને ખ્યાલ આવ્યો કે શા માટે આપણે આપણા ભાગના પાણી માટે એક છીદ્ર પાડીએ અને‌ ઉપરવાળાને વારંવાર હેરાન કરવા કરતા અહીંથી જ પાણી મેળવી લઈએ. જો ઉપરી હિસ્સાના લોકો નીચલા હિસ્સાના લોકોની મદદ કરે છે અને તેને આવું કરવાથી રોકે છે તો હોડીમાં બેઠેલા સૌ લોકો સુરક્ષિત રહેશે. નહીં તો બધા જ ખતમ થઇ જશે. આ ઉદાહરણથી આપણે આ સમજી શકીએ છીએ કે કોરોના જેવી મહામારીના કારણે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન આપણે આપણા પાડોશીઓ, ગરીબો, મજૂરોની સહાયતા કરવી જોઈએ.

મર્યાદિત સંસાધનોની સાથે સંકટથી બચાવ :

ઈસ્લામના પયગંબર હઝરત યુસુફ અલયહીસ્સલામે મિસ્રમાં સંકટનો સામનો કરવા માટે દીર્ઘકાલીન યોજનાના આધાર પર એક સુધારાવાદી નીતિ રજૂ કરી હતી અને આ આપણા માટે વર્તમાન સ્થિતિમાં પણ ઉદાહરણ બની શકે છે. આ નીતિ ચાર આર્થિક સંચાલનો પર આધારિત હતી. 1. ઉત્પાદન, 2. ઉપભોગ, 3. બચત અને 4. પુનઃ રોકાણ (બચત નો ભાગ)‌‌. તેમણે પ્રત્યેક આર્થિક પ્રક્રિયાના ઉદ્દેશો, તેની શ્રેષ્ઠતા, તેની નીતિઓ તથા તેને લાગુ કરવાની યોજનાને નૈતિકતાની કમી વગર પ્રસ્તુત કરી હતી.

મિસ્રના રાષ્ટ્રપતિને પયગમ્બર યુસુફ દ્વારા આપવામાં આવેલી સમાધાનની નીતિના પાછળ તત્વજ્ઞાન આ હતું કે, “સાત વર્ષ સુધી સતત તમે લોકો ખેતીવાડી કરતા રહો. આ મુદ્દત દરમિયાન જે પાકો તમે કાપો તેમાંથી ફક્ત થોડો ભાગ જે તમારા ખોરાક માટે કામ આવે, રહેવા દો અને બાકીના ભાગને તેના ડૂંડાઓમાં જ રહેવા દો. પછી સાત વરસ ખૂબ જ સખ્ત હશે, તે જમાનામાં તે બધું અનાજ ઉપયોગમાં લેવામાં આવશે, જે તમે તે સમય માટે જમા કરશો, જો કશું વધશે તો બસ આ જે તમે બચાવીને રાખ્યું હશે. (અલ કુર્આન)

કૃષિ ક્ષેત્રમાં સંરક્ષણ :

ભોજન દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે અને તે ઘણા રાજ્યમાં અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. મોટી ખેતી ઉપરાંત લોકડાઉનના કારણે લોકોને નિમ્ન સ્તર પર ઘર આધારિત ખેતી શરૂ કરવાની આવશ્યકતા હોય છે, આવામાં શાકભાજી, અનાજ, ફળ વગેરે જેવી ખેતી થઈ શકે છે. કેટલાક લોકોની પાસે ઉપજાઉ જમીન હોઈ શકે છે, ખાસ કરીને ગામડાઓમાં. આનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવી શકે છે જે ન ફક્ત અલ્પકાલીન લક્ષ્યોને પૂર્ણ કરશે બલ્કે અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપશે. સોનિયા ગાંધીએ ભારતના પ્રધાનમંત્રી ને સલાહ આપી કે, “કાપણીના મોસમના ચરમ પર આ લોકડાઉન લાગુ થયેલ છે. કૃષિ પાક માર્ચના અંત સુધી મોટાભાગના રાજ્યોમાં કાપણી માટે તૈયાર છે. જોકે ભારતની લગભગ 60% વસ્તી આર્થિક રૂપથી ખેતી પર નિર્ભર છે. આથી આ જરૂરી છે કે કેન્દ્ર સરકાર MSP પર પાકોની કાપણી અને તેને સક્ષમ બનાવવા માટે આવશ્યક પગલાં લે. ખેડૂતો પાસે બધા પ્રકારની ઉઘરાણીને છ મહિનાની મુદત માટે મોકૂફ રાખે અને ઋણ ચૂકવવામાં ઉદારતા તેમજ રાહત આપવા પર વિચાર કરવાનો પણ આ યોગ્ય સમય છે.

લઘુ ઉદ્યોગોનું સમર્થન :

કોવિડ-19 રોગચાળાના કારણે નાના વ્યવસાયોને પણ મહત્ત્વપૂર્ણ આર્થિક પ્રભાવોનો સામનો કરવો પડશે. સરકારને નિશ્ચિત કરવું જોઈએ કે SIDBI દ્વારા SME માટે ઉદ્યમીઓને પહેલાંથી વધુ અનુકૂળ શરતો પર ઋણ પ્રદાન કરવા જેવા પગલાંઓ ઉઠાવવા જોઈએ જેનાથી તેના પ્રભાવને ઓછો કરી શકાય. મોટી કંપનીઓ પણ પોતાના પૈસાને ચેનલાઈઝ કરવા માટે નાના સપ્લાયર્સને રકમ આપીને બોન્ડ માર્કેટમાંથી પૈસા મેળવવાનો એક ઉપર્યુક્ત રસ્તો શોધી શકાય છે. – – રઘુરામ રાજન (પૂર્વ આરબીઆઈ ગવર્નર)

ખેડૂતો, નાના ડીલરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તમામ સંભવિત બોન્ડ(જેમ કે લાભ અને નુકશાનના આધાર પર શેરધારકોને)ના સાથે વ્યાજ મુક્ત ઋણ આપી રોગચાળા ઉપરાંત અલ્પ અવધિમાં પણ અર્થવ્યવસ્થાને સ્થિર કરવામાં મોટી રાહત મળશે.

ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય ઉપયોગ :

ખર્ચાઓમાં કપાત, કોવિડ-19 ની સામે લડવા માટે આવશ્યક નાણાને એકત્રિત કરવાનું મોટુ સાધન અને સમયની મહત્વપૂર્ણ આવશ્યકતા છે. લોકડાઉન મુદત દરમિયાન વિભિન્ન ઘટનાઓ, કેન્દ્ર તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ માટે ફાળવેલ યાત્રા ખર્ચ (આંતર રાજ્ય, દેશ અને વિદેશ યાત્રાઓમાં)ને કોરોના મહામારી સામે લડવામાં ખર્ચ કરવામાં આવે.

સડકના કિનારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર માટે લગાવવામાં આવતા હોર્ડિંગ્સ જાહેરાતો પર કરવામાં આવતા ખર્ચના ફંડને તાત્કાલિક પ્રભાવથી રોકવુ જોઈએ કેમ કે જનતા સડકો પર નથી.

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો તથા પીએસયુ દ્વારા ઓછામાં ઓછા બે વર્ષની મુદ્દત માટે મીડિયા જાહેરાતો (ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા) પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. પરીક્ષાઓના સંચાલન પર ખર્ચ થનારી ધન રાશિને અધિકૃત ખાનગી સ્કૂલોને મોકલે જેથી તે સંસ્થા બદલામાં આગલા શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓ પાસેથી ૩૦ ટકા ફીસ ઓછી લે. જો પ્રત્યેક એમ.એલ.એ/ એમ.એલ.સી, સાંસદ (રાજ્યસભા અને લોકસભા બંને) ઉદ્યોગપતિ/વ્યવસાયી, સેલિબ્રિટી (ફિલ્મ અને રમત) અને બિન સરકારી સંગઠન ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે એક ગામડાને દત્તક લઈ લે છે, તો દેશભરમાં ઓછામાં ઓછા ૧૫ હજાર ગામડાઓ/ ક્ષેત્રોનો વિકાસ થઈ શકે છે અને આ બાકી દુનિયા માટે એક મોટું ઉદાહરણ હોય શકે છે.

આ રીતે સંલગ્ન વિભાગો તમામ સંભવિત પ્રકારે ઉકેલ લાવવાના ઉપાય કરી શકે છે. આમાં કોઈ સંદેહ નથી કે સ્વાસ્થ્ય ક્ષેત્ર એ પ્રાથમિકતા છે અને તેને મૂકી ન શકાય, દરેક સંભવ સમર્થન અને આવશ્યકતાઓની પૂર્તિ કરવામાં આવવી જોઈએ. આવો, આ સંકટની ઘડીમાં એકબીજાનું સમર્થન કરવા માટે આગળ આવીએ, જેથી આવનારી પેઢીઓને શાંતિપૂર્ણ, નફરતમુક્ત અને ન્યાયીવ્યવસ્થા પ્રદાન કરી શકીએ.


Email: azhar473.sio@gmail.com | Twitter: @SyedAzhars | Website: Imazhar.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments