Thursday, September 12, 2024
Homeમાર્ગદર્શનમહામારી દરમિયાન રમઝાનનું સ્વાગત

મહામારી દરમિયાન રમઝાનનું સ્વાગત

“કેટલાક નિયત દિવસોના રોઝા છે. જો તમારામાંથી કોઈ બીમાર હોય કે મુસાફરીમાં હોય, તો બીજા દિવસોમાં આટલી જ સંખ્યા પૂરી કરી લે અને જે લોકો રોઝા રાખવાની શક્તિ ધરાવતા હોય (છતાં ન રાખે) તો તેઓ ફિદયો (પ્રતિદાન) આપે. એક રોઝાનો ફિદયો એક જરૂરતમંદને ભોજન કરાવવું છે અને જે કોઈ સ્વેચ્છાએ કંઈક વધુ ભલાઈ કરે, તો તે તેના માટે જ વધુ સારું છે. પરંતુ જો તમે સમજો, તો તમારા હિતમાં વધુ સારું એ છે કે તમે રોઝા રાખો.” (અલ કુર્આન 2:184)

દર વર્ષે મારા કેટલાક મિત્રો, સાથી કર્મચારીઓ અને પાડોશીઓ મને પ્રશ્ન કરતા હતા કે તમે રોઝા શા માટે કરો છો, તમે રોઝા કઈ રીતે કરો છો, રમઝાનનું શું મહત્વ છે વગેરે. આ જ પ્રકારના કેટલાક પ્રશ્નો આપણા સામે હોય છે જ્યારે આપણે રમઝાન મહિનામાં રોઝા શરૂ કરીએ છીએ. આ વર્ષે તે આવા પ્રશ્નો નથી પૂછી શકતા. કેમકે આપણે કોવિડ-19 મહામારીના લીધે લોકડાઉનના કારણે આપણા પ્રિય મિત્રોથી મળવા કે વાતચીત કરવાનો અવસર નથી મળી રહ્યો. વિશ્વનો મોટા ભાગનો હિસ્સો લોકડાઉન છે, મહામારીના પડકારોનો સામનો કરી રહ્યા છે. અને કેટલાંક તો પોતાના પ્રિયજનો ગુમાવી ચૂક્યા છે, એ બધા પરિવાર પ્રતિ એકતા અને સંવેદના વ્યક્ત કરીને હું રમઝાન-2020નું સ્વાગત કરું છું. આપણામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે મહામારી અને લોકડાઉનના કારણે આપણે રમઝાનના વાસ્તવિક આનંદથી વંચિત રહી જઇશું અથવા તેનો અનુભવ નહી કરી શકીએ. એવું નથી ! ચિંતાની કોઈ વાત નથી, આપણે રમઝાનને આ વર્ષે પણ વાસ્તવિક રૂપમાં મનાવી શકીએ છીએ.

રમઝાન શું છે ?

ઇસ્લામી કેલેન્ડરમાં રમઝાન નવમો મહિનો છે. રમઝાનમાં સવારથી સાંજ સુધી સ્વસ્થ મુસલમાનોને જ રોઝા રાખવા જરૂરી છે. પવિત્ર માસ દરમિયાન સહરી માટે સૂર્યોદય પૂર્વ ભોજન કરવા માટે જલ્દી ઉઠવું પડે છે અને સાંજના સમયે ઈફ્તારના રૂપમાં ભોજન સાથે પોતાનો રોઝો ખોલે છે.

“કેટલાક નિયત દિવસોના રોઝા છે. જો તમારામાંથી કોઈ બીમાર હોય કે મુસાફરીમાં હોય, તો બીજા દિવસોમાં આટલી જ સંખ્યા પૂરી કરી લે અને જે લોકો રોઝા રાખવાની શક્તિ ધરાવતા હોય (છતાં ન રાખે) તો તેઓ ફિદયો (પ્રતિદાન) આપે. એક રોઝાનો ફિદયો એક જરૂરતમંદને ભોજન કરાવવું છે અને જે કોઈ સ્વેચ્છાએ કંઈક વધુ ભલાઈ કરે, તો તે તેના માટે જ વધુ સારું છે. પરંતુ જો તમે સમજો, તો તમારા હિતમાં વધુ સારું એ છે કે તમે રોઝા રાખો.” (અલ કુર્આન 2: 184)
રોઝામાં ખાવા-પીવા, અનૈતિક કાર્યો અને ક્રોધથી દૂર રહેવુ જરૂરી છે. રોઝા ગરીબોની ભૂખને મહેસૂસ કરવા અને જરૂરતમંદોને જમાડવા માટે છે. લોકડાઉનના કારણે આને હજુ વધુ કરવાની આવશ્યકતા છે અને બીજાને આવું કરવા માટે પ્રોત્સાહિત કરીએ. #ThisRamadanHelpTheNeedy

પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ કહ્યું :”…જે કોઈ પણ રમઝાન દરમ્યાન રોઝા કરે, તે ઈમાનદારીથી બંદગી કરે અને ફક્ત અલ્લાહ તરફથી બદલાની આશા રાખે, તેના બધા પાછલા ગુનાહો માફ કરી દેવામાં આવશે.”

રમઝાન માસમાં રોઝા શા માટે? રમઝાનમાં કુર્આનને અવતરિત કરવામાં આવ્યું.
“રમઝાન એ મહિનો છે, જેમાં કુર્આન અવતરિત કરવામાં આવ્યું, જે માનવ-જાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ દેખાડનારું તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે. એટલા માટે હવેથી જે વ્યક્તિ આ મહિનો પામે, તેના માટે ફરજિયાત છે કે આ આખા મહિનાના રોઝા રાખે, અને જો કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં રોઝાની સંખ્યા પૂરી કરે. અલ્લાહ તમારા માટે સરળતા કરવા માગે છે, સખતાઈ કરવા નથી માંગતો. એટલા માટે આ પદ્ધતિ તમને બતાવવામાં આવી રહી છે, જેથી તમે રોઝાની સંખ્યા પૂરી કરી શકો અને જે માર્ગદર્શનથી અલ્લાહે તમને નવાજ્યા છે, તેના માટે અલ્લાહની મહિમાની અભિવ્યકિત અને એકરાર કરો અને આભારી બનો. ” (અલ કુર્આન 2:185).

રમઝાન દરમિયાન રોઝા ઇસ્લામના પાંચ સ્તંભમાંનો એક છે અને આ એક ઈબાદતનો પ્રકાર છે, સર્વશક્તિમાનના નજીક જવાની આ એક રીત છે અને જરૂરતમંદ લોકો પ્રતિ વધુ દયાળુ બનવાનો એક પ્રકાર છે. રોઝાનો ઉદ્દેશ આપણને આત્મ સંયમનું શિક્ષણ આપવું, બૂરાઈઓથી દૂર રહેવું, અને ખુદને સર્વશક્તિમાન માટે આત્મ સમર્પણ કરવું તે છે. રોઝાને ધૈર્ય શીખવા અને ખરાબ આદતોથી બચવાના પ્રકારના રૂપમાં પણ જોઈ શકાય છે. કેમ કે આ મહિનાને સકારાત્મક બદલાવ માટે પ્રશિક્ષણ પણ કહેવામાં આવે છે.

પરંતુ આ પણ એક તથ્ય છે કે મુસ્લિમ સમુદાયનો એક વર્ગ છે જેમણે રમઝાનના વાસ્તવિક સારને ખોટી રીતે રજૂ કર્યો છે. મુસલમાનોની પ્રથાઓને જોઇને બિન મુસ્લિમ સામાન્ય રીતે વિચારે છે કે રમઝાનનો ઉદ્દેશ્ય વધારેમાં વધારે મસ્જિદમાં જઇને નમાજ-કુર્આન પઢવું અને તેના સિવાય સ્વાદિષ્ટ ભોજનો ખાવા માટે, બીન જરૂરી‌ ખરીદી કરવા અને ગરીબોને જમાડવાના બદલે ખૂબ જ આરામ કરવું, તે છે. જ્યારે કે રમજાનનો ઉદ્દેશ્ય તો વધુમા વધુ અલ્લાહની ઇબાદતની સાથે કુર્આનના શિક્ષણને સમજીને તેનું અનુસરણ કરવાનો છે. કુર્આનની માનવવ્યાપી શિક્ષાઓને અપનાવીને સમાજમાં ન્યયાતંત્રને નજબૂત કરવું તેમજ જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ અને ભાષાના આધારે ઊંચ-નીચ, ભેદ-ભાવ, અને અસમાનતાને નાબૂદ કરવું તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી જ કુર્આન માત્ર મુસલમાનો માટે નહિ, પરંતુ સમગ્ર માનવજાતિ માટે છે. #QuranForAll

રમઝાન માસ અન્ય મહિનાઓથી શા માટે અલગ છે?

સહરી અને ઈફ્તાર કરવા ઉપરાંત રાત્રે વિશેષ નમાઝ અદા કરવામાં આવે છે, જેને તરાવીહ કહેવામાં આવે છે. દરરોજ પાંચ વખતની નમાઝ પઢવી તમામ 365 દિવસો માટે પ્રત્યેક મુસ્લિમ પર અનિવાર્ય છે, પરંતુ રમઝાનમાં સર્વશક્તિમાનને ખુશ કરવા માટે વિશેષ ઇબાદત અતિરિક્ત નહી બલ્કે અનિવાર્ય છે. આ વિશેષ ઇબાદતનું આયોજન સામુહિક રીતે મસ્જિદોમાં કરવામા આવે છે. કેટલાંક લોકો આ નમાજ પોતાના ઘરે પોતાના કુટુંબ સાથે અદા કરે છે. આ વ્યક્તિની ઇચ્છા પર આધારિત છે કે તે આ નમાજ ક્યાં પઢવા ઇચ્છે છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ચપેટમાં છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઉપરાંત ઇસ્લામી શિક્ષણ પ્રમાણે પણ મહામારી દરમિયાન લોકોએ શારીરિક અંતર (Physical Distance) રાખવું જોઇએ જેથી ચેપ એકબીજાને ફેલાતો અટકાવી શકાય. આ મહામારીવાળા રમઝાન દરમિયાન, આ વિશેષ પ્રાર્થનાઓ ઘરે પણ કરી શકાય છે, બિન જરૂરી ફરવા રખડવાના બદલે, બધા લોકડાઉનના અવસરનો ઉપયોગ કરી શકે છે અને અલ્લાહથી ક્ષમા અને દયાની પ્રાર્થના, કુર્આનનું પઠન કરી શકે છે. #LetsPrayForCoronaFreeWorld

આ મહિનામાં, સર્વશક્તિમાનના નજીક આવવા માટે અંતિમ દસ દિવસો વધુ મહત્વપૂર્ણ છે કેમ કે રમઝાનની અંતિમ દસ રાત્રિઓમાંથી એક રાત્રિમાં કુર્આન અવતરિત કરવામાં આવ્યું છે. અને આને શક્તિ વાળી રાત Night of Power (લૈલતુલ કદ્ર) કહેવામાં આવે છે.

જુઓ, “અમે આ (કુર્આન)ને શબે-કદ્ર (કદ્રની રાત્રિ)માં અવતરિત કર્યું છે. અને તમે શું જાણો કે શબે-કદ્ર શું છે ? શબે-કદ્ર હજાર મહિનાઓથી વધુ સારી છે. ફરિશ્તાઓ અને રૂહ તેમાં પોતાના રબ (પ્રભુ)ની પરવાનગીથી પ્રત્યેક આદેશ લઈને ઉતરે છે. તે રાત્રિ પૂર્ણતઃ સલામતી છે ફજ્રના નીકળવા (સૂર્યોદય) સુધી.” (અલ કુર્આન 97 : 1-5)

લોકડાઉનના નિર્દેશોનું પાલન કરીએ. રમઝાનના અંતિમ 10 દિવસો દરમ્યાન જેટલી શક્ય હોય તેટલી વધુ ઇબાદત કરવાનો પ્રયત્ન કરીએ, લૈલતુલ કદ્રની શોધ કરીએ અને એતેકાફ (અલ્લાહની ઇબાદત માટે કેટલોક સમય સમર્પિત કરવો)નો અભ્યાસ કરવો.

મુસલમાન રમઝાન મહિનો કઈ રીતે પસાર કરે છે?

રમઝાન દરમિયાન અલગ-અલગ સંસ્કૃતિઓની અલગ-અલગ પરંપરાઓ હોય છે. વિશેષ ભોજન તેમજ અલગ અલગ પકવાનો બનાવવામાં આવે છે. પરિવાર અને મિત્રોની સાથે ઈફ્તારનુ આયોજન થાય છે તથા ગરીબ અને જરૂરતમંદ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં છે. સમગ્ર વર્ષની આર્થિક કમાણીમાંથી ૨.૫% રકમ ફરજિયાતપણે ઝકાત તરીકે દાન આપવામાં આવે છે. લોકડાઉનના કારણે આ પ્રકારની સભાઓ આ વર્ષે નથી થઈ શકતી, પરંતુ વૈકલ્પિક રૂપે આપણે સાથી કર્મચારીઓ, મિત્રો અને પાડોશીઓને રમઝાન, કુર્આન અને ઇસ્લામના સંદેશ સાથે શુભકામનાઓ આપવી જોઈએ. આપણે લોકડાઉન સમાપ્ત થયા પછી ઈફ્તાર સમારોહની યોજના બનાવી શકીએ છીએ. તેમજ આપણી આસપાસના ગરીબ બેસહારા લોકોનો સવિશેષ ખ્યાલ રાખવાનું ન ભૂલીએ. #NoGatheringDuringPandemic

આવી રીતે, ઝકાત પણ ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભોમાનો એક સ્તંભ છે. પ્રત્યેક મુસલમાને વર્ષ દરમિયાન સંચિત ધનના 2.5% આપવું અનિવાર્ય છે પરંતુ મુસલમાનો આ દાન પણ રમઝાન માસ દરમિયાન અદા કરવાને વધુ પુણ્ય સમજે છે. તેનો આમ તો રોઝા કે રમઝાન સાથે સીધો કોઇ સંબંધ નથી. ઝકાત ફક્ત ગરીબો અને જરૂરતમંદો માટે અને તે લોકો માટે છે, જેમને કોઇ ગુલામીના બંધનથી મુક્ત કરવા છે, અને ઋણના ભાર નીચે દબાયેલા લોકોની મદદ કરવા માટે અને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાના તરીકાઓ માટે છે. આથી મહામારીના આ સંકટ સમયમાં આપણે ઝકાતને ગરીબ અને જરૂરતમંદ લોકો ઉપરાંત પ્રવાસી કામદારોના ઉત્થાન માટે આપવી જોઈએ. ઝકાત દ્વારા લોકડાઉનના કારણે દુર્દશા પામેલા નાના સ્તરના વ્યવસાયોને સમર્થન કરી શકાય.

ઈદ-ઉલ-ફિત્રની વાસ્તવિકતા શું છે?

રમઝાન પૂર્ણ થયા પછી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આવે છે. એક મહિનાના રોઝા પછી સર્વ શક્તિમાન મુસલમાનોને ભેટ રૂપે ઈદ-ઉલ-ફિત્ર (દાન પુણ્યનો તહેવાર) બક્ષે છે, મુસલમાનો જેને ઘણાં હર્ષોલ્લાસથી મનાવે છે. ફિતરો એક અન્ય પ્રકારનું દાન છે જે પ્રત્યેક મુસલમાનો પર અનિવાર્ય છે, પ્રત્યેક વ્યક્તિની તરફથી પરિવારનો મુખ્ય વ્યક્તિ તહેવારની પ્રાર્થના પહેલા દાન આપે છે. પયગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તહેવારના દિવસે ઝુહેર બીન સગીર નામના એક નાના બાળક પાસે આવ્યા, જે પોતાની રીતે બધા લોકોની સાથે ફૂટપાથ પર બેસી ગયો હતો. તે એકલો હતો, દુઃખી હતો અને રડી રહ્યો હતો. પયગમ્બર મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ તેને પૂછ્યું, “બાળક તું શા માટે રડે છે?, આવા શુભ દિવસ પર તમે શા માટે રડી રહ્યા છો? બાળકે કહ્યું હું એક અનાથ છું, આજે ઉત્સવનો દિવસ છે, જો કે દરેક વ્યક્તિ ખુશ છે, મારા બધા મિત્રો નવા કપડાં પહેરી રહ્યા છે અને તેમની પાસે ખાવા માટે સ્વાદિષ્ટ વસ્તુઓ છે, અને અહીંયા હું છું, મારી પાસે કપડા નથી, મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી અને જમવા માટે કશું જમવાનું નથી.” પયગમ્બર મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ તેને દિલાસો આપ્યો અને પૂછ્યું, “હું સમજી શકું છું કે તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો, જ્યારે હું બાળક હતો, ત્યારે મેં મારા મા-બાપને ગુમાવી દીધા હતા.” પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એ હસતા મોઢે કહ્યું, “શું થશે જો હું તારો નવો બાપ બની જાઉં અને મારી પત્ની તારી નવી માં અને મારી દીકરી તારી નવી બહેન, તો શું આ તને ખુશ કરી દેશે?” “ઓહ ! હાં ! આ દુનિયામાં સૌથી આદર્શ વસ્તુ હશે!” બાળકે નવી આશા સાથે સ્મિત આપ્યું. પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તેને પોતાના ઘરે લઇ ગયા અને તેને ઈદ-ઉલ-ફિત્રના શુભ દિવસ પર નવા કપડા અને સ્વાદિષ્ટ ભોજન પ્રદાન કર્યું. #AnOrphanWhoAdoptedTheWorld

રમઝાન ફક્ત ખરીદી કરવા અને સારા પકવાન બનાવવા કે ખાવા માટે નથી, બલ્કે બીજાની સંભાળ કરવા માટે, અલ્લાહની નજીક આવવા માટેનો આ અવસર છે. રમઝાન પછી પણ રમઝાનમાં તમે જેવા હતા તેવા જ રહો. ફક્ત જરૂરતમંદોની મદદ કરવાના મામલામાં જ નહીં બલ્કે ઘરમાં દરરોજના કાર્યોમાં માતા, બહેનો તથા પત્નીની મદદ કરવી પણ આવશ્યક છે. જો તમે પોતાને બદલશો તો આનો પ્રભાવ તમારા પરિવાર પર પડશે, જો તમારો પરિવાર બદલશે તેનો પ્રભાવ આસપાસના સમાજ પર પડશે અને તમારો વિસ્તાર બાકી દુનિયામાં સકારાત્મક બદલાવનું એક ઉદાહરણ બનશે. રચનાત્મક દિશામાં દુનિયાને બદલવા માટે પોતાને બદલો.


(જનરલ સેક્રેટરી, એસઆઈઓ ઓફ ઇન્ડિયા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments