Friday, December 13, 2024
Homeઓપન સ્પેસઆવો ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરૂદ્ધ અવાજ ઉઠાવીએ

આવો ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરૂદ્ધ અવાજ ઉઠાવીએ

ઓઝોન દિવસ (16 સપ્ટેમ્બર )

ઓઝોન વાયુની શોધ ૧૮૪૦માં સ્વીત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોર્બેને બાસિલ શહેરમાં કરી. તેમણે જણાવ્યું કે પાણીના વિદ્યુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે વિદ્યત ધ્રુવ વચ્ચે થતા તણખાઓને કારણે છે. તેમણે આ શોધ વૈજ્ઞાનિક જગત સામે રાખતી વખતે જણાવ્યું કે આ ગંધ વિદ્યુત વિઘટન માટેના પ્રવાહી કે તેની અશુદ્ધિઓ પર આધાર નથી રાખતી. આથી તેનું ઉદ્રમ હવામાં મોજૂદ વાયુઓના વિદ્યુત વિઘટન દ્વારા ઉત્પન્ન થતા વાયુમાં હોવું જાેઈએ. તેનું નામ તેની વિલક્ષણ ગંધ માટેના ગ્રીક શબ્દ ઓઝેઈન પરથી ઓઝોન રાખવામાં આવ્યું છે. સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઈ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. પૃથ્વી ફરતે ર૦ કિ.મી.થી વધુ ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિ.મી. સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડું પડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

માનવીની સ્વાર્થી વૃત્તિ અને વગર વિચાર્યે કરાતા કાર્યોને પરિણામે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં
ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઈ રહ્યું છે. આ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા
૧પ૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી.એફ.સી. (કાર્બન, ફલોરિન, ક્લોરિન વાયુઓ)ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે.

માનવીના ભૌગોલિક સુખની ચીજવસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે.
જેના મુખ્ય ૩ વાયુઓ સી.એફ.સી. જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓક્સિજન વાયુ
છૂટો પડે છે અને ઓઝોનનું પડ તૂટે છે. આ માટે જવાબદાર રેફ્રીજેટર, એ.સી., પરફ્યુમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે.

આ પ્રકારે જાે આપણું રક્ષણાત્મક ઓઝોનનું પડ તૂટશે તો ….

  • ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે.
  • વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે. ઉત્પાદનમાં ઘટાડો થશે.
  • છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થશે. ઓઝોનના સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજિંદા જીવનમાં આટલું અપનાવીએ.
  • ઠંડા પીણા, ફ્રીજ, એ.સી.નો ઓછો ઉપયોગ. ડિસ્પોઝલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે સ્ટીલના વાસણનો
    ઉપયોગ કરીએ.
  • ઓઝોન સહાયક ઉપકરણોનો ઉપયોગ કરીએ.
  • ઓઝોનને નુકસાનકર્તા પરિબળો વિરૂદ્ધ અવાજ ઉઠાવીએ.

જાે આપણે આપણી રહેણીકરણીમાં ફરક નહીં લાવીએ તો ર૦પ૦ સુધી વિશ્વ એક થનગનતો ગોળો બનીને
રહી જશે. સરેરાશ તાપમાન ૧૦પથી ૪૦પ સે. થઈ જશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરનો માત્ર એક ગ્રહ બનીને રહી જશે. તો આવો અત્યારથી ઓઝોન આવરણને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ.


સાભારઃ ગુજરાત ટુડે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments