Sunday, September 8, 2024
Homeસમાચારવૃક્ષારોપણનો સફળ કાર્યક્રમ યોજાયો

વૃક્ષારોપણનો સફળ કાર્યક્રમ યોજાયો

વર્તમાન મૂડીવાદી સામ્રાજ્યએ સંસાર અને સમગ્ર માનવજાતને જે વિનાશકારી ભેટ આપી છે, તે “પર્યાવરણ સંકટ” છે. ભૌતિકતા ઉપર આધારિત આર્થિક જીવન શૈલીએ પર્યાવરણીય સંકટ ઊભું કર્યું છે. સમગ્ર માનવજાતના અસ્તિત્વ સામે ગંભીર ખતરો ઊભો થયો છે. શહેરો બેફામ વધી રહ્યા છે, જંગલો દિનપ્રતિદિન ખુબજ ઝડપથી ઘટી રહ્યા છે. વાયુમંડળ વિષાક્ત થઈ ગયું છે. પાણીના ભંડાર નાબૂદ થઈ રહ્યા છે. પ્રદૂષણને કારણે ભોજન સ્વાસ્થ્યપ્રદને બદલે રોગોની વૃધ્ધિનું કારણ બની ગયા છે. આજ પરિસ્થિતી રહી તો આવનારી પેઢીને માટે શુધ્ધ આહાર, પાણી અને હવા ઉપલબ્ધ નહીં રહે.

પર્યાવરણ સંકટ, ગ્લોબલ વોર્મિંગ,જળ-વાયુ પ્રદૂષણ, રૂતુ પરીવર્તન, જીવ-જંતુ, વનસ્પતિનું લુપ્ત થવું વગેરે સમસ્યાઓનો એક માત્ર ઉપાય છે. પર્યાવરણની જાણવણી અને મોટા પાયે વૃક્ષારોપણ જે દુનિયાના બધાજ દેશોની સરકાર અને માનવી તરીકે આપણા સહુની મૂળભૂત જવાબદારી છે. આજ જવાબદારીના ભાગરૂપે આજે ઇસ્લામી રિલીફ કમિટી અને જમાઅતે ઇસ્લામી હિન્દના સંયુક્ત આયોજન હેઠળ જુહાપુરા-સરખેજ અને રખિયાલ વિસ્તારોમાં સ્કૂલો, મસ્જીદ-મદરસાઓ, કબ્રસ્તાન, સોસાઇટી તેમજ મુખ્ય રસ્તાઓની બંને બાજુએ મોટા પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્લામ ધર્મમાં વૃક્ષારોપણને કારણે પક્ષી, પશુ અને માનવીના લાભન્વિત થવાને સદકો (પુણ્ય) કહેવામા આવ્યું હોવાથી ઉપરાંત પયગંબર હજરત મુહમ્મદ સ.અ.વ.એ જીવન દરમ્યાન 500 રોપા વાવ્યા હોવાથી વૃક્ષારોપણનું અનેરૂ મહત્વ છે, તેથી વિસ્તારના બધાજ સ્વૈચ્છીક સંગઠનો મુખ્યત્વે અજીમ ગ્રૂપ, ATF, હમારી અવાઝ, પર્યાવરણવિદ હસીબ શેખ, મુસ્લિમ ખિદમતગાર ઉપરાંત સ્વયંભૂ રીતે સમગ્ર મુસ્લિમ સમાજે અદમ્ય ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અદભૂત પ્રતિસાદ આપ્યો અને કાર્યક્રમને અત્યંત સફળ બનાવ્યો. વૃક્ષારોપણે હવે અભિયાનનું સ્વરૂપ લઈ લીધું છે. સ્વચ્છ અને હરિયાળું અહમદાબાદ બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના પ્રણ સાથે સર્વે કાર્યકરો છૂટા પડ્યા.

જુહાપુરા-સરખેજમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહમદાબાદ કોર્પોરેશનના સર્વે અધિકારીઓ મુખ્યત્વે દેવેન્દ્ર દેસાઇ સાહેબ, ભરતભાઈ તેમના સમગ્ર સ્ટાફ ઉપરાંત કોર્પોરેટર રોશનબેન, સુહાના બેન, નફિસા બેને ભારે જેહમત ઉઠાવી દરેક પ્રકારનો સાથ અને સહકાર આપ્યો, વૃક્ષો, ટ્રી ગાર્ડ તેમજ જરૂરી સેવાઓ પૂરી પાડી. હાજીભાઈ મિરઝાના પણ અત્યંત આભારી કે તેઓએ શરૂઆતથી અંત સુધી હાજર રહી દરેક પ્રકારની મદદ કરી. રખિયાલ મુકામે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કોર્પોરેટર ઇકબાલ શેખ, તૌફીક ખાન પઠાણ, ગાયત્રી પરિવારના શ્રી પંકજ પટેલ, મણકીવાલા આશ્રમથી શ્રી રામ શિરૂપાનન્દ તેમજ જમાઅતે ઇસ્લામી હિન્દ, અહમદાબાદ પૂર્વના પ્રમુખ વાસિફહુસૈન અને જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનાં પ્રમુખ શકીલ એહમદ રાજપૂત સાહેબ હાજર રહ્યા જેના થકી પ્રોગ્રામ સંપૂર્ણ સફળ રહ્યો.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments