Monday, June 24, 2024
Homeઓપન સ્પેસશ્વાસ ફૂલવાની ઉપેક્ષા ન કરો

શ્વાસ ફૂલવાની ઉપેક્ષા ન કરો

શ્વાસથી જાેડાયેલ સમસ્યાઓને આપણે મોટાભાગે ફેફસાં સાથે જાેડીને જ જાેઈએ છીએ. જ્યારે કે આ ફેફસાં ઉપરાંત હૃદય સાથે જાેડોયલ મામલો પણ હોઈ શકે છે. મહેનત કે શ્રમ વિના એટલે કે દોડ લગાવ્યા વિના, કસરત કર્યા વિના શ્વાસ ચઢે તો આને હળવાશથી સ્હેજ પણ ન લો. આ વસ્તુ શરીરમાં કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
શ્વાસ ચઢવો આ બતાવે છે કે શરીરને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું અને ફેફસાં પર બિનજરૂરી દબાણ છે. કેટલીક વખત જ્યારે હૃદય પોતાની ક્ષમતા મુજબ કાર્ય નથી કરી શકતું તો શરીરના અંગોને પૂરતા પ્રમાણમાં લોહી નથી પહોંચી રહ્યું આનાથી શરીરના અંગોને ઓક્સિજન ઓછું મળે છે. આના લીધે આપણને ઝડપથી અને તાકત લગાવીને શ્વાસ લેવો પડે છે, જેના લીધે શ્વાસ ચઢવા લાગે છે.
આ ઉપરાંત મોટાભાગે સમસ્યાઓ સીધે સીધી ફેફસાંથી જાેડાયેલ હોય છે. આવામાં જાે સમયસર શ્વાસ ચઢવા પર કાબૂ મેળવવામાં ન આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. શ્વાસ ચઢવાને અટકાવવા માટે બે જ ઉપાય છે. એક આ કે કયાં તો શીરીરની ઓક્સિજનની માગને પૂરી કરવા માટે બહારથી વધારાનું કે જરૂરી ઓક્સિજન પહોંચાડવામાં આવે. અથવા તો પછી શરીરની ઓક્સિજનની ભરપાઈની માગને ઓછી કરવામાં આવે.
હિમોગ્લોબિનની ઉણપ પણ એક કારણ:
શ્વાસ ચઢવાના મુખ્ય બે કારણો એટલે કે મેદસ્વિતા તથા શરીરમાં રક્તકણોની ઉણપ અર્થાત્‌ ઍનીમિયાની સ્થિતિ છે. જાે ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર હિમોગ્લોબિનની ઉણપ છે, તો ઓક્સિજનની સપ્લાય અવરોધાશે.
મેદસ્વિતા પર નિયંત્રણ રાખવું જરૂરીઃ
શ્વાસ ચઢવાથી છુટકારો મેળવવા માટે મેદસ્વિતા પર નિયંત્રણ-કાબૂ રાખવું અત્યંત લાભદાયી છે. આથી આરામદાયક દિનચર્યાનો ત્યાગ કરો, અને નિયમિત રીતે વ્હેલી સવારે ફરવા જવાનું તથા કસરત કરવાને પોતાની દિનચર્યામાં સામેલ કરો. ચરબીવાળા ખાદ્ય પદાર્થોના સેવનથી પરહેજ કરો.
ફેફસાંના વિવિધ રોગો: મોટું કારણ
ફેફસાંનું ઇન્ફેકશન-ન્યૂમોનિયા તથા ટીબી એ આપણા દેશમાં શ્વાસ ચઢવાનું એક બહુ મોટું કારણ છે. શ્વાસનળી તથા તેની શાખાઓની દીવાલોમાં સોજાે ચઢવો એ પણ એક કારણ છે, જેને મેડિકલ ભાષામાં ઍસ્થમૅટિક બ્રોન્કાઇટિસ કહેવામાં આવે ગાંઠ અથવા છાતીની અંદર આવેલ ગાંઠનું દબાણ પણ શ્વાસ ચઢવાનું કારણ હોઈ શકે છે. મોટાભાગે અકસ્માતમાં છાતીના મારનો યોગ્ય રીતે ઇલાજ ન થઈ શકવાના લીધે છાતીની અંદર લોહી કે પરૂ એકઠું થઈ જાય છે અને ફેફસાં પર દબાણ સર્જે છે જેના લીધે મોટાભાગે શ્વાસ ચઢવાની સાથે સાથે ખાંસીની પણ ફરિયાદ રહે છે.
સ્કૅલોડરમા:
આ રોગ ફેફસાને પણ હાનિ પહોંચાડે છે. આ રોગમાં ફેફસાંની આંતરિક દીવાલોમાં અસ્વાભાવિક ફેરફાર થાય છે, જેના લીધે ફેફસાંની વાતાવરણમાંથી ઓક્સિજન શોષવાની ક્ષમતા ઘટી જાય છે.
શ્વાસ ચઢવાની સમસ્યા હોય તો શું કરવું જાેઈએ ?
સમસ્યા ઊભી થાય ત્યારે એવી હોસ્પીટલોમાં જાવ કે જ્યાં આવશ્યક તપાસ (ચેકઅપ, રિપોર્ટ્‌સ)ની સુવિધા હોય. તપાસ પછી જાે જાણ થાય કે શ્વાસ ચઢવાનું કારણ ફેફસાં છે, તો કોઈ ચેસ્ટ ડિસિઝ સ્પેશ્યાલિસ્ટ (છાતીના રોગોના નિષ્ણાત) તથા થૉરેસિક સર્જન બન્નેથી સલાહ લો. જાે કોઈ એક ફેફસું ક્ષતિગ્રસ્ત છે તો સર્જરી કરાવવામાં વિલંબ કે ટાળ-મટોળ ન કરો. કેમકે બેદરકારી બીજી તરફના નોર્મલ ફેફસાને પણ ખરાબ કરી દેશે. જાે શ્વાસ ચઢવો હૃદયના લીધે છે તો કોઈ હૃદયરોગના નિષ્ણાત કે કાર્ડિઍક સર્જનથી પણ સલાહ લો. જાે કિડનીના ભૂમિકા શ્વાસ ચઢવામાં હોય તો કિડની વિશેષજ્ઞનો અભિપ્રાય પણ લેવો જાેઈએ.
આ તપાસાથી ખબર પડશે ખરી સ્થિતિની જાણ
એવી તો અનેક તપાસ છે, પરંતુ કેટલીક અત્યંત આવશ્યક તપાસો શ્વાસ ચઢવાના કારણોને સમજવા તથા તેના ઇલાજની દિશા નક્કી કરવા માટે જરૂરી છે. છાતીનો એકસ-રે, છાતીનો એચ.આર.સિટી સ્કૅન, પીએફટી, હૃદય માટે ડી.એસ.ઈ. (ડોબ્યુટામીન સ્ટ્રેસ ઈકો), લોહીની વિવિધ તપાસ, જેમકે વિટામિન-ડીનું પ્રમાણ તથા બ્લડગૅસ એનાલિસિસ વિ. ક્યારેક ક્યારેક સિટી કોરોનરી તથા પલ્મોનરી એન્જિયોગ્રાફી પણ જરૂરત પડી શકે છે.
હૃદયના કયા રોગો છે જવાબદાર ?
જાે તમારા હૃદયની દીવાલ કમજાેર હોય એટલે કે ક્યારેક હૃદય રોગના હુમલા વખતે હૃદયની દીવાલનો કોઈભાગ બિલકુલ કમજાેર થઈ ગયો હોય તો એવું કમજાેર હૃદય લોહી કે પાણીનો સાધારણ ભાર (લૉડ) પણ નથી ઉઠાવી શકતું, અને શ્વાસ ચઢવાનું કારણ બની જાય છે. ઉપરથી જાે મેદસ્વિતા પણ સાથે હોય, તો સ્થિતિ ઓર વધુ તકલીફદાયક બની જાય છે.
જમણી તરફનો હૃદયનો ભાગ ડી-ઓક્સિજિનેટેડ બ્લડનો સ્ટોર હાઉસ છે, કે જે ધબકારાની સાથે શરીરના અંગોથી આવેલ લોહીને ફેફસાં તરફ શુદ્ધિકરણ માટે આગણ ધપાવે છે. પછી આ લોહી શુદ્ધ થયા પછી હૃદયના ડાબા ભાગમાં ભેગું થાય છે અને ધબકારાની સાથે શરીરના અંગો અવયવોમાં ભ્રમણ કરે છે. આ ક્રિયા સતત ચાલતી જ રહે છે. જાે કોઈ કારણસર વૉલ્વ દરેક ધબકારા સાથે ન તો સારી રીતે પૂર્ણરૂપે બંધ થાય, ન તો સારી રીતે પૂર્ણરૂપથી ખુલે તો હૃદય તથા ફેફસાઓમાં સંતુલન બગડવાના લીધે બિનજરૂરી દબાણ પડવા લાગે છે. આનાથી પણ શ્વાસ ચઢવા લાગે છે.
જાે કોઈને જન્મથી જ હૃદયનો રોગ છે અને હૃદયમાં શુદ્ધ તથા અશુદ્ધ લોહીનું સંમિશ્રણ થતું રહે છે તો આના લીધે પણ શ્વાસ ચઢવા લાગે છે.
આ વાતનું ધ્યાન રાખો:
જાે તમે દરરોજ એક કલાક નિયમિત ફેરવા જાવ છો અને તડકાનું સેવન કરો છો અને ધૂલ-કચરાથી દૂર રહો છો તો વિશ્વાસ રાખો કે તમે શ્વાસ ચઢવાની સમસ્યાથી ઘણી હદ સુધી બચેલા રહેશો.
મેદસ્વિતા કોઈ પણ સ્થિતિમાં વધવા ન દો. દરરોજ ૩૫૦ ગ્રામ સલાડ તથા ૩૫૦ ગ્રામ ફળોનું સેવન કરો.
કોઈ પણ પ્રકારના ધૂમ્રપાન તથા તંબાકૂના સેવનથી બચો. દારૂના સેવનથી પણ દૂર રહો.
ઉપરોક્ત ઉપાયોને ધ્યાનમાં રાખવામાં આવે તો શ્વાસ ચઢવાની સમસ્યાને કાબૂમાં રાખી શકાય છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments