Saturday, July 27, 2024
HomeસમાચારSulli Dealથી બુલ્લીબાઈ સંદર્ભે મહિલાઓના રાષ્ટ્રીય આક્રોશ સાથે ગુજરાતની મહિલા NGO પણ...

Sulli Dealથી બુલ્લીબાઈ સંદર્ભે મહિલાઓના રાષ્ટ્રીય આક્રોશ સાથે ગુજરાતની મહિલા NGO પણ જોડાઈ

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતની મહિલા પાંખ દ્વારા બુલ્લી બાઈ એપના વિરોધમાં અહમદાબાદની NGOના‌ બહેનોનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનો દ્વારા સંયુક્ત પણે જે વાતો કરવામાં આવી તેનો સાર આ મુજબ હતો.

આપણાં દેશની સભ્યતા નારીને માન-સન્માન આપવાની છે. તેના ગરિમા પૂર્ણ દરજ્જા માટે સૌને અભિમાન છે. જે 104 બહેનો વિરૂધ્ધ આ એપનો નિર્લજ્જ ઉપયોગ કરવામાં આવ્યો છે, નારીને નીલામ કરીને તેનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે, તેમાં બહેન માતા અને દાદીની વયની મહિલાઓ સામેલ છે, તેમાં એ મહિલાઓ સામેલ છે જે મહિલાઓના અધિકાર અને તેમની ઉપર થતાં અત્યાચારોની સામે અવાજ ઉઠાવે છે, જે સરકારની ઘોર નિષ્ફળતા ને ઉજાગર કરે છે, જે દેશની ભલાઈ માટે કાર્યરત છે.

આ એપના આરોપીઓમાં 18 વર્ષની શ્વેતા પણ સામેલ છે, જેના માટે સહાનુભૂતિ દર્શાવવામાં આવી રહી છે. અન્ય આરોપીઓ પણ યુવાન વયનાં છે, પ્રશ્ન ઊભો થાય છે કે આપણે કેવી પેઢી તૈયાર કરી રહ્યા છીએ, કેવું શિક્ષણ આપી રહ્યાં છીએ કે આપણાં દેશના યુવાનો અવડી દિશામાં જઇ રહ્યા છે. આ એક ગંભીર બાબત છે. તેમના આરોપની ગંભીરતાને જોતાં તેમને સખતમાં સખત સજા કરવી જોઈએ. ગુજરાતમાં 2002માં મહિલાઓ ઉપર જે અત્યાચારો થયા અને ત્યારબાદ સમગ્ર દેશમાં મહિલાઓ ઉપર જે અત્યાચારોનો સિલસિલો ચાલુ થયો તે બાબતે જો સરકાર દ્વારા સમયસર કાનૂની પગલાં લેવામાં આવ્યા હોત તો આજે વાત આટલી આગળ ના વધી હોત. જો આજે પણ આને માત્ર મુસ્લિમ મહિલા નહીં દરેક સમાજની મહિલા દીકરી બહેન માતા સમજીને આરોપીઓને બોધપ્રદ ત્વરિત સજા આપવામાં નહીં આવે તો મહિલાઓનો વિશ્વાસ સરકાર અને સમાજ પરથી ઉઠી જશે. આપણને અંધકાર યુગ અને જંગલના કાનૂનમાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે.

મહિલાઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યુ કે આવા ષડયંત્રકારીઓ તથા દુષ્કર્મીઓથી ડરવાની કે ગભરાવવાની જરાય જરૂર નથી. આજે પણ સમાજમાં સારા લોકોની બહુમતી છે તેમાં જાગૃતિ લાવી, તેમને બુરાઈ અને અત્યાચાર સામે લડવા માટે બહાર લાવવાની જરૂર છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની જવાબદારી સરકારે લેવી જોઈએ. જ્યાં સુધી આરોપીઓને સજા નહીં મળે ત્યાં સુધી મહિલાઓ શાંત બેસી નહીં રહે. આ મિટિંગમાં જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતની પ્રમુખ આરેફા પરવીન, મીનાક્ષી બહેન, મીના બહેન, નુરજહા દીવાન, નસિમ બહેન, ફરજાના, હાજરા અને જમિલા બહેન હજાર રહ્યા હતા.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments