Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઆત્મશુદ્ધિમાં નેક લોકોની સોબતનું મહત્વ -૨

આત્મશુદ્ધિમાં નેક લોકોની સોબતનું મહત્વ -૨

(ગતાંકનું ચાલું)

સદાચારી નેક લોકોની સોબત અને ઈમામ રૃમી રહ.

આ બાબતને ઈમામ રૃમી રહ. એ આ રીતે ફરમાવી છે; “નેક સોબત તને નેક બનાવશે, ખરાબ સોબત તને ખરાબ બનાવી દેશે.”

આ વાતની વધુ સ્પષ્ટતા માટે ‘સોહબતે નાજીન્સ’ના શિર્ષકથી એક વાર્તાનું વર્ણન કરતા ફરમાવે છે; સંજોગાધીન એક નદીના કિનારે એક ઉંદર અને એક દેડકા વચ્ચે મિત્રતા થઈ ગઈ. બંને દરરોજ સવારે એક નક્કી કરેલા સ્થળેે ભેગા થતા અને લાંબા સમય સુધી એક બીજા સાથે પ્રેમલાપ કરતા. આ સમય દરમિયાન તે જાત-જાતના કિસ્સા અને રમૂજો ટુચકાથી એકબીજાનું મન રિઝવતા. તેમનાં આ પ્રેમ એટલી હદે વધી ગયો કે એક દિવસે ઉંદરે દેડકાને કહ્યું, પ્રિય મિત્ર! રોજ ફકત એક વખત મુલાકાત કરવાથી મન સંતુષ્ટ થતુ નથી. હું તો ઇચ્છું છું કે જ્યારે પણ આવું તારી મુલાકાત થઈ જાય. પરંતુ તકલીફ એ છે કે તું પાણીજન્ય છે અને મારી રચના માટીથી થયેલી છે. દરેક સમયે તારી મુલાકાત કેવી રીતે થઈ શકે? અંતે બંને વચ્ચે આ નિર્ણય થયો કે એક દોરડું લાવીને તેનો એક છેડો દેડકાં પોતાના પગમાં બાંધી દે અને બીજો છેડો ઉંદર પોતાના પગે બાંધે. ઉંદર જ્યારે દેડકા સાથે જમીન પર મળવા ઇચ્છે તો દોરડાને થોડુ તાણે. એટલે દેડકો તરત જ પાણીમાંથી બહાર આવી જાય. જોકે દેકડાને આ નિર્ણય દિલથી પસંદ ન હતો. તેમ છતાં તેણે મિત્રતા ખાતર તેને કબુલ કરી દીધું. આ રીતે પરસ્પર બંનેની મુલાકાતોમાં ઘણા દિવસો પસાર થઈ ગયા. એક દિવસ એક કાગડાએ ઉંદર ઉપર તરાપ મારી અને તેને પોતાની ચાંચમાં પકડીને હવામાં ઊંચે ચડી ગયો. આ સાથે જ દેડકો પણ હવામાં લટકી ગયો. કારણકે તેનો પગ પણ દોરડા સાથે બાંધેલો હતો. લોકો આ દૃશ્ય જોઈને અચરજ પામવા લાગ્યા કે આ કપટી કાગડાઓ જળચર દેડકાનો શિકાર કેવી રીતે કરી દીધો. છેવટે કાગડા અને દેડકા વચ્ચે કેવી રીતે સંપર્ક થઈ શકે છે? અને કાગડા કેવી રીતે પાણીની અંદર દાખલ થઈ શકે? બીજી તરફ દેડકો પોતાના દિલમાં કહી રહ્યો હતો, ‘નીચ સાથેની મિત્રતાની આ જ સજા છે.’
હાય! હાય! સોહબતે નાજીન્સ સે ખુદા મહફૂઝ રખે
અય બુઝુર્ગો! અપની દોસ્તી કે લિયે નેક હમ જીન્સ કો ઢૂંઢો
(હિકાયતે રૃમી – તાલિબ અલહાશમી પા. ૧૮૧)

નેક માણસની સોબત અને શેખ સાઅદી

નેક લોકોની સોબત કરવા માટે બુઝુર્ગોએ જુદા જુદા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે. ઇમામ રૃમી અને શેખ સાઅદી વાતને સરળ બનાવવા માટે વાર્તાઓનો સહારો લેતા હતા. વાર્તાઓની વિશેષતા એ હોય છે કે ઉચ્ચ ડહાપણની વાત પણ સહેલાઈથી સમજમાં આવી જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. અન્યોયને સંભળાવવામાં દિલચશ્પ અને આસાની રહે છે. શેખ સાઅદી (રહ.)એ નેક માણસની સોબતના વિષયમાં એક વાતો નકલ કરી છે. શેખ સાઅદી વર્ણન કરે છે કે, બાળપણમાં એક વખત ઈદના દિવસે હું મારા પિતા સાથે બહાર ગયો. રસ્તામાં એક જગ્યાએ હું રમવામાં લાગી ગયો અને પિતાજીનો સંગાથ છૂટી ગયો. જ્યારે રમવામાંથી નિવૃત થયો તો પિતાને દેખ્યા નહીં, તો ભય અને ડરથી વ્યાકુળ બનીને રડવા લાગ્યો. એટલામાં મારા પિતા પણ શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે મારા કાન આમળ્યા અને ધમકાવીને બોલ્યા, બેવકુફ છોકરા! મેં તને કેટલી વખત સમજાવ્યો કે મારો સાથ છોડીશ નહીં, જે બુઝુર્ગોનો સાથ છોડી દે છે તે આવી જ રીતે રડે છે. “અય ફકીર ચલનેમેં તૂ ભી તિફલ રાહ હૈ, જા ઔર નેક ઇન્સાનો કા દામન પકડલે.” (હિકાયતે સાઅદી – તાલિબ હાશમી પા. ૧૩૩)

નેક લોકોની સોબત અને ઈમામ ગઝાલી રહ.

નેક લોકોની સોબતના વિષયમાં ઇમામ ગઝાલી (રહ.) નો દૃષ્ટિકોણ એ છેે કે તેના લીધે આપણી કુટેવોની આપણને જાણ થાય છે જે કુટેવો ખુદ આપણી નજરોથી અલીપ્ત હોય છે. તે ફરમાવે છે, જાણી લેવું જોઈએ કે અલ્લાહ જેની સાથે ભલાઈ કરવા ચાહે છે તેની નજરોને ખુદ પોતાની તરફ ફેરવી દે છે. પછી જેની બુદ્ધિ તે જ હોય છે. તેના ઉપર તેની કુટેવો છૂપી નથી રહેતી અને દુર્ગુણો જાણ્યા પછી તેનો ઈલાજ પણ શક્ય બને છે. પરંતુ અસફોસ કે લોકો પોતાની દુર્ગુણોથી તો અજાણ છે પરંતુ બીજાઓના નજીવા દુર્ગુણો પણ જાણતા હોય છે અને પોતાના મોટા મોટા દુર્ગુણો પણ જાણતા નથી હોતા. તો જે કોઈ પોતાના દુર્ગુણો જાણવા ઇચ્છે તેની ચાર રીતે છે. જેમાં પહેલી એ છે કે વ્યક્તિના માનસિક દુર્ગુણો જાણી શકતો હોય અને છુપી આફતને જાણી શકતો હોય. તેના હવાલે પોતાને કરી દે અને જે કંઇ સંઘર્ષવીરો તે બતાવે તેના ઉપર અમલ કરે. (અહ્યાઉલ ઉલુમ ભાગ-૩, પા. ૮૫ – ઇમામ ગઝાલી રહ.)

નેક લોકોની સોબત અને મૌલાના થાનવી રહ.

મૌલાના અશરફ અલી થાનવી (રહ.) અર્વાચીન યુગના એવા ઇસ્લામના વિદ્વાન થયા છે જેમની કિતાબો હજારથી પણ વધારે છે. થાનાભૂનમાં તેમનાથી ફાયદો ઉઠાવવો માટે લોકો આવતા અને ત્યાં નિવાસ કરતા. પ્રશિક્ષણ એમનો મુખ્ય વિષય રહ્યો હતો. એમની સંપૂર્ણ તફસીર ‘બયાનુલ-કુઆર્ન’નું બીજુ નામ ‘મસાઈલુસ્ સુલુક મિન કલામુલ્ મુલ્કુલ્મમ્લુક’ છે. તેમાં એમણે વર્તનની પવિત્રતા અને અનુધ્યાનના કેટલા મસાઈલને કુઆર્નથી સાબિત કર્યા છે. રસ ધરાવનાર તેનું અધ્યયન કરે તો જાણવા મળશે કે તસવ્વુફની કેટલીક નિરર્થક ક્રિયાઓ અને કલ્પનાઓ જે સામાન્ય છે તેનું ખંડન કર્યું છે. દાખલા તરીકે બ્રહ્મચારી, રોજી માટે ધંધા-રોજગારનો ત્યાગ કરવો અને ભરોસો કરીને બેસી રહેવુ વગેરે. જોકે આપણી સફોમાં તસવ્વુફના નામ માત્રથી લોકો ભડકે છે. એટલે મસાઈલે સુલુકના વિષય ઉપર મૌલાના થાનવી રહ.એ જે કંઇ લખ્યું છે તેના હવાલાઓ અહીં ટાંકવામાં નથી આવતા, પરંતુ ફકત અલ્લાહવાળાઓની સોબત સંબંધિત એક ફકરાનું નિરીક્ષણ કરો;

“અને એવા જ ઘણા બધા આવા પ્રકારના રિવાજો પ્રચલિત કરી રાખ્યો છે કે સેંકડો ખરાબીઓનું કારણ બને છે. તો શું કારણ છે કે આવિકૃતિઓ પર નજર નથી અને તેના કારણે તેની સુધારણાને પણ જરૂરી સમજતા નથી, અને તે વાતનું ભાન નથી કે તેમનો પણ હિસાબ થશે. તેનો ખ્યાલ રાખો અને વિદ્વાનો પાસે બેસો, તેમનાથી નિકટતા કેળવો અને તેમને પુછી પુછીને તમારા વાણી અને વર્તનની સુધારણા કરો. પુછવામાં કદાપિ શરમ કે સંકોચ ન અનુભવો. જ્યારે તેમે પુછશો જરૃરથી કોઈ યુક્તિ નિકળી આવશે…

અલ્લાહવાળાઓથી સોબત રાખવી જોઈએ પરંતુ વિકૃત સોબતથી બચવુ જોઈએ. ભલે જરૂરત માટે વાંધો નહીં, પરંતુ મૈત્રિ રાખવી જોઈએ નહીં. અલ્લાહવાળાઓની સોબતથી જરૃર ફાયદો થાય છે. ખ્યાલ એવો આવ્યા કરે છે કે – સાહેબ અમે ફલાણા બુઝુર્ગ પાસે બેઠા પણ કોઈ કમાલ જોવા ન મળ્યો. દિલમાં જોશ સુદ્ધાં પેદા ન નથો, આ ખોટું છે. સોબતની સાચી અસર એ છે કે દુનિયાની મુહબ્બત દિલમાંથી ઓછી થઈ જાય અને અલ્લાહની મુહબ્બત વધી જાય. સંપૂર્ણ અનુસરણ અને મનની શુદ્ધિ થઈ જાય.” (અશરફુલ મવાઈઝ, પા.૧૩-૧૪, મૌલાના અશરફ અલી થાનવી રહ.)

નેક લોકોની સોબત અને કારી તૈયર રહ.

કારી તૈયબ સાહબ રહ. દારૃલ ઉલુમ દેવબંદના એક લાંબા સમય સુધી મોહતમીમ રહ્યા હતા. શીરીન બયાન મુકર્રિર પણ હતા અને વિશાળ દૃષ્ટિ ધરાવનાર લેખક પણ. આપના અસંખ્ય સુંદર વાઈઝો સાધારણ લોકો બુદ્ધિશ્તરને નજર સમક્ષ રાખીને સંપાદિત કરવામાં આવ્યા છે. ઘણી કિતાબો ઊચ્ચ કોટિની વિદ્તાપૂર્ણ અને પ્રમાણભૂત પણ છે. તેમના ખુત્બાત દસ જિલ્દોમાં પ્રકાશિત થયા છે. તે ફરમાવે છે કે સત્ય વાત એ છે કે દીન ફકત કિતાબોના પૃષ્ટોથી પેદા નથી થતો. અલ્લાહવાળાઓના દિલોમાંથી પેદા થાય છે. કિતાબો કોઈ લાખ પઢી લે, પરંતુ સોબત ન મળે તો દીન અસર નહી કરે. દિલની અંદર રંગ પેદા નહી થાય. લેસાનુલ અસ્ર અકબર ઇલાહાબાદીએ કહ્યું છે :

ન કિતાબોં સે ન કોલેજ કે હૈ દર સે પયદા,
દીન હોતા હય બુઝુર્ગો કી નઝર સે પયદા.

જે વાત દિલમાંથી નીકળે છે દિલને જ જઈને ટકરાય છે. એટલા માટે દીન અને દીની અખ્લાક પ્રાપ્ત કરવાની સૌથી શ્રેષ્ઠ રીત સોબતથી લાભ પ્રાપ્ત કરવો છે. ભલે તે સાચા આલિમોની સોબત હોય અથવા કોઈ સાચા દુરવેશ અને અલ્લાહવાળા સોબત મળી જાય. તે પણ ન મળે તો કોઈ નેક વ્યક્તિની જ સોબત મળે. સર્વ સાધારણ લોકોમાં પણ નેક લોકો પડેલા હોય છે. વેપારીઓમાં પણ હોય છે દરેક વર્ગમાં અલ્લાહના નેક બંદા જરૃર હોય છે. (ખુતબાત હકીમુલ ઇસ્લામ મૌલાના કારી મુહમ્મદ કારી તૈયબ સાહબ, ભાગ-૩, પા.૧૬૩)

નેક લોકોની સોબત અને મૌલાના મોદૂદી રહ.

હવે આ વિષયના અંતમાં તેહરીકી વ્યક્તિના સંતોષ માટે તેહરીકના માર્ગદર્શક, જમાઅતે ઇસ્લામીના જન્મદાતા મૌલાના સૈયદ અબુલઆલા મૌદૂદી રહ.નો એક લેખ પ્રસ્તુત છે;

ચોધરી નિયાઝ અલી ખાન પંજાબના એક ગામના અતિ ધનાઢય અને સર્વ સુખ સંપન્ન જાગીરદાર હતા. તે પાણી પૂરવઠા ખાતાના ઓફિસર હતા મોટા દાનવીર (સખી) અને સર્વ સુખ સંપન્ન જાગીરદાર હતા. રિટાયર થયા તો પોતાની સત્તર એકર જમીન દીની કામ માટે વકફ કરવાની ઇચ્છા જાહેર કરી. આના માટે તેમને રૃપરેખાની જરૂરત પડી. જેના માટે તેમણે અલ્લામા ઇકબાલ મરહૂમ અને મૌલાના મૌદૂદી રહ.થી આકૃષ્ટ થયા. અલ્લામા ઇકબાલે ચૌધરી નિયાઝ અલી ખાનથી ફરમાવ્યું, સૌથી પ્રથમ મારા મગજમાં એક નામ આવે છે. હૈદ્રાબાદથી ‘તરજુમાનુલ કુઆર્ન’ના નામથી એક ઘણું જ સુંદર માસિક નીકળે છે. મૌદૂદી રહ. સાહબ તેના એડીટર છે. મે તેમના લેખો વાંચ્યા છે. દીનની સાથે-સાથે વર્તમાન સમસ્યાઓ ઉપર પણ નજર ધરાવે છે. તેમની કિતાબ ‘અલજિહાદ ફિલ ઇસ્લામ’ મને પસંદ પડી છે. આપ તેમને દારૃલ ઇસ્લામ આવવાની દાવત આપો? મને આશા છે કે તે દાવત કબુલ કરી લેશે.

અંતે ચૌધરી નિયાઝઅલી ખાને મૌલાના મૌદૂદી રહ.થી સલાહ માગયો. મૌલાના મૌદૂદી રહ.એ તેમને પત્રના જવાબમાં લખી મોકલ્યું કે, “પ્રાચીનકાળમાં ઇસ્લામના આલિમો એક ખાસ પ્રકારની સંસ્થા સ્થાપિત કરી હતી. જે અસ્હાબે સુફ્ફાના અનુરૃપ હતી. તેનું પારિભાષિક નામ ‘ખાનકાહ’ના નામથી પ્રખ્યાત છે. આજે આ ચીજોમાં કેટલાક લોકોની અયોગ્યતાના કારણે બગાડ પેદા થઈને એટલી બધી બેડોળ બની ગઈ છે કે ખાનકાહનું નામ સાંભળતા જ તબિયત તેનાથી વિમુખ થવા લાગે છે પરંતુ વાસ્તવમાં આ સર્વોત્તમ વિદ્યાપીઠ હતાં. જેનાથી ઇસ્લામમાં મોટા મોટા જ્ઞાની પુરૃષો ઉત્પન્ન થયા છે. જરૂરત છે કે આ પ્રાચીન કાળની વિદ્યાપીઠોમાં સમય અને જમાનાના અનુરૃમ ફેર-ફાર કરીને નવેસરથી પ્રાણ ફૂંકવામાં આવે, અને ભારતમાં ઠેર-ઠેર નાની-નાની એવી ખાનકાહો સ્થાપવામાં આવે, જેમાં નિવૃત્ત લોકોને લાંબી મુદ્દત સુધી રાખીને ઇસ્લામ સંબંધિત સર્વોત્તમ નૈતિક કિતાબોનું અધ્યયન કરાવવામાં આવે, અને તેની સાથે-સાથે ત્યાં એવું વાતાવરણ હોય જેમાં જિંદગી પસાર કરવાથી તેમનું ચારિત્રય શુદ્ધ ઇસ્લામી રંગમાં રંગાઈ જાય. આ વિદ્યાપીઠોમાં કલબ, લાયબ્રેરી, એકેડમી અને આશ્રમની બધી જ ખાસિયતો એકઠી થવી જોઈએ અને તેનો પ્રમુખ એક એવો વ્યક્તિ હોવો જોઈએ જે ન ફકત અને દીર્ધદૃષ્ટિ અને આધુનિક વિચારો ધરાવનાર આલિમ હોય પરંતુ તેના સાથે જ એક પરિપૂર્ણ અને સાચો સક્રિય મુસલમાન પણ હોય. જેથી તેની સોબતથી ખાનકાહના સભ્યોની જિંદગીઓ ઇસ્લામી બીબામાં ઢળી જાય… પરંતુ આ બધી જ સ્કીમનો આધાર નિર્વાચીન કરવામાં આવેલ પ્રમુખ ઉપર છે.” (તારીખ જમાઅતે ઇસ્લામી, ભાગ-૧, આબાદશાહપુરી પા. ૩૫૮-૩૫૯)

બુદ્ધિ અને અનુભવથી આ વાત સ્પષ્ટ થાય છે કે મનની પવિત્રતા અને વ્યક્તિત્વના વિકાસ માટે જ્યાં બીજા પ્રયત્નો હોવા જોઈએ ત્યાં નેક અને સાલેહ લોકોની સોબત પણ ગ્રહણ કરવી જોઈએ. જ્યારે માણસને પોતાના નબળાઈઓ ધ્યાનમાં આવે છે ત્યારે તે બીજાઓના સદ્ગુણોને ઓળખનારો હોય છે. તેમનું જ્ઞાન, અનુભવ અને કુરબાનીઓની કદર કરે છે. દિલથી તેમનો કદરદાન હોય છે. અને તેનું દિલ ઇચ્છે છે કે તેમની સાથે સમય પસાર કરવામાં આવે, તેમની વાતો સાંભળવી જોઈએ. તેમના અનુભવોથી લાભ ઉઠાવવો જોઈએ. આમ અમુક વખત એક કલાકની સોબત એ ૧૫ પુસ્તકો વાંચવા બરાબર હોય છે. જ્ઞાનના અખુટ ખજાના, સંસ્કાર અને સદ્ચારિત્ર્યના અણમોલ મોતી સસ્તી કિંમતમાં મળી જાય છે. પરંતુ દિલધડક છે તેમના પર જે પોતાને મહાન ચીજ સમજે છે. માતમ છે એવા બુદ્ધિમાનો ઉપર જેઓ કંઇ જાણતા ન હોવા છતાં બધુ જ જાણતા હોવાના ભ્રમમાં રાચતા હોય છે. તુફ! છે તેમના પર જે મોટાઓનો આદર, સન્માન કર્યા વગર દરેકના વિચારો અને ચારિત્ર્યનું પોસ્ટ-મોર્ટમ કરતા ફરે છે. નાલાયક છે તેઓ જે લાયક અને શ્રેષ્ઠ બનવા પહેલાં કાબેલ કામિલ અને પરિપૂર્ણ હોવાનો ઘમંડ પોતાના મનમાં ભરી રાખે છે. એક સ્થાનિક પ્રમુખે જમાઅતના અમીરે મુકામીના વિરૂદ્ધ મારા આગળ ઘણી ફરિયાદો કરી. મે કહ્યું કે, “મિયાં તમે હજુ શીખવાની અવસ્થામાં છો. શીખવાડવાનું કામ તમારૃં નથી.” તેણે પુછ્યું, “કેમ!”. મે કહ્યુ, “તેમનો અનુભવ, તેમની કુરબાની અન ેતેમનો અલ્લાહથી લગાવ એ તેમની પૂંજી છે. બની શકે છે કે અંગ્રેજી જવાબ અને આઈ.ટી.માં તમારી વિશેષતા હોય, પરંતુ માણસની કિંમત તે વસ્તુઓ નક્કી નથી કરી જેના ઉપર તમને નાઝ છે.”

અંતિમ વાત એ છે કે આજના જમાનામાં કોઈ એવો માણસ જેનામાં દરેક પ્રકારની લાયકાતો મોજુદ હોય પ્રાપ્ત થઈ જાય એ અશક્ય છે. એટલા માટે આપણા માટે આ જરૂરી છે કે જુદા જુદા બુઝુર્ગોથી જુદા જુદા ક્ષેત્રોમાં માર્ગદર્શન અને ફાયદો પ્રાપ્ત કરવા માટે તેમની સોબત કરવી જોઈએ. ખામીઓને નજર અંદાઝ કરવી અનેસદ્ગુણથી ખુબખુબ ફાયદો ઉઠાવવો એ જ અમારા માટે ઉત્તમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments