યુવાસાથીના શુભચિંતક એવા માનનીય નિસારઅહમદ મલેક સાહબના ઈન્તેકાલ પર ડો.સલીમ પટ્ટીવાલા એટલે કે ‘શાહિદ’ જૂનાગઢીએ એક નઝ્મ ઉર્દૂમાં લખી હતી જેને ગુજરાતીમાં ઈકબાલઅહમદ મિર્ઝા (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત)એ રૂપાંતરિત કરી હતી જેને અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
શું રુચિ અને શોખ હતો, જન્નતમાં ઘર વસાવાનો !
એક જુસ્સો હતો, ખુદાના સમીપ જવાનો !
હજુતો ઘણો મોકો હતો, વધુમાં વધુ કમાવાનો !
આ સમય આમ તો ન હતો, તમારા જવાનો !
કુર્આનનું શિક્ષણ કોણ અમને શીખવાડે !
નમાઝનો ગુઢાર્થ કોણ અમને સમજાવે !
અંદાજ કેટલો પ્રભાવી, કાંઈ પણ શીખવાડવાનો
આ સમય આમ તો ન હતો, તમારા જવાનો !
કોને છે આનાથી છુટકારો, આવે મૃત્યુતો સૌને !
તેઓ મૂકીને ગયા છે મૂડી, જેની ઇર્ષ્યા આવે સૌને !
તમારા બાળકો તો છે નકશો, એક ખજાનાનો !
આ સમય આમ તો ન હતો, તમારા જવાનો !
મહિનો હતો હજનો, સંબંધ રહ્યો ઇબ્રાહીમનો !
તમારા જીવનનો વિષય જ કુર્બાનીનો!
નિસાર ! માત્ર આ ખુલાસો હતો, તમારી દાસ્તાનનો !
આ સમય આમ તો ન હતો, તમારા જવાનો !
પ્રારંભથી જ તેહરીક મને શીખવાડી !
પંખ પણ આપ્યા, ઉડાન પણ શીખવાડી !
કરીએ મુકાબલો ‘શાહિદ’, ચાલો જમાનાનો !
આ સમય આમ તો ન હતો, તમારા જવાનો !