Friday, April 19, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસકિતાબની તાલીમના વિવિધ માધ્યમો

કિતાબની તાલીમના વિવિધ માધ્યમો

માણસનું મન બહુ જટીલ છે, તેથી તેની તાલીમ પણ સરળ નથી. આપ (સ.અ.વ.)નો ઉદ્દેશ્ય વ્યક્તિમાં પરિવર્તન લાવવાનો હતો. તેથી આપ (સ.અ.વ.)એ નક્કર પદ્ધતિ અપનાવીને કિતાબની તાલીમ આપી. આત્મશુધ્ધિના સંબંધમાં ચાર રીતોનું વર્ણન મળે છે.

(૧) અનુકરણ :

માણસ ઘણા કામ બીજાઓને જોઇને શીખે છે. એટલા માટે આપ (સ.અ.વ.)એ આ જ રીત અપનાવી છે. આપ (સ.અ.વ.)એ ઘણા કાર્યો પોતે કરીને બતાવ્યા કે તમે આ પદ્ધતિ પ્રમાણે અનુસરણ કરો. દા.ત. નમાઝ માટે ફરમાવ્યું, “નમાઝ એવી રીતે પઢો, જેવી રીતે તમે મને પઢતા જુઓ છો.” હઝરત અબુ હુરૈરહ રદી.નું વર્ણન છે કે તેમણે હઝરત જાબિર રદી.ને આમ ફરમાવતાં સાંભળ્યા છે કે “મે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને જીલહજ્જની ૧૫મી તારીખે સવારી પર બેસીને રમી કરતાં જોયા છે. આપ (સ.અ.વ.) ફરમાવી રહ્યા હતા, તમે હજના મનાસિક મારાથી શીખો, કેમ કે મને ખબર નથી કે કદાચ હું આ હજ પછી બીજી વખત હજ કરી શકીશ.”

(૨) પ્રયત્ન અને ભૂલ :

આપ (સ.અ.વ.)એ પોતાના સાથીઓને જે રીતે ઇસ્લામના કાર્યો શીખવાડ્યા તેમાં એક રીત પ્રયત્ન અને ભૂલ પણ છે. એક વ્યક્તિ આવ્યો અને ભૂલોવાળઈ નમાઝ પઢી. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “જાઓ, ફરીથી નમાઝ પઢો. તેણે ફરીથી પણ એવી જ રીતે નમાઝ પઢી. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, જાઓ ફરીથી નમાઝ પઢો. ત્રીજી વખત પણ તેણે એવી જ ત્રુટીઓ વાળી નમાઝ પઢી. તો આપ (સ.અ.વ.)એ તેને બોલાવ્યા અને સમજાવ્યું કે નમાઝ સંપૂર્ણ સંતોષ અને નિરાંતથી તથા માન-મર્યાદાથી પઢવી જોઇએ.”

(૩) સાપેક્ષ કાર્યો :

તાલીમની એક પદ્ધતિ આ છે કે કોઇ કાર્યને કોઇ પરિસ્થિતિ સાથે જોડવામાં આવે. દા.ત. જ્યારે અઝાન થાય ત્યારે માણસ નમાઝની તૈયારી કરે. અથવા એ કે એક જગ્યા એ થી એક વખત ધોકો ખાધો હોય તો બીજી વખત તેનાથી સતર્ક રહેવું જોઇએ. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “મોમિન એક દર (સુરાખ)માં બે વખત પોતાના હાથ કરડાવતો નથી.”

(૪) વિચાર અને દૃષ્ટિકોણની આઝાદીનું વાતાવરણ :

માણસ વાત-ચીત સવાલ-જવાબ, ચર્ચાઓ અને વાદ-વિવાદ માટે મોકળુ વાતાવરણ એકઠુ કરતા અને ક્યારેય તેમના ઉપર બંદીશ નહોતા લગાવતા. સૂરઃમુઝાદલામાં ખૌલા બિન્તે સઅતલા રદી.ના વાદ-વિવાદના પરિણામે અલ્લાહતઆલાએ સૂરઃમુઝાદલામાં આયત નાઝિલ ફરમાવી.

કિતાબની તાલીમ આપવા માટે આપ (સ.અ.વ.) લેખો અને ઘટનાઓ સંભળાવતા, પ્રેરણા આપતા, અમુક કામોથી દૂર રહેવાનું ફરમાવતા, સવાલ પૂછતા, ઉદાહરણો આપી વાત સમજાવતા, વિદ્યાર્થીઓને કામમાં સામેલ કરતા, રોજીંદા બનાવોનું દૃષ્ટાંત આપતા, આપ (સ.અ.વ.) સવાલો પુછતા, એટલા માટે કે લોકો વિચારમંથન કરે અને કામ કરવા માટે દિલમાં જોશ પેદા કરવા દાખલાઓ આપતા.

કાર્ય સંબંધિત કેટલીક પદ્ધતિઓ :

આત્મશુધ્ધિ માટે તાલીમ મુખ્ય માધ્યમ છે. જેમને પોતાની આત્મશુધ્ધિ કરવાનો આશય હોય તેમને શીખવાની જિજ્ઞાસા હોવી જોઇએ. શુદ્ધભાવના અને સાચી તડપ હોય તો શીખીને પોતાનું વર્તન, આચાર-વિચાર અને જીંદગી બદલી શકે છે પરંતુ નવી પેઢીમાં શીખવા કરતા શીખવાડવાની મનોવૃત્તિ વધારે હોય છે. થોડા સમય અગાઉ શાદી સંબંધે નવયુવાનોની તર્બિયત માટે કલાસની વ્યવસ્થા કરવામાં આવી. વડીલ તરીકે મોલાના ઉમરી મદની હતા. તેમણે શાદી સંબંધે અમુક શબ્દો ઉચ્ચાર્યા. દા.ત. મની, હૈજ, મલાબસ્ત, મુજામઅત વગેર. એક માહિતગાર વિદ્યાર્થીએ એસ.એમ.એસ. કર્યો કે મોલાનાએ અશોભનિય અને અશિષ્ટ શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ ફકત ટીકા કરવા ખાતરની ટીકા હતી. શીખવાની ઇચ્છા ઓછી અને પોતે જાણકાર હોવાની અભિવ્યક્તિ વધારે હતી. માણસ માધ્યમોથી શીખે છે. વિદ્યા, શિસ્ત, સંસ્કાર અને સત્કર્મોનો વિકાસ કરવા માટે નીચે પ્રમાણોના માધ્યમો હોય છે :

(૧) માતા-પિતા
(૨) વાતાવરણ
(૩) સારી સોબત
(૪) શિક્ષક

અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, ઇલ્મ શીખો અને લોકોને શીખવાડો, ફરજો શીખો અને લોકોને શીખવાડો, કુઆર્ન શીખો અને લોકોને શીખવાડો આ શીખવા માટે જરૂરી છે કે કોઇને ગુરૃ તરીકે સ્વિકારીએ અને શીખીએ . આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, અસલ માનવી તો શિક્ષક અને વિદ્યાર્થી છે. એ બે સિવાય કોઇમાં ભલાઇ નથી. એમાં પ્રથમ વિદ્યાર્થી બનવંું પછી શિક્ષક બનવું, એ જ કુદરતની રીત છે.

પોતાના વ્યક્તિત્વનું પરિવર્તન કરવા માટે કિતાબનું જ્ઞાન જરૂરી છે. તેના માટે નીચે જણાવ્યા પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન આપવાની જરુરત છે.

* કુઆર્નનું અધ્યયન પુષ્કળ પ્રમાણમાં કરવું જોઇએ. હુકમો, મસલા-મસાઇલ અને અન્ય પ્રકારના કાર્યોની નોંધ કરી લો તો સર્વોત્તમ રહેશે.
* વિદ્યાર્થીઓમાં કુઆર્નનો અભ્યાસ સામાન્ય રીતે દર્સ આપવા માટે કરવામાં આવે છે. જ્યારે કે કુઆર્નનો અભ્યાસ દર્સ આપવા માટે નહી દર્સ લેવા માટે કરવો જોઇએ.
* કિતાબ અઘરા સ્થાનોને સમજવા માટે જુદા-જુદા કુઆર્નના આલિમો અને બુઝુર્ગ વ્યક્તિઓની સોબતમાં રહેવું જોઇએ.
* ઇન્ટરનેટથી ફાયદો જરૃર ઉઠાવવો જોઇએ પરંતુ તે આપણો શિક્ષક ન બની જાય.
* જમાઅતમાં કુઆર્ન, આદર્શો, આત્મશુધ્ધિ, માનવજીવનની નવ ઘડતર, કુઆર્ને દર્શાવેલ માર્ગ વગેરે વિષયો ઉપર વિચાર પ્રદર્શિત કરવો. બુદ્ધિશાળી બનવાના અપ્રાકૃતિક (અસ્વાભાવિક) પ્રયત્નોનો નિષેધ કરવો રાજકારણીઓ અને ફિલ્મી સિતારાઓ આપણા માર્ગદર્શક અને વડીલ નથી.
* નબીએ કરીમ (સ.અ.વ.)ની સીરતથી વધુને વધુ સમીપ થવાના પ્રયત્નો કરવા જોઇએ. સીરત અને હદીસોનું અધ્યયન આપણને આપ (સ.અ.વ.)ની સમીપ લઇ જાય છે. આપ (સ.અ.વ.)ની શાન વધારનારી મહેફીલોથી લાભ પ્રાપ્ત કરવાનો શોખ પેદા થવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments