Monday, June 24, 2024
Homeમનોમથંનતાળાબંધીની લટકતી તલવારઃ સામાજિક અને આર્થિક પ્રતિભાવો

તાળાબંધીની લટકતી તલવારઃ સામાજિક અને આર્થિક પ્રતિભાવો

તાળાબંધી (લોકડાઉન)ના બંધનોથી ધીમે ધીમે આઝાદ થવાનો સિલસિલો ચાલુ જ હતો ત્યાં અચાનક ફરી કોવિડ-૧૯ના પડઘમ કાનમાં જાેરથી અથડાયા. કોવિડ-૧૯ની સેકન્ડ વેવ શરૂ થઈ ગઈ છે તેવા તારણો સ્વાસ્થ્ય મંત્રાલય કાઢી રહ્યું છે અને ગૃહમંત્રાલય તેને પહોંચી વળવા માર્ગદર્શિકા બહાર પાડી રહી છે. ગુજરાતમાં અને દેશના અન્ય ભાગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓની રેલીઓ જાેઈને લાગતું હતું કે કોરોના વાયરસે અલવિદા કહી દીધી છે. પરંતુ ચૂંટણીઓ પુરી થતાં જ પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં કોવિડના કેસોમાં અચાનક ઉછાળો આવતા પરિસ્થિતિને ગંભીર બતાવવામાં આવી રહી છે.

વડાપ્રધાને રાજ્યના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો સાથેની મળેલ બેઠકમાં “નિર્ણાયક પગલા લેવાનું સૂચન” કરી દીધું છે. પરિણામે રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન છે જ્યારે કેટલાક રાજ્યોમાં રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યુનો નિયમ છે. અચાનક વધી ગયેલ કેસો અને કફ્ર્યુના સમયમાં વધારાના કારણે લોકડાઉન લાગવાનો ખતરો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

અર્થતંત્ર કઈ દિશા અને દશામાં છે તે કોઈ પણ અર્થશાસ્ત્રીઓ માટે કહેવું મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં લોકડાઉનની અફવાએ રોકડ પ્રવાહ પર બિલ્કુલ બ્રેક લગાવી દીધેલ છે. ઉત્પાદનના પૈડા જાણે થંભી ગયા હોય તેવો બજારનો પ્રતિભાવ નજરે પડી રહ્યો છે. રમઝાન-ઈદના મોટા તહેવારની ઉજવણીની પૂર્વ તૈયારી નિમિત્તે જે ઉત્પાદન અને રોજગારનું સર્જન થાય છે તે અદ્‌ભૂત છે. તેના દ્વારા મોટી ફેકટરીથી માંડીને નાની રેકડી લગાવતા તમામ લોકોની આવકમાં ખૂબ વધારો થઈ જાય છે. બજારમાં રોકડ પ્રવાહના સિંચનથી અર્થતંત્રને વેગ મળે છે. પરંતુ સરકારે પેદા કરેલ કોરોનાના ભયના કારણે અત્યારે તમામ ગણતરીઓ ફેલ થઇ જવાના એંધાણ છે.

છેલ્લા એક મહિનાથી મોંઘવારીએ માઝા મૂકી છે. ખાદ્ય તેલ, પેટ્રોલ-ડીઝલ કે રાંધણ ગેસના ભાવોમાં નિરંતર વધારાના કારણે આમ જનતા પહેલેથી જ પરેશાન છે. અને આવા સંજાેગોમાં લોકડાઉનની લટકતી તલવાર ‘પડતા પર પાટુ’ સમાન છે. કોરોના બાબતે સરકાર દ્વારા આપવામાં આવતી જાણકારી અને લેવામાં આવતા પગલા બંનેમાં આમ જનતાને શંકા છે. ચૂંટણી ટાણે સામાજિક દૂરી, માસ્ક, સેનીટાઇઝર બધુ જ ગાયબ થઇ જાય છે અને કોરોના કેસો પણ વધતા નથી, અને ચૂંટણી જીતના મોટા જશ્ન પણ મનાવવામાં આવે છે, સ્ટેડિયમનું નામ પણ બદલી નાંખવામાં આવે છે અને આઈપીએલ પણ રમાય છે. તેમાં હજારોની સંખ્યામાં તમામ ગાઈડલાઇન્સને રગદોળીને લોકો મેચની મજા પણ માણે છે ત્યારે સરકારને કોરોનાનો કોઈ ભય દેખાતો નથી.!!!

એક ખ્યાલ એવો પણ છે કે સરકારની કોરોના વેકસિન સફળતાપૂર્વકના ક્લિનિકલ ટ્રાયલ વગર લોકોને આપવામાં આવી રહી છે. વેકસિન આપ્યા પછી કેટલીક આડઅસરોના કિસ્સાઓ વીડિયો બની સોશ્યિલ મીડિયામાં પણ વાયરલ થયા છે. એટલે લોકોમાં વેકસિન બાબતે સ્વિકૃતિનો અભાવ જાેવા મળી રહ્યો છે. આ વેકસિન યેન-કેન પ્રકારે લોકોને આપવામાં આવે તેવું આયોજન જાેવા મળી રહ્યું છે. આમ જાેવા જઈએ તો કોરોનાથી સાજા થયેલા લોકોનું પ્રમાણ ૯૬ ટકા કરતા વધારે છે. તો વેકસિનની કોઈ જરૂર જણાતી નથી. છતાં વેકસિન બાબતે સરકારનું વલણ શંકા જન્માવે તેવું છે. સરકાર ઇરાદાપૂર્વક કોરોનાનું રાજનીતિકરણ કરી રહી હોય તેવું લાગે છે.

કોરોના વધતા કેસોને કારણે પછાત અને ગરીબ વર્ગ કે જે રોજ કમાઇને રોજ ખાય છે તેની પરિસ્થિતિ દયનીય છે. વધતી જતી મોંઘવારી અને બીજી તરફ લોકડાઉનનું જાેખમ તેમના રોજીંદા જીવનને મુશ્કેલ બનાવી રહ્યું છે. સરકારનું તેમના પ્રત્યે કૂણું વલણ તેમના આત્મવિશ્વાસને નિર્બળ કરી રહ્યું છે અને ઘર-કંકાશ, આત્મહત્યા અને ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મધ્યમવર્ગ કે જેની અડધી આવક મકાનની લોનના હપ્તા, ગાડીની લોનના હપ્તા તથા અન્ય દેવાની ચૂકવણીમાં જાય છે, તેની હાલત ખૂબ કપરી છે. તેઓ ફિક્સ ખર્ચાઓની ચૂકવણીમાં અડધા થઈ ગયા છે. આ વર્ગમાં પણ આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધ્યા છે.

જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીના સંક્રમિત, મૃત્યુ પામેલ અને સાજા થયેલ એમ તમામ આંકડાઓ સરકારી એપ્લીકેશનમાં અને દરેક છાપામાં દરરોજ જાેવા મળે છે. આ જાણકારી આપવાથી લોકોમાં ભય વધશે કે ઓછો થશે? વ્યવારિક છે કે ભય વધશે અને વધી રહ્યું છે… કોરોનાથી મૃત્યુ પામેલ લોકો અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે પરંતુ આંકડાઓ બતાવે છે કે દેશની વસ્તીની તુલનામાં મૃત્યુના આંકડાઓ નહીંવત છે. આમ એક રીતે જાેઈએ તો સરકાર લોકોના મનમાં ભય પેદા કરવાનું જ કાર્ય કરી રહી છે.

સરકારે હવે આ ભયની રાજનીતિ બંધ કરવી જાેઈએ અને લોકડાઉન કે કફ્ર્યુથી થતાં નુકસાનને ધ્યાને રાખી લોકોમાં આત્મવિશ્વાસ વધે તે તરફ ધ્યાન આપવું જાેઈએ. લોકો બીજા રોગોની જેમ કોરોનાથી પણ સંક્રમિત થશે અને સાજા પણ થશે તેનો ડર હવે દિલ-દિમાગથી કાઢી જનજીવન સામાન્ય થાય તેવા પ્રયાસો કરવા જાેઈએ. લોકોએ પણ કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સને ફોલો કરતા કોરોનાને સામાન્ય બીમારીની જેમ જ વર્તવું જાેઈએ. કોરોના વાયરસ હવે જીવનનો હિસ્સો છે તેમ માની જીવન વ્યતિત કરવાની જરૂર છે.


Kindly Support us with Donations, Valuable Suggestions and Duas

9510008614

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments