એક હતા તત્વચિંતક. દિવસના સમયે લાલટેન લઇ ચાર રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા એવુંઔ લાગ્યું કે જ્યારે કંઇક શોધી રહ્યા છે.
લોકોએ પુછયું શું વાત છે?
બોલ્યા, કંઇક ખોવાયું છે તેની શોધમાં નિકળ્યો છું.
દિવસના અજવાળામાં એ પણ લાલટેન લઇને?
હાં દિવસના અજવાળામાં જ તેને શોધી શકીશ, રાત્રીના અંધકારમાં તો તેને ઓળખવો ખૂબજ મુશ્કેલ છે. તેમાં તો બધા એક જેવા જ લાગે છે.
અંતે છે શું એ? કંઇક તો ખબર પડે?
ઉત્તર મળ્યો મને જેની શોધ છે તેને લોકો ‘માનવ’ કહે છે.
આ સાંભળી કેટલાક આશ્ચાર્યચકિત થઇ ગયા, કેટલાક ક્રોધિત થઇ ગયા.
બોલ્યા, શું અમે માનવ નથી?
શું અમે કંઇક અન્ય દેખાઇએ છીએ.
તત્વચિંતકે કહ્યું હું ખરૃં કહી રહ્યો છું, તમે માની લો,
જો નથી માનતા તો સાંભળો, તમારા જેવા લોકો ક્યાં તો વેપારી છે, ક્યાં તો ધંધાદારી, ક્યાં તો ડોક્ટર છે. ક્યાં તો એન્જિનિયર ક્યાં તો શિક્ષક છે ક્યાં તો ગુરૃ, ક્યાં તો નેતા છે, ક્યાં તો સમાજના વડા, ક્યાં તો સ્ત્રી છે ક્યાં પુરૃષ,
ઇમાનદારીથી બતાવો શું આમનામાં કોઇ એવો પણ છે જે સૌનો હક અદા કરે એકબીજાનો અધિકાર ઓળખે, સૌને સમાન ગણે, કોઇ ભેદભાવ ન કરે સૌને પ્રેમ કરે, દુઃખ દર્દમાં કામ આવે એક બીજાની સેવામાં લાગેલો હોય અને સૌથી મોટી વાત તો આ છે કે તે પોતાના સ્વામી સર્નજહાર, કર્તા, હર્તા કે સર્વસર્વાને ઓળખે અને તેને જ સમર્પિત હોય.