Thursday, September 12, 2024
Homeલાઇટ હાઉસમુસ્લિમ વિદ્યાર્થી માટે...

મુસ્લિમ વિદ્યાર્થી માટે…

(સૈયદ હસનુલ બન્ના શહીદ (રહ) ૧૯૦૬-૧૯૪૯ એક સ્કૂલ શિક્ષક હતા. તેઓએ ૧૯૨૮માં ઇખવાનુલ મુસ્લિમીનની સ્થાપના કરી હતી.)

મારા પ્રિય મુસ્લિમ ભાઇ, અલ્લાહ તમને માર્ગદર્શન અને રક્ષણ આપે. સર્વ પ્રશંસા અલ્લાહ માટે જ છે જેના સિવાય કોઇ ખુદા નથી. શાંતિ અને સલામતિ થાય. મુહમ્મદ (સ.અ.વ.) પર જેઓ સમગ્ર માનવજાતિ માટે કૃપા બનાવીને મોકલવામાં આવ્યા હતા અને તેમના સાથીઓ પર તેમજ તે બધા ઉપર જેઓ શરીઅતને જીવંત રાખવા માટે ક્યામતના દિવસો સુધી સંઘર્ષ કરતા રહેશે.

શાંતિ અને સલામતી છે તમારી ઉપર જ્યારે તમે યોગ્ય અને ઉમદા હેતુ માટે પ્રવાસ કરો અને જ્યારે તે માટે તમારી જાતને સમર્પિત કરવાનો નિર્ધાર કરી લો અને તે માટે પ્રયત્નશીલ રહો.

અલ્લાહની રહમત અને દયા થાય તમારી ઉપર જ્યારે તમે ઇસ્લામને વિશ્વમાં ફેલાવવા માટે પ્રયત્નશીલ રહો જેથી આખું વિશ્વ તેના જ્ઞાન અને વિજ્ઞાનના ફળોથી લાભાન્વીત થાય.

તમારી પ્રામાણિક પત્ની પણ જરૃર તેની કદર કરશે તેવી આશા છે તેની સાથે એક વિશ્વવનીય સાથી બનીને રહો. તેમને સુખી કરવા અને રાહતો પુરી પાડવાની બનતી કોશિશ કરો. તેની સાથે આનંદ પ્રમોદ પ્રવૃત્તિઓમાં સહભાગી થાઓ પરંતુ સાથે એ પણ ધ્યાન રાખો કે તમે પોતાના હકો અને ફરજો પુરા કરવામાં બેદરકાર ન બની જાઓ.

તમારા પ્રત્યેના પ્રેમ અને નિષ્ઠાની ભાવનાથી જન્મેલી આ કેટલીક વાતો રજૂ કરૃં છું. એક મોટા ભાઇ તરીકે હું મારા બધા જ ભાઇ બહેનો માટે સુખી જીવનની પ્રાર્થના કરૃં છું.

૧) હે મારા ભાઇ, હંમેશા અલ્લાહની આજ્ઞાપાલન કરતા રહો. એક વાત યાદ રાખો કે તમે જ્યાં પણ છો તે તમને જોઇ રહ્યો છે. દરેક સ્થળે તમે તેના ઘેરામાં છો. તે આંખોના કપટને પણ જાણે છે અને તેને પણ જે દિલોમાં છુપાયેલું છે. એવા દરેક કામથી બચતા રહેશો જે અલ્લાહને નાપસંદ હોય.

ક્યારે પણ ગૌરવશાળી અને મહાન ઇશ્વરની આજ્ઞાપાલનથી બેદરકારી દાખવશો નહીં, નહીતર શૈતાન તમને ગુમરાહ કરી નાખશે અને તેના ગુલામ બનાવી લેશે.

મારા વ્હાલા ભાઇ, અલ્લાહની યાદથી હંમેશા તૃપ્ત રહેનાર હૃદયોને શૈતાન ક્યારે સ્પર્શી નથી શકતો, પરંતુ તે જ્યારે અલ્લાહની યાદથી ચલિત થાય છે ત્યારે સહેલાઇથી બુરાઇઓ તરફ આકર્ષાય છે અને તમે મનેચ્છાઓના ગુલામ બની જાઓ છો. તેથી  તમારા અંતઃકરણને અલ્લાહની યાદથી મજબૂત બનાવો અને આસપાસના માહોલની બુરાઇઓથી અલ્લાહની પનાહ માંગતા રહો અને ગાફેલ લોકોમાં શામેલ ન થઇ જાઓ.

૨) અલ્લાહે ફર્જ અને અનિવાર્ય કરેલા કામોને નિયમિતપણે કરતા રહો. પોતાના કામમાં વ્યસ્ત રહીને આ ફર્જ કામોને નવરાશના સમયે કરવાના બહાના ન બનાવો. આવું કરશો તો તમે પોતાની મનેચ્છાઓને અનુસરીને પોતાની જ સાથે છેતરપિંડી કરશો. (કુઆર્ન – ૩૮ઃ૨૬)

મારા વ્હાલા ભાઇ, એ જરૃરથી સમજી લેજો કે બુખારીની હદીસમાં દર્શાવ્યા પ્રમાણે ફર્જ કામોનું તેના સૂચિત સમયે કરવું અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે એટલું મહત્વનું છે કે તેની ભરપાઇ બીજા કોઇ કામ દ્વારા નથી થઇ શકતી. આથી આ કામોને નિયમિતતા સાથે સાવચેતીથી કરતા રહેશો અને તેને કરવામાં આળસ ન કરશો. આ ફર્જો અલ્લાહનો હક છે તમારી ઉપર.

નમાજોને સ્થિર મન સાથે અદા કરતા રહો અને રોઝાઓને પૂર્ણ કરો. જો રોઝા કરવાના કાબેલ ન હોવ તો અલ્લાહ તેની તમને છૂટ આપી છે. (કુઆર્ન – ૨ઃ૧૮૪) પરંતુ તેની સાવચેતી રાખશો કે આ તમે રોજાઓ છોડવા માટેનું બહાનું ન બનાવી લો. પશ્ચિમની જમીનમાં પરિશ્રમ સાથે રાખેલા રોઝાઓ માટે ઉત્તમ ઇનામ હશે અને તમારા હિસાબની નેકીઓમાં વધારો કરશે અને આ તમારા રબની પ્રસન્નતા પામવાનું સાધન છે. અને તમારી જાત માટે પણ સારૃં છે. તેથી રોઝાઓને તોડશો નહીં સિવાય કે તમે તેને કરવા અસમર્થ હોવ.

આનાથી વધુ ફર્જ કામો વિષે કહેવાની મને જરૃર નથી લાગતી કારણ કે આ જ તમારી મૂડી છે. એ માણસના દુર્ભાગ્યનું શું કહેવું જે પોતાની આ મૂડીને વેડફી નાંખે અને આવતી કાલ (પરલોક)ના નફાકારી ઉત્પાદકોમાં  તેનું કોઇ નામનિશાન ન હોવ.

૩) અલ્લાહે ફર્જ કરેલા કામોથી અધિક જેટલા પણ નેકીના કામો છે તેમાં પોતાનો બનતો સમય વિતાવવાનો પ્રયત્ન કરો. સુન્નત નમાઝોનો એહતેમામ કરશો. અલ્લાહથી માફી માંગતા રહો અને પોતાના રબની પ્રશંશામાં લાગેલા રહો. યાદ રાખો, યાત્રા દરમિયાન કરેલી પ્રાર્થનાઓ કબૂલ થાય છે. આથી એકાંતમાં વિનમ્રતા સાથએ દુઆઓ કરતા રહો.

અલ્લાહની યાદમાં વ્યસ્ત રહો. ફર્જ કામો અને ફરમાબરદારીના માર્ગને એમ માની ક્યારેય ત્યજી ન દેતા કે તેનું કોઇ દુન્યવી લાભ નથી મળતો. આ એવું મૂડી રોકાણ છે જે તમારા હિસાબમાં વધારો કરતું રહે છે. ગુમરાહ અને બેદરકાર લોકોની વચ્ચે અલ્લાહની યાદ એક ચમકતા પ્રકાશ જેવી છે. પોતાના સમયને અલ્લાહની યાદમાં વિતાવતા રહે જો તમારા માટે પરલોકમાં લણણીનો પાક છે.

૪) પવિત્ર કુઆર્નનું પઠન કરતા રહો અને તેની ઉપર વિચાર વિમર્શ કરતા રહો. કુઆર્ન અંતરાત્માનો ખોરાક અને હૃદયના રોગોનો ઇલાજ છે. તમારા દિવસની શ્રેષ્ઠ શરૃઆત અને શ્રેષ્ઠ અંત માટે દિવસના પ્રારંભમાં અને અંતમાં કુઆર્નનો કેટલાક ભાગ પઢતા રહો.

૫) મન અને મસ્તિષ્કને આકર્ષવવાવીે, આંખો અંજાઇ જઇ એવી નબળા મનને આસાનીથી  ગુમરાહ કરી દેનાર દુનિયાની આ મોજમસ્તી અને જીવનના આ હર્ષોલ્લાસ તમને દુષ્કર્મો કરવા માટે લલચાવે નહી અને પરલોકથી ગાફેલ ન કરી દે. (કુઆર્ન ૨૦ઃ૧૩૧-૧૩૨)

મારા વ્હાલા ભાઇ, એ વાતને સારી રીતે જાણી લો કે દુનિયાના જીવનની આ મોજમસ્તીનું અલ્લાહની નજરમાં મચ્છરના પાંખ બરાબર પણ મહત્વ નથી. અને ન જ તે તમને સત્કર્મો કરવા માટે પ્રેરે છે. ને કંઇ જ નથી પરંતુ એક ધૂન અને પ્રલોભનનું સાધન. ક્યાંક શૈતાન તમને છેતરી ન જાય તેનું ધ્યાન રાખજોે નહિતર તમે પાપ અને ભ્રષ્ટાચારના કામોમાં ગળાડૂબ થઇ જશો. અલ્લાહની વાતોને હંમેશા યાદ રાખો. (આલેઇમરાન-૧૪)

અલ્લાહની કિતાબ દિવસ-રાત તમને આ વાતોની યાદદહાની કરાવતી રહે છે. દુનિયાના જીવનને આખરત પર શ્રેષ્ઠતા ન આખશો અને એ લોકોની માફક ન બની જશો જેઓ વિચાર્યા વગર દુનિયાના બાહ્ય દેખાવથી અંજાઇ જાય છે અને બુરાઇ તરફ પ્રેરાય છે.

આધુનિક પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા ઉદ્ભવેલી મોજમસ્તીની આ રીતો લોકો માટે એક પીડાકારી અંત આપાવાનું કારણ બનશે અને એક એવી દુખદાયક યાતના જે તેમની દુનિયાની મીઠાશને ભૂલાવી દેશે.

૬) મારા વ્હાલા ભાઇ, આ લોકો અલ્લાહે હરામ કરેલી વસ્તુઓને હલાલ ઠેરવે છે, અને તેથી જ આવા કામ કરવામાં ન તેઓ કોઇ શરમ અનુભવે અને ન જ પોતાને તે માટે  દોષિત ગણે છે. ક્યારેય આ કામ કરવા માટે રાજી ન થશો અને આ ગુનાહિત કર્મોથી હંમેશા દૂર રહેશો. નહિતર કયામતના દિવસે અલ્લાહની સામે જવાબ આપવામાં ન તમારો કોઇ મદદગારી હશો અને ન તો તમે કોઇ બવના બનાવવામાં સફળ થશો.

૭) તેમની તમારી જીવનસાથી ન બનાવશે, યુવતિઓને તમારી અને આ લોકોની વચ્ચે કોઇ ખાસ પ્રકારના મૈત્રીસંબંધો અને ભાવનાત્મક સંબંધો ન રાખશો. સમાજમાં અવૈધિક સંબંધો અને અનૈતિક કામો જો તેમના માટે પાપ છે તો તમારી માટે એ મહાન પાપ છે જ્યારે તમે જાણે  છે.

તમે અમારી નજદીક એક વિશ્વસનીય અને શિષ્ટાચારી વ્યક્તિ હોવા છતાં મે તમારી સામે આની ચોખવટ એટલા માટે કરી કે તમે આનાથી સાવધ થઇ જાઓ. તમારી પવિત્રતા અને પૃતિષ્ઠા લોકો માટે ઉદાહરણરૃપ હોવી જોઇએ.

૮) દારૃની નજદીક પણ ન ફરકશો અને વાતાવરણને દારૃના સેવનનું બણનનું ન બનાવી લેશો. એક વાત જાણી લોકે જે અલ્લાહે તેને હરામ ઠેરવ્યું છે તે દરેક પ્રકારની પરિસ્થિતિને જાણે છે છતાં પણ કોઇ એક દેશને પણ દારૃના અવૈધ હોવાથી બાકાત નથી રાખ્યો. કોઇપણ અપવાદ વગર અલ્લાહે તેને સંપૂર્ણ રીતે હરામ ઠેરવ્યું છે. આથી દારૃનું એક ટીપું પણ તમારા પેટમાં જવા ન પામે નહી તો તે એક કાળા ડાઘના સ્વરૃપમાં શુદ્ધ ત્વચા પર ઉભરી આવશે.

પ્રથમ વાર સેવન કરતા પહેલા ખૂબ સમજી વિચારી લો કે એક વખતનો નશો તમને બીજી, ત્રીજી વખત સેવન કરવા માટે પ્રેરશે અને એ પછી તેનાથી છુટકારો મેળવવો તમારા માટે મુશ્કેલ બની જશે. આ કૃત્યુ તમારા અને લોકો માટે નૈતિક પતનનું કારણ બનશે. એક વાર સેવન કર્યા પછી કરવામાં આવતા પશ્ચ્યાતાપ પણ તમારા મૂળ શુદ્ધ અને શિષ્ટ આચરણ અને વિશ્વસીયતાને પાછા મેળવવામાં મદદ નહી કરી શકે.

૯) સુવરનું માસ, મૃત માંસ અને એ પ્રકારની હરામ ખાદ્ય વસ્તુઓ વેચતા રેસ્ટોરન્ટમાં ક્યારેય પ્રવેશ ન કરશો. જે કંઇ પણ તમારી માટે હલાલ છે તે તમારા માટે પુરતું છે. હરામ વસ્તુઓના સેવનથી પોતાના શરીરને અપવિત્ર ન કરશો નહિંતર તે માંસ જે અવૈદ્ય ખોરાકથી પોષિત છે. ક્યામતના દિવસે ભડકે બળતી આગનું ઇંધણ બનશે. અલ્લાહે અપવિત્ર વસ્તુઓને પ્રતિબંધિત કરી છે. કુઆર્ન (૭ઃ૧૫૭) આથી તમારી ભલાઇ માટે તેે વસ્તુઓને છોડી દો જે ખરાબ અને અપવિત્ર છે.

૧૦) નૃત્યુગૃહો, રાત્રિકલબો અને આ પ્રકારના આડંબરના સ્થળોએ પોતાના સમય બરબાદ ન કરો. કહેવાય છે કે time is gold જેનાથી હું સંમત નથી.મારૃં માનવું છે કે સમય સોના કરતા વધુ મૂલ્યાવાન છે.

સમય એ જીવન છે. શું આ હકીકત નથી કે આપણું જીવન કંઇ જ નથી પણ થોડાક કલાકોનો સમય જેના વિષે કોઇ ને જાણ નથી કે ક્યારે પુરો થઇ જશે? મારા વ્હાલા ભાઇ, સમયનો સદ્ઉપયાગ કરો. કરશો અને તેને એવા કામોમાં વિતાવેે જે યોગ્ય અને વાજબી છે.

પૃથ્વીની સુંદરતામાં, આકાશની વિશાળતામાં સમૃદ્ધના ખજાનાઓમાં, હવાની તાજગીમાં, બગીચાઓની ફળ છુપતામાં અને તમારી પોતાની જાતમાં ઘણી નિશાનીઓ છે. આ બધામાં તમારા અને લોકો માટે ઘણાં ફાયદાઓ છે. તેનાથી જરૃર લાભ મેળવો. પરંતુ ક્યારેય પણ બેદરકાર બની સમયને વેડફો નહી. નહિતર તમે ભલાઇથી દુર થઇ જશો. જે તમને અનિષ્ટો તરફ દોરી જશે.

૧૧) સમજપુર્વક અને ડહાપણથી વર્તો રહો અને લોકોની સમસ્યાઓથી વાકેફ રહો. તમે એવા પણ નેકદિલ ન બની જાઓ કે લોકોની બુરાઇઓ તમને દેખાય ના, અને ન જ બીજાના દુષ્કર્મો તમને એટલા ન દુભાવી દે કે તમે તેમના સત્કર્મોને ભૂલી જાઓ. એક સંશોધક અને પરીક્ષક તરીકે બધી બાબતોનો અભ્યાસ કરતા રહો.

લોકોની તમામ બાબતોથી વાકેફ રહો અને તેની સૂક્ષ્મદૃષ્ટીથી ચકાસતા રહો. લોકોની પીઠ પાછળ તેમની ભલાઇની વાતો કરો. તેમની એ બુરાઇ અને ખરાબ આચરણ જેનાથી તમારૃં દિલ દુખ્યુંં હોય. તેને માફ કરી દો અને પોતાના મનને શુદ્ધ કરી લો. તમે એવા લોકોને જોશો જેઓ ઈશદૂત મુહમ્મદ (સ.અ.વ)ની માનહાનિ કરશો.  કુઆર્નમાં ખામીઓ શોધશે અને તમારા લોકોને અપમાનિત કરશે. આ લોકોની સાથે મૈત્રિસંબંધો ન રાખે જ્યાં સુધી તેઓ માફી ન માંગી લે. તેમની સાથે શ્રેષ્ઠ રીતે દલીલ કરો. ભલાઇની વાતો તેમને સમજાવો અને એવા વિવાદોથી દૂર રહો જે તમારી વચ્ચે નફરત પેદા કરે અને ફિતના-ફસાદનું કારણ બને. (કુઆર્ન ૨૮-૫૬)

વ્હાલા મિત્ર, ફકત સારા સુવિચારો પ્રવચનો કરતાં તમારા સત્કર્મો, પવિત્ર આચરણો અને શુદ્ધ ચારિત્ર્ય લોકોને તમારી વાત સમજવા અને તમારી નિકટતા પામવા માટે વધુ અસરકારક અને ફળદાયી છે.

જ્યારે પણ કોઇ મીટીંગમાં કે લોકોની વચ્ચે પ્રવચન આપવાનો મોકો મળે તો તે માટે પોતાની જાનને તૈયાર કરીને જાઓ. એવી વાતો કહો જે તેમને મુંઝવણમાં ન નાખે અને અસલ મુદ્દાને આસાનીથી સમજી શકે.

તેમનું ખરાબ વલણ તમને આ ભલાઇના કામોથી અટકાવી ન દે કારણ કે અલ્લાહની મદદ એે લોકો માટે છે. જેઓ નિષ્ઠાવાન છે અને હંરહંમેશ પ્રયત્નશીલ રહે છે. લોકોને તેમની માન્યતાઓ માટે ક્યારેય અપમાનિત ન કરશો બલ્કે તેમની સારી બાબતો ઉપર પ્રકાશ નાંખો અને ઇસ્લામની વિચારધારા વિષે તેમની સાથે સંવાદ કરો.

આમ તો, મારે ઘણું બધું કહેવું છે અને હું ઇચ્છું છું  કે તમને નસીહત કરતો રહું પરંતુ મને ડર છે કે જો હું મારા પ્રવચનને લંબાવીશ તો તેનો ઘણો ભાગ તમે ભૂલાવી દેશો અને એ હકીકત છે કે લોબી લોબી વાતો લોકોને ચલિત કરી દે છે.

અલ્લાહ તમને બેઉને (સ્ત્રી અને પુરૃષ) સફળ થનારામાં શામેલ કરે અને તે તમારો મુહાફિઝ (રક્ષણ કરવાવાળો) બની રહે. તમને ભલાઇઓથી નવાજે. તમારા દીન, તમારા ફર્ઝો અને તમારા અમલને અલ્લાહ ભરોસે છોડી અહીંથી વિદાય લઉં છું. અલ્લાહની રહમત અને કૃપા થાય તમારી ઉપર તેવી દુઆ સાથે. /

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments